________________
૨૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૬-૬૯
ખાસ કાંઈ જટિલ પણ નથી, પરંતુ ખરી વાત તો એ છે કે આપણને સીને છુપી બીક છે કે કુનીને સાચી રીતે સમજવા જઇશું તો અંતે તે આપણે જે ઉઘાડા પડવાના. એનામાં જે મૂળભૂત તત્ત્વFundamental Elements—હતા, હજી પણ છે, એને તો આપણે આપણા સદ્ગુણો ગણીને વહાલ કરીએ છીએ. એના દ્વારા આપણે ઉઘાડા પડીએ એ કરતાં, એના ગુના માટે એને સજા કરવાનું આપણને વધુ સરળ લાગે છે. પછી એને ભૂલી જવા આપણે સ્વતંત્ર છીએ. આવું વળી બીજું કોઇ અનિષ્ટ બને ત્યારે વળી જોઈ લેવાશે.... પરંતુ હું કહું છું કે છોકરો પોતાની ભૂલને સમજી શકે તેમ આપણે પણ આપણી જાતને તેમ જ તેને સમજી શકીએ એ માટે તેને જીવવા દેવો જોઇએ. આપણે આશા રાખીએ કે એને ગુને આપણને કાંઈક શીખવે.”
જજે આપેલા ચુકાદામાં કુની બાળગુનેગાર થશે. પેસિલ્વીઆમાં કેમ્પ હીલ ઉપર રાજ્ય તરફથી ચાલતી બાળકોને સુધારવાની સંરથામાં એ ૨૧ વર્ષનું થાય ત્યાં સુધી રહેવાની તેને સજા થઇ.
આ ન્યાયસંગત પ્રખર ચુકાદો હૉલ્ટના માર્મિક વિધાનને જ આભારી હતો. આ પત્રના પ્રસિદ્ધ થયા પછી અનેક માબાપના રાંખ્યાબંધ પત્રો દૈલ્ટ પર આવ્યા. કેટલાક તેને જરા પણ ન સમજી શકયા અને “અવ્યવહારૂ પિતા' કહીને તેને ધિક્કાર્યો, તે જેમણે તેની આટલી ઊંડી અને ઉદાર ઈષ્ટિ માટે પ્રશંસા કરી તેમાંથી પણ કેટલીક તેની દલીલોને પૂરેપૂરી તે ન જ સમજી શકયા.
કહે છે, “આધુનિક માનસશાસ્ત્રના અભ્યાસ પછી મારા વિચાર પરિપકવ થયા છે. આપણા સૌમાં સારા અને ખરાબ તત્ત્વનું મિશ્રણ છે. એટલે ગુનેગાર લોકો, કાયદાનું પાલન કરનાર લોકો કરતાં વધારે દુષ્ટ જંગલી રાક્ષસ જેવા છે એમ માનવાનું નથી. એમાં યે ૧૫ વર્ષની વય સુધી તે નહીં જ.”
જિદગીભરના ચિત્તનના પરિણામે હોલ્ટ આવા નિર્ણય ઉપર આવી શકયે હતે. અમેરિકામાં સ્થાયી થયેલા પરદેશી માબાપને હોલ્ટ પુત્ર હતો. નવમાસની ઉંમરે પિતાનું મૃત્યુ થતાં દસ વાની ઉંમર સુધી તેણે પિતાના મોસાળ રીગામાં ગાળ્યા હતા, જ્યાં તેની માતાને અનુવાદક અને પત્રકાર તરીકેને વ્યવસાય હાથ ધર્યો હતો. ૧૯૩૯ માં હોલ્ટ ફરી માતા સાથે પોતાના દેશ (અમેરિકા) પાછો ફર્યો. નૌકાદળમાં બે વરસ ઇલેકટ્રોનિક ટેકનિશિયન તરીકે કામગીરી બજાવતાં પહેલાં તેણે કિશોરાવસ્થા બોડિંગ સ્કૂલમાં ગાળી હતી. આ શાળાને અભ્યાસ કરનારા એ વખતના થોડા વિદ્યાર્થી
મને તે એક હતો. હાર્વર્ડ યુનિવર્સિટીને ગ્રેજ્યુએટ થયા પછી તેણે M.I. T. ની માસ્ટર ડિગ્રી મેળવી.
યુવાવસ્થા સુધી તેને ઉછેર યૂરોપિયન બે થયો હતો. બેડિંગ સ્કૂલમાં શિસ્ત અને આજ્ઞાપાલનના કડક વાતાવરણમાં રહ્યા પછી હોલ્ટે નિશ્ચય કરી લીધું હતું કે પોતાના સંતાનને તે કદી એ રીતે ઉછેરશે નહીં. તે માનો કે સુખી ગૃહજીવનને પાયો આનંદ અને પ્રસરતી વાતાવરણ છે. ૧૯૫૩ માં તેણે ટાટાઈના સાથે લગ્ન કર્યું જે પતિની સાચી મિત્ર બની શકે તેટલી સમજુ હતી.
હૈલ્ટ જણાવે છે, “બંકી પર જાતીય આક્રમણ કર્યા પછી કુનીને પોતાની જાત પર ધિક્કાર આવ્યું અને દુનિયામાં કયાંય પિતાનું સ્થાન હોય તેમ તેને ન લાગ્યું. મેં તે મારાં બાળકોને એ શીખવવા પ્રયાસ કર્યો છે કે સાચા ખેટા વિષેની પણ આપણી ગણતરીઓ હોય છે. કોઈ કામ ખાટું થઈ ગયું એથી બાળકો માબાપના વાત્સલ્યના અધિકારી નથી રહેતા એમ ન માનવું જોઈએ.”
તે ૧૯૫૯ જૂનની ૫ મી તારીખે જે બન્યું તે સંક્ષેપમાં આ છે. દીદ અનુભવને અંતે દઢ થયેલા એક માનવીના મંતવ્યોની આકરી કસોટી થઈ અને તે માનવી અને તેનાં મંતવ્ય અણનમ અને અફર રહ્યા.
અનુવાદક : સી. શારદાબહેન શાહ
રાજસ્થાનમાં પ્રકૃતિને ભીષણ પ્રપઃ
પાણીની કઠિન સમસ્યા રાજસ્થાનના અકાલગ્રસ્ત ક્ષેત્રમાં બિમારીથી થતા મૃત્યુના સમાચાર સાંભળીને ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્ર પોતાના કાર્યકર્તાઓને ત્યાંની પરિસ્થિતિ જોઈને રાહત કાર્ય વ્યાપક બનાવવા માટે મોકલ્યા. શ્રી. છોટુભાઈ કામદાર, દાદા ધામણસ્કર તથા કલ્યાણ કેન્દ્રના મંત્રી શ્રી ગિષભદાસજી રાંકાએ રાજસ્થાનના અત્યંત અકાલ પીડિત ક્ષેત્રને વ્યાપક પ્રવાસ કર્યો. તેઓ જોધપુર, બાડમેર અને બિકાનેર જિલ્લામાં ઘુમ્યા. આ સમયે સૌથી અધિક કઠિન પરિસ્થિતિ બાડમેર અને જેસલમેરની જોવા મળી, ત્યાર બાદ જોધપુરના ફલેદી, સીંચન, શેરગઢ, અને બિકાનેર તથા પૂગલ અને કોલાયત ભાગની છે.
સૌથી કઠિન સમસ્યા પાણીની છે. એક તો પહેલેથી પાણી ઘણુ ઊંડું; ઘણા વર્ષોથી પાણી આવે, ન આવે; જ્યાં ગરમી - ઘણી, ત્યાં પાણીની આવશ્યકતા પણ વધારે, પરંતુ અહીં તે વ્યકિત
દીઠ બે ગેલન પાણી મળવું પણ ભાગ્યની વાત છે. કેટલીક જગ્યાએ તે ૫૦ - ૫૦ માઈલથી પાણી પહોંચાડવામાં આવે છે.
રેતાળ પ્રદેશમાં આવવા જવાના સાધનોમાં પણ પ્રતિકૂળતા માલુમ પડે છે. કેટલાંક સ્થળોએ, ઊંટ, જીપ કે ટ્રક દ્વારા પાણી પહોંચાચાડવાનું કામ ખર્ચાલું હોવા ઉપરાંત પૂરું પાણી પહોંચાડી શકાનું નથી. પ્રતિનિધિમંડળે જોયું કે લેબરકેમ્પમાં પાણી સંગ્રહ ડામરના ડ્રમમાં કરવામાં આવે છે. ઝાડ વિનાના રણની ધગધગતી ગરમીમાં ડામર પણ તેમાં પિગળી જાય તેવી સ્થિતિ છે. કેટલાંક સ્થળોએ ઈન્દિરાજીના આગમન નિમિત્તે ગેલ્વેનાઈઝડ પીપે પહોંચ્યા છે. થેડી ઝાઝી માત્રામાં આ કારણે બિમારીને પ્રકોપ થાય તે સ્વાભાવિક છે. ત્યાં ગ્રેટું એન્ટ્રાઈટિસ, કોલેરા, ટાઈફેડ, નિમેનિયા, દેવી, ઓરી તથા રતીંથી જેવા રોગે મુખ્યત્વે થાય છે. જેસલમેર, બાડમેરના પ્રદેશમાં તથા બાડમેરમાં જે પ્રકોપ છે તેના એક સ્થાનની પરિસ્થિતિનો કંઈક અંદાજ આવી શકે તેમ છે. લખા ક્ષેત્રમાં અધિકૃત રૂપે ૧૨૯ મોત પાછલા મહિનામાં દર્શાવાયેલ છે. તે કેમ્પમાં ઢેબરભાઈ ગયા. ત્યાં તેઓએ જોયું કે એક પરિવારની ૯ વ્યકિતએ મરણ પામી હતી અને દશમી તાવમાં તરફડી રહી હતી. તેની મા રોતા રોતા બોલી, ‘આને બચાવો’ ત્યાં એક ૧૮ વર્ષની યુવતીને ગર્ભપાત થઈ ગયું અને આંખની જ્યોતિ પણ જતી રહી.
જ્યારે મહાવીર કલ્યાણ કેન્દ્રના મંત્રી શ્રી. રાંકાજી તેમને મળ્યા ત્યારે તેમણે તેને તથા અનસૂયાદેવી બજાજને ત્યાંની કરુણ પરિસ્થિતિને ચિતાર આપીને રાંકાજીને તુરત જ કંઈક કરવા વિનંતિ કરી. આ પરથી મહાવીર કલ્યાણ કેન્દ્ર દ્વારા જેસલમેરથી ૮૦ તંબુ, દાકતર, દવા, વગેરે તુરત મેકલવાનું કહેવામાં આવ્યું. રાજસ્થાન રિલીફ સોસાયટીએ રાંકાજીને ૮૦ ગુણી ખાજ મોકલાવી. ત્યાં સવા મહિને નાથી કારણવશાત મજૂરી મળી નહોતી. તેથી નાગપુરથી આવેલ ડાગાજી અને ડા. મુંગલિયા આદિએ દવાઓ ઉપરાંત ૨૦ ગુણી બાજરો અને કપડાં વહેંચ્યા.
બાડમેર - મારવાડ રીલીફ સોસાયટી સારુ કામ કરી રહી છે. સરકાર પણ દાકતરો અને દવાઓનો પ્રબંધ કરી રહી છે, પરંતુ વ્યાપક ક્ષેત્ર, આવવા જવાની પ્રતિકુળતા જોઈને તેમ જ અધિક કામ કર'વાની જરૂરિયાત સમજીને મહાવીર કલ્યાણ કેન્દ્ર તથા રાજસ્થાન રિલીફ સોસાયટીએ અભાવગ્રસ્ત ક્ષેત્રોને નીચે મુજબ સુવિધા આપવાનો નિશ્ચય કર્યો છે અને ત્રણ જિલ્લામાં દશ કેન્દ્રો સ્થાપિત કર્યા છે. સેવાભાવી સંસ્થાઓ અને કાર્યકર્તાઓને વિનંતિ કરવામાં આવે છે કે તેઓ નીચે મુજબ સહાયતા આ ક્ષેત્રોમાં પહોંચાડવામાં સહયોગ આપે :
૧. સંપૂર્ણ રાજસ્થાનમાં એલેપથી, આયુર્વેદિક તથા હોમિપેથી જેટલી દવાઓની જરૂરત હોય તેની પૂર્તિ કરવામાં આવે;
૨. આમલી, ગેળ, મગફળી અને શેકેલા ચણાના અર્ધા કિલોના પેકેટ દર સપ્તાહ લેબર કેમ્પમાં પહોંચવામાં આવે. '
૩. જેટલા માટલાની જરૂરિયાત હોય તે પૂરા પાડવામાં આવે.
૪. વિસ્થાપિતોને પડતર કિંમતે અનાજ આપવા માટે આવશ્યક ખંજી આપવામાં આવે
ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્ર
ન માને
| ત