________________
પ્રબુદ્ધ જીવન
રવીન્દ્ર સરવર ઘટના: એક આંખા દેખા હાલ
(રવીન્દ્ર સરોવર ઘટના વિષે જાતજાતની વાતો ચાલે છે અને તેનાં અલ્પાકિત અને અતિશ્યોકિતભર્યા ચિત્રો રજુ થાય છે એ પરિસ્થિતિમાં નીચેના લેખ નજરે જોનારને લખેલા હોઈને પ્રસ્તુત ઘટના અંગે વિશ્વસનીય સમાચાર પુરા પાડે છે. પરમાનંદ )
લાગ્યા. એક તરુણ છેકરી આવીને મને વળગી. હું વધુ ગભરાયો. તે વ્યાકુળ હતી. મદદ માટે યાચના કરતી હતી. પણ હું મારો જ જીવ બચાવવામાં પડયો હતો. વળી, કોઈ માણસ કોઈ છોકરીને લઈને જતા દેખાય તો તેના પર ગુંડા તૂટી પડતા.
ભાગંભાગા થઈ પડી. ભાગતાં ભાગતાં કોઈ સરોવરમાં પડયા. ધરતીકંપ થાય અને જેમ દરેક પોતપોતાને જીવ બચાવવા ભાગે તેમ બધા ભાગવા માંડયા. અંધારું ઘેર થઈ ગયું. ખુરશીના ઢગના ઢગ આંખ સામે બળી રહ્યા છે. ક્રેકર્સ એક પછી એક ફ્રૂટી રહ્યા છે. એક નવું જોડું ગમે તેમ જીવ બચાવી એક બાજુ જાય છે. એક સ્ત્રીને કેટલાક ખભે નાખીને લઈ જાય છે. છેકરીને ગુંડાઓએ પછાડી. સામેનું દ્રશ્ય જોવું અસહ્ય બની ગયું.
લા, ૬-૬-૧૯
રવીન્દ્ર સરોવર સ્ટેડિયમ એ દક્ષિણ કલકત્તામાં આવેલ એક ભવ્ય સ્ટેડિયમ છે. પાસે જ રવીન્દ્ર સરોવર પાણીથી છલાછલ છે. ૬ એપ્રિલે હું તેમ જ મારા મિત્ર શ્રી શૈલેશ દાસ, બંને દસ રૂપિયાવાળી ખુરશી ઉપર જઈને બેઠા. અમારી સામે ૨૦ રૂપિયાની ટિકિટવાળી ખુરશીની હાર હતી. આગલી ત્રણ-ચાર હાર સિવાય બાકીની બધી ખાલી જ હતી. અમારી આસપાસ ઘણી સ્ત્રીઓ, તરુણ છોકરી, છોકરાઓ અને સગૃહસ્થો બેઠાં હતાં. રાત આખી સંગીત કાર્યક્રમ ચાલવાના હતા. શરૂ થવાનો હતો સાડાછ વાગે, પણ થયો એક કલાક મેડો.
અડધા કલાક પછી ૧૦ રૂપિયાની ટિકિટવાળા પેાતાની જગ્યા છેડી ૨૦ રૂપિયાની હારમાં જઈને બેસવાના પ્રયત્ન કરવા લાગ્યા. જે તે પોતપોતાની ખુરશી ઉપાડીને આગળ જવાનો પ્રયત્ન કરતા હતા. અમે પણ! થોડીવારમાં જોયું તો અમે એકદમ મંચની લગોલગ જઇને બેઠેલા, પણ આમ કરતાં કરતાં બધાં સગાં તેમ જ મિત્રે એકબીજાથી છૂટાં પડી ગયાં. કોઈ છોકરીના બાપ અહીં, તો તે છેકરી ૧૫ ફુટ દૂર અને તેની બહેન ૨૦–૨૫ ફ્રૂટ દૂર! આવી સ્થિતિ થઈ. તેય બને તેટલી નજીકથી સાંભળવાની ને જોવાની લાલચે કોઈ ચસકર્યું નહીં. મારો મિત્ર પાંચ ફ ટ ઉપર બેઠેલા દેખાયા.
આ બધી ગરબડને લીધે લાઉડ સ્પીકરમાં શું ચાલતું'તું તે કાંઈ જ સંભળાય નહીં! મંચની પાછળ એક ત્રણ માળનું મકાન હતું. ત્યાં પુષ્કળ માણસા ચઢયા. સ્વયંસેવકો નકામા થયાં. લાઉડ સ્પીકર બરાબર ચાલતાં નહોતાં. તેથી લાકોએ બૂમાબૂમ શરૂ કરી. વ્યવસ્થાપકો આશ્વાસન દેતા રહ્યા, ‘અમે અડધા કલાકમાં બધી સગવડ કરીએ છીએ. '
સ્ટેડિયમની બહાર હજારો લોકો કે હજારો ગુંડા ભેળા થયેલા. એમણે બહાર જ ઉત્પાત શરૂ કર્યો. એમણે બહાર લાઉડ સ્પીકર મૂકાય એવી માગણી કરી. એમને ય વ્યવસ્થાપકો પાસેથી આશ્વાસન મળ્યું. આઠ વાગ્યા ને ઉપર વીસ મિનિટ થઈ, અને ટિકિટ વગરનાં ટોળાં ને ટોળાં બહારથી અંદર આવવાં લાગ્યાં. પોલીસે અશ્રુવાયુ છેડયો. તે અમારીયે આંખમાં ગયા અને રૂમાલ વડે આંખા લૂછવાનું શરૂ થયું.
તો મેં અંદર લોકો ચૂપ જ. બહાર ગુંડાગીરી ખૂબ જ વધી. પોલીસે લાઠીમાર કર્યો. ગોળીબાર શરૂ કર્યા. ચાર રાઉન્ડ છેાડયા. ગાળીબારમાં ત્રણ મરાયા. ધાંધલ વી. ટિકિટ વગરના મંચની સામે જઈને ઊભા રહ્યા. અમે પૈસા ખર્ચે લા છતાં અમને બરાબર દેખાતું નહતું. પછી તેા ખુરશીના હાથા તોડી મંચ ઉપર ફેંકવાનું શરૂ થયું. એક કલાક થયા તાયે માઈકનું ઠેકાણું ન પડયું. પરિણામે ચારે કોર ધાંધલ જ ધાંધલ ! દસ-સાડા દસ સુધી આવું ચાલ્યું. પણ સાડા દસ પછી પથરા અને ખુરશીઓએ રૌદ્ર રૂપ ધારણ કર્યું. કેટલાકની ખુરશી મંચ સુધી જવાને બદલે નીચે બીજા કોઈ ઉપર પડી અને તે ત્યાં જ બેભાન થઈને પડયો. લોકોમાં જાણે ખુરશી-ફેંકની હરીફાઈ ચાલી હતી.
અને હવે લગભગ પાણાઅગિયારે ગુંડાઓને ગુંડાગીરી કરવાનો ખરો મોકો મળ્યો. માઈકની લાઈન કપાઈ. લાઉડ સ્પીકર બંધ. મંચ ઉપર પથરા ને ખુરશીના ઢગ જામ્યા. એક પછી એક બત્તી બુઝાવા લાગી. બધા લોકો અહીં – તહીં ભાગવા લાગ્યા. એટલામાં અમારી નજીક જ એક બા ફ્ળ ‘ ફટ્ટામા ss ’ ફ્ ્ યા. દસ ફ્ ટ ઉપર જ બીજો ! અમે બંને મિત્રા જુદી જુદી બાજુ છૂટા પડી ગયા. હું ખૂબ જ ગભરાયો. અંદર ફકત રવાના દયનીય સૂર કાને પડવા
હું અગિયાર ને વીસ સુધી અંદર હતો. ગમે તેમ મારગ શોધી બહાર મુખ્ય દરવાજે આવ્યો. બહારના મેદાનમાં મિલિટરી ને પેાલીસ નિષ્ક્રીય બનીને પડી હતી. મુખ્ય દરવાજે મારો ખોવાયેલા મિત્ર મળ્યો. અમે થોડું ચાલ્યા. બહાર ચાર બસ બળી રહી હતી. એક દુધના ડેપો બળતો હતો. આ બધું યાદ કરું છું તે આજેય રૂવા ઊભાં થઈ જાય છે. અમે સ્ટેડિયમ છેાડયા બાદ રાત્રે ત્યાં છેકરીઓની ને સ્ત્રીઓની શી દશા થઈ હશે, તેની કલ્પના થઈ શકતી નથી!
કેટલાક અહેવાલ એવા છે કે ઘણી સ્ત્રીઓએ સરોવરના આશરા લીધા. પણ આ બરાબર નથી. મળેલાં મુડદાંમાં એક પણ મુડદું સ્ત્રીનું નથી મળ્યું. લાસભામાં શ્રી રાજનારાયણે કહ્યું કે બીજે દિવસે ફાટેલી સાડી, બ્લાઉઝ, બ્રેસિઅર્સના ટૂકડા ત્રણ ગાડી ભરી અહીંથી ગયા. બીજા એકે કહ્યું કે એક દુકાનદારને કેટલાક તાકા કાપડ નગ્નાવસ્થામાંની સ્ત્રીઓ અને છેકરીઓને બીજે દિવસે આપવું પડયું. આ બધાં કથનામાં કેટલું સાચું એ તો ભગવાન જ જાણે! ‘ભૂમિપુત્ર’માંથી સાભાર ઉષ્કૃત '
વિશ્વનાથ વિક
સતપ્રેમી તુકારામ
(મે માસ દરમિયાન મિત્રમંડળી સાથે મનાલી જઈને રહેલા શ્રી વિમળાબહેન ઠકાર તરફથી નીચેનો લેખ મળ્યો છે.'
આ દિવસેામાં મહારાષ્ટ્રના વારકરી સમ્રાટ તુકારામના સત્સંગ ચાલી રહ્યો છે. સંતાને માટે તુકારામ કહે છે:
સંતાંચિયે ગાંવી પ્રેમાચા સુકાળ, નાહીં તળમળ દુ:ખલેશ.
સંત જ્યાં નિવાસ કરે છે ત્યાં પ્રેમ લૂંટાય છે. એટલા માટે બેચેની, દુ:ખ અથવા કોઈ પ્રકારના કલેશ ત્યાં પ્રવેશ પામી શકતા નથી.
સંતાંચે ભાજન અમૃતાચે પાન,
કરિતી કીર્તન સર્વકાળ.
સંતોંચા ઉદીમ કીર્તનાચા હાટ,
પ્રેમસુખ સર્વાં દેતી દેતી,
નામના અમૃતનું સર્વદા ભોજન પામનારા અંત નામસંકીર્તનના હાટ માંડીને સૌને પ્રેમસુખ વહે ંચે છે. આ જ એમના એક માત્ર વ્યવસાય હોય છે.
આલિંગને ઘડે મેક્ષ જોડે સાયુજ્યતા,
ઐસા સંતોંચા મહિમા ઝાલી બાલાયાચી સીમા.
સંત જેમને આલિંગન આપે છે, તેઓ મુકત તો થઈ જ જાય છે., સાથે સાથે સાયુજ્ય પણ પામે છે, એવા જેનો મહિમા છે તેમની સામે શબ્દ પેાતાની અશકિત જોઈને મૌન થઈ જાય છે. આવા પરા ભકિત સંપન્ન, હંમેશાં ઉન્મુકત ભાગવતો સાથે મળવા માટે તુકારામ