SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ જીવન * શ્રી મુબઈ જૈન યુવક સંઘના વાર્ષિક વૃત્તાન્ત તા. ૧૭-૬૯ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઈ. સ. ૧૯૬૮ના વાર્ષિક વૃત્તાન્ત આપની સમક્ષ રજૂ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. સમયના પ્રવાહ કેટલા ઝડપથી ચાલે છે કે જોતજોતામાં એક વર્ષ પૂરું થયું છે અને સંઘે ૪૧મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. પ્રસ્તુત વૃત્તાન્ત વહિવટી દષ્ટિએ તા. ૧-૧-૬૮થી ૩૧-૧૨-૬૮ સુધીના અને કાર્યવાહીની દષ્ટિએ છેલ્લી વાર્ષિક સભા તા. ૮-૬-૬૮ની રોજ મળી ત્યારથી આજ સુધીના તા. ૨૧-૬-૬૯ સુધીના છે. આ વૃત્તાન્ત ઉપરથી આપ જોશે કે ૪૦ વર્ષની વણઅટકી કાર્યવાહી પછી આપણા સંઘની પ્રવૃત્તિ આ વર્ષે પણ એકધારી ટકી રહી છે. આપણી સંસ્કારપ્રધાન પર્યુષણ વ્યાખ્યાનમાળાની પ્રેરણાના પરિપાક રૂપે આ વર્ષે આપણે વસન્ત વ્યાખ્યાનમાળા ઘણી જ સારી રીતે અને સફળ રીતે યોજી શકયા હતા. આપણું ગૌરવપત્ર “પ્રબુદ્ધ જીવન ” ઉત્તરોત્તર ઉચ્ચ કોટિનું વધુ ને વધુ લખાણ આપતું રહ્યું છે. સંઘના નવા મકાનનું સ્વપ્ન ધીરે ધીરે સાકાર રૂપ પામતું પણ આપણે આ વર્ષમાં જોઈ શકીએ છીએ. વાચનાલય – પુસ્તકાલય, વૈદ્યકીય રાહત અને શૈક્ષણિક વાર્તાલાપ અને સ્નેહમિલન તથા આ વર્ષનું મીઠું સંભારણું. વજેશ્વરી પર્યટન — આવી નાની મેટી પ્રવૃત્તિઓ આપણી જાગૃતિ અને ચેતનાની પ્રતીતિ કરાવે છે. પ્રબુદ્ધ જીવન આપણા સંઘના ઉપ – પ્રમુખ શ્રી પરમાનંદભાઈની સંપાદકીય રાહબરી નીચે “પ્રબુદ્ધ જીવન” ઉત્તરોત્તર વિકાસ પામતું રહ્યું છે. માનવજીવનને સ્પર્શતા વિવિધ પાસાને જુદા જુદા દષ્ટિકોણથી નિરખનું અને મુખ્યત્વે જીવનને કોઈ ને કોઈ પ્રકારે વધારે ઉન્નત કરવા મથતું આપણા સંઘનું આ મુખપત્ર છે. આ પત્રનો કોઈ વિશિષ્ટ ગુણ હોય તો તે તેની નિર્ભીકતા છે. સાચી વાત કહેવામાં તે કોઈની શેહ કે શરમથી પર રહે છે અને એટલે જ આ પત્રનું સમાજની અને દેશની અગ્રતમ વ્યકિતઓનાં દિલમાં માનભર્યું સ્થાન છે. સંઘના આ પત્રને આવા વિશિષ્ટ કોટિના તંત્રી મળ્યા છે તે સંઘનું સૌભાગ્ય છે, આવા વિચારગંભીર પત્રાની ગ્રાહક સંખ્યા બહુ વધી શકતી નથી તે પણ અત્યારના ચાલુ કાળપ્રવાહની એક વિચિત્રતા છે. આથી, જેને હૈયે આ પત્રનું ગૌરવ છે, જેનાં દિલમાં આ પત્ર પ્રત્યે લાગણી છે, તેમની ફરજ થઈ પડે છે કે તેમણે પોતાના વર્તુલમાંથી આ પત્રના ગ્રાહકો મેળવી આપવા જોઈએ. મિત્રાને તથા પ્રશંસકોને અમારી વિનંતી છે કે નવા વર્ષમાં સૌ પોતપોતાની શકિત પ્રમાણે ગ્રાહકો મેળવી આપી આ પત્રના વિકાસના સહભાગી બને. જો ગ્રાહકો સારી એવી સંખ્યામાં વધે તે આ પત્રની એટલી ખોટ હળવી થાય. ગત વર્ષ દરમિયાન ‘પ્રબુદ્ધ જીવન ’ને રૂા. ૯૦,૪૪-૬૮ ની આવક થઈ છે, જ્યારે શ. ૧૧,૪૬૬-૬૭નો ખર્ચ થયો છે, પરિણામે રૂા. ૨,૪૨૧-૯૯ ની ખેાટ આવી છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી ભેટના રૂા. ૧૫૦–૦૦ મળે છે તે જો ન ગણીએ તો ખોટ રૂા. ૩,૯૨૧-૯૯ ની ગણાય. એ જણાવતા આનંદ અનુભવીએ છીએ કે નવા વર્ષથી, સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ આપણને મળતી રૂા. ૧૫૦૦–૦૦ ની ભેટની રકમમાં વધારો કરીને તે વાર્ષિક રૂા. ૨૫૦૦–૦૦ ની કરી આપેલ છે, આવી ઉદારતા માટે સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટીઓના અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. શ્રી મ. મા. શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય સંઘના કાર્યાલય (૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ)ના એક નાના એરડામાં ચાલી રહેલી આ વાચનાલય તથા પુસ્તકાલયની પ્રવૃત્તિ આ વિસ્તારના મધ્યમવર્ગના લોકો માટે ખરેખર ખૂબ જ ઉપકારક સાબિત થઈ છે. સંઘનું તથા ‘ પ્રબુદ્ધ જીવનનું ’ કાર્લાયલ અને વાચનાલય તથા પુસ્તકાલય-આ બધું આટલી નાની જગ્યામાં ચલાવવું એ ખરેખર મુશ્કેલ છે. અને આ કારણે આ પ્રવૃત્તિને લગતા વધારે વિકાસ સાધવાની કોઈ શકયતા રહી નથી; પરંતુ ઘણાં વર્ષો સુધી જગ્યાની સંકડાશની તકલીફ ભોગવ્યા પછી હવે એ મુશ્કેલીના અંત નજદીકનાં ભવિષ્યમાં દેખાય છે, કારણ કે શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહીએ સંઘના મકાન ફંડ માટે ટહેલ શરૂ કરી છે અને ટૂંક સમયમાં જ તેનું સારૂ પરિણામ આવશે એમ દેખાય છે, એટલે આશા રાખીએ કે બીજા વર્ષના વૃત્તાન્તમાં આ મુશ્કેલીના અંત આવી જશે અને આ પ્રવૃત્તિને વધારે વિકસાવી શકાશે. વાચનાલય અને પુસ્તકાલયની વિગતો નીચે પ્રમાણે છે: પુસ્તકાલયનો લાભ લેનારની સંખ્યા ૪૦૦ આસપાસ છે, વાચનાલયના લાભ લેનારની સંખ્યા ૨૦૦ આસપાસની છે, એકંદરે સામયિકો ૧૦૮ આવે છે, જેમાં ૭ દૈનિક, ૨૦ સાપ્તાહિક, ૧૧ પાક્ષિક, ૬૩ માસિક, ૨ ત્રિમાસિક અને ૫ વાર્ષિક છે. ભાષાની દૃષ્ટિએ જોઈએ તો ૫ અંગ્રેજી, ૧૪ હિન્દી, અને ૮૯ ગુજરાતી પત્ર આવે છે. ગત વર્ષ દરમિયાન પુસ્તકાલયમાં ૧૬૫૭-૯૬ રૂપિયાનાં નવાં પુસ્તકો ઉમેરવામાં આવ્યાં છે. પુસ્તકાલયમાં એક ખાસ ગાંધી સાહિત્યનો વિભાગ પણ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં ગાંધી સાહિત્ય અને સર્વોદય સાહિત્યનાં છેલ્લામાં છેલ્લાં પ્રકાશન મૂકવામાં આવ્યાં છે. વાચનાલય અને પુસ્તકાલયના સંચાલન પાછળ ગત વર્ષ દરમિયાન રૂા. ૮૩૪૧-૪૩નો ખર્ચ થયો છે, જયારે આવક રૂા. ૫૫૭૫-૬૧ની થઈ છે. (જેમાં મ્યુનિસિપલીટીનાં રૂા. ૨૦૦૦ની ગ્રાન્ટનો સમાવેશ થાય છે.) એટલે રૂા. ૨૭૬૬-૨૨ની ખોટ આવી છે. આગલા વર્ષોની ખોટ રૂા. ૯૬૭૪-૬૬ તેમાં ઉમેરતાં એકંદર ખોટ શ. ૧૨૪૪૦૮૮ની ઊભી રહે છે. પર્યુષણ વ્યાખ્યાનમાળા ચીમનલાલ ચકુભાઈ શાહ » ડો. ઈન્દ્રચન્દ્ર શાસ્ત્રી ,,, એમ. એમ. ભમગરા ગત વર્ષની પર્યુષણ વ્યાખ્યાનમાળા તા. ૨૦-૮-૬૮થી તા. ૨૮-૮-૬૮ સુધી–એમ નવ દિવસની અધ્યાપક શ્રી ગૌરીપ્રસાદ ચુ. ઝાલાના પ્રમુખપણા નીચે યોજવામાં આવી હતી. આ વખતના નવ દિવસના અઢારે વ્યાખ્યાને ભારતીય વિદ્યાભવનમાં ગાઠવવામાં આવ્યાં હતાં. જેમાં નીચે મુજબના વ્યાખ્યાતા હતા-એમાંથી શ્રી મનુભાઈ પંચોળી, શ્રી રોહિત મહેતા, રેવરન્ડ ફાધર વાલેસ તથા શ્રી શ્રીદેવી મહેતાના બે બે વ્યાખ્યાના હતાં. શ્રી ભવંરમલ સીંધી શ્રી તારકેશ્વરી સિંહા 33 27 23 ગુલાબદાસ બ્રોકર રવિશંકર મ. રાવળ નિર્મળાબહેન શ્રીવાસ્તવ 37 23 23 9 99 ૫૩ 23 35 રેવરન્ડ ફાધર વાલેસ શ્રીદેવી મહેતા આચાર્ય રજનીશજી પુરૂષોત્તમ માવલંકર વિષ્ણી માત્રા (ભજન) રોહિત મહેતા મનુભાઈ પંચાળી આ વખતનાં વ્યાખ્યાતાઓમાંથી અગિયાર વ્યાખ્યાતાઓને મુંબઈ બહારથી બોલાવવામાં આવ્યા હતા. આપણી આ વ્યાખયાનમાળાનું આકર્ષણ ઉત્તરોત્તર વધતું જાય છે, આ માટે આપણે જરૂર ગૌરવ લઈ શકીએ. વસન્ત વ્યાખ્યાનમાળા આ વર્ષ ગાંધીશતાબ્દિને લગતું હોઈને, એના અનુસંધાનમાં સંઘ તરફથી આ વખતે એક વધારાની વસન્ત વ્યાખ્યાનમાળા-એપ્રિલ માસની તા. ૮-૯-૧૦-૧૧ એમ ચાર દિવસ માટે-ફલોરા ફાઉન્ટન ઉપર આવેલા તાતા ઓડિટોરિયમમાં, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy