________________
બબુ જીવન
તા. ૧૬-૭-૧૯
છે, જ્યારે સામ્યવાદીઓને ડાબેરી માકર્સવાદી પક્ષ ચીન તરફી છે. તેની રીતરસમમાં પાર્લામેન્ટરી પદ્ધતિનો થો અવકાશ છે ખરો, પણ ધારાસભાઓને ઉપયોગ હિંસક ક્રાન્તિની તૈયારી માટે પણ થાય.
જ્યારે નક્ષલવાદી સામ્યવાદી કેવળ હિંસાખોરીમાં જ માને છે. આમ છતાં આ બધા સામ્યવાદી પ્રસંગ આવ્યે એક થઈ જાય ખરા, : કેરળમાં કદાચ યુનાઈટેડ ફ્રન્ટ લાંબો વખત નહિ ટકે, એમ અત્યારની ખેંચતાણ પરથી લાગે છે. પણ સામ્યવાદી કાર્યકરો ભારે ૌર્યવાન હોય છે. તેમનું ખમીર ઊંડું હોય છે, તેમનું જીવન સદા સંઘર્ષમય જ હોય છે. એમને એ વિના ચેન જ ન પડે.
શ્રી નાંબુદ્રીપાદ કુશળ વ્યકિત છે. શ્રી ડાંગને બાદ કરતાં, દેશમાં તેમના જેવા બીજો કુશળ સામ્યવાદી નથી. શ્રી જયેતિ બસુ કરતાં ય તે વધે તેવા છે. એટલે કેરળમાં ફરી ચૂંટણી થાય તે પણ માકર્સવાદી સામ્યવાદીએ જ ચૂંટાઈ આવે. કેરળમાં કાંગ્રેસ છે જ નહીં. જમણેરી સામ્યવાદી પક્ષ નબળે છે. નાંબુદ્રીપાદ, મુસ્લિમ લીગને પોતાના બળ માટે ટેકો આપે છે. એટલા માટે તેમને અલગ જિલ્લો કરી આપ્યો, પણ વખત આવ્યે તેઓ લીગને તેડી પાડશે. કારણ કે તે પ્રત્યાઘાતી બળ છે. - મધ્યપ્રદેશમાં શ્રી મિશ્રા સામે યુવાન નેતા શ્રી શ્યામચરણ શુકલ ચૂંટાઈ આવ્યા છે. શ્રી મિશ્રને ખરી ઘડીએ કોર્ટના ચુકાદો નડ ને તેમને મુખ્ય પ્રધાનપદ છોડવું પડયું છે. કેંગ્રેસનો એકબીજાને તેડી પાડવાની વૃત્તિ કેવી રાખે છે તેને નમૂને આ રાજ્યમાં જોવા મળે છે. હવે શ્રી શુકલની સામે શ્રી મિશ્ર અને શ્રી ગેવિંદનારાયણ સિંહ એક થયા છે, એક વેળા બને એક બીજાના પ્રતિસ્પધી હતા. આમ આ રાજ્યમાં સ્થિરતા નહીં રહે. કારણ કે આ રાજ્ય પછાત વિસ્તારવાળું છે. ત્યાં રાજકીય ભૂમિકા ઓછી છે. ૧૦ વર્ષ સુધી શ્રી મિશ્રાને વનવાસ ભેગવવો પડયો હતો અને શ્રી રવિશંકર શુકલ આવ્યા હતા. વળી પાછા શી મિશ્ર આવ્યા. હવે ફરી શ્રી રવિશંકરના પુત્ર આવ્યા. આમ અત્યારે તે પરિસ્થિતિ અનિશ્ચિત જ રહેશે. . હવે તેલંગણનો આજને સળગતો પ્રશ્ન જોઈએ. એસ. આર. 21. 21. (States' Reorganisation Commission) debout-il જુદા રાજ્ય માટેની ભલામણ કરી હતી. કારણ, આંધ્રના કિનારાના વિરતારો અંદરના વિસ્તારથી વધુ વિકસિત હતા. તેથી તેલંગણને તેની સાથે મૂકવાથી તેલંગણને વિકાસ રૂંધાશે એમ પંચને લાગ્યું. પાર્લામેન્ટમાં હૈદરાબાદપરના પોલીસએકશનને પ્રશ્ન આવ્યું ત્યારે
આ વાત ચર્ચાઈ હતી અને ઠરાવાયું હતું કે નિઝામના હૈદ્રાબાદ રાજ્યનું સંપૂર્ણ વિસર્જન કરવું. તેને કોઈ પણ એક ભાગ સુદ્ધા સ્વતંત્ર રાજ્ય રૂપે ન રહે. એટલા માટે તેલંગણને આંધ સાથે જોડયું. એ વેળા તેલંગણ માટે લગભગ રૂ. ૫૦ કરોડ અલગ તારવ્યા હતા અને એવું જેન્ટલમેન્ટ્સ એગ્રીમેન્ટ (કરાર) હતું કે તેલંગણના વિકાસનાં પગલાં લેવાશે. તેલંગણવાસીઓને નોકરીએ તેમ જ ઈતર સ્થાનેએ તકો આપવામાં આવશે. પણ તેલંગણ માટેની આખી રકમ વપરાઈ ગઈ અને તેલંગણવાસી ‘મુકી’ લોકોને નોકરીઓમાં કે બીજે બહુ સ્થાન ન મળ્યું. આને માટે આંધના નેતાઓના જેટલો જ દોષ તેલગણના આગેવાનો પણ છે. તેમના પ્રધાને ને વિધાનસભ્યોએ આ વાતને કેમ ખ્યાલ ન રાખે.?
- તેલંગણમાં આંદોલન તો મૂળે હતું જ. પહેલાં જમીનદારો સામેનું સામ્યવાદી આંદોલન વિનોબાજીએ ભૂદાનથી શાંત કર્યું હતું. રઝાકારનું આંદોલન પણ હતું. પણ કેંગ્રેસના નેતાઓના આંતરિક મતભેદથી આ ભડકો જાગ્યો છે. શ્રી ચેન્ના રેડીની ચૂંટણી રદબાતલ થઈ અને છ વર્ષ સુધી તેઓ ચૂંટણી લડી ન શકે તેવી સ્થિતિ ઊભી થઈ. તેથી આ આંદોલનની તેમણે આગેવાની લીધી છે.
, કેંગ્રેસજનમાં જ અસંતોષ ઊંડો છે. આ આંદોલન તેલગણની સમગ્ર પ્રજાનું નથી, પણ આવા આંદોલનના જુવાળમાં અંતે
પ્રજા પણ આવે જ છે, પછી એનું પ્રમાણ ખાળવું અઘરું બને છે. છેલ્લા ચાર મહિનામાં આંદોલન ઘણું બહેકી ગયું તેનું કારણ કેંગ્રેસ કારોબારીની નિર્ણય લેવાની અશકિત છે. જે સમયે જે નિર્ણય લેવો જોઈએ તે લીધે હોત તે આજની પરિસ્થિતિ ઊભી ન થાત. તેલંગણની માગણીઓ સંતોષવાના તાત્કાલિક પગલા લીધા હોત તો આ સ્થિતિ ન આવત. એ અંગે વાતો ઘણી થઈ પણ નક્કર કશું થયું નહીં. બ્રહ્માનંદ રેડીએ ‘આ તો માત્ર કાયદો ને વ્યવસ્થાનું જ કામ છે.” એમ કહી પોતે આંદોલન દબાવી દેશે, એવી છાપ ઊભી કરી. જ્યારે આંદોલન આગળ વધ્યું ત્યારે તેમના રાજીનામાની માગણી ઊભી થઈ. કેંગ્રેસના કેટલાક ઉચ્ચ નેતાઓએ શ્રી બ્રહ્માનંદ રેડીને ટેકો આપ્યો. શ્રી રેડીના રાજીનામાથી તેમને ટેળાશાહી સામે લોકશાહીની શરણાગતી જેવું લાગ્યું. બ્રિટિશ સરકાર પણ શરૂઆતમાં તે એમ જ કહેતી, પણ પાછળથી નમવું પડતું. આજે જાણે તેનું પુનરાવર્તન થઈ રહ્યું છે.
તેલંગણ પ્રજાસમિતિના નેતાઓને જેલમાં પૂર્યા છે. પછી શ્રી બ્રહ્માનંદ રેડીએ રાજીનામાની ઓફર કરી છે. પાર્લામેન્ટરી બોર્ડે આ અંગે નિર્ણય લેવાનું ટાળી વિધાનસભ્યોને પૂછવા માટે રાખ્યું. વિધાનસભ્યએ શ્રી બ્રહ્માનંદ રેડી ઉપર ફરી વિશ્વાસ જાહેર કર્યો છે. આથી આંદોલન બંધ પડશે નહિ. હું માનું છું કે જો સમયસર શ્રી બ્રહ્માનંદ રેડીએ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હોત તે આટલી ઉગ્ર સ્થિતિ ન થાત. આવા પ્રસંગે કોઈકને ભેગ આપવા પડે છે. હવે તે નવા નેતાથી પણ આ બાબત નહીં પતે, એટલે રાષ્ટ્રપતિનું શાસન અનિવાર્ય બની રહે છે. સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ નિર્ણય નથી લઈ શકતું, કારણ કે તેમાં ઉગ્ર મતભેદ છે. એકબીજાનાં હિત એકબીજાથી વિરુદ્ધ છે. આંધમાં લોકશાહી ચાલુ રાખવી હોય તો તેલંગણના નેતાને મુખ્યપ્રધાન બનાવો એમ કહેવાય છે, પણ તેલંગણની પ્રજા જ તેને ટકવા નહીં દે. રાષ્ટ્રપતિનું શાસન જ આજના જુવાળ શાંત પાડશે. પણ પછીયે પ્રશ્ન તે ઊભે જ રહે છે કે તેલંગણનું થશે શું? અલગ તેલંગણ કરવું કે કેમ? એક ભાષી રાજ્યરચનાને એમ માની આવકાર આપ વામાં આવ્યું હતું કે એકભાષી રાજ્યથી પ્રજાનું સંગઠ્ઠન વધશે, પણ આ માન્યતા ખોટી ઠરી છે. હવે શ્રી જયપ્રકાશજી પ્રમાણમાં નાનાં રાજા સારા” એવો અભિપ્રાય વ્યકત કરે છે. એમની વાત થીયેરેટીકલ કે એકેડેમિક ચર્ચા વેળા સારી લાગે. જેમકે ઉત્તર પ્રદેશ જેવા જબરદસ્ત મેટા રાજ્યનાં બે રાજ કર્યા હોય તે ખોટું નથી. પણ આવા આંદોલન વેળા આવું નિવેદન બળતામાં ઘી રેડે છે; તેના ટેકારૂપ બને છે. તેમણે એવી દલીલ કરી છે કે નાનાં રાજ્યથી ભાષાનું ઝનૂન ઓછું થશે, નાનું રાજ્ય કેન્દ્રને દબાવી શકશે નહિ. જેમ મોટું રાજ્ય તેમ કેન્દ્ર સામે લડવાની તેની તાકાત વધારે. નાનાં રાજ્યોથી લોકોને સંપર્ક વધુ સરળ બને અને તંત્ર કાર્યક્ષમ થાય. આ બધા કારણો વિચારવા જેવા છે, પણ આની સામે એવી દલીલ થઈ શકે કે અત્યારે જે કેન્દ્ર નમતું જોખે તે હિન્દુસ્તાનના ટુકડે ટૂકડા થઈ જશે. એટલે અત્યારે તે અલગ તેલંગણને રોકવું જ જોઈએ. નહીં તે પછી વિદર્ભ, સૌરાષ્ટ્ર, માયસોર, એવાં બીજાં રાજ્યોની માગણી થશે. જો કે ગુજરાતમાં તો કોઈ સૌરાષ્ટ્રની માગણી કરી શકે તેમ નથી. પણ આપણે સંયુકત મહારાષ્ટ્રની ચળવળ વેળા જોયું કે ગુજરાત મળતું હોય તે આપણે મુંબઈ છોડી દેવા તૈયાર થયાં. 2 માનું છું કે તેલંગણમાં રાષ્ટ્રપતિનું શાસન એ જ એક એ રાજ્યમાં અત્યારે શાન્તિ સ્થાપવાને ઉપાય છે. છ મહિના સુધી રાષ્ટ્રપતિનું શાસન જરૂરી છે. આથી કાંઈ અલગ તેલંગણની માગણીને સ્વીકાર થતું નથી.'
રાષ્ટ્રપતિની ચૂંટણી વિશે કેંગ્રેસના નેતાઓમાં ગંભીર મતભેદ છે. કેંગ્રેસને જ ઉમેદવાર ચૂંટાઈ આવશે એ વાત નક્કી છે. કારણ કે વિરોધ પક્ષમાં ગયા વખત જેટલી એકતા નથી.