________________
૫૪.
પ્રભુ
જીવન
તા. ૧-૭-૧૯ .
પ્રમુખપણા નીચે જવામાં આવી હતી, જેમાં બે વ્યાખ્યાને ગાંધીજી ઉપર અને બે વ્યાખ્યાને રાષ્ટ્રીય એકીકરણ’ ઉપર રાખવામાં આવ્યાં હતાં. આપણા માટે આ રીતની વ્યાખ્યાનમાળાનું આયોજન નવું હોવા છતાં, તેને ભારે સફળતા સાંપડી હતી. આ વ્યાખ્યાનમાળાના વકતાએમાં ગુજરાત રાજ્યના રાજયપાલ શ્રીમનનારાયણને અમદાવાદથી, સર્વોદય નેતા શ્રી જયપ્રકાશ નારાયણને અમદાવાદથી, શ્રી નાથ પૈને દિલ્હીથી અને . સુધાંશુ દાસગુપ્તાને કલકત્તાથી બેલાવવામાં આવ્યા હતા.
વૈદ્યકીય રાહત સંઘના કાર્યાલયમાં વૈદ્યકીય સારવાર માટેનાં નીચે મુજબનાં સાધને રાખવામાં આવે છે.
(૧) ગરમ પાણીની થેલી, (૨) મેઝર ગ્લાસ, (૩) ગ્લિસરીન સીરીંજ, (૪) બરફની થેલી, (૫) થરમોમીટર, (૬) એનીમાં ડુશ, (૭) પેશાબનું સાધન, (૮ મીણ કાપડ, ૯) ચેમ્બર પાટ, (૧૦). બેડપેન, (૧૧) ફીડિંગ કપ.
કાર્યાલય તરફથી જરૂરિયાતવાળા ભાઈ-બહેનોને નાતજાતને કાંઈ પણ ભેદ રાખ્યા સિવાય વૈદ્યકીય રાહત માટે ઈંજેકશન તથા પેટંટ દવાઓ આપવામાં આવે છે. પહેલા આ વૈદ્યકીય રાહત સંઘના કાર્યાલયમાંથી જરૂરિયાતવાળા માણસને ચકાસણી કરીને આપવામાં આવતી હતી, પરંતુ થોડા દાખલાઓ એવા જાણવા મળ્યા કે આપણે અપાવેલી દવાઓને દુરૂપયોગ થતો હતે, એથી જૈન કલીનિકવાળા ડો. સાંગાણી ત્યાંના ખૂબ જ જરૂરિયાતવાળા દર્દીઓને પસંદ કરીને દવાઓ માટેની ચિઠ્ઠી આપણે નક્કી કરેલી દવાની દુકાન ઉપર લખી આપે એવી વ્યવસ્થા ઊભી કરી છે, જેથી તેને બિલકુલ દુરૂપયોગ ન થાય. આ ગોઠવણના પરિણામે આ પ્રવૃત્તિ સંતોષકારક રીતે ચાલી રહી છે.
વર્ષ દરમિયાન યોજાયેલા સંમેલને ૧. તા. ૨૫ મી જૂનના રોજ મસ્જિદ બંદર ઉપર આવેલ ધી ગ્રેન, રાઈસ એન્ડ એઈલ સીડ્ઝ મરચન્ટસ એસોસીએશનના હાલમાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેસ્ટ સમિતિના ચેરમેન નિમાયા તે સંબંધે શ્રી જીવરાજ ભાણજી શાહનું સન્માન કરવા માટે સંઘ તરફથી સભ્યનું એક સંમેલન યોજવામાં આવ્યું હતું.
૨. તા. ૬ ઠ્ઠી જુલાઈના રોજ વિઠ્ઠલભાઈ પટેલ રોડ ઉપર આવેલ સિકકાનગરમાં-મોડર્ન સ્કૂલના સભાગૃહમાં, સંધના એક સભ્યના પુત્રી–જે વર્ષોથી ચસૂહિન બનેલાં છે તે-કુમારી જોતિબહેન મેહનલાલ પારેખ M. A.ની પરીક્ષામાં બીજા વર્ગમાં પાસ થયા તેને અભિનંદન આપવાને લગતો એક સમારંભ સંધના ઉપક્રમે યોજવામાં આવ્યો હતેા.
૩. તા. ૨૨મી જુલાઈના રોજ સાંજના, સંધ તરફથી મસ્જિદ બંદર રોડ ઉપર આવેલ ધી ગ્રેન, રાઈસ એન્ડ ઓઈલ સીડઝ મરચન્ટસ એસેસીએશનના હોલમાં, “રાષ્ટ્રીય તેમ જ અન્તરરાષ્ટ્રીય પરિસ્થિતિ”એ વિષય ઉપર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું એક જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું.
૪, તા. ૧૯મી ઓગસ્ટના રોજ, સંઘના ઉપક્રમે ધી ગ્રેન, રાઈસ એન્ડ ઓઈલ સીડ્ઝ મરચન્ટસ એસેસીએશનના હાલમાં, વસતિ વધારાની સમસ્યા” એ વિષય ઉપર કલકત્તાવાળા શ્રી ભંવરમલ સીંધીનું એક જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું.
૫. તા. ૨૩મી સપ્ટેમ્બરના રોજ, સંઘના ઉપક્રમે ધી ગ્રેન રાઈસ એન્ડ એઈલ સીડ્ઝ મરચન્ટસ એસેસીએશનના હાલમાં, દુનિયાના અનેક દેશના પ્રવાસ દ્વારા પૃથ્વીની પરિક્રમા કરીને આવેલા મુંબઈના જાણીતા એરથોપેડીક સર્જન ડો૦ રસિકલાલ એમ. ભણશાળીને એક જાહેર વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો. '
૬. તા. ૧૬મી ઓકટોબરના રોજ, સંઘના વર્ષોજના સભ્ય અને કારોબારીનાં સભ્ય શ્રી ચંદુલાલ સાંકળચંદ શાહના (વકીલ)ના
૭૨ વર્ષની ઉમ્મરે થયેલા અવસાન અંગે શોક પ્રદર્શિત કરવા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી એક શેકસભા સંઘના કાર્યાલયમાં મળી હતી.
૭. તા. ૨૬મી જાન્યુઆરી (૧૯૬૯)ના રોજ પ્રજાસત્તાક દિન નિમિત્ત, મરીન ડ્રાઈવ ઉપર આવેલા હિન્દુ જીમખાનાના ચોગાનમાં સંઘના સભ્યો તેમ જ તેમના કુટુંબીજનો માટે સંધ તરફથી એક પ્રીતિભોજન યોજવામાં આવ્યું હતું. જેમાં અતિથીવિશેષ તરીકે શ્રીમતી પૂણિમાબહેન પકવાસાએ એક પ્રેરક પ્રવચન કર્યું હતું. અને બહુ મેટી સંખ્યામાં આપણા સભ્યોએ તેમાં ભાગ લીધો હતે.
. તા. ૨૦મી ફેબ્રુઆરીના રોજ ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ તરફથી તૈયાર કરવામાં આવેલ “મહાત્મા” નામનું લગભગ છ કલાક લાંબુ ચિત્રપટ લીબર્ટી” સિનેમામાં સંઘના સભ્યોને સામુહિક રીતે જોવાને
લગતું સંઘ તરફથી આયોજન કરવામાં આવ્યું હતું. - ૯. તા. ૨૨મી ફેબ્રુઆરીના રોજ ધી ગ્રેન, રાઈસ એન્ડ
ઓઈલ સીડ્ઝ મરચન્ટસ એસેસીએશનના હોલમાં “આજના રાજકીય પ્રવાહો” એ વિષય ઉપર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું એક જાહેર વ્યાખ્યાન સંધના ઉપક્રમે યોજવામાં આવ્યું હતું.
૧૦. તા. ૨૮મી ફેબ્રુઆરીના રોજ, ધી ગ્રેન, રાઈસ એન્ડ ઓઈલ સીડ્ઝ મરચન્ટસ એસોસીએશનના હોલમાં, સંઘના ઉપક્રમે કુમાર” માસીકના તંત્રી શ્રી બચુભાઈ રાવતને તેમના યુરોપ-અમેરિકાના પ્રવાસના અનુભવો સાંભળવાને લગતો એક જાહેર વાર્તાલાપ યોજવામાં આવ્યો હતે.
૧૧. તા. ૩જી માર્ચના રોજ, સંઘના મકાન ફંડને અનુલક્ષીને સંઘની કાર્યવાહક સમિતિના એક સભ્ય શ્રી ધીરજલાલ ફૂલચંદ શાહના નિવાસસ્થાને-સાયન, સંઘના કાર્યવાહક સમિતિના સભ્યો તેમ જ અન્ય નિકટવર્તી સભ્યોનું એક સ્નેહસંમેલન યોજવામાં આવ્યું હતું.
૧૨. તા. ૨૪મી માર્ચના રોજ ધી. ગ્રેન, રાઈસ એન્ડ ઓઈલ સીડ્ઝ મરચન્ટસ એસેસીએશનના હોલમાં, સંઘના ઉપક્રમે, “આજના રાજકીય પ્રવાહો” એ વિષય ઉપર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું જાહેર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું.
સંઘ તરફથી યોજવામાં આવેલ પર્યટન તા. ૫-૧૦૬૮ના રોજ સંઘ તરફથી સંઘના સભ્યો તેમ જ તેમના કુટુંબીજને માટે જે શ્વરી ખાતે એક આનંદ પર્યટન યોજવામાં આવ્યું હતું. સંઘની પર્યટન પ્રવૃત્તિ હમણાં લાંબા સમયથી મંદ હતી, એટલે જયારે આ પર્યટનને નિર્ણય લેવાયો ત્યારે દરેકના દિલમાં ખૂબ આનંદ થયે હતે. પર્યટન મંડળીમાં શ્રીમતી પૂર્ણિમાબહેન પકવાસા. તથા સુચના બહેનના શાસ્ત્રીય સંગીતે સારૂં એવું આકર્ષણ ઊભું કર્યું હતું. બીજાં બહેન તથા ભાઈએ તેમાં ભળ્યા અને મંડળીને સંગીતને સારો લહાવો મળ્યો. આ રીતે આ પર્યટન સંપૂર્ણ સફળ અને આનંદવિભેર બન્યું હતું. તેની સ્મૃતિ લાંબા સમય સુધી દિલમાં સંઘરાઈ રહેશે.
સંઘની કાર્યવાહી તેમ જ આર્થિક પરિસ્થિતિ વર્ષ દરમિયાન સંઘની કાર્યવાહક સમિતિની ૧૧ સભાઓ બોલાવવામાં આવી હતી.
સંઘને ગત વર્ષમાં ખર્ચ રૂ. ૧૦૯૮૯-૮૨ને થયું છે, આવક રૂ. ૧૯૮૭૬-૦૨ની થઈ છે, અને સરવાળે રૂ. ૮૮૮૬-૨૦ને વધારો રહ્યો છે. તેમાંથી ‘પ્રબુદ્ધ જીવનને લગતી બોટ રૂા. ૨૪૨૧-૯૯ બાદ કરતાં વર્ષની આખરે ૬૪૬૪-૨૧ને વધારી રહ્યો છે. ' - આપણું જનરલ ફંડગયા વર્ષે ૨૫,૯૦૨-૬૩નું હતું, તેમાં આ વર્ષને વધારે રૂા. ૬૪૬૪-૨૧ ઉમેરતાં વર્ષની આખરે આપણું જનરલ ફંડ રૂ. ૩૨૩૬૬-૮૪નું રહે છે.
કહ્યું હતું.