SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧-૬૯ પ્રબુદ્ધ જીવન ૧૭ અનુયાયી હોવા છતાં દુનિયાના સર્વ ધર્મો પ્રત્યે તે પૂરો આદર ધરાવે છે. આત્મલક્ષી તેમનું જીવન હોવા છતાં સમાજના હિન્તા- હિતની–સુખ દુ:ખની–તેમના રોમે રોમમાં ચિન્તા છે અને એ ચિતા સતત કર્મમાં પરિણત થતી રહી છે. સ્થાનિક પ્રશ્નમાં ડૂબેલા હોવા છતાં વિશ્વના ક્ષિતિજ સુધી તેમની દષ્ટિ પહોંચે છે, ક્ષિતિજને આવરી લેતી હોય છે. “આવા એક સાધુ વિશેષને, જ્યારે મને આજની સભાના પ્રમુખસ્થાન ઉપર નિયુકત કરવામાં આવ્યા છે ત્યારે એક સૂચનારૂપે પ્રાર્થના કરૂં તે અસ્થાને નહિ ગણાય. મુનિશ્રીનાં લખાણે હું અવારનવાર વાંચતે રહું છું તે ઉપરથી મારા મન ઉપર એક છાપ પડતી રહી છે કે જે કાંઈ સારૂં તે બધું જૈનધર્મમાં સમાવિષ્ટ છે–આવું તેમની સમગ્ર પ્રરૂપણાનું રૂપ હોય છે. જેમના પ્રાણ સાથે જૈનધર્મ સંકળાયેલ છે અને દુનિયામાં જે કાંઈ સારું અને સાચું છે તેનાથી જે અલગ રહેવા ઈચ્છતે નથી તેના મનનું વળણ આવું હોય એ સમજી શકાય તેમ છે. આમ છતાં જૈનધર્મ વિશેની સામાન્ય સમજણ સંપ્રદાયના આકારની છે અને દરેક સંપ્રદાયમાં ઠીક-ઠીક, ઈષ્ટ-અનિષ્ટ, હળવા-ભારે અનેક તત્ત્વનું મિશ્રણ હોય છે. આજને તબક્કો ચિત્તનના ક્ષેત્રમાં આગળ વધવા ઈચ્છનાર સાધકે ધર્માતીત થવાની એટલે કે સંપ્રદાયાતીત થવાની જરૂર છે. આવી ધર્માતીતતાનીસંપ્રદાયાતીતાની–મુનિ સત્તબાલજી પાસે હું અપેક્ષા રાખું છું. આ જ્યારે બનશે ત્યારે તેઓ સાચા ધર્મપુરુષ બનશે–સાચા વિશ્વપુરુષ બનશે એવી મારી શ્રદ્ધા છે. આટલા પ્રાસંગિક કથન બાદ હવે તો મુનિશ્રી આપણી નજીકજાણે કે આપણી વચ્ચે આવી ને વસવાના છે એ કારણે હું મારે આનંદ વ્યકત કરું છું; અમે પણ એમની એટલી જ સંભાળ લઈશું એમ કુરેશીભાઈને હું આશ્વાસન આપું છું. અને હવેથી શરૂ થતે તેમને સ્થિરવાસ અનેક પ્રકારે આસપાસની જનતાને કલ્યાણકારી નીવડે એવી પ્રાર્થના કરું છું.” ત્યાર બાદ આભારવિધિ થયા બાદ વંદેમાતરમ થી સભા પૂરી થઈ અને અમે ભેજન તરફ પ્રયાણ કર્યું. સન્તબાલજી એકથી ત્રણ મૌન રાખે છે, એટલે વચગાળે ભેજન પતાવીને તથા થોડે આરામ કરીને અમે બપોરના ૩ થી ૫ ફરી એમની સાથે રહ્યા. વાગામમાં સ્થપાનાર આન્તરરાષ્ટ્રીય કેન્દ્રની વિશેષ સમજણ લીધી. એ સિવાય પણ કેટલીક ચર્ચાઓ જેમાં, “દેવનારનું કતલખાનું', આચાર્ય રજનીશ', ‘ગાંધી શતાબ્દી' વિગેરે વિષય ઉપર વિચારેની ૧ - આપ -લે થઈ. સાંજના સાડા પાંચે મુંબઈની ટ્રેઈન પકડવાની હતી C સાંજના ચા પશે સંબઈની ડેઈન પકવાની હતી એટલે અમે મુનિશ્રીને નમસ્કાર કરી, એમનાં સમિત મુખે માંગલિક સાંભળી, એમની વિદાય લીધી. | મુનિશ્રી સંતબાલજીના દર્શનને ઘણા ઘણા લાંબા સમયે અમને લાભ થશે અને એમનાં સાન્નિધ્યમાં થોડાક કલાકો ગાળવાનું સંદુ ભાગ્ય અને પ્રાપ્ત થયું. એ પ્રસન્નતા સાથે ટ્રેઈનમાં અમે જગ્યા લીધી ત્યારે વાતાવરણમાં ઠંડીનું મોજું પ્રસરી ગયું હતું અને સૂર્ય પશ્ચિમ બાજુએ અસ્ત થવાની તૈયારીમાં હતો. ચીમનલાલ જે. શાહ દેવનાર કતલખાના સંબંધમાં (આજે જ્યારે દેવનાર ખાતે મુંબઈની મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ઊભા કરવામાં આવનાર કેન્દ્રીભૂત કતલખાના સંબંધમાં ચેતરફ જે ઉહાપેહ ચાલી રહેલ છે તેના અનુસંધાનમાં તા. ૧-૧-૬૯ ના વિશ્વાત્સલ્યમાં મુનિશ્રી સંતબાલજી તરફથી નીચે મુજબનું નિવેદન પ્રગટ કરવામાં આવ્યું છે.) દેવનાર ખાતે એક જંગી કતલખાનું ઊભું થાય છે. તે થતાં પહેલાં “જીવદયા મંડળી’ મુંબઈ મારફત એક મોટું આંદોલન ચાલેલું. વડાપ્રધાન સદ્ગત શાસ્ત્રીજીએ “એ નહીં થાય અને એમાં લાગનારા કરોડ રૂપિયા ગેસંવર્ધન ખાતે વપરાશે” એવી જાહેરાત કરેલી. ત્યારબાદ પડેશી દેશનું આક્રમણ આવી પડતાં આંદોલન બંધ રહેલું. તે દરમિયાન શાસ્ત્રીજીના અવસાન બાદ પાછું, તે કામ શરૂ થઈ ગયેલું, અને કહેવાય છે કે તા. ૧-૧-૬૯ ના રોજ આ જંગી કતલખાનું કામ કરતું થઈ જશે. આથી એક બહેનને મુંબઈથી પત્ર આવ્યો છે. તેઓ જણાવે છે – ...અહીં ચેમ્બર પાસે દેવનારમાં જંગી કતલખાનું તૈયાર થાય છે, તે આપને ખબર જ હશે. રોજના હજારોની સંખ્યામાં નિર્દોષ મૂંગા પ્રાણીઓની કતલ થાય એ વિચારથી હૃદય કંપી ઊઠે છે. હું અહીંનાં હજારે ધર્મપ્રેમી ભાઈ - બહેને વતી વિનંતી કરું છું કે આ હિંસા થતી અટકાવવા આપ સત્વર અહીં પધારે. કતલખાનું લગભગ તૈયાર થઈ જવા આવ્યું છે, અને અમારા વિરોધની સત્તાધીશા પર કાંઈ અસર પડશે નહીં, તે આપ અહીં પધારી મુંબઈની પ્રજાને વધુ જાગ્રત કરે એવી નમ્ર વિનંતિ છે. સત્તાધીશે આપને અવાજ જરૂર સાંભળશે, એવી મને પૂરી ખાતરી છે. આ બાબતમાં આપને વિશેષ લખવાનું હોય જ નહીં...” આ પહેલાં મેં શ્રી મગનભાઈ દોશી અને જીવદયામંડળીને છેલ્લી હાલત શી છે એ પૂછાવ્યું. તે પહેલાં જનકમુનિનાં પત્રમાં જૈન'માંની નોંધ અને ‘પ્રબુદ્ધ જીવનમાં આને લગતું જે ખ્યાન આવેલું તેની માહિતી હતી તે મેં વાંચી હતી. જીવદયામંડળી તરફથી શ્રી મગનલાલ પી. દેશી જણાવે છે: ...શ્રી માન્કરજીની તબિયત નરમ હોવાથી સૌરાષ્ટ્રમાં ધોરાજી છે. તા. ૨૧-૧૨-૬૮ ના આવશે. હવે તબિયત સારી છે. દેવનાર કતલખાના અંગે છેવટના પ્રયાસમાં એક ડેપ્યુટેશન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળ્યું હતું. મેયરશ્રીનું કહેવું એમ હતું કે, હાલમાં વાંદરા, કુર્લા ખાતે અને અન્ય રીતે જે જાનવરોની કતલ થાય છે, તેના બદલે આ એક જ કતલખાનાને ઉપયોગ કરવામાં આવશે અને કુર્લા-વાંદરાનાં કતલખાનાં બિલકુલ બંધ કરવામાં આવશે. આ ઉપરાંત બૃહદ મુંબઈમાં કોઈ જગાએ કતલ નહીં કરવાનો હુકમ કરવામાં આવશે. હાલમાં વાંદરા - કુર્લા ખાતે જે કાંટા પદ્ધતિથી જાનવર કપાય છે, તેથી વધુ જાનવર (દેવનારમાં) કાપવામાં નહીં આવે. તેમ જ માંસ નિકાસ કરવામાં પણ નહીં આવે. ફકત સ્થાનિક વપરાશ માટે જ કતલ કરવામાં આવશે. હાલમાં વાંદરા તથા કુલ ખાતેના કતલખાનાની હાલત એવી છે કે જાનવરોને ભયંકર ત્રાસ હોય, પણ દેવનાર થતાં તેમને સારા તબેલા, પાણી, સફાઈ વગેરેની વ્યવસ્થા તથા મારકેટ હશે, એટલે જાનવરોને ત્રાસ દૂર થશે. ડેપ્યુટેશને તેઓને કહ્યું કે, “જાનવર વધુ કાપવામાં નહીં આવે તેમ જ સ્થાનિક વપરાશ પૂરતો જ કતલખાનાને ઉપયોગ થશે. તેમ જ નિકાસ માટે કંઈ ઉપયોગ કરવામાં આવશે નહીં વગેરે હકીકતોની બાંહેધરી તેઓ જનતાને આપે. અને જણાવે કે આ કાર્ય ફકત કતલખાનાની ફેરબદલી પૂરનું છે. આ ઉપરાંત તેઓ (મયરી) જણાવે છે કે “દેવનારની માજના વર્ષો પહેલાં કરવામાં આવી હતી. હાલમાં વાંદરા અને કુર્લા ભરવસ્તીમાં પડતું હોવાથી તેની બદલી અનિવાર્ય હોવાથી જ આ યોજના કરી છે. જ્યારે પહેલાં યોજના કરી, ત્યારે મુંબઈ વિસ્તાર ફકત માહીમ સુધી હતા, ત્યાર બાદ છેક દહીંસર અને મુલુંડ, થાણા સુધી વિસ્તાર વધ્યો હોવાથી કતલખાનું ખસેડયા સિવાય બીજે કોઈ ઈલાજ નથી.’ નવું કતલખાનું કદાચ ઘેટાં બકરાં પૂરતું ૧-૧-૬૯ થી ચાલુ કરે તેમ જાણવા મળ્યું છે. મુંબઈમાં ઘણા લોકોને વાંદરાકુલમાં જાનવરને જે ત્રાસ પડે છે, તે સામે પણ સખત વિરોધ છે...” આ ઉપરથી આજના સંગમાં કોર્પોરેશન ઉપલી બાંહેધરી
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy