SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૮-૬૯ પ્રબુદ્ધ જીવન ગાંધીભકત નેહરૂ (મે માસની આખરમાં ઑલ ઈન્ડિયા આકાશવાણી મુંબઈ મારફત રજૂ કરવામાં આવેલા વાર્તાલાપ.) (૧) ગાંધીયુગ ક્રાંતિયુગ હતો. રાષ્ટ્રવાદના જોરદાર પ્રવાહ તેની તાણમાં કેટલુંય ધસડી જઈ રહ્યો હતો. આ પૂરને સીમા ન હતી. તેની ધુમરીઓની વચમાં ખેંચાતી વ્યકિતઓ, નાની હોય કે માટી, ગાંધીના માણસ તરીકે ઓળખાતી અને આ બધી ભકિતભાવથી ગાંધીજીનું અનુસરણ કરતી હતી. (૨) ગાંધીજી ભારતીય ગ્રામીણ સમાજને તેની જુગજૂની નિદ્રામાંથી જાગૃત કરવા જન્મ્યા હતા. ગાંધીભકતાના એક વિશાળ સમૂહ હતો. ઉંઘાડા પગ, બરછટ જાડા પાણકોરાં કહેતાં ખાદીનું ગોઠણ સુધીનું પંચીયું, કોણી સુધીની બાંયનું બાંડિયું પહેરણ, મહીના —બે મહીના—સુધી હજામતની રાહ જોતી દાઢી, હાથમાં રેંટીયા, બગલમાંથેલી, થેલીમાં આશ્રમ ભજનાવલી, ગીતા અને રોજનીશી—આ પ્રકારના ગાંધી ભકતાનાં લક્ષણો ગણાતાં. લોકોમાં તેની અકિંચન સેવક તરીકેની છાપ હતી. સત્તાથી દુભાયેલા, મુંઝાયેલા, પરંશાન થયેલા માણસ તેને હકીમવૈદ્ય સમજતા. તેની પાસે ઈલાજને માટૅ ચાલી જતો. પટવારીથી માંડી ક્લેકટર સુધી આ લાસેવક પહોંચે. કેટલું કેળવાયેલા છે તેની તેના પોતાના મનમાં પણ ફીકર ન હતી. લોકોને માટે કેટલા પગ ઘસે છે તેટલું તેને માટે પૂરતું હતું. (૩) એક બીજા પ્રકારનો પણ ગાંધી ભકત હતા. જે આ પ્રકારના પહેરવેશ ધારણ કરે કે ન કરે, પટવારીથી કલેકટર સુધી પગ ઘસે કે ન ઘસે, પણ એ ગાંધીજીની વાતાનું ઉંડાણથી ચિંતન કરે, પોતાના જીવનમાં ઉતારવાની કોશિપ કરે અને નાનામોટા ગાંધીસેવકોને તેમની મુંઝવણમાં સહાયતા કરે. આવી અધિકૃત ગાંધીભકત વ્યકિત ચિંતકની કક્ષામાં પણ ગણી શકાય, ગાંધી વિચારધારાના રિસર્ચ વર્કર્સની કક્ષામાં પણ તેમને મૂકી શકાય, અને નવા સમાજના આયોજકોની કક્ષામાં પણ મૂકી શકાય. વિનોબાજી, કાકાસાહેબ, ઠક્કરબાપા, રાજેન્દ્રબાબુ, ઝાકીરસાહેબ, કિશેારલાલભાઈ, સતીશબાબુ, આ બધા ગાંધી જીવનશાસ્ત્રના પ્રયોગવીરો હતા. (૪) ગાંધી ભકતાનો એક ત્રીજો સમૂહ હતા, જેમને ભારતની ગુલામી, ગરીબી, અજ્ઞાનતા—આ બધું સાલતાં હતાં. તેમની પાસે સમાજ રચનાના સ્વતંત્રકાર્યક્રમ ન હતા. તેઓ પ્રેગ મેટીસ્ટ-વ્યવહારદક્ષ માણસા હતા. ભારતીય સમાજજીવનની ખૂબીઓ અને ખામીઓ બંનેની તેમનામાં ઊંડી સમજ હતી. અથાગ વ્યવહારિક ડહાપણ વડે તેમણે સમજી લીધું હતું કે ગાંધીજી ભારતીય સમાજનાં કિસ્મતનું સલામત માધ્યમ છે; ભારતના “મેન ઓફ ડેસ્ટીની” છે. પોતાની સર્વશકિતથી તેને માર્ગ સરળ બનાવવામાં—તેને સહાયભૂત બનાવવામાં પેાતાને કૃત્યકૃત્ય સમજતા હતા. રાજાજી, સરદાર વલ્લભભાઈ પટેલ આ ત્રીજા પ્રકારનાં ગાંધીભકત હતા. (૫) ગાંધી ભકતોનો એક ચાથા સમુદાય હતા. તેઓ જરાપણ ઉત્સુક ન હતા કે લોકો તેમને ગાંધીભકત ગણે કે ન ગણે. સમાજજીવન વિશેની તેમની એક આગવી દષ્ટિ હતી. અધ્યયન, ચિંતન અને મનનથી તેમણે તેને કસી કરીને પોતાની બનાવી હતી. આમ છતાં પણ ગાંધી વિચારમાં જે શીલ અને અહિંસાનું ઉન્નત તત્વ હતું – માનવ માનવ વચ્ચેના સંબંધ આ તત્વને આધારે રચાય તો માનવ જીવન પ્રગતિશીલ પણ બને અને સાથે સાથે સર્વ રીતે ઉન્નત પણ બને તે સમજી શકવા જેટલી તેમનામાં તટસ્થતા હતી. ગાંધીજીના વ્યકિતત્વની ચમત્કારીક અસર સમાજ ઉપર થઈ રહી હતી તેનાથી ઈર્ષ્યાથી બળી મરવાને બદલે સાગરમાં બિન્દુ બની એકરસ થઈ જવાની તેમનામાં નમ્રતા હતી. આ ગાંધીભકતોના સમૂહ હતા તો નાનો, પણ રસાઈને ચટકદાર બનાવતો હતો. આવા ગાંધીભકતામાં ચાર નામ સામે આવે છે: રવિબાબુ, એન્ડ્રૂઝ, ડૉ. રાધાકૃષ્ણન અને જવાહરલાલ નેહરૂ خنا ૭૩ * (૬) ગાંધીજીનું વિશિષ્ટ વ્યકિતત્વ વ્યકિતગત ભકિતની આશા રાખતું ન હતું. ગાંધીજીની સેવકો પાસે માંગ એક અર્થમાં નાનીસૂની હતી; એક અર્થમાં સર્વસ્વની હતી. ગાંધીજીની અપેક્ષા હતી જનસેવક પોતાના જીવનની કિંમત આંકતા શીખે. ક્ષુલ્લક વસ્તુઓ પાછળ ગુમાવાતું જીવન સ્વપ્ન દશામાં ગમે તેટલું ઉજજવલ હોય કે કલ્પનાના ક્ષેત્રે ગમે તેટલું જ્ઞાન વૈભવથી ભરેલું હોય, પણ તેના વાસ્તવિક અર્થમાં ક્ષુલ્લક બની રહેશે. ગાંધીજીના પડકાર હતો “ભારતીય સમાજ અને વ્યકિત પેાતાનું મૂલ્ય મુકરર કરે, ક્ષુલ્લક જીવન અને ઉન્નત જીવન વચ્ચેના ભેદ સમજે અને ઉન્નત જીવનને માટે જે કંઈ કિંમત આપવાનું નસીબે આવે તે હસતાં હસતાં ચૂક્વે”. ગાંધીભકિતની આ પારાશીશી હતી. જવાહરલાલ નેહરૂ તેવા ઉન્નત જીવનને ખાતર સર્વસ્વ હોમવાને તૈયાર બનેલ ભકત હતા. તેથી ગાંધીજીને પ્યારા હતા. (૭) રામનારાયણ ચૌધરી જવાહરલાલજીના મંત્રી હતા. તેમણે જવાહરના શબ્દોમાં જવાહરલાલજીને ઉતાર્યા છે. જવાહરલાલજીને ચૌધરીજી એક સવાલ પૂછે છે, “તમારો અને ગાંધીજીના સંબંધ તેના અનુયાયીના હતા, પિતા પુત્રના હતા કે ગુરુ શિષ્યના હતા ?” પંડિતજી જવાબ આપે છે “તેઓ મારા નેતા તો હતા. હું તેમને અનુયાયી તે હતા; પણ તેઓ મારા ગુરુ હતા અને હું તેમના શિષ્ય હતા તેવા ઉલ્લેખ બરાબર નહિ થાય. તેમ છતાં અનુયાયી કે નેતાની વ્યાખ્યાથી ઉપર એવા કંઈક વિશેષ સંબંધ હતા, કહે કે કંઈક અંશમાં અમારો પિતા પુત્રનો સંબંધ હતો.” અને પછી એક જગ્યાએ ઉમેરે છે“મારું હૃદય ગાંધીજી સાથે હતું અને ઘણે અંશે બુદ્ધિ પણ તેમની સાથે હતી.” ભકતમાં શ્રદ્ધાનું તત્ત્વ અધિક હોય છે. પંડિતજીમાં બાપુ વિશેની શ્રદ્ધા અને બાપુમાં પંડિતજી પ્રત્યેની શ્રદ્ધાની કસોટી રોજ - બ - રોજ થતી હતી. (૮) પૂજ્ય બાપુને મળવા એક દાંતના ડૉકટર આવે છે. બાપુએ સાંભળ્યું છે કે વિનોબાજીને કેટલાક દિવસથી દાંતના દુ:ખાવા સતાવે છે. દાકતરને બાપુ વિનોબાજીનાં દાંત તપાસવા માલે છે. દાકતર વિનાબાજી પાસે જાય છે. દાંત પાડવા જેવું લાગે છે. વિનાબાજી પૂછે છે કે “બાપુએ કહ્યું છે?” અને કશીપણ દલીલ વગર જડબું આગળ ધરી દે છે. શ્રદ્ધાના આ એક નમૂનો છે. (૯) રાજકોટ સત્યાગ્રહ વખતે સરદાર ગુજરાતમાંથી સત્યાગ્રહીઓ મોકલવા ઈચ્છતા હતા. બાપુ એક ચીઠ્ઠી લખે છે, “રાજકોટની લડતમાં રાજકોટ કે કાઠિયાવાડીની શકિત ઉપર જ લડાય.” વાત પૂરી થઈ. સરદાર ગુજરાતમાંથી સત્યાગ્રહી મોકલવાનો કાર્યક્રમ પડતા મૂકે છે. શ્રદ્ધાના આ બીજો નમૂના છે. (૧૦) આ અર્થમાં ભકતની શ્રદ્ધાનો અર્થ કરીએ તો તેમાં જવાહરલાલજીનો સમાવેશ નહીં થઈ શકે. તેમની વિચારની ભૂમિકા તેમના પાશ્ચાત્ય ઘડતરને લીધે ઊભી થઈ હતી. પૌર્વાત્ય સંસ્કૃતિ વિશે જે કંઈ તેમણે જાણ્યું, વિચાર્યું, સ્વીકાર્યું તે તેમના જીવનના ભાગ રૂપ પણ બન્યું, પણ જીવનનાં મંડાણ જે વસ્તુ ઉપર મંડાયા હતાં તેની સાથે આ બાબતને એક રસ થતાં દસકા લાગે. એ રીતે જોઈએ તે તેમનામાં શ્રાદ્ધા બીજા જ પ્રકારની લાગે. છતાં તેમણે બાપુનું કેટલું કેટલું સ્વીકાર્યું ? Sed (૧૧) સાદાઈ તેમના જીવનનો ભાગ ન હતી. પણ નવાઈ લાગશે કે તેમની વ્યકિતગત જરૂરતની વસ્તુઓમાં કેટલી સાદાઈ તેમણે દાખલ કરી હતી, પંડિતજીના કોટ ઉપર નુનાઈ જોવા અનેક વખત મળે, તેમના નાકર હરિ પાયજામાં, અંગરખાં, જાકીટ, કોટ, ટોપી તેમની પરવાનગી સિવાય રદબાતલ ન કરી શકે. કેટલીક વખત બેસતાં ઊઠતાં પાયજામાનું કે કુરતાનું શિંગડું દેખાઈ પણ આવે. (૧૨) સ્વભાવથી ખાવાના રસિયા હતા. પરંતુ જ્યાં મહેમાન
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy