________________
ર
પ્રભુ જીવન
શિવ ખાતેની મંદિર પ્રતિષ્ઠા પાછળ
જૈનોની જાહોજલાલીનું વિવેકહીન પ્રદર્શન
શિવ ખાતે તાજેતરમાં બંધાયેલ એક નવા જિનમંદિરની પ્રતિષ્ઠા અને ત્યાં પધરાવવામાં આવેલા જિનબિંબાની અંજનશલાકા અને પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી. આ બન્ને નિમિત્તાને અનુલક્ષીને તા. ૧૧-૫-૬૯ થી તા. ૨૩-૫-૬૯ સુધી એમ ૧૩ દિવસના એક ભરચક કાર્યક્રમ ગેાઠવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રારંભથી અન્ત સુધી લાગલગાટ મેટા પાયા ઉપરના જમણવારો કરવામાં આવ્યા હતા. આ જમણવારો લગભગ આખા દિવસ ચાલતા હતા અને આશરે પાંચ હજારથી માંડીને કોઈ કોઈ દિવસ પંદર હજારની સંખ્યામાં ભાઈ- બહેને અને બાળકો જમતાં હતાં. આ પ્રસંગે ઈન્દ્ર-ઈન્દ્રાણીના નાટકી વરઘોડાઓ કાઢવામાં આવ્યા હતા. આ મહોત્સવ પાછળ આશરે ત્રણ ચાર લાખ રૂપિયાના વ્યય કરવામાં આવ્યો હતો, જુદા જુદા પ્રસંગો અને નિમિત્તે આગળ ધરીને ઉછામણીએ દ્વારા હજારો રૂપિયાની આવક દેવદ્રવ્ય ખાતે જમે કરવામાં આવી હતી. શકય તેટલા ઠાઠમાઠ, લોકોની ભીડ અને રાત્રે કરવામાં આવતી રોશનીની ઝાકઝમાળથી આખા વિભાગ લગભગ એક પખવાડીયા સુધી ધમધમી ઊઠ્યા હતા.
થી
પ્રવર્તી
આ દેશમાં ભાગ્યે જ એવા મહિના જાય છે કે જ્યારે દેશમાં એક યા બીજા પ્રકારની આફત ઊતરી આવતી ન હોય. બનાસકાંઠામાં અને રાજસ્થાનના અમુક વિભાગમાં કારમા દુષ્કાળ રહ્યો છે અને અકાળે જાનવરો અને માણસો ભૂખે મરે છે. તાજેતરમાં કુદરતી વાવાઝોડાએ આંધ્ર પ્રદેશ ઉપર કલ્પી ન શકાય એવા કાળા કેર વર્તાવ્યો છે. બીજી બાજુએ જમણવારા અને મહાત્સવ પાછળ લખલૂટ ખરચ થઈ રહ્યો છે અને જાહેાજલાલીનાં વિવેકહીન પ્રદર્શનો થઈ રહ્યા છે, જાણે કે બન્ને વિભાગ વચ્ચે કોઈ પરસ્પર સંબંધ જ ન હોય! આવા આંધળા અમર્યાદ દ્રવ્યવ્યય માટે જવાબદાર કોણ? આ માટે જવાબદાર એ ધર્માચાર્યો છે, જેમની પ્રેરણા અને માર્ગદર્શન નીચે આવા વિવેકહીન જલસા નિર્માણ થાય છે અને એટલા જ જવાબદાર સ્થાનિક સંઘના આગેવાન નિમંત્રકો છે કે જે તે તે આચાર્યોની આગેવાનીને વશ થઈને કલ્પનામાં ન આવે એવાં આ પ્રકારનાં આડંબરવાળાં ધાર્મિક આયોજનો કરે છે. આ બન્નેને સામાન્ય ભાળા સમુદાય અનુસરે છે અને સામાન્ય જનતાની ચાલુ ભીંસ અને પારિવનાની હાડમારીઓની જાણે કે મશ્કરી કરતા હોય એવા સમારંભા ધર્મના નામે ઉજવાય છે. આમ જનતા ઉપર આના કેવા આધાત પ્રત્યાઘાતો પડે છે તેને તો કોઈ વિચાર જ કરતું નથી. આ એક પ્રકારની ઉડાવગીરી જ છે. અને સામાન્ય જનતાની આંખમાં આ બધું કણાની માફ્ક ખૂંચે છે.
કોઈ એમ નથી કહેતું કે મંદિરની પ્રતિષ્ઠા જેવા પ્રસંગ હોય તો તેને અનુરૂપ મહોત્સવ જેવું કશું જ ન કરો. પણ આપણે જે કાંઈ કરીએ તેમાં વિવેક, પ્રમાણબુદ્ધિ, મર્યાદા અને સામયિક પરિસ્થિતિના પૂરો ખ્યાલ હોવા જોઈએ. એમ ન કરીએ તો અન્ય સમાજના આપણે હાંસીપાત્ર બનીએ. સમય પણ આપણી આવી ઉડાવગીરીને સહન કરી શકતા નથી અને તેનું યોગ્ય પ્રાયશ્ચિત કરાવ્યા વિના રહેતા નથી. શાણા ગણાતો સમાજ જો શાણપણ ગુમાવી બેસશે તો પછી શાણપણના પાઠ કોણ કોને શિખવશે ?
જૈન સમાજમાં ચાલી રહેલું અંધશ્રાદ્ધાનું તાંડવઃ પંડિત બેચરદાસના પુણ્યપ્રકોપ
અમદાવાદથી પંડિત બેચરદાસ જીવરાજ દોશી તરફથી તા. ૨૧-૫-૬૯ ના પત્ર મળ્યા છે, તેમાં પેાતાના અંગત સમાચાર આપ્યા બાદ તેમ જ આચાર્ય રજનીશજી પાછળ—તેમની મધુર
તા. ૧-૬-૧૯
મેરલી પાછળ–મારી જેવા વિવેકી અને પ્રાજ્ઞ માણસ કેમ ખેંચાઈ ગયા તે વિષે આશ્ચર્ય વ્યકત કર્યા બાદ આજે જૈન સમાજમાં જે અંધશ્રાદ્ધાનું તાંડવ ચાલી રહ્યું છે તેનો ઉલ્લેખ કરતાં તેઓ જણાવે છે કે:
“હમણા તા. ૧૭-૫-૬૯ ના “જૈન માં છેલ્લા પાને કેટલાક ભાઈઓ શિલાઓની પૂજા કરી રહ્યા છે તેને લગતી છબીઓ પ્રગટ થઈ છે, આ છબીઓ જોઈને અને એક ફોટામાં એક જૈન વેશવાળી વ્યકિત બેઠી છે એ જોઈને ભારે આશ્ચર્ય થયું અને વિચાર આવ્યો કે જ્યાં ‘પ્રબુદ્ધ જીવન’ની હાક વાગતી હોય ત્યાં આવું તુત કેમ ચાલતું હશે? આપણા લોકો કર્યાં સુધી શિલાઓની પૂજા કર્યા કરશે? કર્યાં સુધી ઈન્દ્ર—ઈન્દ્રાણી થવાનાં નાટકો ભજવ્યા કરશે ? કર્યાં સુધી ગ્રહાની અને દિપાળાની તથા ઘંટાકર્ણ મહાવીર વગેરેની પૂજા કર્યા કરશે? જે ઈન્દ્ર - ઈન્દ્રાણી વા ગ્રહો કે દિક્પાળા વગેરે કલ્પનામાંથી પેદા થયેલ છે તેમની પૂજાથી પ્રજાને કોઈ લાભ ખરો? અને મુનિવેશધારી એ પૂજાના એજેંટો બનતા રહે છે એ પણ મુનિવેશને શાભતું નથી એમ નથી લાગતું? અત્યાર સુધી અનેક વાર ગ્રહોની તથા દિક્પાળાની પૂજા કરી કરાવી. કોઈ દિક્પાળ કે ગ્રહ પૂજા કરનારની પાસે આવ્યો ખરો? એક તરફ એ મુનિવેશધારીઓ જ કહે છે કે મિથ્યાદષ્ટિ દેવોની પૂજા ન કરવી અને બીજી બાજુ એ જ મહાશયો બ્રાહ્મણાની જેમ ગ્રહો વગેરેના એજન્ટો બની તેમની પૂજા કરાવે છે તે શું એ ગ્રહો તથા દિક્પાળે! સમ્યગ્ષ્ટિ જૈન છે? જો સમ્યગ દષ્ટિ હોય તે આપણને આનંદ કે ઉપર પણ તેઓ જૈન ધર્મ ફેલાવે છે. ભલેને આ દેશમાં તેમનો હ્રાસ થયા હાય !!! આવાં કાલ્પનિક ન્રુતા કયાં સુધી ચાલવા દેશે? તમારી લેખિનીના પુણ્યપ્રકોપ તે બાબત જરૂર પ્રગટ થવા જોઇએ.
“જૈન સમાજમાં વિદ્યાના ભારે હ્રાસ છે તથા બેકારી તે સમગ્ર દેશમાં છે. એટલે એની અસર પણ જૈન ભાઈ – બહેનોને થાય જ, એટલે આવા શિલાપૂજા જેવા કામમાં ધનનો વ્યય કરનાર ભાઈ બહેનેા પેાતાના સમાજ વિશેષ વિદ્યાવંત થાય અને સમાજમાં એક પણ ભાઈ બહેન બેકારીની પીડાથી ન પીડાય એ અંગે ધ્યાન રાખી ધનનો વ્યય કરે અને એ બન્ને કામ સધાય પછી જ આખા દેશનું જે પ્રત્યક્ષ કષ્ટ છે તેનું નિવારણ કરવા લક્ષ્ય આપે એવી તેમને મારી વિનંતિ કોણ પહોંચાડે? જૈન મુનિએ બહુ મોટા પંડિતા હોય છે અને વ્યાખ્યાનમાં લોકોનાં માથાં ડોલાવે એ રીતે લોકર'જનકુશળ પણ હોય છે. છતાં તેઓ આવા શિલાપૂજન વા ગ્રહપૂજન વા દિપાળપૂજન તથા હોમહવનોમાં કેમ ફસાયા ? જે કામ પહેલાં લાભી બ્રાહ્મણો ઈન્દ્રના કે ગ્રહોના એજન્ટો બની કરતાં તે જ કામ આ પાંચ મહાવ્રતધારી મુનિએ શી રીતે કરાવતા હશે?
“શાસ્ત્રમાં જણાવેલ છે કે શાસ્ત્રમાં બે જાતની ભાષા વપરાયેલ છે: એક તા સત્ય ભાષા અને બીજી સત્ય નહિ અને અસત્ય નહિ એવી ભાષા એટલે વ્યવહારભાષા, જેમાં અતિશયોકિત અમર્યાદ હોય છે અને ફલાદેશ પણ પાર વગરના હોય છે. આ વ્યવહારભાષાને વ્યાખ્યાતા મુનિપંડિતો બરાબર સમજી શકયા જણાતા નથી અને તેથી જ તેઓ એ જાહેરખબરી આકર્ષક ભાષાને પરમાર્થમાં ગણી લોકોને ભુલાવામાં નાખે છે, અને પોતે પણ ભુલાવામાં પડે છે. જેમ કે નવકાર - મહામંત્ર ઉચ્ચાટન, સ્તંભન, મોહન, વશીકરણ વગેરેને કરનાર છે. કયાં વીતરાગ અને પવિત્ર પુરુષોનું સ્મરણ અને કર્યાં ઉચ્ચાટન, સ્તંભન અને વશીકરણ વગેરે? બીજો દાખલો ભગવાન મહાવીર કે આદિનાથ ભગવાન વગેરે સિદ્ધાચળ ઉપર આવ્યા અને સમેાસર્યા હતા. શ્રી આદીશ્વર ને ભગવાન મહાવીરનું પ્રાચીન ચરિત્ર શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમ તથા શ્રી હરિભદ્ર સૂરિએ લખેલ છે. તેમાં આ બન્ને તીર્થંકરો સૌરાષ્ટ્રમાં આવ્યાની નોંધ નથી. તે તેઓ સિદ્ધાચળ શી રીતે આવ્યા? અસત્યા - અમૃષા ભાષા વિશેષત: લોકાર્ષક અને એક પ્રકા૨ે જાહેરખબરની ગરજ
10
p