SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ પ્રભુ જીવન પછી કે હજી આઠ વર્ષ સુધી રાહ જોવાની રહી ? આમ કહીને તેમણે ગાંધીજીને દારૂબંધીના દેવતા બનાવ્યા! પણ એ ગાંધીજીનું સાચું ચિત્ર નથી. હું અન્યાયના હાડોહાડ વિરોધી છું. જ્યાં જ્યાં અન્યાય જોઉં છું ત્યાં હું પડકાર કરું છું. અને ગાંધીજીનું અન્યાય સામે લડનું ચિત્ર જ વધુ આકર્ષક ને પ્રેરક લાગે છે. સમગ્ર દુનિયાના યુવાનોને પ્રેરણા આપે એવી વીરતાભરી ગાંધીજીની લડત હતી. તેઓ જેવા હતા તેવા જ દુનિયાની સામે રજૂ કરો. પ્રત્યેક અન્યાયની સામે અણથક, અણનમ, અને અડગ લડત આપનાર ગાંધીજીનું ચિત્ર જગતના યુવાનો માટે ‘ચે ન્યુએરા' (Che Guera) કરતાંયે વધુ આકર્ષક નીવડશે. આ ચે વ્યુએરાનું આજે યુરોપના યુવાન પર ઘણું આકર્ષણ છે. કાક્સ્ટ્રાના એક સેનાપતિ ચે ગ્યુએરા લેટીન અમેરિકાનાં જંગલામાં લડતા લડતા મરણ પામ્યો. તેનું વીરતાભર્યું ચિત્ર એવી સરસ રીતે રજૂ કરવામાં આવ્યું હતું કે તેના મૃત્યુના સમાચારે અનેક યુવક-યુવતીઓને રડાવ્યાં હતાં. અને હજીયે તેને યાદ કરીને રહે છે. ગાંધીજી વિષે ભારતમાં ઘણું કહેવાય છે, ઘણુ' ઓછું સમજાય છે અને ઓછામાં ઓછું પળાય છે. કદાચ આ ભારતની વિશેષતા છે. આપણે નેતાઓની પૂજા કરીએ છીએ. આપણે ઉપર ઉપરથી જ બધી વાતા વિચારીએ છીએ. એ દુ:ખની વાત છે કે કેટલાક લોકોએ લોકોને નિર્વીર્ય બનાવ્યાને તેમની અહિંસા પર આરોપ મૂકયા છે. આ કેવા ભયંકર આરોપ છે? આપણા દેશને રામમાહન રોય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, વિવેકાનંદ, લાકમાન્ય, અરવિદ બધાયે જાગૃત કર્યો. પણ ગાંધીજીએ તે દેશને ખૂણે ખૂણે ઘેર ઘેર જઈને મુકિતમંત્ર ફરૂકયો, ગાંધીજીએ વાસ્તવમાં એક ભારતના પાયો નાંખ્યો. આજે તો કોઈ મોટો બનાવ બને છે, કર્યાંય ગોળીબાર થાય, ફાના થાય ત્યારે દેશના મેટા નેતાઓ મળે છે અને ઠરાવા પસાર કરે છે અને પછી વાત ભૂલી જાય છે. એવી એકતા આપણે નથી જોઈતી. ગાંધીજીમાં સિંહની વીરતા હતી, કદાચ કાઠિયાવાડમાં સિંહથી નજીક રહીને તેમનામાં એ આવી હશે. વાતાવરણ પણ અસર કરે છે. ભારતમાં ૧૯૨૦ના ઓગસ્ટમાં તેમણે આ શબ્દોમાં તેમની અહિંસાની રજૂઆત કરી હતી: "I would risk violence a thousand times rather than emasculation of the race. I would rather have India resort to arms to defend her honour than that she should die in a cowardice manner or remain a helpless victim to her dishonour." આમ ગાંધીજીએ કહ્યું હતું કે અહિંસાથી સામને! ન થાય તો હિંસાથી લડો, પણ રણમાંથી ભાગા નહીં. નેફામાં આપણે નબળાઈ દેખાડી, અને કેટલાકો આપણી નબળાઈના ઢાંકણ તરીકે અહિંસાના ઉપયોગ કરે છે. ગાંધીજીએ તે વીરની અહિંસા ઉપદેશી હતી. જે ઉપરના ટાંચણથી સિદ્ધ થાય છે. મને તે એમ થાય છે કે બંધારણને વફાદાર રહેવાના સાળંદ લેવાને બદલે બધા જ પ્રધાનો ને સંસદસભ્યોએ આ જાહેરાતને જ વફાદાર રહેવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. આ પંકિતએમાં રાજધર્મ છે એમ ગાંધીજીએ કહ્યું હતું. આજે ચારેબાજુ સંકટના ભય છે, દેશનું શું થશે તેની ખબર નથી. આ દેશ બચશે? તેનું સાર્વભૌમત્વ અખંડ રહેશે? એક રાષ્ટ્ર રહેશે ? મુકત પ્રજાના દેશ આ દેશ રહેશે ? આ બધી વાતાની શંકા છે. દરેક વાતનો ભય છે. ખુદ લોકશાહી જોખમમાં છે. ભેાપાળ, લખનૌ, પટના ને ચંડીગઢમાં લોકશાહીને નામે શું થઈ રહ્યું છે? જ્ઞાતિને નામે, ધર્મને નામે, ભાષાને નામે ભયાનક તોફાનો ઠેર ઠેર થઈ રહ્યાં છે. ગાંધીજી કહેતા કે ભારત કોઈ પણ સત્તાજૂથથી નહીં દોરવાય. પણ ભારતના સરસેનાપતિની નિયુકિતમાં સુદ્ધાં એક સત્તાએ રસ તા. ૧૬-૬-૬૯ લીધા હતા, જો કે તે પોતાની પસંદગીની વ્યકિતની નિમણૂકમાં સફળ ન રહી. ૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઑગસ્ટે લશ્કરી પરેડ થાય છે. લાલ કિલ્લા પરથી ધ્વજવંદન વેળા આપણે તટસ્થ નીતિની મોટી મોટી જાહેરાતો કરીએ છીએ. પણ વખત આવ્યે ભારતના અવાજ જાણે ગુંગળાતો હોય તેમ લાગે છે. નાના દેશ પર મોટા દેશનું આક્રમણ થાય, છતાં મેં તેને આપણે નિષેધ નથી કરી શકતા. ઝેકોસ્લાવેકિયા પર રશિયાએ નિર્લજજ આક્રમણ કર્યું ત્યારે આપણે વિરોધ ન કરી શકયા. આજે યે ૩૩ ટકા જેટલાં ગામાને પાણીની નિશ્ચિત વ્યવસ્થા નથી. આઝાદી મળ્યાને ૨૦ વર્ષ પછીયે આ હાલત છે. ગાળેલા પાણીની વાત નથી કરતા, સાદું પાણીયે નથી મળતું. આવી નાની નાની બાબતા દેશને પરેશાન કરી રહી છે. દેશની મુકિત, તેની એકતા ને તેનું સાર્વભૌમત્વ ખતરામાં છે. તે ઉગારી શકે એવા કોઈ નવા મહાત્મા અત્યારે તો જણાતા નથી. સત્તાશીલ નેતાઓને દેશની પડી નથી. ૧૯૭૨ પછી દેશનું શું થશે તેના કરતાં તેમનું શું થશે તેની તેમને ફિકર છે. ગાંધીજીનું જીવન ને અંત ગ્રીક કરુણાંતિકાને બરાબર મળતાં આવે છે. તેઓ જીવનભર પ્રેમ, સમભાવ ને કરુણાના ઉપદેશ દેતા રહ્યા, છતાં તેઓ ધિક્કારનો ભોગ બન્યા, ઈતિહાસને પાને તે ગાંધીજીનું નામ અમર રહેશે. લાંબી જીવનયાત્રામાં માનવી જ્યારે થાકશે કે ભૂલ કરશે અને જ્યારે અણખેડયા સાગરો ખેડવા તે બહાર પડશે ત્યારે ગાંધીજી તેને માટે આશાની દીવાદાંડી બની રહેશે. આજે ચારેકોર અંધારું ને નિરાશા જણાય છે. ત્યારે તેમનામાંથી પ્રેરણા લઈએ. તેમને તે નાનામાં નાના માનવીને હિમાલયથી યે ઊંચા બનાવવા હતા. તેમણે આજે આપણાં માથાં ઊંચાં કર્યા છે. તેમનામાંથી પ્રેરણા લા. આપણે દેશના પડકારોને પહોંચી વળીશું. નાથ હૈ પૂરવણી (વ્યાખ્યાન પૂરું થયા બાદ નીચે મુજબ સવાલ-જવાબ થયા હતા.) સવાલ : પ્રદેશવાદ અંગે તમે શું ધારો છે? જવાબ : ભારતમાં જે જન્મ્યા હોય તેને આ દેશ છે. આ વાતનો પ્રચાર કરો. અધૂરી રાષ્ટ્રીય ક્રાંતિ ( ઈનકમ્પ્લીટ નૅશનલ રેવાલ્યુશન ) પૂરી કરવી છે. અધૂરી સામાજિક ક્રાંતિ ( ઈનકમ્પ્લીટ સોશ્યલ રેવોલ્યુશન ) પૂરી કરવી છે. મને એ વાતની ખબર છે કે ચીનાએ ૭૦ કરોડ છે, પાકિસ્તાની સાડા બાર કરોડ છે, પણ ભારતીઓ કેટલા છે તેની મને ખબર નથી. હા, મહારાષ્ટ્રીયન કેટલા છે તે હું જાણું છું, ગુજરાતીઓ કેટલા છે તેની ખબર છે, કન્નડ ને પંજાબીની ખબર છે, પણ આ બધું જવું જોઈએ. જે ભારતમાં જન્મ્યા હોય તે ભારતના જ છે – તેમ જ બનવું જોઈએ. તેને માટે કામ કરીએ તો જ નવું ભારત બનશે. દિલ્હીમાં કે લાલકિલ્લામાં તે નથી બનવાનું. આપણા મકાનમાંથી જ તે બની શકે. મીઝે ને નાગ લોકો પણ મારા દેશના જ નાગરિકો છે. તેમને બેયોનેટોથી દેશભકતો ન બનાવી શકાય. પ્રેમથી જ વિશ્વાસ જીતવા જોઈએ. ભૂતકાળ ભૂલા એમ ગાંધીજી કહેતા હતા. આ કોઈ પાર્ટી કે વ્યકિતનું નહીં, સૌકોઈનું કામ છે. સવાલ : તમે ભાષાવાર રાજ્યો દૂર કરાવવા મથશા? 4 જવાબ : હું ભાષાવાર રાજ્યામાં માનું છું. એવાં રાજ્ય કે જેઓ બધાં મળીને એક ભારતનું સર્જન કરતાં હોય. ગાંધીજીઅ એવાં જ ભાષાવાદ રાજ્યો કર્યાં હતાં. માતૃભાષા પ્રત્યેનો પ્રેમ એટલે બીજી ભાષાને દ્વેષ નહીં. એ રીતે જોઉં તો હું મરાઠો છું પણ ૧/૧૬ ભાગના, એવી જ રીતે ૧/૧૬ સિંધી છું, ૧/૧૬ ગુજરાતી છું. એમ ૧૬ ભાગ મળીને હું સંપૂર્ણપણે ભારતીય છું. મને જ્ઞાનેશ્વરી ગમે છે, પુરંદરદાસ પણ ગમે છે. બધાના મને ગર્વ છે. ભારતના ભાષાવાદના અન્યાયો દૂર કરવાની જરૂર છે.
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy