________________
પ્રભુ જીવન
તા. ૧૬-૫-૬૯
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ મકાન ફંડ: સભ્યાને તથા પ્રશસ કેાને અનુરાધ
શ્રી મુંબઇ જૈન યુવક સંઘની ઇ. સ. ૧૯૨૮ ના નવેંબર માસમાં કાર્તિક શુદ ૫ ના રોજ) સ્થાપના કરવામાં આવી હતી અને તે દિવસે!માં ધનજી સ્ટ્રીટમાં આવેલા એક મકાનના નાના ઓરડામાં સંઘની પ્રવૃત્તિનું સંચાલન કરવામાં આવતું હતું. સંઘની પ્રવૃત્તિ એ કાળે શ્વે. મૂ. જૈન સમાજ પૂરતી મર્યાદિત હતી. સમય જતાં ઇ. સ. ૧૯૩૮ સંઘના બંધારણમાં પાયાના સુધારા કરીને બના ફિરકાના પ્રગતિશીલ યુવકો માટે સંઘનાં દ્રાર ખુલ્લું કરવામાં આવ્યા, અને ૧૯૩૯ ના મે માસમાં ‘પ્રબુદ્ધ જૈન'નું પ્રકાશન શરૂ કરવામાં આવ્યું. ૧૯૪૦ ના માર્ચ માસમાં આજની જગ્યાએ સંઘનું કાર્યાલય ફેરવવામાં આવ્યું અને એ જ વર્ષના અઁગસ્ટ માસમાં શ્રી મણિલાલ મેકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય - પુસ્તકાલયની સ્વ. બાલાસાહેબના વરદ હસ્તે શરૂઆત કરવામાં આવી.
સંધની આ રીતે વિકસતી જતી પ્રવૃત્તિઓ ચલાવવા માટે હવે આજની જગ્યા બહુ સાંકડી પડે છે. વાચનાલય - પુસ્તકાલયના વિકાસને આજની જગ્યામાં હવે વિશેષ કોઇ અવકાશ રહ્યો નથી. નવું વાંચન સાહિત્ય પુષ્કળ પ્રમાણમાં પ્રગટ થતું જાય છે. આમ છતાં નવાં પુસ્તકો મૂકવા વસાવવા માટે કોઇ જગ્યા નથી. નવી પ્રવૃત્તિઓ હાથ ધરવી હોય તો તેના સંચાલન માટે . હાલ કોઇ અવકાશ નથી. વળી ધનજી સ્ટ્રીટમાં દિન પ્રતિદિન માણસોની ભીડ વધતી જાળ છે. દિવસના કોઇ ભાગમાં અને તેમાં પણ સાંજના સમયે મોટરવાળાઓને પોતાની મેટર મૂકવા માટે ભાગ્યે જ જગ્યા મળે છે. ખૂબ વધી રહેલા ધંધા-વ્યવસાયના કારણે આખા લા લોકોના અવાજથી ખૂબ ધમધમતા હોય છે. આ ઉપરાંત જે મકાનમાં સંઘનું કાર્યાલય છે તે મકાન ઘણું જૂનું છે અને તેમાં રહેવા વસવાનું દિનપ્રતિદિન વધારે જોખમભર્યું બનતું જાય છે.
આવાં કેટલાંક કારણાસર સંઘનું કાર્યાલય વધારે વિશાળ અને પ્રમાણમાં શાન્ત એવા લત્તામાં લઇ જવાની જરૂર ઊભી થઈ છે. કેટલાક સમયથી સસંઘના કાર્યવાહકો આ બાબતનો વિચાર કરી રહ્યા હતા અને તે અંગે ચિન્તા સેવી રહ્યા હતા. પણ આજ સુધી તે દિશાએ કોઇ સક્રિય પગલું ભરવામાં આવ્યું નહોતું.
૧૨
માટે સંઘની કાર્યવાહક સમિતિના સભ્ય શ્રી. ધીરુભાઇ ફુલચંદ શાહે રાંઘના કાર્યવાહકો અને અન્ય નિકટવર્તી સભ્યાનું સાયન ખાતે આવેલા તેમના નિવાસસ્થાને એક સ્નેહસંમેલન યોજવા નિમંત્રણ આપ્યું અને તે મુજબ તા. ૩-૫-૬૯ શનિવારેચાયેલા સંમેલૂનમાં કેટલીક . ચર્ચાવિચારણા બાદ ઉપસ્થિત સભ્યો તરફથી નાની મોટી રકમો નોંધાતાં મકાનફંડ ખાતે કુલ રૂ. ૨૨૦૧૮ ની ૨કમ નોંધાણી, જેની યાદી નીચે મુજબ છે: ૫૦૦૧-૦૦ શ્રી બાબુભાઇ ગુલાબચંદ શાહ ૫૦૦૧-૦૦ બહેન રેખા, હસ્તે: શ્રી દામજી વેલજી શાહ ૨૫૦૧-૦૦ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ ૧૫૦૧-૦૦ શ્રી ખીમજીભાઇ મણ ભુજપુરીયા ૧૦૦૧-૦૦ શ્રી ધીરજલાલ ફૂલચંદ શાહ. ૧૦૦૧-૦૦ શ્રી ચીમનલાલ જે. શાહ ૧૦૦૧-૦૦ શ્રી સુબોધભાઇ એમ. શાહ. ૧૦૦૧-૦૦ શ્રી ટોકરશીભાઈ વીરા ૧૦૦૧-૦૦ શ્રી. નૌતમલાલ દીપચંદ શાહ ૧૦૦૧-૦૦ શ્રી અમૃતલાલ જે. શાહ ૫૦૧-૦૦ શ્રી મફતાલ ભીખાચંદ શાહ ૫૦૧-૦૦ શ્રી મદનલાલ ઠાકોરદાસ શાહ ૫૦૧-૦૦ શ્રી હીરાલાલ ઝવેરી
૧૦૧-૦૦ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા ૧૦૧-૦૦ શ્રી પ્રવીણભાઈ મંગળદાસ શાહ ૧૦૧-૦૦ શ્રી અજિતભાઇ દેસાઇ ૧૦૧-૦૦ શ્રી ખેતશીભાઇ સાવલા ૧૦૧-૦૦ શ્રી હરિલાલ ગુલાબચંદ શાહ
D
૨૨૦૧૮-૦૦
આજે જ્યાં રાંઘનું કાર્યાલય છે તેની નજીકમાં સંઘ માટે અપેક્ષિત એવી કોઇ ખાલી જગ્યા મળવાનો સંભવ નથી. આ માટે બહુ દૂર નહિ એવા લતામાં બંધાતા અથવા તૈયાર થયેલા મકાનમાં માલેકીના ધેારણે કોઇ જગ્યા પસંદ કરવામાં આવે તો જ આ પ્રશ્નના ઉકેલ આવી શકે. આવી જગ્યા માટે સંઘ પાસે ઓછામાં ઓછી એક લાખની રકમ હાવી જરૂરી છે. તા એક બાજુએ જગ્યા શોધવા માંડવી અને બીજી બાજુએ મકાન ભંડોળ ઊભું કરવું - એ બન્ને બાબતા એક સાથે હાથ ધરવાનું આવશ્યક બન્યું છે.
મકાનકુંડની આવી શુભ શરૂઆત જાહેર કરતાં અમે ઘણા આનંદ અનુભવીએ છીએ અને સંઘના સભ્યોને અને સંધ દ્વારા સંચાલિત થતા પ્રબુદ્ધજીવન અને પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રશંસકોને અમે અનુરોધ કરીએ છીએ કે સંઘનું પોતાનું મકાન થતાં તેને વધારે સ્થાયી રૂપ મળશે અને તેમ થતાં તેની આજની પ્રવૃત્તિઓને વિકસાવવાની તેમ જ નવી પ્રવૃત્તિઓ નિર્માણ કરવાની શક્યતાઓ વધશે એમ વિચારીને અમેએ નક્કી કરેલા લક્ષ્યાંકને સત્વર પહોંચીવળવાની દિશાએ તે પેાતાના ઉદાર હાથ લંબાવે. સંઘના પોતાના માટે આવું ફંડ એકઠું કરવાના આ પહેલા જ પ્રસંગ છે. મુંબઇ શહેરમાં અનેક સામાજિક સંસ્થાઓ છે. તેમાં છેલ્લાં ૪૦ વર્ષથી કાર્ય કરતા આ શ્રી મુંબઇ જૈન યુવક સંઘની ભાત જુદી જ છે. તેનું નામ એક—સંપ્રદાય સૂચક હોવા છતાં તેની બધી પ્રવૃત્તિ કોઇ પણ પ્રકારના સાંપ્રદાયિક ભાવ કે અભિનિવેશથી હંમેશા મુકત રહી છે. પ્રબુદ્ધ જીવન હાય કે પર્યુષણ વ્યાખ્યાનમાળા હોય, લોકોને સમ્યક ચિન્તનલક્ષી બનાવવા અને સાચી સમજણ તરફ વાળવા – એ જ માત્ર તેનું ધ્યેય રહ્યું છે.
આ વિષય અંગે આમ ચર્ચાવિચારણા ચાલતી હતી એ દરમિયાન સંઘની કાર્યવાહક સમિતિના સભ્ય શ્રી, બાબુભાઇ ગુલાબચંદ શાહ, જે મુંબઈમાં કેટલાંક વર્ષોથી ઇન્કમટેકસના સલાહકાર તરીકેને વ્યવસાય કરે છે તેમના તરફથી, જે સંઘની કાર્યવાહક સમિતિ સંઘના મકાન માટે એક લાખની રકમ એકઠી કરવાના સંકલ્પ કરે તા,
અહીં એ જણાવવું અપ્રસ્તુત નહિ લેખાય કે આ મકાનફંડને ધ્યાનમાં લઇને શ્રી મુંબઇ જૈન યુવક સંઘને આવકવેરામાંથી મુકિત અપાવવાનો પ્રયત્ન તાજેતરમાં હાથ ધરવામાં આવ્યો છે અને તેમાં અમને સફળતા મળવાની પૂરી આશા છે.
આ કાર્ય માટે રૂ!. ૫૦૦૦ ની રકમ આપવાની ઇચ્છા દર્શાવતા પત્ર મળ્યો. આ પત્ર ઉપર વિચાર કરવા માટે તા. ૧૮-૪-૬૯ ના રોજ સંઘની કાર્યવાહક સમિતિની સભા બોલાવવામાં આવી. એ સભામાં પ્રસ્તુત વિચારને વધારે વેગ મળે એ હેતુથી શ્રી બાબુભાઇએ તેમના પત્રમાં જણાવેલી શરતને જતી કરીને તત્કાળ રૂા. ૫૦૦૦ આ સંયોગામાં સંઘના સભ્યોને અમારો વિશેષ અનુરોધ નો ચેક રજુ કર્યો અને તેના અનુમોદનમાં સંઘની કાર્યવાહક સમિ- છે કે તેઓ પાતા તરફથી આ ફંડમાં જરા ખેંચાઇને પણ સારી રકમ તિના બીજા એક સભ્ય શ્રી દામજી વેલજી શાહે પણ પોતાની પુત્રીનાં ભરે અને પ્રસ્તુત લક્ષ્યાંકને પહોંચી વળવામાં પોતાની લાગવગના નામથી રૂા. ૫૦૦૦ ની રકમ આપવાની ઇચ્છા દર્શાવી. આ બાબત પૂરો ઉપયોગ કરીને પેાતાના મિત્રા સ્વજનો પાસેથી સારી સારી રકમે ઉપર વધારે વિચારણા કરવા માટે અને મકાન ફંડને વધારે પુષ્ટિ આપવા મેળવી આપે. મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ માલિક : શ્રી સુખર્જી જૈન યુવા સંધઃ મુદ્રક અને પ્રકાયાક : શ્રી પરમાન કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ, મુખ—૩.
મુદ્રસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુખ—૧.