________________
F
પ્રભુ
તેનાં પરિણામે વિષે તેમને પત્રકારોએ પૂછ્યું તો કહ્યું કે વિચારવું પડશે. કોંગ્રેસના આ ઉગ્ર મતભેદના પરિણામે ગિરિએ પોતાની ઉમેદવારી તુરત જાહેર કરી. ઈન્દિરા ગાંધીનાં વિચારો જોતાં, કોંગ્રેસના મતમાં ફાટફટ પડે તો નવાઈ નહિ. વિરોધ પક્ષી–કદાચ સ્વતંત્ર પક્ષ સિવાય–ગિરિની ઉમેદવારીને ટેકો આપશે અને કોંગ્રેસના મતા વ્હેંચાઈ જાય તો સંજીવ રેડ્ડીનું ચૂંટાવું અનિશ્ચિત બને. ગિરિ ચૂંટાય તે ઈન્દિરા ગાંધીને વાંધો નથી. સિન્ડિકેટની પસંદગી
આ રીતે ઊંધી વાળશે કે? કોંગ્રેસ સભ્યોને આદેશ અપાશે કે મતદાનની સ્વતંત્રતા રહેશે? આદેશ અપાય તો પણ બધા સ્વીકારશે કે કેટલાક વગણશે?
તેલંગણની કોઈ ચર્ચા મહાસમિતિમાં થઈ નહિ. તેલંગણનાં આઠ પ્રધાનોના રાજીનામાના બ્રહ્માનંદ રેડીએ સ્વીકાર કર્યો છે. નવું મંત્રીમંડળ બ્રહ્માનંદ રેડ્ડી રચી શકશે? તેલંગણના, ઊકળતો ચરૂ બ્રહ્માનંદ રેડી શાંત કરી શકશે? ચીમનલાલ ચકુભાઈ શાહ અનાજની અવહેલના
૧૪-૩૬૯
યજ્ઞાની વાત આવે છે ત્યારે મને મારા બાળપણમાં મળેલાં સૂચના યાદ આવે છે: (૧) ઘરમાં અનાજસફાઈનું કામ ચાલતું હોય ને રમતા કૂદતા અમારા પગ નીચે કોઈ દાણા કચરાય નહિ, (૨) જમવા બાબત વાંધા પાડી કોિ કર્યો હોય તે પીરસેલી થાળીને પગ વડે ખસેડાય નહિ, (૩) જમ્યા પછી થાળીને પગે લાગવું જોઈએ, (૪) ન ભાવતી ચીજની કે નહિ પસંદ પડેલી રસેઈની નીંદા કરાય નહિ. આ ચારેય આગ્રહો જાળવવા – પાળવા એ ઘરઘરના બાળકને મળતો સંસ્કાર છે. એનું રહસ્ય એક જ છે. અનાજ પ્રત્યેનો – ખાદ્યપદાર્થ પ્રત્યેનો આદર.
જેની સરખામણી બ્રહ્મ સાથે થઈ છે, જે જીવાનું જીવન છે, તેની અવહેલના એક યા બીજા બહાના તળે કેમ થઈ શકે? જે દેશના કુટુંબમાં ઉપરની ચાર બાબતોને આગ્રહ સેવાય છે તે તે દેશની પ્રજા અનાજને બળતામાં હોમવા કેમ તૈયાર થાય?
એક પાંચમું સૂચન પણ મને યાદ આવે છે. જે ચીજ જે ઉપયોગ માટે નિર્માઈ હોય તેથી જુદા ઉપયોગ અમે કરીએ ત અમને મનાઈનું ફરમાન મળ્યું જ હોય. જેમકે: વેલણ, રોટલી વણવા માટે જ છે, બકરી કે કૂતરું હાંકવા માટે નહિ. અનાજનું નિર્માણ જે હેતુસર થયું છે તેથી જુદા હેતુ માટે કેમ થઈ શકે? અનાજનો મબલખ પાક ઊતરતો હોય તો પણ તેને નાશ કેમ કરાય? કોઈ એક દેશે . ભાવ – રાપાટી જાળવવા કે એવા કોઈ આર્થિક કારણસર ટનના ટન ઘઉં સમુદ્રમાં ડૂબાવી દીધેલા. અનાજની આવી અવહેલના—તેને બાળા કે ડૂબાડો – કરતાં આપણા જીવ કેમ ચાલે ?
જ્યાં અનાજ પ્રત્યે ઉપરોકત ચાર સૂચના વડે સન્માન જાળવવાનું શીખવવામાં આવે છે અને એ પરંપરાથી ચાલ્યા આવત સંસ્કાર છે ત્યાં આ યજ્ઞાની વાત કેમ નભી શકે? એક આખા માનવસમૂહ ભેગા થઈને અનાજની આવી અવહેલના કરે તે કેમ જોયું
જાય?
અન્ન અને અગ્નિ બંને પ્રત્યે આપણને આદર છે. અગ્નિ આપણને ગરમી મેળવવામાં, પ્રકાશ મેળવવામાં અને રસોઈ પકવવામાં તથા ઉદ્યોગે ચલાવવામાં ઉપયોગી છે. એ બંનેમાં દેવત્વ છે. પરંતુ એ બંનેને એકઠા કરવામાં રાખના ઢગલા તથા દુષ્ટતાના આનંદ એ બે જ વધે છે. આપણી બડાશ અને બહાદૂરી બતાવવા એક .આ જ રસ્તે આપણને સૂઝે છે શું? નરી બેવકૂફીને કોઈ આકર્ષક તર્ક વડે ઉપસાવી જનતાની આંખને આંજી નાખવાનું કામ આપણે કર્યાં સુધી કયે રાખશું ? લલિત શાહ
જીવન
તા, ૧૬-૭-૬૯
સંધના મકાન ફંડ અંગે સવિશેષ અનુરોધ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મકાન ફંડમાં રકમ ભરાવવાનું કાર્ય ચાલી રહ્યું છે. આ ફંડમાં છુટીછવાઈ રકમ ભરાતી રહી છે. આમ છતાં લક્ષ્યાંકની પ્રાપ્તિ હજુ ઘણી દૂર છે. શકય હોય ત્યાં જાતે મળવા જવાનો અમારો પ્રયત્ન ચાલુ છે. પણ આ સંબંધમાં અમારા સમય અને શકિતને મર્યાદા છે. તો સાંધના સભ્યોને, તેમ જ પ્રશંસકોને તથા પ્રબુદ્ધ જીવનના વાચકોને પણ અમારી નમ્ર પ્રાર્થના છે કે તેઓ અમારા જાતે મળવા આવવની રાહ ન જોતાં ઉદાર દિલથી આ ફડમાં પોતપોતાના ફાળો નોંધાવતા જાય અને પોતાના મિત્રા તેમ જ સાથીઓ પાસેથી પણ આ ફંડ માટે નાની મોટી રકમ મેળવવા માટે પ્રયત્નશીલ બને. યોગ્ય મકાન અથવા તો જગ્યા મૅળવવાના પ્રયત્નો ચાલુ છે, તેનું શુભ પરિણામ જુલાઈ માસની આખરમાં આવી જવા આશા છે તો તે દરમિયાન પ્રસ્તુત મકાન ફંડમાં પણ એક લાખની રકમનો લક્ષ્યાંક સિદ્ધ થવા જોઈએ એવી અમારી અપેક્ષા છે. બુદ્ધ જીવન’ ના ગતાંકમાં રૂ. ૪૦,૦૫૯ સુધીની રકમ નોંધાયાનું જણાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ અંક પ્રગટ થઈ રહ્યો છે તે દરમિયાન નીચે મુજબની રકમ નોંધ
વામાં આવી છે.
૪૦૦૫૯
૧૫૦૦ ૧૫૦૦
૧૦૦૧
૧૦૦૦
૧૦૧
૧૦૧ ૫૧
અગાઉ જાહેર થઈ ગયેલી રકમે
અરજણ એન્ડ દેવજી ખીમજી સાર્વજનિક ટ્રસ્ટ
શ્રી ચીમનલાલ પી. શાહ
૫૦૧ ૨૫૧
૨૫૦ ૧૦૧
૧૦૧ સ્વ. ઉમેદચંદ દોલતચંદ બરોડિયા અને સ્વ. ચંચળબહેન ઉમેદચંદના સ્મરણાર્થે . હા. શ્રી શાન્તિભાઈ તથા કાન્તિલાલ બરોડિયા.
શ્રી દીપચંદ ત્રીભોવનદાસ શાહ તથા
પ્રો. રમણલાલ સી. શાહ.
શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહ, શ્રી પૂર્ણિમાબહેન પકવાસા.
૪૬૫૧૭
શ્રી. મેગજી પી. શાહ
સ્વ. અમરચંદ તલકચંદના સ્મરણાર્થે હા. શ્રી. અનિલ
ભાઈ હેમચંદ કાપડિયા,
શ્રી. પાસુ કાયા
મે. ધીરજ સ્ટીલ કર્યું.
શ્રી દામજી મેઘજી શાહ - મુલુંડ
શ્રી વસન્તબહેન હીરાલાલ શાહ
મંત્રીઓ, મુબઇ જૈન યુવક સંઘ હિમશિખર–આરોહક કુમારી ઉષા ભટ્ટનું સન્માન
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે ચાલુ જુલાઈ માસની ૨૬ મી તારીખ શનિવાર સાંજના સવાછ વાગ્યે ધી ગ્રેન, રાઈસ એન્ડ ઓઈલ સીડઝ મરચન્ટસ એસોસીએશનના હાલમાં (મસ્જીદ બંદર રોડ બેંક ઓફ બરોડાની સામે) મનાલી બાજુએ આવેલ હનુમાન ટીંબાનાં શિખરો (લગભગ ૧૯૫૦૦ ફીટ)નું સફળ પર્વતારોહણ કરીને તાજેતરમાં પાછાં ફરેલાં ચાર ગુજરાતી બહેનેામાંનાં એક કુમારી ઉષા ભટ્ટનું શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે સંઘ તરફથી સન્માન કરવામાં આવશે અને એ પ્રસંગે શ્રી ઉષાબહેન પોતાના અનુભવો રજુ કરશે. સંઘના સભ્યોને સહકુટુંબ આ પ્રસંગનો લાભ લેવા વિનંતિ છે.
મંત્રીઓ, મુંબઈ જૈન મુવક સંઘ