________________
પ્રભુ
જન્મેલ પુત્ર યાદ આવ્યા. પત્નીને ઉઠાડી તેની આખરી વિદાય લેવી અને પુત્રમુખ નીરખવું એવે વિચાર આવ્યો. પણ તેમ કરતાં ગમનમાં અંતરાય પડશે એમ થયું. કેટલેક વખત અંતરમાં તુમુલ યુદ્ધ મચ્યું. છેવટ પત્ની અને પુત્રના માહની જાળમાં ન સપડાતાં, મેશ્વમાર્ગના અભિલાષી સિદ્ધાર્થે જગતકલ્યાણ માટે મહાભિનિષ્ક્રમણ કર્યું.
ગૃહત્યાગ કરી, સિદ્ધાર્થે કાલામ અને ઉદ્રક જેવા વિખ્યાત ઋષિના આશ્રમમાં રહી, તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો. યોગથી સમાધિની આઠ પાયરીએ વટાવી ગયો. પણ તત્ત્વજ્ઞાનની પોપટપંચીથી અથવા યોગની સિદ્ધિઓથી સિદ્ધાર્થના મનનું સમાધાન ન થયું. તેથી પ્રચલિત ધર્મપન્થોમાં પેસી વખત ન બગાડતાં, પોતે જ પ્રયત્ન કરી નિર્વાણનો માર્ગ શોધી કાઢવાનો નિર્ણય કર્યો.
હયોગની સાધના કરી, કઠોર તપશ્ચર્યા આદરી, હાથપગ સાંઠીકા જેવા થઇ ગયા. બરડાની કરોડ સાફ દેખાવા લાગી. ભાંગેલા ઘરના વાંસની પેઠે પાંસળીઓ હચમચી ગઇ. પાણીમાં પડેલ નક્ષત્રાનાં પ્રતિબિંબ જેમ ઊંડા ગયેલા દેખાય છે તેમ તેની આંખની કીકીઓ ઊંડી ઊતરી પડી. કડવું કોળું કાચું કાપીને તડકામાં નાખતાં જેમ કરમાઇ જાય છે તેમ તેની અગાઉની સુંદર અંગકાંતિ છેક કરમાઈ ગઇ અને તેનાં પેટ અને પીઠ ચોંટીને એક થઇ ગયા. ઉગ્ર તપશ્ચર્યાના વિકટ માર્ગથી પણ પરમ શાંતિ પ્રાપ્ત થઇ નહિ. તેથી સિદ્ધાર્થે ઉગ્ર તપશ્ચર્યા છોડી દીધી. તેના સાથીઓએ તેને ઢોંગી ગણી તેના ત્યાગ કર્યો. છ વર્ષની તપશ્ચર્યા પછી, સિદ્ધાર્થે અનુભવ્યું કે જેમ કામાપભાગમાં સુખ નથી તેમ માત્ર દેહદંડથી સુખ પ્રાપ્તિ થતી નથી, તેણે મધ્યમ માર્ગ સ્વીકાર્યો અને આગળ વધ્યું. ધ્યાનસ્થ સમાધિમાં અંતે બાધિજ્ઞાન સિદ્ધાર્થ બાલી ઊઠયા :
૩૪
તેનું ધર્મચિંતન પ્રાપ્ત થયું અને
અનેક જન્મજન્માંતરોવાળા આ સ્ટંસારમાં હું રાત્રિદિવસ દોડયા અને ગૃહકર્તાની શોધ કરતાં વારંવાર જન્મદુ:ખ પામ્યો. હે ગૃહકર્તી, આજ તું મને પ્રત્યક્ષ થયો છે. હવે ફરીથી ઘર કરીશ નહિ. તેનાં સર્વ પીઢિયાં પાટિયાં ભાંગી ગયા છે અને મેાભ તૂટી ગયા છે. મારૂં ચિત્ત નિર્વાણ પામ્યું છે અને તૃષ્ણાને ક્ષય થયો છે. પેાતાની જ્ઞાન દષ્ટિ વડે ચાર આર્યસત્યો અને તદન્તર્ગત આર્યઅ ટાંગિક માર્ગ તેણે જોયો. વિમુકિત સુખનો અનુભવ થયો. અવિદ્યાથી જરા-મરણ સુધીની કાર્યકારણ પરંપરા શાધી, દુ:ખના આત્યંતિક નાશન માર્ગ જયો.
સંબાધિજ્ઞાનની પ્રાપ્તિ પછી, બુદ્ધનાં મનમાં વિચાર આવ્યો કે મને જે ધર્મજ્ઞાન પ્રાપ્ત થયું છે તેને બોધ જગતના પ્રપંચમાં રચ્યાપચ્યા રહેલા જનોને થવા શક્ય નથી. માટે ધર્મોપદેશની ખટપટમાં ન પડતાં એકાંતમાં જ કાલક્રમણ કરવું સારું છે. વળી વિચાર આવ્યો કે આ જગતમાં જૅમના જ્ઞાન પર અજ્ઞાનમળનાં પડે ઘટ્ટ બેઠાં નથી એવા પુષ્કળ જીવે છે. ધર્મવાકય એવાના કાને ન પડવાથી ભારે હાનિ થાય છે. નિર્મળ અંત:કરણથી જાણેલ અમૃતતુલ્ય ધર્મના ઉપદેશ એવાઓને થશે તે તેનું રહસ્ય જાણનાર ઘણાં લોક આ જગતમાં મળી આવશે. જગતના પરમ સદ્ભાગ્યે, ભગવાન બુદ્ધ પાતે જાણેલ ધર્મના ઉપદેશ કર્યો અને ૪૪ વર્ષ સુધી આ ભારતવર્ષમાં ધર્મચક્ર પ્રવર્તાવ્યું.
ભગવાને તેમના પ્રથમ ઉપદેશ, ઋષિપતનમાં, જે પાંચ તપસ્વીઓએ તેમને ઢોંગી સમજી તેમના ત્યાગ કર્યો હતેા, તેમને જ કર્યો અને તે જ તેમના પ્રથમ શિષ્ય થયા. ચાર આર્યસત્યો અને તદતર્ગત આર્ય અષ્ટાંગિક માર્ગ ટૂંકમાં આ પ્રમાણે છે :
જન્મ, જરા, વ્યાધિ, મરણ, અપ્રિય વસ્તુઓના સમાગમ અને પ્રિય વસ્તુઓનો વિયોગ ઇત્યાદિ કારણેાથી મનુષ્ય આ લોકમાં દુ:ખી થાય છે. આ જે રાયથી ટંક પર્યંતનું સર્વસાધારણ દુ:ખ એ પ્રથમ આસત્ય છે.
આ સર્વ દુ:ખનો ઉદય તૃષ્ણામાંથી થાય છે. ઐહિક ઉપભાગાની તૃષ્ણા, સ્વર્ગલાકમાં જન્મવાની તૃષ્ણા, યથેચ્છ સુખ ભાગવી,
જીવન
તા. ૧-૬-૬૯
આત્મહત્યા કરી જગતમાંથી લુપ્ત થઇ જવાની તૃષ્ણ! આ ત્રણ તૃષ્ણાથી મનુષ્યપ્રાણી અનેક પાપો આચરે છે અને દુ:ખભાગી થાય છે. તેથી તૃષ્ણાને દુ:ખનું મૂળ સમજવું જોઇએ. દુ:ખ - સમુદય નામનું આ બીજું આર્યસત્ય છે
તૃષ્ણાના નિરોધ કરવાથી નિર્વાણનો લાભ મળશે. દેહદંડથી કે કામેાપભાગથી મેાક્ષપ્રાપ્તિ થનાર નથી. આ દુ:ખનિરોધ નામનું ત્રીજું આર્યસત્ય છે
સમ્યક દષ્ટિ, સમ્યક સંપ, સમ્યક વાચા, સમ્યક કર્મ, સમ્યક આજીવ, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ અને સમ્યક સમાધિદુ:ખનિરોધને આ અષ્ટાંગિક મધ્યમ માર્ગ દુ:ખનિરોધગામિની પ્રતિપદા ચોથું આર્યસત્ય છે.
આ ધર્મ અંગીકાર કરી જે બ્રહ્મચર્યનું પાલન કરશે તે ભવદુ:ખનો અંત આણશે.
ભગવાન બુદ્ધ તાર્કિક અને દાર્શનિક ચર્ચાના મેહમાં પડયા નથી. પરલાકની જાતજાતની કલ્પનાઓ ઉપર પણ તેમના ધર્મ રચાયો નથી. એમણે જીવનનું ખરેખરૂં રહસ્ય શું છે એ શેાધવાનો જ પ્રયત્ન કર્યો છે. જીવતરની સફળતા શામાં રહેલી છે, જીવનમાં શું કેળવવા જેવું છે, શું મેળવવા જેવું છે, શું ત્યાગવા જેવું છે, કઇ વૃત્તિ ધારણ કરીને જીવનના વ્યવહાર ચલાવવાનો છે એ બધું સમજી, સમજાવવા માટે જ બુદ્ધના સર્વપ્રયાસ હતો અને તેથી જ જીવનધર્મી મનુષ્યસમાજને બુદ્ધના ઉપદેશ પ્રત્યે આટલું આકર્ષણ રહ્યું છે. બુદ્ધના ધર્મ હિપ ધર્મ કહ્યો છે. આવા અનૅ જુઓ, પોતાની મેળે તપાસ અને ખાતરી થાય તે સ્વીકારો. બુદ્ધના પરિનિર્વાણદિને આનંદે ભગવાનને કહ્યું કે, “ ભિક્ષુ સંઘને છેવટની કાંઇક વાત કર્યા વિના નિર્વાણ પામશેા નહિ.” ત્યારે બુદ્ધ કહ્યું : “ આનંદ, ભિક્ષુસંઘ મારી પાસેથી બીજી કઇ વાત સમજી લેવાની ઈચ્છા રાખે છે? મારો ધર્મ મે ખુલ્લા કરી બતાવ્યો છે. તેમાં ગુરુકુંચી રાખી નથી. હવે પાતા પર જ અવલંબીને રહ્યા !”
બુદ્ધ ધર્મનો પાયો એ છે કે મનુષ્ય માત્ર રાય કે રંક જન્મ, જરા, વ્યાધિ, મૃત્યુ ઈત્યાદિ દુ:ખથી ઘેરાયેલા છે. વળી મનુષ્યના દુ:ખનું મૂળ તૃષ્ણા છે. એટલે જીવ, જગત, ઇશ્વર વિગેરે તાત્ત્વિક વિવાદમાં પડવાને બદલે આ દુ:ખમુકિતના માર્ગ તેમણે શેાધ્યા. તેમના એક શિષ્ય માલુંકયપુત્રે બુદ્ધને પૂછ્યું : “ જગત શાશ્વત છે કે અશાશ્વત? શરીર અને આત્મા એક છે કે ભિન્ન છે? ખુનર્જન્મ છે કે નહિ?” બુદ્ધે કહ્યું : “ એકાદ માણસ શરીરમાં બાણનું વિષમય શલ્ય પેસવાથી તરફડતો હોય, તે તેનાં સગાંવહાલાં વૈદને બાલાવી લાવશે. આ રોગી વૈદને કહે, “આ બાણ, કોણે માર્યું છે? તે બાહ્મણ હતા કે શુદ્ર, કાળા હતા કે ગારો ? ધનુષ્ય કેવું હતું? તેની દોરી કેવી હતી? આ બધું મને સમજાવો. પછી શલ્યને હાથ લગાડવા દઇશ.” આવી હઠ પકડે તે તેનું મરણ જ થાય. તે જ પ્રમાણે જગત શાશ્વત છે કે અશાશ્વત ઈત્યાદિ સર્વ મુદ્દા સમજ્યા વિના હું બ્રહ્મચર્યના અભ્યાસ કરીશ નહિ, તો તે મુદ્દા સમજતાં પહેલાં જ મરણ આવશે. જગત શાશ્વત છે કે અશાશ્વત એથી ધાર્મિક આચરણમાં ફેર પડતો નથી. આવા વાદથી વૈરાગ્ય ઉત્પન્ન થવાના નથી, પાપના નિરોધ થનાર નથી, શાંતિ, સંબંધ, પ્રજ્ઞા અને નિર્વાણની પ્રાપ્તિ થનાર નથી.
બુદ્ધના ઉપદેશના સાર એ છે કે દુ:ખમય જગતમાં શાશ્વત સુખનો અથવા દુ:ખમુકિતના માર્ગ અંતર - કરુણા, દયા, પ્રેમ, અહિંસા, મૈત્રી એ જ છે. ક્રોધની સામે ક્રોધ, વેરની સામે વેર, હિંસાની સામે હિંસાથી દુ:ખ વધે જ છે, કોઇ કાળે ઘટે નહિ.
अक्कोच्छि मं अवधि मं अजिनि मं अहासि मे । ये तं न उपनहन्ति वेरं ते सूपसम्मति ॥
न हि वेरेन वेरानि सम्मन्तीध कुदाचनं । अवेरेन च सम्मन्ति एस धम्मो सनन्तनो ॥
અમુકે મને ગાળ દીધી, માર્યો, અમુક મને જીતી ગયો, મારું લૂંટી ગયા, જેઓ આવી વાતાની ગાંઠ નથી વાળી રાખતા, તેમનું