________________
તા. ૧૬-૫-૧૯
પ્રબુદ્ધ જીવન
ત્રવામાં આવ્યાં હતાં. પડાપડી અને ધક્કામુકક્કીમાં ઘણાને તે એમ જ ભૂખ્યા પાછા જવું પડયું હતું.”
લગ્નસમારંભના અનુસંધાનમાં આજે જમણવારોને જે રાફડો ફાટયો છે તે અત્યંત શોચનીય અને દુ:ખદ છે. એક બાજુએ દેશના એક યા બીજા વિભાગમાંથી અનાજ-પાણીની તંગીના સમાચારો આવે છે અને દુષ્કાળ અને ભુખમરાની ભીંસમાં પીસાતા જાનવરો અને લોકોની કારમી ચીસે સંભળાય છે, ત્યારે બીજી બાજુએ મુંબઈ જેવા મોટાં શહેરોમાં સંખ્યાની કોઇ મર્યાદા નહિ એવા બેફામ જમણવારે પાછળ અનર્ગળ દવ્યનું આંધણ મૂકાતું જોવામાં આવે છે. આવા જમણવારમાં અંગત સ્નેહસંબંધના દબાણ નીચે કદિ કદિ ભાગ લેવાનું બને છે-આવા નિમંત્રણાનો ઇનકાર અથવા અસ્વીકાર કરવાની નબળાઈને લીધે- પણ જમતાં જમતાં દિલ કોઇ આનંદને બદલે એક પ્રકારની વ્યથા–બેચેની અનુભવે છે અને મનમાં પ્રશ્ન ઊઠે છે કે આપણે આ શું કરી રહ્યા છીએ? ઉપરના ચર્ચાપત્રમાં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે જમણવાર તે અતિરેકની પણ પરાકાષ્ટા સમાન હતો. ‘જનશકિત’ ના બીજી મેના અંકમાં જણાવવામાં આવ્યું છે તે મુજબ એઠું એકઠું કરીને સુધાપિડિતોમાં વહેંચી આપનાર દંપતીએ આ જમણવારમાંથી ૮૦૦ થી ૧૦૦૦ કીલો રાંધેલું શાક, ૪૦ કિલો શીખંડ અને ૪૦ કીલે ગુલાબજાંબુ એકઠા કર્યા હતા. આ ઉપરથી પ્રસ્તુત જમણવારમાં કેટલો બધો બગાડ થયો હશે અને તે પાછળ કેટલો બધો દ્રવ્ય-વ્યય થયો હશે તેને ખ્યાલ આવશે. આ બધું એક કેળવાયેલ, સુશીક્ષિત જૈન આગેવાનના હાથે થાય તે પછી અન્ય કોઈને તો કહેવાપણું જ શું રહે? આવા અમર્યાદ જમણવારે અંગે સમજ અને વિવેકી લોકો માટે એક જ કર્તવ્ય પ્રાપ્ત થાય છે. કે આવા જમણવારોમાં ભાગ નહિ લેવાને તે નિર્ણય કરે અને તે સામે બળવાન લેકમત પેદા કરે. આપણે સમજી લઇએ કે આ પ્રકારના જમણવારો આજના વ્યાકુળતાભર્યું સમયમાં શ્રીમતાઇના આછકલા પ્રદર્શને છે, મુંબઈ જેવા મેટા શહેરોમાં જ્યાં ત્યાં નજરે પડતી દારૂણ દરિદ્રતાની મશ્કરી કરવા બરાબર છે. લગ્ન જેવા પ્રસંગે જમણવારને કોઇ સ્થાન જ નથી એમ કહેવું યોગ્ય નથી; પણ તે સંબંધમાં ઉચિત મર્યાદા અને વિવેકની જાળવણી અત્યત અપેક્ષિત છે. આ વિવેકને ભંગ થતાં ગ્ય પ્રવૃત્તિ અસામાજિક–અધર્મમય બની જાય છે અને દીનહીન લોકોના દિલમાં કટુતા પેદા કરે છે. “માટી અને આભલાની લેકકળા”ના સંદર્ભમાં
શ્રી ઊર્મિલાબહેન ગિરધરલાલની માટી અને આભલાંની લોકકળાને પરિચય આપતી જે પરિપૂતિ “પ્રબુદ્ધ જીવન’ના ગતાંક સાથે જોડવામાં આવી હતી તે પરિપૂર્તિના અનુસંધાનમાં જણાવવાનું કે એ લોકકળાના કેટલાક નમૂનાઓનું એક પ્રદર્શન એપ્રિલ માસની તા. ૧૧થી ૧૩ એમ ચાર દિવસ માટે મુંબઇની જાણીતી જહાંગીર આર્ટ ગેલેરીમાં યોજવામાં આવ્યું હતું અને તેને અનેક કળારસિક ભાઇબહેનેએ ઘણી મોટી સંખ્યામાં લાભ લીધો હતો અને તે અનેક કળાવિદોની પ્રશંસાને પાત્ર બન્યું હતું. તેમાંની વસ્તુઓનાં વેચાણ પણ સારા પ્રમાણમાં થયાં હતાં. માટી અને આભલાં જેવી સામાન્ય વસ્તુઓમાંથી આપણા દીવાનખાનાને અને જાહેર સંસ્થાનાં કાર્યાલયને શોભાવે એવી નાની મોટી સુંદર કલાકૃતિઓ આ રીતે નિર્માણ થઇ શકે છે, જેમાં વપરાયલી ચીજવસ્તુઓનું મૂલ્ય બહુ
છું, પણ જેમાં કળાપૂર્ણ આકાર ઊભો કરવાની કલ્પના અને સાથે તેને સાકાર બનાવવા પાછળની મહેનત મુખ્ય – આ સૌ કોઇના મહદ્ આશ્ચર્ય અને આનંદનો વિષય બન્યું હતું. આ કળાકૃતિઓ શ્રી ઉમિલાબહેને જાતે તેમ જ તેમના માર્ગદર્શન નીચે કામ કરતાં કારીગરોએ નિર્માણ કરી હતી. આવા અભિનવ સર્જન માટે સૌ. ઊમિલાબહેનને હાર્દિક અભિનન્દન ઘટે છે. આ પ્રકારની લોકકળાને એક પ્રકારના દ્રવ્યોપાર્જક વ્યવસાયમાં વિકસાવી શકાય તેમ છે અને તે દ્વારા અનેક લોકોને સારી રોજી આપી શકાય તેમ છે,
જે તરફ ધ્યાન આપવા ખાદી અને ગૃહઉધોગના સંચાલકોને મારો નમ્ર અનુરોધ છે. પાર્શ્વનાથ વિઘામ શોધ સંસ્થાનના લાભાર્થે જાયેલ સમારંભ
બનારસ હિન્દુ યુનિવર્સિટીના અનુસંધાનમાં વર્ષોથી સંશાધનકાર્ય કરતી અને અનેક સંશોધક વિદ્યાર્થીઓને તૈયાર કરતી આ સંસ્થાના લાભાર્થે આગામી જૂન માસની આઠમી તારીખ રવિવારે સવારના ભાગમાં બિરલા માતુશ્રી સભાગારમાં સંસ્થાના સંચાલકો તરફથી ‘ સંભવામિ યુગે યુગે' એ નામનું એક નાટક ગોઠવવામાં આવ્યું છે અને તેને લગતું એક સેવેનીર - મરિણકા – બહાર પાડવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ સંસ્થા તરફથી આજ સુધીમાં ઉચ્ચ કક્ષાનાં અનેક પ્રકાશને કરવામાં આવ્યાં છે અને આ સંસ્થા દ્વારા અનેક વિદ્યાર્થીઓએ ડકટરેઇટની પદવી પ્રાપ્ત કરી છે, જેમાં 3. નાથમલ ટાંટીયા, ડી. ઇન્દ્રરાંદ્ર શાસ્ત્રી, ડે. મેહનલાલ મહેતા, ડે. ગુલાબચંદ ચૌધરી, ડ. ગોકુલચંદ જૈન, ડે. સુદર્શનલાલ જૈન, ડી. ક્મલiદ્ર જૈન, ડે. વસિષ્ઠ નારાયણ સિંહા, ડે. શ્રીમતી મધુ સેન, ડે. અજિત શુકદેવ શર્માનો સમાવેશ થાય છે. આ સંસ્થા શતાવધાની રત્નચંદ્ર વાચનાલય ધરાવે છે, જેમાં ૧૧૦૦ પુસ્તકને સંગ્રહ કરવામાં આવ્યો છે. આ સંસ્થા દ્વારા ‘પુરાણકાળથી જૈન ધર્મને ઇતિહાસ આઠ ભાગમાં પ્રગટ કરવાની એક બહદ યોજના હાથ ધરવામાં આવી છે અને આજ સુધીમાં તેના ત્રણ ભાગ બહાર પડી ચૂક્યા છે. આમ સંશોધન, પુસ્તક પ્રકાશન અને ગ્ય પુરસ્કાર દ્વારા વિદ્યાર્થીઓને તૈયાર કરવાની દિશાએ આ સંસ્થા વર્ષોથી અત્યંત ઉપયોગી સેવા બજાવી રહેલ છે.
વિદ્રવર્ય ર્ડો. મોહનલાલ મહેતા આ સંસ્થાના નિયામક છે, જેમણે આ સંસ્થા મારફત જ ડૉક્ટરની પદવી પ્રાપ્ત કરી છે, અને જેઓ બનારસ યુનિવર્સિટીની “કૉલેજ ઑફ ઇન્ડોલોજી”ના માનદ અધ્યાપક છે. સંસ્થા મારફત છેલ્લાં ૨૦ વર્ષથી પ્રગટ થતા શ્રમણ માસિકના પણ તેઓ સંપાદક છે.
આ સંસ્થા માટે અનેક પ્રકારની સગવડતાઓ ધરાવતું મકાન ઊભું કરવા માટે અને તેને પૂરી પગભર બનાવવા માટે સંસ્થાના સંચાલકોએ દશ લાખની રક્ત એકઠી કરવાને સંÉ૫ કર્યો છે, અને તેના સંદર્ભમાં ઉપર જણાવેલ નાટક સમારંભ યોજવામાં આવ્યો છે. આ સંસ્થામાં કરવામાં આવતા દાનેને આવકવેરામાંથી મુકિત મળી છે.
જૈન સમાજના જાણીતા આગેવાન અમૃતસર નિવાસી વયોવૃદ્ધ લાલા હરજસરાયજી આ સંસ્થાના આત્મા રૂપ છે. મુંબઇ ખાતે વસતા જૈન આગેવાન લાલા શાદીલાલજી જૈન આ સંસ્થાના પ્રમુખ સંચાલક છે. તેમણે હાથ ધરેલ ઉપર જણાવેલ ફંડમાં જાહેર ખબર દ્વારા અથવા તે અનુદાન દ્વારા મદદરૂપ થવા વિદ્યાપ્રિય જૈન સમાજના મુસ્થિત વર્ગને આગ્રહપૂર્વક અનુરોધ કરવામાં આવે છે. આ કાર્યમાં મદદરૂપ થવા ઇચ્છતા ભાઇબહેનને શ્રી શાદીલાલજી જૈન (ઠે. આર. સી. એચ. બરાર ઍન્ડ કુ. બરાર હાઉસ, ૨૩૯, અબ્દુલ રહેમાન સ્ટ્રીટ, મુંબઈ - ૩. (ટે. નં. ૩૨૬૦૩૯) સાથે સંપર્ક સાધવા વિનંતિ છે.
-પરમાનંદ
,
પૃષ્ઠ
વિષય સૂચિ ગાંધીજી અને આપણા આજના રાષ્ટ્રીય પ્રશ્ન
શ્રીમન નારાયણ રાષ્ટ્રપતિની ચિરવિદાય શું શાસ્ત્રોને પડકાર આપી શકાય છે? શ્રી અમરમુનિ આદર્શ અને વાસ્તવિકતા ચીમનલાલ ચકુભાઈ શાહ ૧૫ અઘતન લોકશાહીનું વિષદ વિશ્લેષણ સુજાતાબહેન મનહર કેંગ્રેસ અધિવેશન
ચીમનલાલ ચકુભાઇ શાહ ૧૮ પ્રબુદ્ધ જીવનની પત્રચર્યા પ્રકીર્ણ નોંધ : એક સામાન્ય માણસે પરમાનંદ કરેલી અસામાન્ય સખાવત, ભકિતને અતિરેક, જમણવારોને અતિરેક, ‘માટી અને આભલાંની લોકકળા’ન સંદર્ભમાં, પાર્શ્વનાથ વિદ્યાકામ શોધ સંસ્થાનના લાભાર્થે યોજાયેલ સમારંભ શ્રી મુંબઈ જૈન યુવક સંધ મકાન ફંડ: સભ્યોને તથા પ્રશંસકોને અનુરોધ મંત્રીઓ