SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ર પ્રભુ છવન તા. ૧-૮-૬૯ માં અનાસકત) હોય છે. ભગવદ ગીતા પણ એ જ કહે છે, “જે (આત્મજ્ઞાન) સઘળાં પ્રાણીઓ માટે રાત્રીરૂપ છે તેમાં યોગી પુણ્ય જાગે છે; જે (સંસાર)માં સઘળાં પ્રાણીઓ જાગે છે તે (સંસાર) તત્વને જાણનાર મુનિને રાત્રીરૂપ છે.” તંત્રમાં જણાવ્યા પ્રમાણે કુંડલિની કરોડરજજુના છેડે મૂલાધારચક્રના પ્રદેશમાં આવેલી છે. જ્યારે તે જાગૃત થાય છે ત્યારે સુલુણા નાડીના દ્વાર પાસે આવેલા પોતાના મુખને ઊંચુ કરી, એ દ્વારમાં થઈ, છ ચક્રોના પ્રદેશને વીંધી મસ્તક પર આવેલા સહસ્ત્રદલ ચક્રમાં પહોંચી પરમતત્વ સાથે ઐકય સાધે છે. આ દશાની પ્રાપ્તિ થતાં સાધક ગહન શાન્તિ અને પરમ આનંદને અનુભવ કરે છે. કુંડલિની જાગૃત કરી આખા આધારને ખોલીને ઊર્ધ્વચેતના સાથે તાદામ સાધવાની જે યૌગિક પ્રક્રિયા છે તેને કુંડલિનીયોગ કહેવામાં આવે છે. કુંડલિની ત્રણ રીતે જાગૃત કરી શકાય છે. (૧) પ્રાણાયામ, ધ્યાન, મંત્રજાપ, આસન, ચકો પર એકાગ્રતા, અનન્યભકિત આદિ યૌગિક ક્રિયાઓ દ્વારા (૨) સિદ્ધ ગુરુની કૃપા મેળવીને (૩) પૂર્વજન્મની અપૂર્ણ સાધનાને કારણે કુંડલિની એકાએક જાગૃત થઈ વ્યકિતને ભેગમાર્ગ તરફ લઈ જાય છે. જો કે આ પ્રકારના દાખલા જવલ્લે જ જોવા મળે છે. જાગૃતિના આ ત્રણ માગેને ભૌતિક સંપત્તિ પ્રાપ્ત કરવાના નીચેના ત્રણ માર્ગો સાથે આ રીતે સરખાવી શકાય: ઘણા વર્ષોના સતત પુરુષાર્થ પછી માણસનું ભાગ્ય ઉઘડે છે અને તે સંપત્તિ પ્રાપ્ત કરે છે અથવા કોઈ એવી વ્યકિતને તેને એકાએક ભેટો થઈ જાય છે જે તેની ધનપ્રાપ્તિનું નિમિત્ત બને છે અથવા નસીબ આડેથી જેમ પાંદડું ખસી જાય તેમ તદ્દન અણધારી રીતે માણસને ધનની પ્રાપ્તિ થાય છે. પિતે સર્વોપરી સત્તા હોવા છતાં પણ, કોઈ પણ રીતથી કુંડલિનીને જાગૃત કર્યા પછી પણ, તેનું કાર્ય સાધનામાં સંપૂર્ણ અને શિસ્તબદ્ધ - રહે એ માટે ગુરુની દોરવણી મળવી જરૂરી છે. આ માર્ગને પ્રવાસ જેણે સફળતાપૂર્વક ખેડયો હોય તે પૂર્ણગી જ સાચો ગુરુ બની શકે છે. પૂર્ણ ગુરુ પોતાની પ્રખર તપશકિતથી શિષ્યના માર્ગમાં નડતા અંતરાને દૂર કરી તેના આંતર અને બાહ્ય જીવન વચ્ચે સંવાદિતા લાવી શકે છે. ગુરુના આદેશ નીચે રહી કુંડલિની યંગ કઈ રીતે થઈ શકે એ જ અહીં મુખ્ય કહેવાનું છે. અનેક સાધના : પદ્ધતિઓમાં ગુરુકૃપા મેળવી કુંડલિની જાગૃત કરવી એ સૌથી સરળ અને સલામત માર્ગ છે. જેને આધ્યાત્મિકતાની તીવ્ર જિજ્ઞાસા અને ઝંખના છે એ શિષ્ય ગુરુકૃપા સહેલાઈથી મેળવી આ માર્ગ પર દઢતાપૂર્વક આગળ વધી શકે છે, ને તેનામાં રહેલી બધી જે ગુપ્ત શકિતઓ ક્રમે ક્રમે જાગૃત થઈ ક્રિયાશીલ બને છે. ગુરુની અંદરથી જ એક Emanation (પ્રાદુર્ભાવ) એટલે કે એમની દિવ્ય સત્તા તથા ચૈતન્યને અંશ પ્રતિનિધિરૂપ બનીને, શિષ્યની શકિતને જાગૃત કરી, તેને ગતિમાન બનાવવા શિષ્યમાં આવતો હોય છે. આને શકિતપાત કહેવાય છે. એક દી બીજા દીવાને પ્રગટાવે તેમ એક સમર્થ શકિત બીજી સુષુપ્ત શકિતને જાગૃત કરે છે. ગુરુ ચાર રીતથી આ ક્રિયા કરે છે. સ્પર્શથી, વાણીથી, દષ્ટિથી અથવા વિચારબળથી. ત્યાર પછી ગુરુનું વ્યકિતત્વ શિષ્યમાં પ્રતિકૃતિ યા પ્રતિનિધિરૂપ બનીને રહે છે અને બંને વચ્ચે અદ્રત સ્થપાય છે. કુંડલિની જાગૃત થતાં નાડીશુદ્ધિ આપોઆપ થવા લાગે છે અને આ ગાળા દરમ્યાન સાધકને આશ્ચર્યજનક ચમત્કારિક અનુભવે થાય છે. જાગૃત થયેલી કુંડલિની શકિત પ્રાણતત્વ (Vital) સાથે આરહણ કરે છે ત્યારે ચેતનાનાં ચક્રો ખુલ્લાં થવા માંડે છે અને એ દરેક ચક્રના મનોવૈજ્ઞાનિક ગુણધર્મ પ્રમાણે યૌગિક શકિત તેના પર કાર્ય કરે છે. ધ્યાન દરમ્યાન આ ચકો કમળ તરીકે દેખાય છે અને દરેક કમળની પાંદડીઓની સંખ્યા અલગ અલગ રહે છે. સ્કૂલ અને સૂક્ષમ ભૂમિકા પર સાધકને અસાધરણ સાક્ષાત્કાર થાય છે. સ્કૂલ અનુભૂતિમાં સાધકને શરીરમાં ઘૂજારી થવી, વિધુ ત - પ્રવાહ જેવી ઝણઝણાટી લાગવી, આનંદસંચાર થ, પસીને થવો, આંસુ આવવાં, હૃદય પર ભાર લાગવો, મૂલાધાર અને બીજા પ્રદેશમાં શૂળ જેવી પીડા ઉપડવી, શરીરે ખંજવાળ આવવી, દિવાલ જેવી મજબૂત વસ્તુને તોડી પાડવા જેટલી શારીરિક તાકાતને ભરાવે લાગ, કરોડરજજુની ઉપર નીચે સાપ ચાલતો હોય કે શરીર પર, કીડીએ ફરતી હોય તે સળવળાટ અનુભવ, ઊંડા શ્વાસોચ્છવાસ, લેવા, આળસ ને નબળાઈ અનુભવવી, ઊંઘ ઓછી થવી, આહારમાં વધઘટ થવી વગેરે અનુભવ થાય છે. યૌગિક આસન, પ્રાણાયામ, મટા જેવી ક્રિયાઓની જાણકારી ન હોવા છતાં સાધક એ બરાબર કરવા લાગે છે. કેટલીક વાર સાધક તદન વિચિત્ર રીતે વતે છે. કોઈ • વાર ક્રોધથી ભભૂકી ઊઠે છે તો કોઈ વાર ઊંડી ગમગીનીમાં ડૂબી જાય છે. હર્ષાવેશમાં આવી જઈ કોઈ વાર ગાવા, નાચવા અને હસવા પણ લાગે છે. સૂક્ષ્મ સાક્ષાત્કારમાં સાધકને દેવદેવીએ કે મહાન આત્માઓનું દર્શન થઈ તેમના તરફથી સૂચને મળે છે. શંખ, ઘંટ, બંસી, ઢોલના. નાદ તથા અંદરથી મંત્રોચ્ચાર સંભળાય છે. વાતાવરણમાં સુગંધ આવે છે. જીભ જુદા જુદા સ્વાદને અનુભવ કરે છે. પ્રકાશ, અગ્નિ, જવાળા, વાદળી રંગનાં વર્તુળ, સૂર્ય, ચન્દ્ર, તારા, સાગર તથા પર્વતનાં મનરમ દો દેખાય છે, તે કોઈવાર પિતાનું જ મૃત્યુ, પૂર્વજન્મની ઘટનાઓ, સર્પ તથા શિવલિંગનાં દર્શન થાય છે. કોઈવાર ઉચ્ચ કલાત્મક સર્જનની પ્રેરણા થાય છે તે કેટલીક વાર ભયંકર બિહામણાં સ્વપ્ન અને દક્ષે પણ દેખાય છે. ઘણીવાર સાધકને કાંઈ કામ કરવું કે બીજા સાથે બોલવું ચાલવું કશું જ ગમતું નથી. પોતાના જીવનનું સંચાલન કરતી એ પરાત્પર શકિત સાધકને ચેતનાના અજ્ઞાત પ્રદેશ ભણી લઈ જાય છે ત્યારે સાધકનું બાહ્ય વલણ મૂક બની જઈ આંતરશકિત સાથે ઐકયને આનંદ અનુભવે છે. - ઉપરોકત અનુભવ પછી સાધકને ફ_તિ, તાજગી અને પ્રસ ન્નતા જણાય છે. વધુ પ્રગતિ માટે તેણે ગુરુની દોરવણીમાં શ્રદ્ધા રાખી દિવ્યશકિતના કાર્યને કેવળ એક સાક્ષી બનીને જ નિહાળવાનું છે. પોતાને થતી કોઈ પણ અનુભૂતિથી ભયભીત થવાનું નથી તેમ જ કોઈ પણ પ્રકારની ચિંતા પણ કરવાની નથી. આવા વલણથી એ શકિતના કાર્યમાં વિક્ષેપ પડે છે. આખા બ્રહ્માંડ પર આધિપત્ય ભગવતી આ મહાશકિત (Supreme power) પિતાને શું કરવાનું છે તે બરાબર જાણે છે. સાધકે સમજી લેવું ઘટે કે માનવદેહમાં થઈ રહેલા રૂપાંતરનું આ વિરાટ કાર્ય એ કોઈ શરીરશાસ્ત્ર (Physiology) કે શરીરવિદ્યા (Anatomy) ને વિષય નથી કે જેને નિયમો અને વ્યાખ્યામાં બાંધી શકાય. વળી એ પણ સમજી લેવાનું છે કે દરેકને એક સરખી અનુભૂતિ થાય છે કે થવી જોઈએ એમ પણ નથી. સાધકની પ્રકૃતિ, યોગ્યતા અને આવશ્યકતા પ્રમાણે સાક્ષાત્કાર થાય છે. કેટલાક સાધકોને ઘણા લાંબા ગાળા સુધી આવા અનુભવ નથી થતા અથવા બિલકુલ પણ નથી થતા; અને છતાં યે સાધક શાન્તિ, વિશુદ્ધ આનંદ, જ્ઞાન, દૌર્ય અને સમતુલા પ્રાપ્ત કરી ઊર્ધ્વની આ મહાયાત્રામાં આગળ ડગ માંડતો જ રહે છે. ગુરુના માર્ગદર્શનમાં તથા અગેચર રહી કાર્ય કરી રહેલી શકિતમાં સાધકે અવિચલ શ્રદ્ધા ને વિશ્વાસ રાખવાના છે. સાધનામાં આ ખૂબ ખૂબ મહત્ત્વની ને પાયાની વસ્તુઓ છે, જેના પર જ એક નવજીવનનું નિર્માણ થાય છે. અનુવાદક: મૂળ અંગ્રેજી : સૌ. શારદાબહેન શાહ અપૂર્ણ પ્રતિભાબહેન ત્રિવેદી કે શરીરવિધી બાંધી શકાય. છે કે દરેક
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy