________________
2
–
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૭-૧૯.
આત્માર્થી નહિ મળવાથી તેમાં વ્યકત કરવામાં આવેલો વલોપાતના મનુષ્ય પ્રત્યેની કરુણા-આ બધાને શ્રી. વિમળાબહેને પોતાના શબ્દસ્પર્શથી પ્રાણ આપ્યો. સઘળું સજીવન થઈ ઊઠયું. ત્યારે કાળ હઠી ગથે હતા. સમયનું ભાન સઘળાં ગુમાવી બેઠાં હતાં. અદ્ભુત રહી એ સ્થિતિ. અભુત રહ્યો એ સમાગમ. શ્રી. અરવિંદનું અતિમાનસ પણ વંચાયું.
આ બધામાં અખંડ સૂત્ર તરીકે જ્ઞાનેશ્વરી રહી. જ્ઞાનેશ્વરીને ' નવમે તથા બારમે અધ્યાય ડેલહાઉસીમાં જ વંચાય. દૂર દૂરથી આર્યસમાજના લોકો, રાધાસ્વામી પંથના અનુયાયીઓ, રવામી શ્રી સચ્ચિદાનંદજીના શિષ્યો, મા બ્રહ્મજ્યોતિની શિષ્યા વિગેરે જ્ઞાનેશ્વરીના પાઠ વખતે અચૂક સાંભળવા આવતાં હતાં. એ રીતે ડેલહાઉસીમાં મેળે જામ્યો હતો. શ્રી. વિમલબહેનના મુખથી જ્ઞાનેશ્વરીનું શ્રવણ કરવું એ પણ જિદગીને એક અનુપમ લહાવો છે. ભકિતનો મહિમા અજબ રીતે જ્ઞાનેશ્વરીના બારમા અધ્યાયમાં ગાય છે. અહંવિસર્જનની વાત અતિ સુંદર ઢંગથી એમાં મુકાઈ છે. જ્ઞાનેશ્વરીના શ્રવણથી અમે લોકો ખૂબ જ પ્રભાવિત બની ગયા હતા. જીવનશોધનની કડી સાંપડી ગઈ એમ લાગ્યું. ચિંતન માટેની પૂરી સામગ્રી શ્રી. વિમલબહેને જ્ઞાનેશ્વરી દ્વારા અમને પીરસી દીધી. શ્રી. વિમલબહેનની વાણીને ટેપમાં સંગ્રહિત કરી શકાય તેટલી કરી છે.
આરામ તેમજ કામને સંવાદ એવો સુમધુર રીતે ચાલી રહ્યો હતો કે, ક્યારેય કોઈને આરામથી આળસ ઉપજી નહિ, અને કયારેય કોઈને કામની બેંચ મન ઉપર રહી નહિં. આવો અદ્ભુત સમન્વય રહ્યો કામ અને આરામને. - ઇંદ્રિથી ઉપજતા આવેગ, મનથી ઉપજતા આવેશ, અભિનિવેશ કે આ બંનેની રમતને શ્રી. વિમલબહેને ખુલ્લી કરી બતાવી. આવેગ
એ ક્ષણિક ઉત્તેજના છે, આનંદ જેવી સંવેદના એનાથી થાય છે, પરંતુ એ આનંદની નથી. આવેગની તૃપ્તિમાં એક પ્રકારનો નશે હોય છે અને ગતિનો આભાસ હોય છે. એને પ્ત કરવામાં ન આવે તે દુ:ખ થાય છે. એમાં ગતિશીલતાને ભ્રમ છે. જ્યાં હોઈએ છીએ ત્યાં જ રહીએ છીએ. જ્યાં સુધી આવેગોને આધીન છીએ, એના ગુલામ છીએ, ત્યાં સુધી આનંદ નહિ મળે. જ્યાં આવેગ નથી, મનના સ્તર પરના આવેશ અભિનિવેશ નથી, જયાં શરીર, મન, બુદ્ધિના, સ્તર પરથી ઊંડાણમાં જતાં જીવનની ઉજની અનંત ગતિનો અનુભવ થતાં જ આનંદરૂપ થઈ જવાય છે, ત્યારે રહી જાય છે કેવળ આનંદ. આ જ છે મનુષ્યજન્મની કૃતાર્થતા. જ્યારે માનવતા સંપૂર્ણ– સમગ્ર રીતે પાંગરી ઊઠે છે ત્યારે એની મહેંક ઊઠે છે વ્યકિતના વ્યકિતત્વમાં. જે જે મનુષ્ય આવી વ્યકિતઓના સમાગમમાં આવે
છે તેને પણ તેની મહેંક પુલકિત કરી દે છે. એહ! જ્યાં જ્યાં ગયાં - ત્યાં ત્યાં ગમ્મત સાથે એમનાં જ્ઞાનની ફ ઝડીઓ ઊડતી જ રહી.
- ડેલહાઉસીથી જૂન માસમાં ચંબા જવા નીકળ્યા, ચંબામાં બનારસવાળા પ્રેમલતાબહેન શર્મા અમને આવી મળ્યાં. ડેલહાઉસીથી ચંબા ૩૮ માઈલ દૂર આવેલું છે. ત્યાં બે રાત ગાળવાનું બન્યું. ત્યાંના લેક-ગીતો પહાડી કંઠે ગવાતાં સાંભળ્યાં, કાનમાં એ સુરોનું ગુંજન હજી પણ સંભળાય છે. ખાસ કરીને લોક્સીમાં રાવી નદીને મહિમાં જ ગવાય છે. લોકગીત સાંભળીને મન તરબતર બની ઊઠયું. અંબાની ચારે બાજુ પહાડો આવેલા છે અને રાવી નદીને એને સાથ છે. રાવીને સર્પાકાર સમુદ્ર સરીખા ઘુઘવાટ, એની અકાર ચાલ, એના અનેક નખરાથી અમે સૌ મુગ્ધ બન્યા.
ચંબાથી ખજિયાર ગયા. ખજિયાર ડેલહાઉસીથી બાર માઈલ દૂર છે. ઓહ, એ સ્વપ્નભૂમિ, એ દેવભૂમિ, આંખમાં વસી ગઈ. કુદરતી રીતે બનેલું નાનકડું મેદાન, એમાં નાની શી તલાવડી, એને રમકડા સરીખે પુલ, એની ચારે બાજુ દેવદારનાં વૃક્ષ કે જે આભને આંબવાની સ્પર્ધામાં પડી ગયા છે. દેવદારના વૃનું ગાઢ જંગલ,
વૃક્ષોને વીંધીને આવતો પવન કોઈ અજબ સંગીતનું નિર્માણ કરતાં હતાં. વળી પક્ષીઓનું મધુર કર્ણપ્રિય સંગીત જે ગે, રે, ગરેસાનાં સુરમાં સંભળાયા જ કરતું હતું તે અત્યંત મીઠું લાગતું હતું. ખૂબ ખૂબ ફર્યા, પેટ ભરીને પ્રાકૃતિક સૌંદર્યનું પાન કર્યું. ખજિયારમાં રેસ્ટ હાઉસમાં ખાવાપીવાની સગવડ સારી છે. કોઈ જગાએ ખાવા- . પીવાની મુશ્કેલી નથી. ખજિયારને લોકો Heaven on Earth કહે છે.
ખજ્યિારથી અંબા આવ્યા અને સવારે ૫-૩૦ કલાકે ભરમાર જવા પ્રયાણ કર્યું. ત્યાં બસ પણ જાય છે. પરંતુ ખડામુખ સુધી જ જાય છે. ખડામુખથી ભરમાર ૧૨ માઈલ દૂર છે. જીપ ભરમાર સુધી જઈ શકે છે, પણ રસ્તા પર ગાડી ચલાવતા ચાલકને ખૂબ સાવધ રહેવું પડે છે. જો સહેજ પણ ચૂકી જવાય તે ઊંડી કરાળ ખીણમાં કયાંય અટવાઈ જવાય. ભરમેર મનમહેશની તળેટી કહેવાય છે. વર્ષમાં એક વખત ત્યાં મેળો ભરાય છે. બ્રહ્મપુરનું અપભ્રંશ ભરમેર બન્યું છે. ભરમેર સઘળાં સ્થળમાં કલગીસમ બની રહ્યું. ત્યાંના પ્રાકૃતિક સૌંદયે–ત્યાં દેખાતી ધવલ હિમગિરિમાળાએ—સવારસાંજના વિવિધ રૂપ ધારણ કરીને અમને ખરીદી લીધાં. એ સ્થળ સાથે અમે સૌ એકાકાર બની ગયાં. ચારેબાજુ ઝરણાં કલકલ નિનાદ કરતાં વહે છે. પાણીને પછડાટથી ઉત્પન્ન થતું ફીણ સૂર્યનાં પ્રકાશમાં અવનવું સ્વરૂપ ધારણ કરતું હતું. પ્રકૃતિએ ભરમારને જબરા લાડ લડાવ્યા છે. જ્યાં જ્યાં નજર પડે ત્યાં અડીખમ પહાડો, નાંખી નજર ન પહોંચે, નજર ચકરાય એવી ઊંડી ખીણો અને એ લીલી વનરાજી - આ બધાંએ અમારું મન હરી લીધું. સ્વીટ્ઝરલેન્ડને જોનાર વ્યકિત કહે છે કે, સ્વીઝરલેન્ડને તો આ સ્થળ કયાંય આંટી મારે એવું સુંદર છે.
પ્રકૃતિનું દર્શન તો અનેકવાર કર્યું હશે, પરંતુ શ્રી વિમળાબહેનના મધુર સહવાસે અમને પ્રકૃતિનું સૌંદર્ય નીરખવાની–પારખવાની કોઈ અનાખી દષ્ટિની ભેટ કરી. શ્રી. વિમલબહેને જીવનશોધન માટેની પૂરતી સામગ્રી અમને પીરસી. એમના પ્રેમસ્પર્શે દરેકને સજીવનતા બક્ષી. તેમની વાણીમાંથી ખરતી ચિન્તન-કણિકાઓ સર્ચલાઈટ સરીખી ભાસી. સિગિક સૌંદર્ય સાથે આવી રહ્યો શ્રી વિમળાબહેનને મધુર સહવાસ, જેણે સઘળાંનાં અસ્તિત્વને મોંકાવી દીધું.
સાથીઓમાંના કેટલાકને વિદાય કરીને જૂન માસની તા. ૨૧ મીએ અમે ડેલહાઉસથી વિદાય લીધી, તા. ૨૩મીએ આબુ પહોંચ્યા.
પ્રભાબહેન મરચન્ટ. ચેતનાની મીઠાશને માણે આમ તો તમને અસંખ્ય આશિષ મળેલા છે પણ એ સહુમાં સૌથી વધારે મહાન વરદાન છે તમારું જીવન - આ ધરતી પરનું તમારું અસ્તિત્વ. એમાં સૌંદર્યપૂર્ણ આનંદ અને શુભસંકલપને અનંત વિસ્તાર પથરાયેલો છે. . .
તમારી જાતને નાની ન માનશો. તમારામાં જ રહેલું ઈશ્વરતત્ત્વ તમારી ઓળખાણની રાહ જુએ છે. તમારી ઈચ્છા, બુદ્ધિ, વિચાર, ભાવના અને અનુભૂતિએને આ દૈવી તત્ત્વમાં નિયોજિત કરો.
, ભયભીત ન થશે, ગભરાશો નહીં. પરમ પાવન જીવનભાગીરથી તમારી બહાર નહીં પણ તમારી અંદર જ છે. શેરડીનાં કઠોર લાગતા સાંઠામાં જેમ મધુર રસ હોય છે એ જ રીતે તમારામાં જીવનની ચેતના છલકાઈ રહી છે. અંદર ઊતરીને એને પરિચય કરો, એની મીઠાશને માણો, પછી વિશ્વની તમામ કડવાશ એગળી જશે, પણ એકવાર અંદરના આ ચેતન - માધુર્યને ચાખો તો ખરા. તમારી જાતને બદલતા રહો, ક્ષણે ક્ષણે બદલતા રહો. જડ બનીને બેસી ન રહો. અંદરની ચેતનાને બહાર પ્રગટાવો. આપણે જડ નથી, ચેતન માનવી છીએ. માટે જ દીપકની જેમ પળે પળે અધિક પ્રજજવલિત થઈને આત્મપ્રકાશ મેળવવો પડશે. “ભૂમિપુત્ર' માંથી
આલ્બર્ટ સ્વાઈન્ઝર