SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન st લેખના ઝોક આદિવાસીઓ માંસાહારી છે તે કારણે તેમને કોઈ. રીતે ઉતારી પાડવાને નહિ પણ ધર્મના નામે તે શિવરાત્રીના રોજ બકરાં - મરઘાંની જે બેસુમાર કતલ કરી રહ્યા છે તેની ભયંકરતા અને તેમાં રહેલું જંગલીપણું જનસમાજના ધ્યાન ઉપર લાવવાના છે અને એમાં મૂળ લેખકે કે મેં કોઈ દોષ કર્યો હોય એમ મને લાગતું નથી. આપણે ત્યાં મંદિરોમાં નારીયેળ કે અન્ય ખાદ્ય પદાર્થો દેવને ધરાવીને પછી તેને પ્રસાદ ગણીને ઉપયોગમાં લેવાય છે એમાં અને આ દશ્યમાં કશે! ફરક નથી એમ તમે જણાવે છે એ મને કબૂલ નથી. દેવને આવા ખાદ્યપદાર્થો ધરવાનો કોઈ અર્થ છે કે નહિ તે જુદો પ્રશ્ન છે, પણ જે પાછળ કોઈ પ્રાણહરણ નથી, ક્રૂરતા નથી, મરઘાની કે બકરાની પ્રાણાન્તક ચીચીયારીએ નથી એવી ચીજો ધરવી અને જાણે કે નાનું કતલખાનું ઊભું કર્યું હોય એ રીતે પાંચ પાંચ હજારનાં માથાં વધેરીને ધરવા એ બેમાં કશો ફરક નથી એમ કેમ કહેવાય ? તમે એમ કહેા છે કે તેઓ માંસાહારી છે તેથી પોતાના દેવદેવીઓ સમક્ષ પેાતાની ખારાકીની ચીજો ધરે એ સ્વાભાવિક છે. આ ન જ કહેવાય. આમ સ્વાભાવિક છે એથી યોગ્ય છે એમ કરવાથી ધર્મ થાય છે—આવી તેમની માન્યતા પાછળ કેવળ અજ્ઞાન છે, વહેમ છે અને આ આખી પ્રક્રિયાનું દષ્ય કોઈ પણ જોનારના દિલમાં ધૃણા પેદા કરે તેવું છે. ભગવાન બુદ્ધે યજ્ઞામાં બિલ આપવા માટે લઈ જવાતા ઘેટાના બચ્ચાને ઉપાડી લીધું અને આવા બલિદાનના વિરોધ કર્યો ત્યારે તેમના વિરોધ માંસાહાર સામે નહાતા, પણ ધર્મના નામે કરવામાં આવતી આવી હિંસા સામે હતા. તેમનું એમ કહેવું હતું કે તમે ખાવા માટે પશુને મારો તે હું સમજી શકું છું, પણ યજ્ઞનિમિત્તે પશુને મારવાથી ધર્મ થાય છે એ મારા સમજવામાં આવતું નથી. આજે આ પ્રકારના યજ્ઞા થવા લગભગ બંધ થયા છે. અનેક દેવદેવીઓ સમક્ષ અપાતાં પશુઓનાં બલિદાનો પણ કાયદાકાનૂનથી અથવા તો અંદર અંદરની સમજુતીથી બંધ થયા છે. એવી જ રીતે શિવરાત્રીના રોજ ધર્મના નામે ચાલતી આ બકરાં મરઘાંની સામૂહિક કતલ બંધ થવી ઘટે. આમ સૂચવવામાં તેમનાં આનંદ - મનાર જનને હુ કોઈ અંશમાં ચૂંટવી લેવા માગતા નથી, પણ આવી કતલ કરવામાં દેવામાં ન આવે તે તેમને આનંદ જ ન મળે એમ માની લેવાને હું તૈયાર નથી. આનંદના બીજા અનેક પ્રકારો યોજી તેમ જ વિચારી શકાય છે. અલબત્ત, આ માટે માત્ર કાનૂની ઉપાયથી સંતાષ માની લેવા એ પૂરતું નથી. આ પ્રતિબંધના તેમની પાસે સ્વીકાર કરાવવા હોય તો તેમની પાસે જઈને, તેમની વચ્ચે વસીને તેમને સમજાવવું જોઈએ, તેમના દિલમાં સુષુપ્ત એવી કરુણાને જાગૃત કરવી જોઈએ. તમારા પત્રના અન્તમાં તમે એવી દલીલ કરી છે કે જ્યાં આવા બીનમાંસાહારીઓની બહુમતી હોય ત્યાં જાહેર પશુવધની મનાઈ કરવી યોગ્ય છે પણ આ જે વિસ્તારનું વર્ણન કરવામાં આવ્યું છે તે તો આખો આદિવાસી વિસ્તાર છે અને તેએ તે સૌ કોઈ માંસાહારી છે. આના જવાબમાં જણાવવાનું કે આ વિસ્તાર આખરે ગુજરાતનો એક ભાગ છે અને ગુજરાતમાં બિનમાંસાહારીઓની બહુમતી છે તે આવા ગુજરાતમાં કોઈ પણ સ્થળે મહાશિવરાત્રી જેવા પવિત્ર દિવસે દેવીનાં મંદિર આગળ આટલા મોટા પાયાની કતલ ચાલ્યા કરે તે ચલાવી લેવાય જ નહિ. તા. ૧૬-૬-૧૯ છતાં તમારા દિલમાં ધર્મના નામે ચાલતા ઢગલાબંધ પશુઓની આ કતલ સામે કોઈ દર્દી નથી એ મારા માટે આશ્ચર્યને વિષય છે. આ બાબત અંગેનું મારું તીવ્ર સંવેદન મારા જૈન ઉછેરને આભારી છે એમ તમે જણાવા છે. એ જેને આભારી હોય તે અહિં પ્રસ્તુત નથી, પણ તેનાં મૂળમાં કરુણાવૃત્તિ-પ્રેરિત દિલનું દર્દ છે. ગાંધીજી સામે આ ઘટના આવી હોત તો તેમનું પણ આ જ પ્રકારનું ઉગ્ર સંવેદન હોત અને આલ્બર્ટ સ્વાઈત્ઝર સમક્ષ આ હિ સાતાંડવની વિગતો રજૂ કરવામાં આવી હોત. તે તેમના દિલના આવિષ્કાર પણ આવા જ ઉગ્ર હોત. આપણે બધાં લગભગ એક સંસ્કારમાં અને એક જ સભ્યતાની અસર નીચે ઉછર્યા છીએ, એમ અહિં એ સ્પષ્ટ કર્યું કે આ આદિવાસીઓ અંગે કોઈ આકરો શબ્દ વપરાઈ ગયા હોય તે પણ તેમના વિષે મારા દિલમાં કરુણા સિવાય બીજો કોઈ ભાવ છે જ નહિ. તેમના માટે ‘જંગલી ' શબ્દ વાપર્યા હોય તો પણ તેમનું આ કાર્ય મને જંગલી જેવું લાગે છે માટે, પણ તેમની કોઈ અવમાનના કરવા માટે નહિ. તેમના દિલને કોઈ જીતી લે અને તેમાં કરુણાવૃત્તિને જાગૃત કરે તે ધર્મના નામે થતા આવા પશુવધથી તો તેઓ જરૂર અટકે એવી મારી શ્રદ્ધા છે, વસ્તુત: આવા કોઈ પુરુષાર્થનો અભાવ એ કારણે જ આ હિંસાનું ઘોર તાંડવ આજ સુધી ચાલી રહ્યું છે. એટલા સ્નેહાંકિત પરમાનંદ તા. કે. આ પત્ર પૂરો કરૂ તે પહેલાં ગામડાના લોકોમાં—ખાસ કરીને આદિવાસીઓમાં મોટા ભાગે પ્રચલિત એવી એક પ્રથાનું સ્મરણ થાય છે. આ લોકો કોઈ પણ ગામના ચોગાનમાં અવારનવાર એકઠા થાય છે અને કુકડા વચ્ચે યોજવામાં આવેલી લડાઈ માણતા હાય છે. આ માટે ખાસ તૈયાર કરવામાં આવેલા કુકડાઆના નહાર સાથે લેાઢાની ધારદાર સાયો બાંધવામાં આવે છે અને પછી તેમને સામસામા લડતા કરવામાં આવે છે. સાંભળવા મુજબ ઘણીવાર આ કુકડાઓને મસ્ત બનાવવા માટે દારૂ પણ પાવામાં આવે છે. કુકડા સામસામા લડે છે અને એકમેકને લાહી લુહાણ કરી નાખે છે અને એકઠા થયેલા લોકો આ બધું માજથી માણે છે. તમે કહેશે કે એમાં શું ખોટું છે? ભલેને કુકડા લડે અને મરે પણ લોકોને આથી આનંદ મળે છે તે તેમાં શું વાંધા છે? મને લાગે છે કે પ્રાણીઓને રીબાતા જોવામાં આનંદ અનુભવવા એ જંગલીપણાની નિશાની છે અને તેથી આવી કુકડાબાજીની અટકાયત કાનૂનથી તેમ જ સમજાવટથી થવી જોઈએ. આવી જ રીતે સુધરેલા ગણાતા લોકોમાં જાનવરોની સાઠમારી યોજાય છે અને જનતા આવી સાઠમારીને માજથી માણે છે. માનવતા એટલે જીવા પ્રત્યે દયા અને કરુણા હોય તો આવી વૃત્તિ મારી સમજણ મુજબ માનવતાની વિરોધી છે. આવી જ રીતે સ્પેનમાં વર્ષોથી ચાલતી આવેલી આખલાએની સાઠમારી છે. આ રમતમાં આખલા-આખલાને લડાવવામાં આવે છે અથવા તો અલમસ્ત આખલાને તેનો પાલક જે માતેદાર’ કહેવાય છેતે એક જાડી ચાદરના આવરણ નીચે છરાના ઘા ઉપર ઘા મારીને તેને વીંધી નાખે છે અને આખરે લોહીલુહાણ થઈને જમીન ઉપર ભાંગી પડે છે. આ જોવા હજારો માણસા દેશ પરદેશથી સ્પેન આવે છે અને સ્પેનની સરકારને તેની લાખા રૂપિયાની આવક થાય છે. આ તા સુધરેલા કહેવાતા લોકોના આનંદમેળો છે. આમ છતાં આ ઉજવણીને કેવળ જંગલી સિવાય બીજા કયા વિશેષણથી વર્ણવી શકાય? અલબત્ત મરઘાના દ્વ દ્વયુદ્ધમાં કે આખલાની ઉપર જણાવેલી સાઠમારીમાં ધર્મના નામના ઉપયોગ કરવામાં આવતા નથી, પણ એમાં કોઈ શક નથી કે આ બધી પ્રક્રિયા પાછળ માણસમાં રહેલા પશુ જ નગ્નાકારે બહાર આવે છે અને માનવતાને કલંકિત બનાવે છે. શું આવી ગતિવિધિના આપણે વિરોધ કરવા ન જોઈએ? તે અટકાવવા માટે આપણે સૂર ઉઠાવવા ન જોઈએ? અને એ રીતે જો તેઓ આનંદ માણતા હોય તો ભલેને તેઓ એ રીતે આનંદ માણે એમ વિચારીને તથા કહીને આ બધા સામે માત્ર સ્થિતપ્રજ્ઞના પરમાનંદ ભાવ ધારણ કરવા જોઈએ ? વિષયસૂચિ શિવરાત્રીના આ મેળા–એક ચર્ચા ગાંધીજી અને રાષ્ટ્રીય એકતા રવિન્દ્ર સરોવર ઘટના : એક આંખા દેખા હાલ. સંતપ્રેમી તુકારામ સમાજ સાપેક્ષ ધર્મ વિચાર પરમાનંદ નાથ હૈ પૃષ્ઠ ૩૫ ૩૭ ૩૯ વિશ્વના વિકે વિમલા ઠકાર ૩૯ પરમાનંદ ४० એક સુવર્ણ વિચાર ડૉ. ઝાકિરહુસેન ૪૧ આચાર્ય રજનીશજીની કામમાંથી રામની યાત્રા ઈશ્વર પેટલીકર ૪૩
SR No.525954
Book TitlePrabuddha Jivan 1969 Year 30 Ank 17 to 24 and Year 31 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1969
Total Pages286
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy