________________
Regd, No. M H, 117 વાર્ષિક લવાજમ રૂા. ૭
प्रबद्ध भवन
શ્રી મુંબઇ જૈન યુવક સંઘનુ પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા
પ્રબુદ્ધ જૈન”નું નવસંસ્કરણુ વર્ષ ૩૧ : અંક ૪
મુંબઇ, જુન ૧૬, ૧૯૬૯, સામવાર પરદેશ માટે શલિંગ ૧૫
તંત્રી
✩
“શિવરાત્રીના
તા. ૧૬-૩-૬૯ના પ્રબુદ્ધ જીવનમાં ‘શિવરાત્રિને આ મેળા’– એ મથાળા નીચે ‘સંદેશ ’ પત્રમાંથી એક લેખ ઉધૃત કરવામાં અવ્યા હતા અને તે લેખમાં, ભરૂચ જિલ્લામાં આવેલા સાગબારા તાલુકામાં આશરે ૨૦૦૦ ફીટની ઉંચાઈએ દેવમોગરા નામના ડુંગર ઉપર શિવરાત્રિના દિવસે આશરે ૧૦,૦૦૦ માણસાના મેળા જામે છે અને પાંડરા માતા સમક્ષ આશરે ૨૦૦૦ જેટલાં બકરાં અને 3000 જેટલાં મરઘા ધર્મના નામે વધેરાય છે- એ આખા કરુણ દષ્યનું વર્ણન કરવામાં આવ્યું હતું અને એ લેખ ઉપર મારી એક ટૂંકી નોંધ હતી. આ વાંચીને અમદાવાદથી આદિવાસી સંશોધન અને તાલીમકેન્દ્રના નિયામક શ્રી વિમલ શાહે તા. ૨૬-૫-૬૯ના રોજ લખેલા પત્રમાં તેમના દિલમાં પેદા થયેલું સંવેદન રજૂ કર્યું છે. શ્રી વિમલ શાહને હું ઘણા વર્ષથી તેમના સંશોધનપૂર્ણ પુસ્તક ‘વેલની તપાસ’ના કારણે જાણું છું,અને તે કારણે તેમના વિષે મને ઊંડો આદર છે અને તેથી તેમના આવા પત્રનું મારે મન ઘણું મહત્ત્વ છે. આમ છતાં તેમના પ્રસ્તુત સંવેદન સાથે હું મળતા થતા નથી. પ્રબુદ્ધ જીવન”ના વાચકોને ચિન્તનની થેાડી સામગ્રી મળશે એમ ધારીને તેમને એ પત્ર અને મારો ઉત્તર નીચે ક્રમસર પ્રગટ કરૂ છું. -પરમાણંદ
શ્રી વિમળભાઇ શાહના પત્ર
પરમાનંદ કુંવરજી કાપડિયા
આ મેળે....’” : એક ચર્ચા
અમદાવાદ, તા. ૨૬-૫-૧૯
મુ. પરમાનંદભાઈ,
તા. ૧૬-૩-૯૯ ના ‘પ્રબુદ્ધ જીવન’માં ‘શિવરાત્રિનો આ મેળા” એ નામના એક લેખ ‘સંદેશ' માંથી તમે તમારી નોંધ સાથે ઉતાર્યા છે. લેખના લેખકે અને તમે જૈન ધર્મના દૃઢ સંસ્કારને કારણે આ પ્રસંગ જોઈ વાંચી ભારે આઘાત અનુભવ્યો છે એ સ્પષ્ટપણે જોઈ શકાય છે. તમારી બંનેની આ પ્રકારની લાગણી મને તન સ્વાભાવિક લાગે છે. પરંતુ આ લાગણીના દબાણ નીચે લેખકે તેમના લેખમાં એવી કેટલીક વાતો લખી છે અને આદિવાસીઓ માટે એવાં કેટલાંક વિશેષણો વાપર્યા છે જે તે પ્રજાને અન્યાયકર્તા લાગે છે, અને તમારી નોંધ પણ એમાં સૂર પુરાવતી હોય એવું જણાય છે.
જે પ્રજાએ માંસાહારને પોતાના ખોરાકનો અગત્યના ભાગ ગણ્યો છે તે પ્રજાને માટે આ પ્રકારની ઉત્સવ ઉજવણી તદ્ન સ્વાભાવિક ન ગણાવી જોઈએ? આપણે માંસાહાર ન કરતા હોઈએ તેથી તે આપણને અસ્વાભાવિક લાગે તે સાચું, પણ જેને માટે માંસાહારના નિષેધ નથી તેને માટે તેમાં અસ્વાભાવિક જેવું શું છે? લેખકે પોતે જ સરખામણીમાં જણાવ્યું છે તેમ આપણા મંદિરોમાં નારીએળ કે અન્ય ખોરાકી પદાર્થો દેવને ધરાવી પછી તેના પ્રસાદ ઉપયોગમાં લેવાય છે તેવું જ આ પણ નથી? આપણા મંદિરોમાં ઉત્સવ પ્રસંગે
જે દશ્યો જોવા મળે છે તેનાથી આ દશ્ય કેવી રીતે જુદું પડે છે તે સમજવું બાકી રહે છે. ત્યાં પણ લોકો બાધા પુરી કરવા આવતા હોય છે, અને તેની પૂર્તિરૂપે દેવને ખોરાકી પદાર્થો ભેટરૂપે ધરાવતા હોય છે. ફેર માત્ર એટલો જ છે કે માંસાહાર કરનારા લોકો પશુનો ભાગ દેવને ધરાવે છે જ્યારે તેમાં ન માનનારા લોકો અન્ય ખોરાકી ચીજોના ભાગ ધરાવે છે. બેની માન્યતામાં કે વર્તનમાં આ સિવાય બીજો કોઈ ફરક નથી. તે પછી આદિવાસી લોકો અન્ય પ્રજા કરતાં વધારે અંધાદ્ધાળુ કે વધારે વહેમી કેમ ગણાય? અને તેમના આ પ્રકારના વર્તન માટે આપણે વિશેષ શરમ અનુભવવાનું શું કારણ? પશુનો વધ હજુ અત્યાર સુધી બીનઆદિવાસી એવી ઘણી હિંદુ જ્ઞાતિ)માં પ્રચલિત હતો અને હજુ આજે પણ કેટલીક જ્ઞાતિઓમાં પ્રચલિત છે. કલકત્તાના દુર્ગા મંદિરના પાડાવધ વિષે આપણે સૌ જાણીએ છીએ. આ સંદર્ભમાં જોઈએ તો આખો લેખ આદિવાસી પ્રજાને ભારે અન્યાય કરનારો જણાય છે. લેખક શ્વેતે બીનમાંસાહારી હોઈ તેમને આખા દધ્યે ભારે આઘાત પહોંચાડયા, અને એ આઘાતના દબાણ નીચે તેમણે આ લેખ લખી નાંખ્યો પણ તેમા તે સ્વસ્થતા ચૂકી ગયા છે, અને આખી પ્રજાને અન્યાય કરી બેઠા છે. આવા પ્રસંગોને ઘણી સ્વસ્થતાથી જોનારા તમે પણ આ પ્રસંગે બીનમાંસાહારી હોવાને કારણે તથા દૃઢ જૈન સંસ્કારોને કારણે તે લેખની નબળાઈ બતાવવાને બદલે તે લેખનું સમર્થન કરતાં જણાયા તેથી મને જે આશ્ચર્ય થયું તે વ્યકત કરવા પૂરતો આ પત્ર લખ્યો છે. આખી એક કરતું આપણે કંઈ લખતા પહેલાં વધારે સાવધાની રાખીએ એ મને આપણા અત્યારના સંજોગો જોતાં વધારે ઈચ્છનીય લાગે છે. તેમાં કંઈ અયોગ્ય હોય તો તે તરફ ધ્યાન ખેંચવા વિનંતિ છે
પ્રજાન અન્યાય
આ લખ્યા પછી એક બીજો મુદ્દો પણ ધ્યાનમાં આવે છે. બીનમાંસાહારી પ્રજાની જયાં બહુમતી હોય તેવા પ્રદેશામાં જાહેર પશુવધની મનાઈ કરવામાં આવે એની પાછળની ભૂમિકા સમજી શકાય છે. પરંતુ આ જે વિસ્તારનું વર્ણન કરવામાં આવ્યું છે તે તે આખા આદિવાસી વિસ્તાર છે, જ્યાં બીનમાંસાહારી લોકો શોધ્યા પણ જડે તેમ નથી. તેવા વિસ્તારોમાં જાહેર પશુવધને કારણે કોમી લાગણીઓ દુભાવવાનો સવાલ ઊભા થાય છે તે હું સમજી શકતો નથી. વિમલ શાહ
શ્રી પરમાનંદભાઇને પ્રત્યુત્તર પ્રિય વિમળભાઈ,
તમારો તા. ૨૬-૫-૬૯ નો પત્ર મળ્યો. ‘પ્રબુદ્ધ જીવન’ તમારી જેવા આટલી બધી ઝીણવટથી વાંચે છે તે જોઈને મને એક પ્રકારને
આનંદ થયો.
તા. ૧૬-૩-૬૯ ના ‘પ્રબુદ્ધ જીવન’માં પ્રગટ થયેલ ‘શિવરાત્રીના આ મેળા' એ મથાળાના લેખ ઉપર તમે જે કાંઈ લખ્યું તે વાંચ્યું. અને એ લેખ પણ હું ફરી જોઈ ગયો અને એમ છતાં મૂળ લેખમાં કે તે ઉપરની મારી નોંધમાં મને ખાસ વાંધાપડનું એવું કશું જણાયું નથી. આખા