________________
તા. ૧૬-૭-૬૯
પ્રબુદ્ધ જીવન
૬૫
કેંગ્રેસ અધ્યક્ષ શ્રી નિજલિંગપ્પાજીએ એક વાર કહ્યું હતું કે રાષ્ટ્રપતિપદને ઉમેદાવર કેંગ્રેસી જ હોવો જોઈએ. વિરોધ પક્ષોને સ્વતંત્ર ને તટસ્થ વ્યકિત જોઈએ છે. આ વેળાની રાષ્ટ્રપતિની ચૂંટણી વધારે મહત્ત્વની બની રહેશે. કારણ કે, હાલની પાર્લામેન્ટ ત્રણ વર્ષમાં પૂરી થશે, પણ ચૂંટાયેલ રાષ્ટ્રપતિ પાંચ વર્ષ સુધી રહેશે. આગામી ચૂંટણીઓમાં કદાચ કેન્દ્રમાં કોંગ્રેસની બહુમતી ન રહે તે રાષ્ટ્રપતિનું સ્થાન મહત્ત્વનું બની રહે. કારણ કે કોને રાજ્યતંત્ર રચવા નિમંત્રણ આપવું એ તેમની સત્તા છે અને તે અગત્યનો ભાગ ભજવી શકે. અત્યાર સુધીના રાષ્ટ્રપતિ રાજકારણમાં સક્રિય ભાગ લઈ નહોતા શકતા. શ્રી રાજેન્દ્રબાબુ અને શ્રી નહેરુ વચ્ચેના મતભેદો જાણીતા છે. ત્યારે તે વડા પ્રધાનનું ધાર્યું જ થતું. હિન્દુ કોંડ બીલ રોકવા રાષ્ટ્રપતિએ બંધારણીય હક્ક વાપરવા એક વાર ધમકી પણ આપેલી, પણ કાંઈ કરી ન શકયા એમ છતાં હજી ત્રણ વર્ષો સુધી તે કેંગ્રેસ કેન્દ્રમાં સત્તા પર રહેશે એટલે વડા પ્રધાનને અનુકુળ રહે એવી વ્યકિત રાષ્ટ્રપતિપદે હેવી જોઈએ. બન્ને વચ્ચે પાયાને વિરોધ હોય એવી વ્યકિતની પસંદગી ન થઈ શકે. કેંગ્રેસ પોતાના પક્ષને જ ઉમેદવાર મૂકે તેમાં કાંઈ અનુચિત નથી.
ઘણા, વડી અદાલતના ચીફ જસ્ટીસને રાષ્ટ્રપતિ બનાવવાની વાત કરે છે. ચીફ જસ્ટીસ કાયદાના ભલે નિષ્ણાત હોય પણ તેમનું જાહેર જીવન કેટલું? રાષ્ટ્રપતિપદ માટે વ્યાપક જાહેરજીવન – ઊંડી રાજકીય સમજ, દીર્ધદષ્ટિ, દઢતા વિગેરે જોઈએ. શ્રી રાજાજીએ તેમના ટીખળી સ્વભાવ પ્રમાણે અને કેંગ્રેસને મુશ્કેલીમાં મૂકવા તથા પ્રજામાં ભ્રમ પેદા કરવા કુમાર મંગલમ અને કુંઝરૂના નામે ૨જુ કર્યા છે. આ તો પથરા નાંખવાની વાત છે. જેમ અમેરિકા અને રશિયાની ટ્રસ્ટીશીપ હેઠળ કામીરને મૂકવાની તે વાત કરે છે. મોટા માણસે કેટલીક વખત મોટી ભૂલ કરતા હોય છે. - રાષ્ટ્રપતિપદ માટે જે જે નામે સુચવાયાં છે તેના ગુણદોષમાં ન ઊતરીએ, પણ એ વ્યકિત વધુ મોટી ઉંમરની તો નહીં જ હોવી જોઈએ. કારણ જે વ્યકિત દઢતાથી કામ ન કરી શકે તેને એ
સ્થાને બેસાડવી અત્યારના સંજોગોમાં યોગ્ય નથી. કૈોંગ્રેસના ઉચ્ચ નેતાઓને પાયાના મતભેદો છે. દરેક પોતાની પસંદગીને માણસ લાવવાની કોશીશ કરે છે. ઈન્દિરાજી જેમ ડે. ઝાકીરહુસેનને જ લાવ્યાં તેમ, હજી સુધી જાહેર રીતે કોઈ પણ વ્યકિત તરફ પક્ષપાત બતાવ્યો નથી. શ્રી ગિરિ ચાલુ રહેશે કે સંજીવ રેડી આવશે? સંજીવ રેડી સિડિકેટના ઉમેદવાર છે. પ્રમાણમાં ઓછી ઉંમરના છે, તેમનામાં રાજકીય અનુભવ છે પણ સિન્ડિકેટ તેમનું નામ રજૂ કરે છે. માટે ઈન્દિરાજી કદાચ તેમને પસંદ નહીં કરે. કારણ એમ અપાય છે કે તેઓ લેકસભાનું કામ સારી રીતે સંભાળે છે, તેમને ત્યાંથી ખસેડતાં લોકસભા માટે નવા અધ્યક્ષની ચૂંટણીને પ્રશ્ન ઊભા થાય. એટલે કોઈ ત્રીજું જ નામ આવે તો આશ્ચર્ય નહીં. ઈન્દિરાજીએ હજી કોઈનું નામ સુચવ્યું નથી. આ પસંદગીમાં કેંગ્રેસની મટી જવાબદારી છે. પસંદગી કરાયેલ ઉમેદવારના વિચારો – ખાસ કરી આર્થિક ક્ષેત્રે - કેવા છે, તે પણ પસંદગીમાં અગત્યનો ભાગ ભજવશે. કેંગ્રેસના આગેવાનીમાં જે જમણેરી– ડાબેરી પક્ષો કહેવાય છે, તે દરેક પોતાના વિચારોને સાનુકૂળ હોય એવી વ્યકિત માટે આગ્રહ રાખે તે સ્વાભાવિક છે. જો રાષ્ટ્રપતિપદે શ્રી ગિરિ નહીં ચૂંટાય તે ઉપરાષ્ટ્રપતિની પણ ચૂંટણી કરવી પડશે. કારણ કે તેમણે જાહેર કર્યું છે કે તેમને રાષ્ટ્રપતિ નહીં બનાવાય તે તેઓ ઉપરાષ્ટ્રપતિપદે ચાલુ નહીં રહે.
આમ રાષ્ટ્રપતિની પસંદગી મુશ્કેલ છે, પણ નિર્ણય તે કરવો જ પડશે. મતભેદો હોવા છતાં કેંગ્રેસ કદાચ સર્વાનુમતે નિર્ણય કરશે. કદાચ શ્રી ગિરિ અથવા સંજીવ રેડીને છોડી કોઈ બીજી જ વ્યકિતની પસંદગી થાય. મુંબઈ, તા. ૫-૭-૬૯.
ચીમનલાલ ચકુભાઈ પૂરક નોંધ: આ વ્યાખ્યાન અપાયું પછી, કેંગ્રેસ મહાસમિતિની બેઠક બે ગ્લોર ખાતે થઈ ગઈ. આ બેઠકમાં કેંગ્રેસ મોવડી મંડળના મતભેદો ઉઘાડા પડયા અને તે કેટલા ઊંડા છે તેની જાણ થઈ.
આર્થિક નીતિની ચર્ચા ફરીદાબાદમાં થઈ હતી. નિર્ણય લઈ ન શકયા. ચર્ચાના આધારે પ્રસ્તાવ તૈયાર કરવાનું સુબ્રમણ્યમ અને સાદીક
લીને સોંપાયું હતું અને તેમણે પ્રસ્તાવ તૈયાર કર્યો હતે. જેના ઉપર કેંગ્રેસ વર્કીગ કમિટી વિચાર કરતી હતી. બેઠક ચાલુ હતી તે દરમ્યાન ઈન્દિરા ગાંધીની એક નોંધ અચાનક રજુ થઈ. નોંધ વકીંગ કમિટી સમક્ષ કેવી રીતે આવી તેનાં રહસ્યને સફેટ હજી સુધી
થયો નથી. આ નોંધમાં ઈન્દિરા ગાંધીએ દેશના આર્થિક પ્રશ્ન વિશે પોતાના છૂટાછવાયા વિચારો ઉતાવળથી ટપકાવ્યા છે એમ તેમણે કહ્યું છે. પણ વકીગ કમિટીમાં ભારે ખળભળાટ થયો. ઈન્દિરા ગાંધી બીજે દિવસે આવ્યાં ત્યારે ગરમાગરમ ચર્ચા થઈ એટલી હદે કે પાટીલે પક્ષમાં ભંગાણ પાડવાની ધમકી આપી. ઈન્દિરા ગાંધીએ ચેલેન્જ સ્વીકારી લીધી. સમાધાનને ઠરાવ ઘડવાનું ચવ્હાણને હૈપાયું. તેમણે પ્રસ્તાવ ર કે ઈન્દિરા ગાંધીની નોંધ
વકીંગ કમિટી સ્વીકારે છે અને તેને અમલ કરવાનું કેન્દ્ર અને રાજ્ય | સરકારને સેપે છે. મોરારજી દેસાઈએ શિસ્ત ખાતર આ સ્વીકાર્યું. પોતે જ પ્રસ્તાવ રજુ કરી શહીદી પૂરી કરી. શિસ્ત અને શરણાગતિને બહુ અંતર નથી હોતું. આર્થિક નીતિ નાણાંમંત્રીને સ્પર્શે છે, પણ આવી નોંધ મોકલતાં પહેલાં નાણાંમંત્રી સાથે કોઈ વિચારણા કરવાની અથવા તેમને ખબર પણ આપવાની ઈન્દિરા ગાંધીને જરૂર ન જણાઈ.
આ ધમાં બેંકના રાષ્ટ્રીયકરણ ઉપરાંત સંખ્યાબંધ આર્થિક મુદ્દાઓ છે. કેટલાક અનેક વખત સ્વીકારાયા છે અને તેને કાંઈ અમલ થયું નથી. કેટલાક સ્પષ્ટ છે, કેટલાક ચર્ચાસ્પદ છે અને બૅન્કોનું રાષ્ટ્રીયકરણ ગંભીર મતભેદનું કારણ છે. બેંકે ઉપર સામાજિક અંકુશ મૂકવાને કાયદો થોડા મહિના પહેલા જ થયો હતો. ઈન્દિરા ગાંધીએ તેને ટેકો આપ્યો હતો. હવે તેમને અચાનક ખબર પડી કે આ વિશે અસાતેય છે અને પ્રશ્ન પુન: વિચારણા માગે છે. તુરત જ રાષ્ટ્રીય કરણ થવું જોઈએ એમ તેમણે કહ્યું નથી. સામાજિક અંકુશે વધારે કડક બનાવવા અથવા મેટી પાંચ છ બેંકનું રાષ્ટ્રીયકરણ કરવું અથવા બેંકે સરકારી જમીનગીરીઓમાં વધારે રકમ કે જેથી જાહેર ક્ષેત્રના ઉદ્યોગો માટે ૨૦૦ કરોડ રૂપિયા સરકારને વધારે મળે-આવા કેટલાક વિકલ્પ તેમણે રજુ કર્યા છે. વકીંગ કમિટી થવા મહાસમિતિએ આમાંના કેઈ મુદ્દા ઉપર ગંભીરપણે કે ઊંડાણથી વિચાર ન કર્યો, પણ અમલ માટે, ઓળઘોળ સરકાર ઉપર મોકલી આપ્યું અને ઈન્દિરા ગાંધીની સરકાર ઉપર જવાબદારી નાખી. આવી રીતે ઉતાવળથી ટપકાવેલ છુટાછવાયા વિચારે કેંગ્રેસની આર્થિક નીતિ બને છે! આ વિચારોમાં મોટા ભાગ સાથે ઘણા લોકો સંમત થાય એવા છે. મુદ્દે વિચારોના ગુણદોષને નથી; આમાં બહુ ઓછી નવીનતા છે. મુદ્દા એ છે કે, ઈન્દિરા ગાંધીએ આવો ધડાકો કેમ કર્યો? રાજકીય રમત હતી? પિતાની સરસાઈ પૂરવાર કરવાની મુરાદ હતી? આ નીતિનો અમલ મુખ્યત્વે નાણાંમંત્રીએ કરવાનું રહે છે. મોરારજીભાઈ અમલ કરશે કે ટાળશે. અથવા વિલંબમાં નાખશે? ઈન્દિરા ગાંધીના આ પગલાથી દેશનું અર્થતંત્ર સુધરી જાય, બેકારી ઓછી થાય, ગરીબાઈ અથવા અસમાનતા અંશત: પણ દૂર થાય એવો નજીકના ભવિષ્યમાં કોઈ સંભવ નથી. પણ ઈન્દિરા ગાંધીને એમના પ્રતિસ્પર્ધીઓ ઉપર વિજ્ય થયો એવી છાપ દેશમાં અને વિદેશમાં પડશે અને કદાચ આ પગલાંનું એટલું જ ધ્યેય હેય.
આર્થિક નીતિના પ્રશ્નમાં આવો વિજ્ય મેળવ્યા તો રાષ્ટ્રપતિની ઉમેદવારની પસંદગીમાં હાર ખાધી અને બન્ને પક્ષોએ હિસાબ સરખે કર્યો. સંજીવ રેડી બહુમતિથી કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા. ઈન્દિરા ગાંધીએ જગજીવનરામનું નામ રજૂ કર્યું. બે જ મત મળ્યા : તેમને અને ફખરૂદીન અહમદન. ઈન્દિરા ગાંધીએ ખુલાસો કર્યો કે, ગાંધી શતાબ્દી સમયે હરિજન રાષ્ટ્રપતિ થાય તે સારું. આ ખુલાસે પાંગળે છે. તેમણે વિશેપમાં કહ્યું કે, રાષ્ટ્રપતિ બિનપક્ષી હોય તે સારું અને બનતાં સુધી સર્વપક્ષોની સંમતિથી પસંદ કરાય તો સારું. સાથે ઉમેર્યું કે તેમણે કરેલ મંત્રણા ઉપરથી શ્રી. ગિરિ માટે બહુમતિ હતી. તે ગિરિનું નામ તેમણે કેમ રજૂ ન કર્યું? જગજીવનરામ અને સંજીવ ૨ ડી વચ્ચે જ પસંદગી કરવાની હોય તે સંજીવ રેડી વધારે આવકારપાત્ર છે. સંજીવ રેડીની પસંદગી ઈન્દિરા ગાંધીને અસ્વીકાર્ય છે.