________________
પ્રભુ જીવન
તા. ૧-૭-૬૯
એને સમજાવા અને વિવેક દ્વારા વિકારના આવેગને જીતો. છતાં ન સમજે તો તમે કામાવેગમાં ખેંચાઈ ન જાઓ, પણ તમારી જાતને ત્યાંથી ખસેડી લેા. આવું કરવાથી તમે આગળ નહિ જાઓ, પણ તમે જન્મેલી વાસના ભાગવવાથી જે નવા ગાઢ સંસ્કારની વૃદ્ધિ થવાની છે તેથી બચશો. પણ આ રોકવું એટલું કહી તેણે બસ માન્યું નથી. છેવટે તો શુદ્ધ ચૈતન્યને પામવાનું છે. એ માટે વિવેક અને અનુભવને આધારે જ આગળ વધવાનું છે.
હવે પશ્ચિમના મનોવૈજ્ઞાનિક સંશોધને માણસાના ને તેમાં ય ખાસ કરીને (એબ ્નોર્મલ) અસામાન્ય માણસાના મનનું વિશ્લેષણ કર્યું. તેમણે જોયું કે વૃત્તિને કચડવાથી તે જ વૃત્તિ ફરીથી જોર કરે છે ને તેની પ્રતિક્રિયા જીવનમાં ઊઠે છે, એટલે એ અનુભવાએ કહ્યું કે તમે વૃત્તિને દાબા નહિ. એને સહજ રીતે ઉપભાગી લા. પરિણામે જીવનમાં પ્રત્યાઘાત નહિ પડે. આ વૈજ્ઞાનિક વિશ્લેષણ ખોટું છે એવું કોઈ કહી જ ન શકે. એથી સહજતા આવે.
દા. ત. આપણા પહેરવેશ શરીરના અંગઉપાંગોની મર્યાદા સાચવે એવા છે. આપણી આંખ અને મન એ રીતનું જોવા ટેવાયેલાં છે. વધારે ખુલ્લા અંગોવાળું કપડું પહેરેલી કોઈ સ્ત્રી નજરે ચડે તે આપણને વિકાર ઊઠે અથવા તો જોવાની વૃત્તિ થાય. એ પરથી એમ ન કહી શકાય કે જે સમાજમાં અંગેા વધારે ઉઘાડાં દેખાય છે તે સમાજ વધારે નિષ્કામ છે અથવા ઓછા વિકારી છે. વાસ્તવમાં એ સમાજમાં જીવનારની આંખ અને મન એવા દશ્યથી ટેવાઈ જાય છે. એને પણ એથી વધારે જોવા મળે છે તો એ પણ એવી જ કામનાનો અનુભવ કરે. પરિણામે આજે પશ્ચિમ પેાતાની કામવૃત્તિને સંતોષવા નગ્ન નૃત્યો સુધી પહોંચ્યું છે. એ નૃત્યોમાં શરીરના ભાગેાનું જે હલનચલન છે તે પણ વધારે વાસનાને બહેકાવે એવું છે. આપણા ભારતીય નૃત્યોમાં આપણને એ જોવા મળતું નથી.
ખુલ્લા અંગેાવાળું દશ્ય
ટૂંકમાં પરિસ્થિતિ બદલવાથી માણસની અંતરચેતનામાં ફેર પડતો નથી. એક સમાજમાં બધા લોકો નગ્ન ફરે છે તેથી કાંઈ તે સમાજ નિરવિકારી થઈ જતા નથી. બીજો સમાજ મર્યાદિત વહેવાર સ્વીકારે છે તેને. પરિણામે એક વાત તો સ્પષ્ટ છે કે તેને વિકારનાં નિમિત્તો ઓછા મળે છે. પરિણામે આગળ વધવા માટે તેના માર્ગ સરળ બને છે.
એક દાંત આપવામાં આવે છે કે વિશ્વામિત્રે દશ હજાર વર્ષ તપ કર્યું, છતાં પણ મેનકાના રૂપ આગળ ચળ્યા.
આ દષ્ટાંત બે રીતે સમજી શકાય કે દશ હજાર વર્ષ સુધી માણસ તપ કરે ને મહાન તપસ્વી બને તો પણ તે ચળી જાય છે.
બીજી રીતે એમ પણ કહી શકાય કે મનુષ્યમાં પડેલા કામના ગાઢમાં ગાઢ સંસ્કાર એટલા તીવ્ર છે કે દશ હજાર વર્ષ સુધી તપ કર્યા છતાં પણ કોઈ ખૂણે એ સંસ્કાર સૂતેલા રહી જાય છે. તે નિમિત્ત મળતાં જાગૃત થાય છે, એટલે સાધકે ખૂબ જાગૃત રહીને ચાલવું જોઈએ તે આ દષ્ટાંત પાછળના ભાવ છે.
હવે બીજી રીતે જોઈએ. વિશ્વામિત્રે ઋષિ પરંપરા મુજબ સાધના કરી, સંયમી જીવન જીવ્યા. પણ એમને ચળાવવા માટે ઈન્દ્રને સંકલ્પ કરવા પડયો ને પોતાના સ્વર્ગના દરબારની સુંદરમાં સુંદર અપ્સરાને મોકલવી પડી, એટલે કે જે સાધક છે તેને સામાન્ય નિમિત્તે ચળાવી શકતા નથી.
જે માણસ આવે માર્ગે આગળ નથી જતા તે માણસ જીવનમાં કેટલીક વાર ચળે છે? મેનકા તે શું ? રસ્તે ચાલતાં સામાન્ય નિમિત્ત મળતાં તેનું મન કેવું ચંચળ બની જાય છે?
એટલે જે મનને રોકતા નથી. પુરુષાર્થ કરી સંસ્કારોને શુદ્ધ કરતાં કરતાં ચૈતન્ય સ્વરૂપને પામવા મથતો નથી, તે તે। સામાન્ય નિમિત્તા મળતાં રોજ પડે છે.
૫૧
એટલે ‘ અથા’ થી શરૂ થતા સાધનામય જીવનના માર્ગે સાધકોએ જીવનના ઊંડા અનુભવમાંથી સાર કાઢયા છે તે આપણે ભૂલવા ન જોઈએ. પણ એ તો જે એ માર્ગે જાય છે તેને માટે જ છે. જે વિષયસુખને આનંદ માની મેાજ લૂંટે છે તેમને માટે તો મનોવૈજ્ઞાનિક પૃથક્કરણ જ વધુ સાચું છે.
માત્ર બાહ્ય તપ કે દબાણથી જીવન આગળ વધવું. નથી. પ્રત્યાઘાતાના ઉમેરો થતાં એક દિવસ ભડકો થાય છે. એટલે તપ કે સંયમની એકે એક પ્રવૃત્તિ માત્ર દબાણની પ્રવૃત્તિ ન બનવી જોઈએ. એની સાથે સાથે મનની સમજ અને વિવેક દ્વારા શુદ્ધિ કરવી જોઈએ.
આટલું સમજી આપણે આગળ ચાલીએ તો વ્યકિત અને સમાજ બંને આગળ ચાલી શકે. માત્ર મુકત સહચાર કે સહજીવનની વાતોથી પણ નહિ ચાલે તેમ માત્ર શારીરિક દમનની વાતથી પણ નહિ ચાલે. એથી દંભ ને મિથ્યાચાર વધશે.
પણ એની સાથે ઋષિ પર પરાએ આપણને જીવનનો જે ઊંડો તાગ મેળવી અનુભવ આપ્યો છે તેને જતા કરવાની વાતથી પણ વ્યકિત કે સમાજનું હિત થવાનું નથી.
રજનીશજીની વાત રુષિપર પરાની નથી એવું બંને વાતાન કોઈ પણ અભ્યાસી કહી શકે. ઋષિ પરંપરાના અનુભવોને જતા કરવાથી સંસ્કૃતિનો જે વારસા છે તે આપણે ખોઈ બેસીશું. પામીશું શું તે તે કોણ કહી શકે? નવલભાઈ શાહ
પંડિત બેચરદાસના પરિતાપ
( પંડિત બેચરદાસ તરફથી મળેલા નીચેના પત્ર જૈન શ્વે. મૂ. સમુદાયની ધાર્મિક રૂઢિઓમાં રહેલી જડતા ઉપર વેધક પ્રકાશ પાડે છે. પરમાનંદ)
૧૨/ બ, ભારતીનિવાસ સેાસાયટી, અમદાવાદ-૬.
તા. ૮/૬/૬૯.
સ્નેહી શ્રી પરમાનંદભાઈ
સપરિવાર કુશળ હશે.. બે ત્રણ દિવસથી વળી થોડું લખવાને વિચાર વારંવાર આવે છે અને એમ થાય છે કે વ્યાખ્યાનમાળાઓ દ્વારા અમુક જાતના નવા વિચારો લોકો સાંભળતા જરૂર થયા, પણ સાંભળનારા લોકો સાંભળેલા વિચારો વિશે પોતાની દષ્ટિથી ચર્ચા કરે અને મુકતપણે વિશેષ વિચાર કરે એવી કોઈ યોજના સંધ દ્વારા થવી જરૂરી છે અથવા વ્યાખ્યાનમાળામાં જ બેએક દિવસ એવા રાખવા જેથી શ્રોાતાએ પેાતાની જિજ્ઞાસાનુસાર પ્રશ્ન પૂછે અને ચર્ચા કરે. જેમકે સ્થાનકોમાં કે મંદિરોમાં જવાના પ્રધાન હેતુ શું છે ? જે ભાષા આપણે ન સમજીએ તે ભાષામાં પ્રાર્થના કે પ્રતિક્રમણ કરવાથી શે। લાભ ? શું કેવળ શબ્દો જ પવિત્ર હાઈ શકતા હશે ? જેમના જીવનવ્યવહાર વિશે આપણે કાંઈ જ ન જાણતા હોઈએ તેમને વિનય કરવા એ સભ્યતાની દષ્ટિએ જુદી વાત છે, પણ તેમને ગુરુ સમજી વંદન કરવાથી શું લાભ ? સાધુઓને માત્ર વેષ દ્વારા ‘સ્વામી શાતા છે જી,' એમ શા માટે પૂછતા રહેવું? રાત્રીભાજનનું વ્રત શ્રાવકના વ્રતામાં તો આવતું નથી તે પણ એ ઉપર શા માટે વિશેષ ભાર મૂકવામાં આવે છે? સાધુઓને સાંજની ભીક્ષા મળી રહે એ માટે તે ભાર મૂકવામાં નથી આવતા ? શું સાધુએ આપણા ઉદ્ધાર કરવા સાધુઓ થાય છે? કેટલાક એવા પણ લોકો સાધુ થાય છે જેમને પોતાના ઉદ્ શની જ ખબર નથી હોતી તો એવાને શા માટે મુંડવા જોઈએ ? કોઈ પણ પ્રવૃત્તિની પાછળ ચિંતનમનન હોય તો તે સારીરીતે કરી શકાય; પણ જૈનધર્મને નામે ચાલતાં કર્મકાંડોમાં તો ચિંતનમનને અવકાશ જ મળતા નથી એ માટે શું કરવું જોઈએ ? શ્રાવકધર્મ જ સાધુ ધર્મના મૂળ પાયા છે ત પ્રથમ શ્રાવકધર્મની પૂરી સમજણ અને વ્યવહારની પુરી માહિતી શુદ્ધ રીતે કેમ
7