________________
*
પ્રભુ જીવન
બાળકના ખૂનીને તેણે માફી આપી’
પેાતાના
(માથા સાટે માથું લેવાની વેરવૃત્તિ રાખવાને બદલે પેાતાની જ પુત્રીના ખૂનીને ક્ષમા આપવાનો આગ્રહ રાખનાર એક માનવીના ઉમદા ચારિત્ર્ય અને ઊંડી સમજના પરિચય કરાવતી નીચે આપેલી કથા ‘કોરોનેટ’'ના ૧૯૬૦ મે માસના અંકમાં પ્રસિદ્ધ થયેલ સત્ય ઘટનાના ગુજરાતી અનુવાદ છે. તંત્રી)
૧૯૫૯ જૂનની પાંચમી તારીખે ફિલાડેલ્ફીઆની એક શેરીમાં અસ્વસ્થ એનૅટૅાલ હાલ્ટ આખી રાત આમથી તેમ આંટા મારી રહ્યો હતા. સવારે છ વાગે તેની નજરે છાપું પડયું ને તેણે મથાળુ “ ૧૫ વર્ષના એક કિશૅરે સાડા ત્રણ વર્ષની છેકરીનું કરેલું વાંચ્યું. ખૂન.” આ સમાચારની વધુ વિગતમાં ઊતરવાની હાલ્ટને જરૂર નહોતી; કારણ કે મરનાર છે.કરી તેની પાતાની જ પુત્રી હતી.
આગલા દિવસે બપેારના ત્રણેક વાગે નાનકડી બકી, ફ્લિાડેલ્ફીઆની વાયવ્ય બાજુ વૃક્ષાચ્છાદિત રુરલ લેઇન પર આવેલા પેાતાના ઘરમાંથી રમતાં રમતાં બહાર નીકળી ગઇ. રૅમિગ્ટન રૅન્ડ જેવી કંપનીમાં કામ કરતા તેના ૩૧ વર્ષના બુદ્ધિશાળી પિતાને પેન્સિલ્વીઆ યુનિવર્સિટીએ ખાસ આગ્રહ કરી પેાતાને ત્યાં ગણિતના પ્રાધ્યાપક તરીકે કામ કરવા આમંત્રણ આપ્યું હતું. ભંકી બહાર ચાલી ગઇ ત્યારે તેના પિતા યુનિવર્સિટીની ઑફિસમાં હતા અને ૩૨ વર્ષની તેની સુંદર દેખાવડી માતા ટાટાઇના હાલ્ટ એ વખતે તેની બીજી બે પુત્રીઓ – પાંચ વર્ષની ડેનિયલ અને છ માસની મીલા – સાથે ઘરમાં હતી.
ઘર બહાર જતાં જ તફાની બંકીની નજર પોતાના ઘરથી થોડે દુર રહેતાં કુની કુટુંબના કૂતરા પર ગઇ. રસોડામાં કૂતરાને જતા જૉઇ બાલસહજ કુતુહલથી બંકી પણ તેની પાછળ પાછળ ગઈ.
૧૫ વર્ષના એડવર્ડ કુની એ વખતે રસાડામાં હતા. સેન્ટ જોસેફ કેથાલીક સ્કૂલના આ તેજસ્વી વિદ્યાર્થીએ પોતાના સુંદર દેખાવ અનેં સુઘડ રીતભાત માટે ‘મોડેલ બાય’ તરીકે નામના મેળવી હતી. કૂતરા સાથે રમી રહેલી છે.કરીને તે ઘડી ભર નિહાળી રહ્યો, અનૅ અગાઉ કદી ન અનુભવી હોય તેવી જાતીય સંબંધ ભાગવવાની વૃત્તિ તેનામાં ઉભરાઇ આવી.
જ્યારે બંકીએ પ્રતિકાર કર્યો ત્યારે કુનીને પોતે શું કરી રહ્યો છે તેનો ખ્યાલ આવ્યો. આ વાત છેકરી કયાંક જાહેર કરી દેશે એ બીકે તે ખૂબ ગભરાઇ ગયો ને છેકરીને નીચે ભંડારિયામાં લઇ જઇ ગુંગળાવી મારી નાખી અને શબને રમકડાંની પેટીમાં સંતાડી દીધું.
બંકી પાછી ન ફરતાં તેના માબાપે તેને શોધવા જે દોડધામ કરી તેમાં કુની પણ ભળ્યા. ગમે તેમ કરીને તેણે સાંજ તે પસાર કરી અને તે દિવસે છેક મેડેથી પાદરી પાસે જઇ તેણે પેાતાના ગુનાના એાર કર્યો. બધી હકીકત સાંભળ્યા પછી પાદરીએ જવાબ આપ્યો, ‘તારે જે કરવાનું છે તે તે તું જાણે છે,' અને રાતના દસ વાગે કુની ડિટેકટીવને બંકીના શબ પાસે લઇ ગયો.
પેાતાની પુત્રીનું ખૂન થયા પછી ટાટાઇનાએ સ્વસ્થતા જાળવી ઊંઘવા ઘણી કોશિશ કરી. પેાતે ધીરજ ગુમાવી રડારોળ કરી મૂકે તો તેની અસર બીજાં બાળકો પર ઘણી ખરાબ પડે એટલું સમજવા જેટલી તે શાણી હતી. ભૂતકાળમાં તેના રશિયન દાદાએ આપેલી શિખામણ તેને યાદ આવી, જીવનમાં કટોકટીની પળે ગભરાયા સિવાય કાંઇક પ્રવૃત્તિમાં મન પરોવવું જોઇએ.' અત્યારે સૂઇ જવું એ એની ફરજ હતી અને કામ તે જે બાકી રહ્યું હતું તે અતિ દર્દભર્યું હતું.
પરંતુ હાલ્ટને ઊંઘ હરામ થઇ ગઇ હતી. ઊંઘવાની ગેાળીની પણ જ્યારે કાંઇ અસર ન થઇ ત્યારે તે ઘર બહાર આંટા મારવા નીકળી પડયો. છાપામાં સમાચાર વાંચ્યા પછી બનેલા બનાવ પર
તા. ૧-૬-૬૯
વિચાર કરતા તે કયાંય સુધી તંદ્રાવસ્થામાં રહ્યો. વેદનાની તીવ્રતા ઘટતાં પેાતાને જે કરવાનું હતું તેનો એકદમ તેને ખ્યાલ આવ્યો.
ઘેર આવી, કાગળ-પેન લઇ તેણે લખવાની શરૂઆત કરી, * ફિલાડેલ્ફીઆના વહાલા નાગરિકો,' અને વ્યથાપૂર્ણ હૃદયે ૧૩૦૦ શબ્દોનો પત્ર લખ્યો જે તે જ દિવસે સાંજે ‘ઇવનિંગ બુલેટીન' માં પ્રસિદ્ધ થયો. હાલ્ટનું આ લખાણ સૌ કોઇ સમજી શકે તેટલું સીધું, સરળ નહાતું, પરંતુ તે અત્યંત હૃદયસ્પર્શી હતું, કારણ કે તેમાં તેણે પોતાની જ પુત્રીના ખૂનીને યોગ્ય રીતે સમજવાની અને તેના પ્રત્યે હમદર્દી બતાવવાની દર્દભરી અપીલ કરી હતી.
4
પત્રના આરંભમાં તેણે લખ્યું, ‘વેદનાભર્યા ભારે હૈયે અત્યારે પરોઢિયે આપ સૌને હું આ લખી રહ્યો છું. ગઇ કાલે જૂનની ૪ થીની સાંજે, કુદરતે મને જે અમૂલ્ય ભેટ આપી હતી તેને હું ખાઇ બેઠો છું. પ્રેમ અને પવિત્રતાના પ્રતીક સમી મારી સાડા ત્રણ વર્ષની માસૂમ બાળકી હજી તો કળીમાંથી પુષ્પ પાંગરી પેાતાના પમરાટ ફેલાવે તે પહેલાં તે એણે ચિર વિદાય લીધી! આ બાળકીમાં અસાધારણ પવિત્રતા અને ચેતના હતી. તેનામાં જીવનની પ્રાણમયતા ઉભરાતી હતી. આ જ કારણે તે જે કોઇના પરિચયમાં આવતી તેના ચિત્તને તે આકર્ષ્યા વિના રહેતી નહિ. તેના આ ખાસ ગુણાના હું એટલા માટે ઉલ્લેખ કરું છું કે તેના સંબંધમાં શું બન્યું તે યથાસ્વરૂપે સમજવા માટે આ જાણકારી જરૂરી છે.
“આ પત્ર લખવાનો ઉદ્દેશ એટલા જ છે કે આ બાબતમાં મારા જે કંઈ વિચારો અને માન્યતાઓ છે તે આપની પાસે રજૂ કર્યું, જેથી આપણે એકબીજાના દષ્ટિબિંદુનેં સાચી રીતે સમજી શકીએ.’’
કુની પરિવારના પરિચય આપતા હાલ્યું લખ્યું, “ એ કુટુંબનો વડીલ કુની સજ્જન માણસ છે. અંગત રીતભાત, રહેણીકરણીમાં ઘરનાં સૌ સુઘડ અને સંસ્કારી છે, તેમ જ સામાજિક વ્યવહારોમાં પણ એ લોકો ઘણાં માયાળુ અને સમજ છે. એમની એક પુત્રી હાલ વાશિંગ્ટનમાં નર્સિગનો અભ્યાસ કરે છે તે ગયે વર્ષે અમારે ત્યાં અમારા બાળકને સાચવવા આવતી. એની આવડત અને વિનયની અમારા પર ઘણી સારી છાપ પડેલી છે. આ છે.કરો – જેના વિષે તમે છાપામાં વાંચ્યું હશે તે પણ ભણવામાં હોશિયાર, દેખાવમાં સુંદર અને બીજી રીતે પણ સારો જ હતો.
‘હું જાણું છું કે તમને અહીં આ પ્રશ્ન અકળાવી મૂકશે કે છાકરો જા એટલા સારો હતો તે પછી આ બધું બન્યું કઈ રીતે ? આટલા સદ્ગુણો આવી કરુણાજનક વિકૃતિમાં પરિણમી શકે ખરા!
“ મારે હવે અહીં એ કહેવાનું છે કે આપણામાં રહેલી છૂપી, ઊંડી બીકને કારણે આ બધું બને છે. જાતીય આવેગે આપણા સૌમાં છે અને તે કુદરતી છે, છતાં અમુક સંજોગામાં, સારા દેખાવાની લાલચમાં આપણે તેના ઢાંકપિછોડો કરીએ છીએ.
“પોતે કાંઇક છે એવી જે પાકળ વૃત્તિ માણસમાં છે – આ દોષ આખા સમાજના છે – એને લીધે આપણને જે ગુપ્ત રાખવા જેવું લાગે છે તેને આપણે અમાનુષી, ઊતરતું ગણી, ઢાંક્યુંઢળ્યું જ રાખવા મથીએ છીએ. આ રીતે આપણુ અખંડ વ્યકિતત્વ ખંડિત થઇ બે ભાગમાં વહેંચાઇ જાય છે, એક ભાગ આપણા વ્યકતત્વની સારી બાજુ–એક પરાક્રમી પુરુષ, નમૂનેદાર કુમાર, આદર્શ પિતા– રજૂ કરે છે તો બીજો ભાગ — બીજી બાજુ અસ્વસ્થ વિકળ, ગુનેગાર માનસનો પરિચય કરાવે છે. હું તે એમ માનું છું કે આપણે બધાએ સ્પષ્ટ રીતે સમજી લેવું જોઇએ કે માણસમાં તેની પ્રકૃતિના ઉદાત્તે અંશે – પ્રેમ, સૌજન્ય, વિવેક, સભ્યતા – જે રીતે પ્રગટ થાય છે તે રીતે, તેનામાં રહેલી વિકૃતિઓ – ક્રોધ, ધિક્કાર, બીક – પણ એટલી જ મુકત રીતે પ્રગટ