________________
મબુ
જીવન
તા. ૧૬-ન-૧૯
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સભા
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા જૂન માસની ૨૧મી તારીખ શનિવારે સાંજના પાંચ વાગ્યે સંઘના કાર્યાલયમાં મળશે, જે વખતે નીચે મુજબનું કામકાજ હાથ ધરવામાં આવશે:
(૧) ગત વર્ષના વૃત્તાન્તને તથા સંઘના તેમ જ શ્રી મણિલાલ મોકમચંદ શાહ, સાર્વજનિક વાચનાલય-પુસ્તકાલયના ઍડિટ થયેલા હિસાબને મંજૂરી આપવી.
(૨) નવા વર્ષનું અંદાજપત્ર મંજૂર કરવું.
(૩) સંઘના અધિકારીઓ તેમ જ કાર્યવાહક સમિતિના ૧૫ સભ્યની ચૂંટણી કરવી.
(૪) સંઘ તથા વાચનાલય પુસ્તકાલયના ઍડિટરોની નિમણૂક
કરવી. *
આકુળવ્યાકુળ રહેતા હતા. એમનાં કુલ, ગોત્ર, બિરાદરી બધું પ્રેમી વૈષ્ણવ હતા. કહે છે:
માઝિયા જાતિચે મઝ ભેટો કોણી, આવડીચી ધણી કેડાવયા, આવડે જ્યા હરી અંતરા પાસુની;
એસી વાંચે મન આર્ત માઝે. હે પ્રભુ! મને મારી નાતજાતવાળા મેળવી આપે. જેમને હૃદયથી તમારી સાથે પ્રેમ હોય! એવા પ્રેમી ભકતોને મળવાની આર્તતા હૃદયમાં ઊભરાય છે.
તયા લાગી જીવ હતો કાસાવીસ,
પાહતાતી વાસ નયન માઝે.. એમને મળવા માટે મારો જીવ તલપાપડ થઈ રહ્યો છે. મારી આંખે એમને માટે પથરાઈ રહી છે.
સકલ હો જન્મ હાઈલ વિલા,
દેતાં આલિંગન વૈષ્ણવાંસી. વૈષ્ણવોને હૃદય સરસાં ચાંપીશ ત્યારે જ આ જન્મ સફળ કૃતાર્થ થશે, હે વિઠ્ઠલ! કેમ કૃતાર્થ થશે, ત્યારે તુકારામ કહે છે :
બ્રહ્મરસ ગેડી તયાં સી ફાવલી,
વાસના નિમાલી સકળ ત્યાંચી. એમની વાસના નિર્મૂળ થઈ ગઈ છે. એ જ બ્રહ્મરસને સ્વાદ જાણે છે. એટલા માટે:
લુકા હણે ત્યાં પાર્ટી પાસ,
હોઉલિયા વાસ કરી તે થે. તુકારામ સંતેની પાસે એમની ચરણસેવા કરતાં કરતાં અખંડરૂપે રહેવા ચાહે છે. તમે ત્યાં રહેશે તો તમારાં કટુંબ સગાંવહાલાં વગેરે જવાબદારીઓનું શું થશે? તુકારામ જવાબ આપે છે:
કામક્રોધ આહી વાહિલે વિઠ્ઠલા, ધારિલી આવડી સંતાં સવે. આત કોણ પાહે માગે પરતની,
ગેલા હાર પોની દેહભાવ. અમારો દેહભાવ ખેવાઈ ગયો છે. કામક્રોધ કયારના વિઠ્ઠલને ચરણે ચઢાવાઈ ગયા છે. અમારો અનુરાગ હવે કેવળ સત્સંગમાં છે. હવે પાછું વાળીને જોવા જેવું પણ કોઈ બચ્યું નથી ને! - તે પછી તમારી દેહયાત્રા કેમ ચાલશે? એના જવાબમાં ભકતરાજ કહે છે:
પ્રારબ્ધ કલેવર ભેગી,
આમ્હી સાક્ષી આયો બ્રહ્મમૂર્તિ. પ્રારબ્ધ તે આ પાંચભૌતિક કલેવર ભગવે છે. એમાં બેઠેલા અમે કેવળ સાક્ષી નથી બલ્ક અમે તે સદેહ બ્રહ્મમૂર્તિ બની ગયા છીએ! એટલું જ નહીં, એક ઠેકાણે આ ઐશ્વર્યશીલ પ્રેમી કહે છે:
બ્રહ્મરસ આમુચ્યા તલાસે આંગી,
આહ આહી સ્વયે બ્રહ્મરૂપ. અમારી કાયામાંથી બ્રહ્મરસ છલકાઈ રહ્યો છે. અમે પોતે બ્રહ્મરૂપ છીએ.
છે ને સરસ મઝાન માણસ! નામદેવની વાણી પણ આવી જ શકિતશાળી છે. સેંસરી ઊતરી જાય છે. સંત એકનાથમાં તે જ્ઞાન ને ભકિતનો મધુર સંગમ જ હતો. સંત સાવલા, ચોખા, ગેરા, સેના એ સૌ એ જ કક્ષાના આત્મપ્રત્યયી ભાગવતજન હતા. સંત મુકતા, જના, કાન્હાપાત્રા વેણ વગેરે સ્ત્રી દેહધારી ભકતજનોનાં વચને પણ અદભુત છે. જેમની ચેતનાને સંતચેતનાને સ્પર્શ થાય છે તેમનું જીવન ખરેખર કૃતાર્થ થતું હોય છે. જે પોતાને હાથ પ્રભુને ઝાલવા દે છે અને પ્રભુ જ્યાં જેવી રીતે દોરે ત્યાં દોરવા દે છે, જેમ જિવાડે છે તેમ જીવવામાં ધન્યતા અનુભવે છે તેમનું જીવન કેટલું રસમય બનતું હશે!
વિમલા ઠકાર
ઉપર જણાવેલ વાર્ષિક સામાન્ય સભાના અનુસંધાનમાં સવિશેષ સૂચના કરવામાં આવે છે કે ઉપર જણાવેલ સંઘને વત્તાંત તથા સંઘના તેમ જ વાચનાલય પુસ્તકાલયના ઍડિટ થયેલા હિસાબે તેમ જ ચેપડાએ સંઘના સભ્યોના વ્યકિતગત નિરીક્ષણ માટે સંઘના કાર્યાલયમાં ખુલ્લા રાખવામાં આવ્યા છે. સેમવારથી શનિવાર સુધીના દિવસોમાં બપોરના સમય ૨ થી ૫ સુધીમાં કોઈ પણ સભ્ય તેનું નિરીક્ષણ કરી શકશે.
બીજી વિનંતી કે સંઘનું નવું વર્ષ શરૂ થવાને લગભગ છે મહિના પૂરા થવા આવ્યા છે એમ છતાં ઘણાખરા સભ્યના વાર્ષિક લવાજમ હજુ સુધી ભરાયા નથી તે તેઓ પોતપોતાનાં લવાજમ વિના વિલંબે ભરી જાય અથવા તો વાર્ષિક સભાના દિવસે સાથે લેતા આવે.
વાર્ષિક સામાન્ય સભાના ઉપર જણાવેલ સ્થળે તેમ જ સમયે વખતસર ઉપસ્થિત થવા સર્વ સભ્યોને વિનંતિ છે. સભાસ્થળ:
ચીમનલાલ જે. શાહ ૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ,
સુધભાઈ એમ. શાહ સમય:
- મંત્રી, તા. ૨૧-૬-૬૯. શનિવાર
મુંબઈ જૈન યુવક સંઘ સાંજના ૫-૦૦
મકાન ફડ અગેએ સુવિદિત છે કે સંઘ અંગે નવું કાર્યાલય વસાવવા માટે એક લાખને લક્ષ્યાંક નિરધારિત કરીને થોડા સમયથી સંઘનું મકાન ફંડ શરૂ કરવામાં આવ્યું છે. આ મકાનકુંડમાં આજ સુધીમાં(તા. ૮-૬-૬૯ સુધીમાં) રૂ. ૨૯૦૦૦ ની કુલ રકમ ધાણી છે. આ ફાળામાં અનેક સભ્યની રકમ નોંધવી બાકી છે. આ વાર્ષિક સામાન્ય સભાના મંગળ પ્રસંગે આ સભ્યોને આ ફંડમાં ઉદારતાપૂર્વક પિતાને ફાળો નોંધાવવા અથવા મેકલી આપવા પ્રાર્થના છે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ.
ગુજરાત, દેશ અને વિદેશની રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે બનતી ઘટનાઓનું નિર્ભય, નિષ્પક્ષ, નિરૂપણ અને નિરીક્ષણ કરતું ગુજરાતનું સાપ્તાહિક વિચારપત્ર
નિ રીક્ષક તંત્રીઃ સુરેન્દ્ર કાપડિયા પરામર્શ સમિતિ: ઉમાશંકર જોશી, યશવંત શુક્લ,
ઈશ્વર પેટલીકર, પુરુષોત્તમ ગણેશ માવલંકર વાર્ષિક લવાજમ પંદર રૂપિયા: વિદેશમાં રૂપિયા અઠ્ઠાવીસ | વિશેષ સુવિધા: રૂા. ૧૦માં ૩૨ અંક, રૂ, પમાં ૧૫ અંક
નિરીક્ષક કાર્યાલય મૈત્રીસદન, મીરઝાપુર રોડ, અમદાવાદ-૧