________________
તા. ૧-૬-૧૯
પ્રભુ
વેર શાંત થઇ જાય છે. આ જગતમાં વેરથી વેર કર્દી શાંત થતા નથી. પ્રેમથી જ વેર શાંત થાય છે. આ સનાતન ધર્મ છે.
આવી અવેર, પ્રેમ કરુણાવૃત્તિ કેળવવા, તૃષ્ણાનો ત્યાગ અને અપ્રમત્ત્વપણે ચિત્તશુદ્ધિની સાધના જરૂરી છે. તૃષ્ણા વિષે ભગવાને કહ્યું :
જે મનુષ્ય પ્રમાદી થઈને પ્રવૃત્તિ કરે છે, તેની તૃષ્ણા માલુવાની વેલની પેઠે વધ્યે જાય છે. આસકિતરૂપ એ તૃષ્ણા આ જગતમાં ભારે દુષ્ટ છે અને મનુષ્યને હંફાવે છે. પણ જે મનુષ્ય આવી તૃષ્ણાને હંફાવી શકે છે તેના તમામ શેકો પદ્મપત્ર ઉપરથી પાણીના તમામ ટીપાં ખરી પડે છે તેમ ખરી પડે છે.
ચિત્તશુદ્ધિ માટે ભગવાને કહ્યું છે:
જેમ બાણને બનાવનારો, વળી ગયેલા બાણને સીધું કરે છે, તેમ બુદ્ધિમાન પુરૂષ વારંવાર ફફડાટ કરતા ચંચલ અને ન સાચવી શકાય એવા અને મહામુસીબતે નિગ્રહમાં લાવી શકાય એવા ચિત્તને સીધું કરે છે.
પાણીમાં રહેનારા માછલાંને પાણીમાંથી બહાર કાઢી જમીન ઉપર એક સ્થાનેથી બીજે સ્થાને ફેંકવામાં આવતાં તે જેમ તરફડે છે, તેમ કામવાસનાઓને છેાડવાનું આવતાં આ ચિત્ત ભારે ફફડાટ કરે છે.
ચિત્ત દૂર દૂર સુધી ભટકનારૂં છે, એકલું એકલું ફર્યા કરે છે. અશરીરી છે, હૃદયની ગુફામાં સંતાઇ રહેનારૂં છે. જેઓ આ ચિત્તને સંયમમાં આણી શકશે, તેઓ માયાના બંધનામાંથી મુકિત
મેળવશે.
આવા ધર્મમાં જાતિભેદને કોઇ સ્થાન ન હેાય, સર્વજીવ પ્રત્યે સમાન વર્તન હોય તે સ્વાભાવિક છે. જૈન ધર્મની પેઠે, બુદ્ધ ધર્મમાં માનવ - માનવ વચ્ચે ઉચ્ચનીચના ભેદ નથી. બુદ્ધે કહ્યું છે:
“સર્વ સંસાર બંધન છેાડી જે કોઇ પણ પ્રકારનાં પ્રાપંચિક દુ:ખથી બીતા નથી, કોઇ પણ વાતની જેને આસકિત નથી તેને હું બ્રાહ્મણ કહું છું. બીજાએ દીધેલી ગાળા, બંધન, વધુ ઇત્યાદિ જે સહન કરે છે, ક્ષમા એ જ જેનું બળ છે, તેને હું બ્રાહ્મણ કહું છું. જન્મને લઈને કોઈ બ્રાહ્મણ કે અબ્રાહ્મણ થતું નથી. કર્મથી જ બ્રાહ્મણ કે કે અબ્રાહ્મણ થાય છે, ”
એટલે ભગવાન બુદ્ધ અંગુલિમાલ જેવા ભયંકર લૂંટારાને પેાતાના શિષ્ય બનાવી શકયા, લીચ્છવી રાજાઓનું આમંત્રણ તજીને, આમ્રપાલી ગણિકાને ત્યાં ભાજન માટે ગયા.
ભગવાન બુદ્ધનું જીવન જગતના દુ:ખી જીવા પ્રત્યે કરુણા-સભર હતું. તેના કેટલાક પ્રસંગે સંક્ષેપમાં જોઇએ.
66
પહેલો પ્રસંગ : મહાભિનિષ્ક્રમણ સમયે, પત્નીની વિદાય ન લીધી કે પુત્ર-મુખ જોવા પણ ન રોકાયા અને મનોમન વિચાર્યું : યશોધરા, હું તને અજાણમાં રાખી અરણ્યવાસ સ્વીકારૂં છું, તેથી તારા પર મારો પ્રેમ નથી એમ ન સમજતી. પ્રાણીમાત્રનાં દુ:ખથી મારું હૈયું કળી રહ્યું છે. મારા પર ક્રૂરપણાનો આરોપ ભલે થાય, પણ મારું મન પહેલાં કરતાં વધારે મૃદુ બન્યું છે. પહેલાં મારા મનને મારા દુ:ખથી જ કષ્ટ થતું હતું. હવે સકળ જગતના દુ:ખથી મારું મન દુ:ખાય છે. સગાંવહાલાં સૌ મારા સુખને માટે છે એમ મને લાગતું હતું. પણ હવે જગતના કલ્યાણ માટે જ જીવવું એવા મારો સંકલ્પ થઇ ચૂકયો છે. ગૃહત્યાગ કરવાના હેતુ કેવળ મારા જ આત્માના મેક્ષ નથી. મારે તો અનેક દુ:ખથી પીડાયેલી આ માનવજાતિને સુખની પ્રાપ્તિ થશે કે નહિ એની શોધ કરવી છે. જન્મજાદિ દુ:ખમાંથી છૂટવાનો માર્ગ જડી આવશે તે મારા પુત્રનું અને મારી સ્ત્રીનું કલ્યાણ મારાથી થઇ શકશે. ’’
બીજો પ્રસંગ : માગિન્દિય બ્રાહ્મણે, પેાતાની સર્વલક્ષણ સંપન્ન કન્યાના સ્વીકાર કરવા બુદ્ધ પાણૅ માગણી કરી ત્યારે બુદ્ધે કહ્યું : “આ નાશવંત મનુષ્ય—શરીર પર ધુણા આવવાથી તો મે ગૃહત્યાગ કર્યો. કામસુખમાં મને આનંદ નથી.” કન્યાને બુદ્ધ ઉપર ગુસ્સો
(3
જીવન
આવ્યો. વખત જતાં ઉદયન રાજાની પટરાણી થઇ. ભગવાન બુદ્ધ કૌશામ્બીમાં વિચરતા હતા ત્યારે તેમનાં પર વેર વાળવાના નિર્ણય કર્યાં. ધૂર્ત લોકોને લાંચ આપી જ્યાં જ્યાં બુદ્ધ જાય ત્યાં ગાળા દેવડાવી તેમને ત્રાસ આપ્યો. આનંદે કહ્યું: “ ભગવાન, આ શહેર છેડી જઇએ.” ભગવાને કહ્યું, “આનંદ બીજે જઇશું તે પણ ક્લેશભાગી થઇશું. અહીં જ સહન કરીએ. બીક રાખવાનું કોઇ પ્રયોજન નથી.' અને સાતઆઠ દિવસમાં ભગવાને કહ્યું હતું તેમ જ થયું.
૩૫
ત્રીજો પ્રસંગ : ભગવાનનો શિષ્ય દેવદત્ત ઇર્ષ્યાથી તેમના વેરી બન્યો, અનેં બુદ્ધન પ્રાણ લેવા યુકિત રચી. ભગવાન પર્વતની છાયામાં બેઠા હતા ત્યાં ઉપરથી મેટો પથ્થર ધકેલ્યો. પગમાં વાગ્યું અને મોટો જખમ થયો. ભિક્ષુઓને ભય પેઠો અને ભગવાનની ચોકી કરવી શરૂ કરી. ભગવાને કહ્યું : “ભિક્ષુઓ, મારા દેહની આટલી બધી કાળજી લેવાનું કોઇ કારણ નથી. મારા શિષ્યો મારું રક્ષણ કરે એવી મારી ઇચ્છા નથી. બીજી તક શોધી, દેવદત્ત, ભગવાન સાંકડી ગલીમાંથી વિચરે ત્યારે, તેમનાં ઉપર મસ્ત હાથી છેડવાનું કાવ કર્યું. વિશ્વમૈત્રીનું મનોબળ જેના અંતરમાં હતું એવા બુદ્ધની સમીપે મદોન્મત હાથીએ સૂંઢ વડે ભગવાનની ચરણરજ માથે ચડાવી. ભગવાનને દેવદત્ત ઉપર ક્રોધ થયો નહિ,
ચોથો પ્રસંગ : અંતિમ પ્રસંગ ભગવાનના પરિનિર્વાણનો. ગુંદ લુહારને ત્યાં, આમંત્રણથી ભાજન માટે ગયા. નાના પ્રકારના પકવાનામાં એક પદાર્થ સૂકરમદવ હતા, તે લેવાથી ભગવાનને અતિસારના વિકાર થયો અને મરણાંતિક વેદના થઇ. ગુંદ લુહારને ત્યાંથી વિહાર કરી, કુકુત્થા નદીને તીરે, કંશા પાથરી ભગવાન સૂતા અને આનંદને કહ્યું:–
“ આનંદ, મને ભાજન કરાવ્યા બદલ સુંદ લુહારને માઠું લાગવાનો સંભવ છે. પણ તમે તેને એમ કહેજો કે, તારું ભાગ્ય સમજ કે તથાગતને છેવટની ભિક્ષા દેવાનો અલભ્ય પ્રસંગ તને જ પ્રાપ્ત થયો.”
સુંદને ખટું ન લાગે તે માટે કેટલી અંતર કરુણા! આવા કરુણામૂર્તિ ભગવાન બુદ્ધનો આજે જન્મદિન, બુદ્ધપદ–પ્રાપ્તિના દિન અને પરિનિર્વાણ દિન છે: આ પવિત્ર દિવસે.
नमो तस्स भगवतो अरहतो सम्मासंबुध्धस्स
એ અરહંત ભગવંતને, એશિયાની જ્યોતને મારા તમારા નમસ્કાર હ। ...!
વૈશાખ પૂર્ણિમા : ૨–૫-૧૯૬૯. ચીમનલાલ ચકુભાઈ શાહ શ્રી મુંબઈ જૈન યુવક સંધના મકાન ફંડમાં
નોંધાયેલી વિશેષ રકમા
‘પ્રબુદ્ધ જીવન’ના ગતાંકમાં પ્રસ્તુત મકાન ફંડને લગતી અપીલ કરવામાં આવી હતી અને સાથે સાથે એ ફંડમાં રૂ।. ૨૨૦૧૮ ની કુલ રકમ ભરાયાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યાર બાદ આ ફંડમાં નીચે મુજબની રકમો નોંધાઈ છે: અગાઉ જાહેર થયેલી રકમા શ્રી ચંપકભાઈ દાદભાવાળા શ્રી રસિકલાલ મોહનલાલ ઝવેરી શ્રી જાસુદબહેન ફત્તેહાંદ શાહ શ્રી કોરશીભાઈ હીરજી
૨૨૦૧૮
૨૫૦૧
૧૫૦૧
૧૦૦૧
૫૦૧
૨૫૧
શ્રી નવજીવન કાગદીની કું. ૧૦૧ એક બહેન તરફથી
૧૦૧ શ્રી નાનાલાલ હંસરાજ શાહ
૧૦૧ શ્રી વસંતકુમાર મેહનલાલ જસાણી
૨૮૦૭૬
આ માટે આ ગૃહસ્થાનો અમે આભાર માનીએ છીએ અને અન્ય સભ્યો અને પ્રશંસકોને આ ફંડ પ્રત્યે પોતાના ઉદાર હાથ લંબાવવા પ્રાર્થના કરીએ છીએ.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ