SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ પર પ્રબુદ્ધ જીવન આપવામાં આવતી નથી ? પાસહ કરવાથી શે। ફાયદો ? રસ્તા ઉપર મેલું પાણી ઢોળવાથી અધર્મ નથી થતો ? કેવળ દેહદમન કરવાથી પાપ શી રીતે ટળે ? આંબેલનાં ખાતાં ખોલવાથી ભલે લોકોને ખાવાનું મળે, પણ તેમ કરવાથી તપ કરી રીતે થાય ? તપની પ્રવૃત્તિમાં બની શકે તેટલી સ્વાદવૃત્તિનો જય કરવા તરફ લક્ષ્ય હોવું જોઈએ છતાં, લોકો ખીરનાં એકાસણાં કરાવવાના તપની ઘણીવાર જાહેરાત કરે છે. શું એ તપ છે કે તપને બહાને ખીરના ભાજનની તો ષ્ટિ નથીને? ઉપધાનની વિધિ જ્યાં બતાવવામાં આવેલ છે ત્યાં નવકારના ઉપધાનમાં તે! આંબેલ અને ઉપવાસની પ્રધાનતા બતાવેલ છે. છતાં, ઉપાનમાં એકાસણા કરનારા માટે રોજરોજ ત્રીશ ચાળીશ જુદી જુદી વાની બનાવવામાટેની પ્રવૃત્તિ ચાલે છે એ શું તપ છે કે વૈષ્ણવાના છપ્પનભાગના ઠાઠ છે ? અથવા એ બહાને વસાણાં ખાવાનો લાભ લેવાની યુકિત તે નથી ને ? ઉપવાસના પચકખાણમાં વસત્થ’માંનું પચાણ કરવામાં આવે છે અને ચઉત્થભાંનો અર્થ ચાર ટંક ભોજનના ત્યાગ છે તે પછી અત્તરવારણા અને પારણાની શોધ કોણે કરી ? છઠભાંના અર્થ છ ટંક અને અઠભાંના અર્થ આઠ ટંક ભાજનના ત્યાગ છે છતાં, એ અર્થ પ્રમાણે તે કોઈ વર્તતું દેખાતું નથી. એટલે પચકખાણના ભંગની જ પ્રવૃત્તિ ચાલી રહી છે એમ કેમ ન કહેવાય ? સાધુઓ અને શ્રાવકોમાંના ઘણા ખરા વારંવાર એમ કહેતાં સંભળાય છે કે આ વાત તેા શાસ્ત્રમાં લખેલી છે અને આ વાત તે। શાસ્ત્રમાં નથી લખી એમ કહીને બખેડો ઊભા કરે છે તો એમને નમ્રપણે જણાવવાનું કે શું તેઓ શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે વર્તી રહ્યા છે ? જો ન વર્તતા હોય તો તેઓ શાસ્ત્રનું નામ લેવાના અધિકારી છે એમ કેમ કહેવાય ? હવે પજુસણ નજીકમાં આવે છે. તે વખતે અપાશરામાં કલ્પસૂત્ર દર વરસે વંચાયા કરે છે અને વરસાવરસ એકની એકજ વાત કાન ઉપર અથડાયા કરે છે એ શું બરાબર છે? કલ્પસૂત્ર સિવાય બીજું કોઈ પુસ્તક વાંચવાનો કાંઈ વાંધો ખરો ? જગતમાં એવી કોઈ બીજી પ્રજા છે જે આપણી જેમ સ્વપ્નાના હાથી, બળદ વગેરેની પૂજા કરતી હોય ? મંદિરોના વ્યવસ્થાપકો– ટ્રસ્ટીઓ- ઘણાં ખાતાં રાખે છે એના કરતાં એક જ સાધારણ ખાતું રાખતા હોય તે તેમાંથી જયાં જયાં જરૂર હોય તે તમામ ખાતામાં નાણું લઈ જઈ શકાય અને સાધારણ ખાતામાં કે બીજા ખાતામાં નુકસાન થવાનું ઓછું થઈ જાય તો એકલું સાધારણ ખાતું શા માટે ન રાખવું? આવા અનેક પ્રશ્ને મધ્યસ્થ ભાવે નિખાલસપણે ચર્ચી શકાય. આમ કરવાથી લોકોની ચિંતનશકિત અને મનનશકિત જરૂર વધે અને પ્રવૃત્તિમાં શુદ્ધતા પણ વધે? વળી પૂછનારાઓ હાય તો વકતાને બરાબર સમજીને જ બાલવું પડે. એમને એમ જાહેરખબરીયા ભાષા વાપરતાં વિચાર કરવા પડે. કલ્પસૂત્રના અર્થ આચારનું જ્ઞાન આપનાર સૂત્ર એવા થાય છે. વર્તમાનમાં તો આપણે માત્ર તીર્થંકરોની હકીકતો કલ્પસૂત્ર દ્વારા સાંભળીએ છીએ અને છેલ્લાં ભાગમાં જયાં સાધુઓના આચારો બતાવવામાં આવ્યાં છે તેને કેમ કોઈ સંભળાવતું નથી ? કલ્પસૂત્રના વાચનના પ્રારંભમાં જ ટીકામાં ચૌદપૂર્વના નામ આવે છે અને તેમાં એમ જણાવેલ છે કે પ્રથમ પૂર્વ લખવા માટે એક હાથીના વજન જેટલી શાહી જોઈએ, બીજા પૂર્વને લખવા માટે બે હાથીના વજન જેટલી શાહી જોઈએ. એમ એક એક પૂર્વને લખવા સારું બમણા બમણા હાથીના પ્રમાણની શાહી જોઈએ અને એમ કરતાં છેક છેલ્લાં ચૌદમાં પૂર્વને લખવા માટે આઠ હજાર એકસે બાણુ હાથીના વજન જેટલી શાહી જોઈએ અને ચૌદે પૂર્વને લખવા માટે સાળ હજાર ત્રણસ ત્રાશી-૧૬૩૮૩–હાથીના વજન જેટલી શાહી જોઈએ. આ હકીકત આપણે સૌ છીએ, પણ વકતાને કોઈ એમ પૂછતું વરસાવરસ .... સાંભળીએ નથી કે આ જાહેર તા. ૧-૭-૧૯ ખબરીયા ભાષા છે કે કેમ ? જોકે વર્તમાનમાં આ પૂર્વેના કોઈ અંશ મળતા નથી અને તે પણ શ્રી ભદ્રબાહુસ્વામીના વખતથી મળતા બંધ થઈ ગયા છે. ઉપરની હકીકતમાં હાથીના વજન જેટલી શાહી બતાવેલ છે તે કોઈ એમ કેમ ન કહી શકે કે હિમાલયના વજન જેટલી શાહી હાય તા પ્રથમ પૂર્વ લખી શકાય અને ચૌદમું પૂર્વ લખવા માટે આઠ હજાર એકોને બાણું હિમાલયના વજનના પ્રમાણ જેટલી શાહી જોઈએ. જૈન પૂર્વશાસ્ત્રો લખવાં એ શું જેવી તેવી વાત છે ? એવા તેના ભારે મહિમા છે. શું આમ કહેવાથી જૈનધર્મની મહત્તા વધવાની ખરી ? શાહીના વજનની જ વાત ટીકામાં જણાવેલ છે પણ તાડપત્ર અને લમ તથા લહિયાઓની વાત પણ સાથે જ જણાવવાની જરૂર હતી. આશ્ચર્ય એ છે કે એ બધું એક સાથે કેમ નહીં કલ્પી શકાયું ? વકતા બાલે ત્યારે હાજી હાજી કરવાથી પેાતાને કદી લાભ થવાના નથી, પણ સાંભળેલ વાતને સમજવામાં આવે અને સમજાવવામાં આવે તા જ થોડોઘણા જ્ઞાનલાભ થઈ શકે. આપે વ્યાખ્યાનમાળાએ બહુ સરસ ચલાવી, પણ હવે લોકોની વિચારશકિત, ચિંતનમનનશકિત ખીલે એમ પ્રયત્ન કરવાની જરૂર છે એમ આપને નથી લાગતું ? એટલું જ નહીં પણ હવે કોઈ પણ પ્રકારે સક્રિય થઈને આંદોલન કરવાનો વખત પણ આવી લાગ્યો છે. સૂત્રેાનાં વચનો સામે પડકાર એવા આશયનો લેખ મારા મિત્ર શ્રી અમરચંદજી મુનિએ પોતાની અમરભારતીમાં લખ્યો અને તમે ‘પ્રબુદ્ધ જીવન’માં તેનું ભાષાંતર છાપ્યું એ ઘણું જ સારૂ કર્યું છે. મારા તે વિચાર છે કે સૂત્રોનાં વચનાના જરૂર વિચાર કરવા જોઈએ, તેના અર્થાનું વિશ્લેષણ પણ કરવું જોઈએ. અહિં એ યાદ રાખવું જોઈએ કે સૂત્રાની શબ્દરચનાની જવાબદારી તીર્થંકર ઉપર નથી જ પણ તેમના મુખ્ય શિષ્ય ગણધરો કે જેઓ છદ્મસ્થ છે. એટલે રાગદ્વેષની વૃત્તિથી પર નથી તેવા મહાનુભાવ ઉપર છે અને એ હકીકતને જણાવવા સારું જૂના પંડિતાએ આગળથી જ પાળ બાંધેલી છે કે “અર્થ ખાતર બહા સુત નંયંતિ ળદરા નિક ” અર્થાત-હકીકતો તા અરિહંતો સંભળાવે છે અને તે હકીકતોને પોતાની યોગ્યતા પ્રમાણે ગણધરો સૂત્રબદ્ધ બનાવે છે. વળી સૂત્રો તો લોકોએ કંઠસ્થ રાખેલાં, એટલે એમાં ઘણા પ્રકારનાં પરિવર્તનોનો અવકાશ છે, ઘણી વધઘટ થતી આવી છે, ઘણા પ્રક્ષેપ પણ જરૂરિયાત પ્રમાણે કરવામાં આવેલ છે. શ્રી મુનશીજીએ કૃષ્ણાવતાર નામનું પુસ્તક લખેલ છે તેના ચાર ભાગ તો વાંચી ગયો. એમાં એમણે જણાવેલ છે કે મહાભારતમાં ઘણી હકીકતા પ્રક્ષેપાઈ છે અને ઘણી હકીકતો ઓછી થઈ ગઈ છે. જે વાત સવારે સાંભળી હાય તે જ વાતને સાંજે સાંભળતાં તેમાં અંતર પડી જાય છે તે પછી જે વાત હજારો વરસથી ચાલી આવતી હાય તે બાબત તે શું ન થાય? આપના બેચરદાસ ઝરે છે......... (ગાન) ઝરે છે મમ શ્રાવણની અભિલાષા, ઝમે છે મનભાવનની મૃદુ આશા. -ઝરે છે......... આભ ભરી છલકત વાદળી, ધરા હરી મલકત સાંવરી; ઝૂલે છે લીલી ઝરમરની પરિભાષા –રે છે......... પ્રસન્નતા રૂમઝુમતી છાની, વર્ષાની નર્તતી પાની; સરે છે ઝીણાં ફોરાંની જ ભાષા. ઝરે છે......... ગીતા પરીખ
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy