________________
૪૨
પ્રબુદ્ધ જીવન :
તા. ૧૬-૬-૬૯
=
માટે છે. ઐહિક મટી પરલોક તરફ લક્ષને કેન્દ્રિત કરવા માટે છે. અન્ય વિષે આત્મીયતાને અનુભવ કર–અન્યના સુખદુ:ખને પિતાનાં ગણવા, જગતમાં દુ:ખની માત્રા ઓછી કરવી અને સુખની માત્રા વધારવી તે માનવજીવનનું પરમ લક્ષ્ય છે. અરસપરસ સદ્ભાવ અને સહાનુભૂતિ દાખવવી એમાં જ સ્વપરનું કલ્યાણ રહેલું છે. આમ છતાં કર્મને એકાંગી વિચાર માનવીને સહૃદય અને સહાનુભૂતિપૂર્ણ બનાવવાને બદલે હૃદયહીન અને લાગણી– શૂન્ય - બનાવે છે.
આવી જ રીતે શુદ્ધ કર્મ અને શુભાશુભ કર્મ વચ્ચે ભેદ ઊભે કરીને માત્ર શુદ્ધ કર્મ કર્તવ્ય છે અને શુભાશુભ કર્મ–ઉભય–વર્ય છે–આવી ભેદરેખા કેટલાક ધર્મચિન્તકો આગળ ધરે છે. શુદ્ધ કર્મ એટલે કેવળ આત્મલક્ષી–આત્મસાક્ષાત્કાર પ્રત્યે લઈ જતું–કર્મ. દા. ત. ધ્યાન, ચિન્તન, જપ, પ્રાર્થના, તપ, સ્વાધ્યાય વગેરે. શુભ કર્મ એટલે સમાજકલ્યાણ—સંવર્ધક કર્મ અને અશુભ કર્મ એટલે સમાજકલ્યાણ-વિરોધી કર્મ. શુભાશુભ કર્મનું આ વર્ણન જો બરોબર હોય તે ધર્મવિચારને લગતી પ્રારંભની ચર્ચામાં રજુ કરેલ સામાજિક સંવાદિતા અને કલ્યાણ સંવર્ધનને ખ્યાલમાં રાખીને સૌ કોઈ માટે શુભકર્મ આદરણીય બને છે અને અશુભક વર્ય બને છે. આમ વિચારવામાં શુભ કે અશુભ કર્મના સંચય - અસંચયની ગણતરીને કોઈ સ્થાન જ નથી. આમ છતાં કર્મ માત્ર આખરે દરેક જીવે ભોગવવાનાં છે, શુભકર્મ સેનાની બેડી છે, અશુભકર્મ લેઢાની બેડી છે, આત્માર્થીએ આ બન્ને કર્મો છોડીને માત્ર શુદ્ધ કર્મ પ્રતિ અભિમુખ બનવું ઘટે અને સ્વદેહથી માંડીને સમગ્ર સમાજસંસારના વિચારને છોડીને કેવળ આત્મવિચારમાં જ નિમગ્ન બનવું જોઈએ
આવી પ્રરુપણાપૂર્વક સમાજવિષયક કર્તવ્યની ઉપેક્ષા કરવાની આ ધર્મવિચારકો પ્રેરણા આપે છે અને આ રીતે તેમને અનુસરનારાઓ સમાજવિમુખ બને છે. આ વિષયમાં સેના અને લોઢાની બેડીના રૂપકની ભ્રમણામાં નાંખીને અનુયાયીઓને પેટે રસ્તે દોરવામાં આવે છે અને સમાજ સાથે પિતાને કશી લેવાદેવા નથી
એવા અસમ્યક વલણના તેમને ભાગ બનાવવામાં આવે છે. જેવી રીતે આપાસનાની દષ્ટિએ શુદ્ધ કર્મ આદરણીય અને અશુદ્ધ કર્મ વર્ષ છે, તેવી રીતે સમાજધર્મની દષ્ટિએ શુભ કર્મ આદરણીય અને અશુભ કર્મ વર્જ્ય છે. આ આપણે બરાબર સમજી લઈએ અને તદનુસાર પિતાના જીવનને વિવેકપૂર્ણ અને ચરિતાર્થ બનાવીએ!
પરમાનંદ પૂરક બેંધઃ ભારતમાં પ્રચલિત ધર્મવિચાર મોટા ભાગે આત્મસાપેક્ષ જોવામાં આવે છે આમ છતાં વૈદિક ધર્મ એવો છે કે જેમાં બન્ને બાજુ આત્મસાપેક્ષતા અને સમાજ સાપેક્ષતાનું સન્મુલન જોવામાં આવે છે. આમ છતાં પણ તેના પુરસ્કર્તાઓ પણ અવારનવાર આત્મસાપેક્ષતા તરફ જ ઢળતા જોવામાં આવે છે, જ્યારે પશ્ચિમનું વલણ સમાજ ઉપર વધારે ને વધારે ભાર મૂકનું માલુમ પડે છે અને પરિણામે આપણે સામ્યવાદમાં જોઈએ છીએ તે મુજબ ત્યાંના જીવનદર્શનમાં એટલે કે ધર્મવિચારમાં વ્યકિત શૂન્ય બની જાય છે અને સમાજ અથવા તો રાજ્ય જ આખરે સર્વેસર્વા બની બેસે છે. આ બીજા છેડાની એકાંગીતા છે અને તેમાં પણ ધર્મની અધૂરી સમજણ જ આપણને જોવા મળે છે.
પરમાનંદ * સામ્યવાદ જેને ધર્મવિરોધી લેખવામાં આવે છે તેણે પણ એક પ્રકારના ધર્મનું જ સ્વરૂપ ધારણ કર્યું છે અને બન્નેના અનુયાયીઓમાં એક સરખું ધાર્મિક ઝનુન જ જોવાઅનુભવવા મળે છે.
પ્રબુદ્ધ જીવન વિષે સદ્ભાવ દાખવતા પત્રો
મિરલાથી શ્રી કિસનસિંહ ચાવડા લખે છે કે “વડોદરામાં વાંચ્યું હતું કે “પ્રબુદ્ધ જીવને પોતાના આયુષ્યનાં ત્રીશ વરસ પૂરાં કર્યા, ત્યારે જ તમને એક સ્નેહપત્ર લખીને અભિનંદન આપવા હતાં. પણ અમે લેક (વડોદરાથી) નીકળવાની ધમાલમાં હતાં અને કામની ભીંસ હતી એટલે લખવાનું બન્યું નહીં. પણ અભિનન્દન અને સ્નેહ કયારે ય મેડાં પડતાં નથી. તમારી એકનિષ્ઠા માટે અને તમારા જીવનની તપસ્યા માટે અમારાં અંતરનાં સ્નેહપૂર્વક અભિનન્દન સ્વીકારશે. એક જ કાર્યને ત્રીસ વર્ષ સુધી એકાગ્રતા અને એકનિષ્ઠાથી ઉપાસવું એ પોતે જ એક તપ છે.”
પૂનાથી શ્રી શાંતિલાલ સી. શાહ જણાવે છે કે “પ્રબુદ્ધ જીવન ૩૧ મા વર્ષમાં પ્રવેશ કરે છે એનું હું હાર્દિક સ્વાગત કરૂ છું. આપણા સમાજમાં અને દેશમાં વિજ્ઞાનની દષ્ટિ આવવી જોઈએ. આજે આપણને ધાર્મિક વિજ્ઞાન અને વૈજ્ઞાનિક ધર્મ જોઈએ છીએ, પરંતુ એ ધર્મ અને એવો વિચાર કહેવાવાળા દેશમાં ઘણા ઓછા છે. સત્તા અથવા સંપત્તિની પૂજા કરવાવાળા જ ઘણા!
“ પ્રબુદ્ધ જીવને સમાજ અને દેશ આગળ સારા સારા. આધુનિક વિચાર મૂકયા છે અને એનું મુખ્ય શ્રેય આપને જાય છે. સમાજને વિચોર ન ગમે તે એની પરવા કર્યા વિના તમેએ સમાજને માર્ગદર્શન કરેલું છે એ માટે જૈન સમાજ તમારો ખરેખર ઋણી છે.
પ્રબુદ્ધ જીવનની દષ્ટિ વ્યાપક છે. એમાં સમાજ, રાજકારણ, પરરાષ્ટ્ર નીતિ એ બધા વિષયની ચર્ચા આવે છે. તેથી વાચકને બધા વિષેની મીજબાની મળે છે. સારાં થએલાં ભાષણે અથવા લેખે ખ્યાલમાં લઈને એ પ્રસિદ્ધ કરવામાં આવે છે, તેથી વાચક વર્ગને ઘણો જ લાભ મળે છે. પ્રબુદ્ધ જીવનની આવી જ પ્રગતિ થાઓ એ સઈચ્છા!”
એક સુવર્ણ વિચાર What can bring us together and keep us together is not an equally high standard of living but an equally high standard of truthfulness to ourselves, of tolerance of ways of life different from our own and the effortless sense of equality as men and women.
Then we can stand before God and our conscience, uvited in lumility and determination to make our lives and actions the expression of an inner striving for perfection.
Dr. Zakir Husain.
અનુવાદ જે આપણને નજીક લાવી શકે છે અને એકઠા રાખી શકે છે તે નથી કોઈ સર્વસામાન્ય ઊંચું જીવનધોરણ, પણ તે છે આપણે પરસ્પર પ્રમાણીક બનવાનું સત્યાભિમુખ બનવાનું, આપણા કરતાં જુદી એવી જીવનપદ્ધતિ અંગે દિલની ઉદારતા દાખવવાનું અને સ્ત્રીઓ અને પુરુષ વચ્ચે સહજ એવી સમાનતાની ભાવનાનું એટલું જ ઊંચું રણ. જો આપણે એમ કરીએ- એવા ધરણને આપણા જીવનમાં અમલી બનાવી શકીએ તે જ—આપણું જીવન અને આચરણ પૂર્ણતા માટેના આન્તરિક પુરુષાર્થને અભિવ્યક્ત કરે અને એ પ્રકારના નિશ્ચય અને નમ્રતાથી સંકળાયેલા એવા આપણે ઈશ્વર સમક્ષ તેમ જ આપણા અન્ત:કરણ સમક્ષ ટટ્ટાર ઉભાં રહી શકીએ. '
ડૉ. ઝાકિરહુસેન