________________
તા. ૧-૬-૧૯
પ્રબુદ્ધ જીવન
ચારા
ગુનૌતીકામવતી હૈ? શું શાસ્ત્રને પડકાર આપી શકાય છે?
(ગતાંકથી ચાલુ)
શાસ્ત્રના નામે – - હવે આગળ કહેલી વિજ્ઞાનની વાત ઉપર હું આવું. ઉપર મેં જે શાસ્ત્રની વ્યાખ્યા કરી તે ઉપરથી ફલિત થાય છે કે શાસ્ત્ર પણ એક વિજ્ઞાન છે. તે પછી વિજ્ઞાન વિજ્ઞાનને કેવી રીતે પડકાર ફેંકી શકે અથવા તેને અસત્ય ઠરાવી શકે? જે સત્ય સત્યને કાપે તે તે સત્ય જ નથી એમ સજવવું. આજે જે શાસ્ત્રો સામે વિજ્ઞાને પડકાર ફેંકી રહ્યું છે તે ખરું જોતાં શાસ્ત્ર જ નથી. શાસ્ત્રને નામે મનાતા આવતા ગ્રન્થ અથવા પુસ્તકો છે. પછી તે જૈન આગમ હોય, સ્મૃતિ પુરાણ હોય કે બાઈબલ હોય, પણ પ્રાચીન કે અર્વાચીન કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા અને માન્ય નથી. આંખો મીંચીને લેઈ પણ વસ્તુને સત્ય તરીકે સ્વીકારી લેવી તે મને માન્ય નથી. કોઈ પણ ચિન્તકને પણ માન્ય ન જ હોય.
જે શાસ્ત્રો દ્વારા ધર્મના નામે પશુહિંસા અને નરબલિને પ્રચાર થયે, જેણે માનવ - માનવ વચ્ચે નફરતની દીવાલ ઊભી કરી, માનવજાતિનું જ એક અંગ જે શુદ્રો તેને જીવિત રમશાન કહ્યા, નારીને નરકની ખાણ કહી, આવા વર્ગ સંઘર્ષ, જાતિ વિષ અને સાંપ્રદાયિક ધૃણાના બીજ વાવતા હોય, તેને શાસ્ત્ર કેવી રીતે કહેવા? તેમાં આત્મબોધની કોઈ ઝલક હોય છે ખરી ?
જેમ શાસ્ત્રોના નામે આવી બેહુદી વાત કહેવામાં આવી, તેવી જ રીતે ભૂગોળ - ખગોળની બાબતમાં પણ અનેક વિચિત્ર અને અસંબદ્ધ કલપનાઓ ઊભી કરવામાં આવી, પૃથ્વી, ચન્દ્ર, સૂર્ય વગેરે વિષે ખૂબ મનહર વાત મૂકવામાં આવી, પણ તે વાતને આજના પ્રત્યક્ષ અનુભવ સાથે કોઈ સંબંધ બેસતો નથી. એમ લાગે છે કે એવી ધારણા એ યુગમાં ખૂબ પ્રચલિત હશે, અને અનુમાનના આધાર પર તે ધારણાએ પરંપરાગત ચાલી આવી હશે. તે આવી માન્યતાઓને શાસ્ત્રનું રૂપ કેવી રીતે આપી શકાય? મધ્યકાળમાં કોઈ વિદ્રાને સંસ્કૃત કે પ્રાકૃત ભાષામાં કોઈ ગ્રંથમાં આવી વાત લખી, અથવા તો કોઈ શાસ્ત્રમાં પિતાનું નામ આપ્યા વગર આવી વાતે. પ્રક્ષિપ્ત કરી દીધી, તેથી શું તેને ભગવાનની વાણી કહીને શિરોધાર્ય કરી લેવી ?
ઉત્તરકાલીન સંકલન મુતિ, પુરાણ, મહાભારત, ગીતા વગેરે ગન્થોને ધાર્મિક માનસ ભગવાનની વાણી માને છે. તે બધું આજે ખેટું પુરવાર થઈ છે. મહાભારત કે જે વ્યાસમુનિના મુખમાંથી નીકળેલું મનાય છે તે શરૂઆતમાં તે પાંડવોના વિજ્યનું વર્ણન કરતે ‘જ્ય’ નામે . એક ઈતિહાસગ્રંથ હ. ઈ. સ. પૂર્વે ૧૭૬માં એનું બીજું સંસ્કરણ થયું ત્યારે તેનું નામ “ભારત રાખવામાં આવ્યું. ઘણા લાંબા સમય બાદ અનેક પ્રક્ષિપ્ત અંશે ઉમેરાતાં ઉમેરાતાં તે મહાભારત બની ગયું. આજની ગીતા શું ખરેખર કુરૂક્ષેત્રમાં શ્રી કૃષ્ણ અર્જુનને કરેલ ઉપેદેશ છે કે યુદ્ધ બાદ કોઈ વિદ્વાને તેને પરિવિધિત કરેલી છે? મનુસ્મૃતિ કે જે માનવધર્મશાસ્ત્ર કહેવાય છે તે કયા મનની વાણી છે? તથ્ય આજે ઈતિહાસથી છાનું રહ્યું નથી. આ ધર્મગ્રંથોમાં અનેક સુંદર અંશ છે અને સાંપ્રદાયિક દૃષ્ટિએ હું તેનો વિરોધ નથી કરતે, પણ મધ્યકાળમાં જે વિદ્વાનોએ લખ્યું અથવા તો કોઈ શાસ્ત્રમાં પ્રક્ષિપ્ત કર્યું તેને ધર્મશાસ્ત્ર માની ન બેસીએ એટલું જ મારું કહેવું છે.
ઉત્તરકાળમાં આગની સંકલના સત્ય સંબંધમાં વિશેષ ચિન્તન કરવામાં હું પૂર્વગ્રહથી 'બંધાયેલ નથી રહેતું. સદા મુકત અને સ્વતંત્ર ચિત્તનને હું પક્ષપાતી છું. એટલે જે વાત વૈદિક ગ્રી માટે મેં કહી તેવી જ વાત જૈન ગ્રંથ માટે કહેવામાં મને સંકોચ નથી. પ્રત્યેક ધર્મપરંપરામાં
સમય સમય પર પરિવર્તન આવ્યો કરે છે અને તેમાં મળ હકીકતની સાથે ઘણું બધું ગલત પણ ઉમેરાયું હોય છે. દાખલા તરીકે જન આગમોમાં નંદીસુત્ર પણ એક આગમ મનાય છે. ખરી રીતે ભગવાન મહાવીર પછી ઘણા લાંબા સમયે તેની સાંકલના થઈ છે. અને તે સમયના દેશકાળને અનુસરી તેમાં ઘણું ઉમેરાયું છે, પણ આપણે તેને કે જે મહાવીર પછી હજાર વર્ષે રચાયું તેને ભગવાનની વાણી ગણીએ છીએ. તેજ પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્ર, દશવૈકાલિક સૂત્ર વગેરે સૂત્રો વિશે છે. એ સુત્રામાં ઘણું જીવનપર્શી છે, પરંતુ તે સીધી ભગવાનની વાગ્ધારા નથી એ નિશ્ચિત છે.
આમ ઘણી ઉત્તરકાલીન સંકલનાઓને પ્રમાણભૂત માનવામાં આવે છે, કેમકે અંગ સાહિત્યમાં તે તે નામ છે અને અંગ સાહિત્ય ભગવાનની વાણી ગણાય છે. પણ આ તર્ક કરવાથી જે સત્ય સ્થિતિ છે તે છુપી રહી શકતી નથી. ભગવતીસૂત્ર કે જે એક વિશાળકાય ગ્રંથ છે તેમાં મહાવીરના મુખે એમ કહેવડાવવું ‘r govar” એ ક્યાં ઈતિહાસ સાથે સુસંગત થશે? પ્રજ્ઞાપના, રાયપણી, ઉવવાઈનાં ઉદ્ધરણો ભગવાન મહાવીર પોતાના મુખે કેવી રીતે કહી શકે? કેમકે તે સંકલનાઓ તે ભગવાન મહાવીર પછી ઘણાં વર્ષો બાદ થઈ છે.
આ તર્કનું સમાધાન એમ કરવામાં આવે છે કે પછીના વિદ્રાને અને આચાર્યોએ સંક્ષિપ્ત રૂચિના કારણે સ્થાને સ્થાન પર એવો ઉલ્લેખ કર્યો છે, જે આચાર્યોએ આ પ્રમાણે આગમોમાં સંક્ષિપ્તકરણના નામે હસ્તક્ષેપ કર્યો. તે પછી એમ પણ કેમ ન માનીએ કે તે જ પ્રમાણે કયાંક કયાંક મૂળ કરતાં ઘણું વધારી પણ દીધું હોય? ભલે આચાર્યોએ તે પ્રભુભકિત અને શ્રુતની મહત્તા વધારવા કર્યું હોય, આશય શુદ્ધ હોય, પણ જેમ સંક્ષિપ્ત કરવું સંભવિત છે તેમ તેમાં વધારો કરવો તે પણ અસંભવિત નથી.
ભૂગોળ ખગળ મહાવીરની વાણી નથી એ સર્વસંમત વાત છે કે મૌખિક પરંપરા અને સ્મૃતિ--દૌર્બલ્યના કારણે ઘણું લુપ્ત થઈ ગયું હતું. તે જયારે શાસ્ત્રો પુસ્તકારૂઢ થયા ત્યારે તે સમયમાં સર્વસાધારણ પ્રચલિત વાત આગમાં કેમ ઉમેરવામાં ન આવી હોય? મારી તે દઢ માન્યતા છે કે આમ બનવું સંભવિત છે. એ યુગમાં ભૂગોળ, ખગોળ, ગ્રહ, નક્ષત્ર, નદી, પર્વત, વગેરે સંબંધમાં કેટલીક માન્યતાઓ પ્રચલિત હતી. કેટલીક વાતો તો ભારતની બહાર ઈસ્લામ અને ખ્રીસ્તી ધર્મગ્રન્થમાં પણ કયાંક કયાંક સાંસ્કૃતિક સુધારાઓ કરીને ઉલિખિત છે. એ બતાવે છે કે કેટલીક . ધારણાઓ સર્વસામાન્ય હતી. એ યુગમાં પરીક્ષણ કરવામાં કોઈ સાધન
નહોતાં. એટલે બધી વાતને સત્ય માની લેવામાં આવી અને શાસ્ત્રો સાથે જોડાઈ ગઈ. પણ આ બધી વાતોને મહાવીરના નામે વર્ણવવી તે શું ઉચિત છે? જ્યારે અમેરિકી વિજ્ઞાનીઓ પ્રત્યક્ષ જોઈને આવ્યા કે ચાંદ્રકમાં વેરાન પહાડો અને ઊંડા ખાડાઓ સિવાય કંઈ નથી ત્યારે હજી પણ આપણે માન્ય કરવું કે ત્યાં દેવદેવીઓ વિમાન વગેરે છે? એ કેટલું અસંગત છે? એ સર્વજ્ઞાની વાણી કેવી રીતે હોઈ શકે? જે ગંગા આદિ નદીઓનું ઇંચે ઈંચ માપ કાઢવામાં આવ્યું છે તેને આજે પણ લાખ માઇલ લાંબી પહોળી કહેવી તે સર્વજ્ઞતાનો ઉપહાસ નથી !
આજે આપણે યથાર્થતાની ભૂમિકા ઉપર ઊભા રહી સત્યનું મૂલ્યાંકન કરવાનું છે. મહાવીરનાં વચન કયા છે અને ઉત્તરકાલીન સંક્લનાએ કઇ છે તેને ભેદ જો નહિ પાડીએ, શાસ્ત્રને અક્ષરેઅક્ષર મહાવીરનું વચન છે એવી માન્યતાની સંકુચિતતા રાખશું તો મહાવીરની સર્વજ્ઞતા અપ્રમાણિત ઠરશે. મહાવીર સર્વજ્ઞ હતા જ એ જે આપણે સત્ય ઠરાવવું હોય તો શાસ્ત્રો અને ઉત્તરકાલીન સંકલનાએનો વિવેકપૂર્વક અભ્યાસ કરી ભેદ પાડવો જ રહ્યો.
શાસ્ત્રોનું સંશોધન કરવું જ પડશે કોઇ એમ પૂછી શકે કે મહાવીરની વાણી ઉપર પણ સંશોધન કરનારા તમે કોણ? તમને શું આ અધિકાર છે? હું કહું છું આપણે ભગવાન મહાવીરની વાર છીએ. એમનું ગૌરવ આપણા મનમાં પૂરેપૂરું સમાયું છે, તે ભગવાનની અપભ્રાજના થાય તે આપણે. કઇ રીતે સહન કરી શકીએ? આપણે કોઇ કાળે એમ માની શકવાના નથી કે ભગવાન અસત્ય પ્રરૂપણા કરે. આજે જે વચને પ્રત્યક્ષ રીતે અસત્ય પૂરવાર થઈ રહ્યા છે તે ભગવાનનાં વચન હોઈ જ