________________
તા. ૧૬-૫-૬
પ્રભુ
આ રીતે વિચારનાર વ્યકિત કોઇ એકલદોકલ છે એમ નથી. આવું સંવેદન ધરાવનાર દેશમાં અનેક લોકો હતા અને છે. શું આ દુનિયામાં એવી પણ વ્યવહારુ અમલ કરતી લાકશાહી સરકાર છે કે જે પ્રમાણિકપણે કહી શકે કે જે પ્રતિનિધિએ તેના રાજ્ય વહીવટ સંભાળે છે તે સુલભ એવા લોકોમાંથી સારામાં સારા લોકો છે? આના એમ અર્થ સમજવાનો નથી કે આવી શૅકશાહી રાજ્યરચનામાં એક ખરેખર શકિતશાળી પુરુષ કદી પણ સંત્તાના સ્થાન ઉપર આરુઢ થતો જ નથી. પણ જયારે આમ બને છે ત્યારે સ્વાભાવિક રીતે આવા પુરુષને છાપરે ચડાવવામાં આવે છે. આવા પુરુષની વધારે પડતી પ્રશસ્તી કરવામાં આવે છે. આ હકીકત જ આવી ઘટના કેટલી વિરલ હોય છે તે પુરવાર કરવા માટે પૂરતી છે. એટલે પ્રસ્તુત પ્રશ્ન તો ઊભા જ રહે છે. આ લોકશાહીની પ્રક્રિયા તેના જે રીતે આજે અમલ થઇ રહ્યો છે તે જોતાં તે દ્રારા દેશના સૌથી વધારે તેજસ્વી માણસે સત્તા ઉપર આવશે એવા વિશ્વાસ શું રાખી શકાય ખરા? કમનસીબે આ પ્રશ્નના નકારમાં જ જવાબ આપવા પડે છે. સંભવિત છે કે શકિતશાળી માણસાને બહાર આવવામાં અનેક અવરોધાના સામના કરવાના હોય. એમ પણ બને કે સૌથી વધારે શકિત અને યોગ્યતા ધરાવતો માણસ સૌથી વધારે લોકપ્રિય ન હોય. અને સત્તાસ્થાન ઉપર આવવાનું સાધન મતો જ છે એટલે કે લોકપ્રિયતા જ છે. સાધારણ માણસ ઉમેદવારની આકૃતિ, જાહેર જનતા સમક્ષ તેની અવાર - નવાર થતી ઉપસ્થિતિ, કૌટુંબિક દરજ્જો, આવી બાબતોને અને નહિ કે તેની તાકાત, પ્રમાણિકતા કે કાર્યનિષ્ઠાને વધારે મહત્ત્વ આપતા હોય છે. અને વસ્તુત: એમ બનવાના વધારે સંભવ છે કે મતદાતાઓના માટા ભાગને ઉમેદવારની ઉપર જણાવેલી ગુણવત્તાની કશી ખબર જ ન હોય. વળી, ચૂંટણીમાં ઊભા રહેવું એ સૌ કોઇને માટે સહેલી બાબત હોતી નથી. માણસ શકિતશાળી હોય તો પણ ચૂંટણી લડવા માટે તેની પાસે પૂરતાં નાણાં જ ન હોય એમ બનવા જોગ છે. અને એ પણ સંભવિત છે કે પક્ષના મુખીઓનું તેના પ્રત્યે અનુકૂળ વલણ પણ ન હોય. તો પછી આ બાબતનો આપણે પૂરી ગંભીરતાથી વિચાર કરવાના રહે છે કે ચૂંટણીની આજની પ્રથામાં જ શું એવું કાંઇ નથી કે જે યોગ્યતા ધરાવતા માણસે માટે આગળ આવવાનું અને ચૂંટણીમાં ઊભા રહેવાનું અશકય બનાવે છે? શકિતશાળી માણસા રાજકારણમાં ભાગ લેતા નથી અથવા તેથી દૂરરહેવાનું પસંદ કરે છે... આ બાબતની બુમરાણ મચાવવાની આજ કાલ એક ફેશન થઇ પડી છે. જાહેર જીવનમાં વધારે સક્રિય ભાગ લેવાનું તેમને વારંવાર કહેવામાં આવે છે. પણ માત્ર ઉપદેશ અથવા તો ઉદ્બોધન વડે આ સુન્દર હેતુ સિદ્ધ થતા નથી. આને બદલે એમ વિચારવું ઘટે છે કે આજે જે લોકશાહીની પ્રક્રિયા ચાલી રહી છે તેવી પરિસ્થિતિમાં શકિતશાળી માણસા માટે જાહેર જીવનમાં ભાગ લેવાનું શકય છે ખરૂ? એક જી. એલ. મહેતા કરતાં એક બાલ ઠાકરે માટે ચૂંટણી જીતવી વધારે સહેલી છે.
લોકશાહીમાં બીજી મહત્ત્વની બાબત મતને લગતી છે. એમ માની લેવામાં આવે છે કે કેળવાયેલા મતદારોની બહુમતી જે નિર્ણય કરે તે સર્વોત્કૃષ્ટ નિર્ણય હોય છે. આપણા દેશમાં થતી ચૂંટણીનાં જે કમનસીબ પરિણામેા આવે છે તે બાબતના એમ જણાવીને ખુલારો કરવામાં આવે છે કે ઘણા ખરા મતદારો અભણ હાય છે અને તેથી પાતા માટે શું સારૂં છે તેના નિર્ણય કરવાને તેઓ અસમર્થ હોય છે. અતિ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પામેલા લોકોનાં નાનાં મંડળામાં થતી ચૂંટણીઓનાં પરિણામે મેં જાતે જોયેલાં હોઇને, હું એવા નિર્ણય ઉપર આવી છું કે લોકશાહીને લગતું ઉપર જણાવેલું સૂત્ર સ્વત: સિદ્ધ જેવું છે જ નહિ. લોકો જૂથમાં એવા નિર્ણયા ઉપર આવતા હોય છે કે વ્યકિતગત રીતે એ જ નિર્ણયોને તેઓ તદ્દન ગેરવ્યાજબી અથવા તો અસંતોષકર લેખતા હોય. · યોગ્ય · નિર્ણય ઉપર
શે
જીવન
આવવાની બાબતને કેળવાયલા ચૂંટણી – મંડળ સાથે કોઇ અનિવાયૅ સંબંધ છે જ નહિ.
૧૭
‘એક માણસે એક મત ’– આ પ્રકારનું – લે!કશાહીની કલ્પના સાથે સંકલિત એવું –સૂત્ર એ સિદ્ધાંત ઉપર આધારિત છે કે સૌ કોઇ માનવી સરખા છે. આ વિધાન અલબત્ત, શાબ્દિક અર્થમાં સાચું છે. બધા નિહ તે ઘણા ખરા માણસાને બે હાથ છે, બે પગ છે વગેરે. પણ એ ઉપરથી એમ કહી શકાશે ખરૂં કે બધા માણસે એક સરખા સ્વભાવ, શકિત અથવા તો ચારિત્ર્ય ધરાવે છે? આકાશમાં જેટલા તારા છે તેટલું વૈવિધ્ય માણસ – માણસ વચ્ચે રહેલું છે. માનવીની સમાનતાને લગતા સિદ્ધાંતની એટલે જ અર્થ છે કે સરખી તાકાત ધરાવતા માણસે ને – પછી વાસ્તવિક જીવનમાં તેઓ ગમે તે સામાજિક સ્તર ઉપરના હોય તો પણ – સરખી તકો હોવી ઘટે. પણ મતાધિકારના લોકશાહી સિંદ્ધાંતના પાયા તરીકે આ અર્થમાં આ સૂત્ર ઉપયોગી બની શકતું નથી. જો સૌ કોઇ માનવીએ એક સરખી તાકાત ધરાવતા નથી, તે પછી દરેક વ્યકિતને એક સરખી મતાધિકાર આપવા એ શું મૅગ્ય છે? તાત્ત્વિક રીતે વિચારતાં ગમાર અને વિક્લ માનવીએને કોઇ પણ મતાધિકાર હોવા ન ઘટે, જ્યારે ભદ્ર કોટિના સજાગ માણસને કદાચ એક હજાર મત આપવાનો અધિકાર હોવા ઘટે. પણ માણસ માણસ વચ્ચે રહેલી આવી અસંખ્ય કક્ષાઓનું અને તે પ્રમાણે નીચેની કક્ષાથી સર્વોત્કૃષ્ટ કક્ષા સુધીનું વર્ગીકરલ કોણ નક્કી કરી શકે તેમ છે? આમ હોવાથી મતપ્રદાનને લગતી યોજના તેમાં રહેલી સઘળી ત્રુટિઓ સાથે – જેવી છે તેવી જ ચાલુ રહેવી જોઇએ. એટલું જ કે તે સંબંધમાં કોઇએ કોઇ પણ પ્રકારની ખોટી ભ્રમણાઓમાં રહેવું ન ઘટે. આ પદ્ધતિ એવા માણસને સત્તાસ્થાન ઉપર મૂકશે કે જે માણસ લોકોને સંતોષ આપી શકે તેમ હશે, જે માણસ રાષ્ટ્રીય કરતાં વિભાગીય હિતને વધારે સંતોષી શકશે, જે માણસ અલ્પ માણસાની બુદ્ધિમત્તા કરતાં બહુમતિની લાગણીઓને વધારે ઉત્તેજિત કરી શકશે, વધારે અપીલ કરી શકશે.
અનુવાદક : પરમાનંદ
ચૂંટણી પદ્ધતિમાં રહેલાં સ્પષ્ટ ભયસ્થાના છતાં, દુનિયાની કોઇ પણ લાકશાહીની રચનામાં ઉંમરની મર્યાદા સિવાય બીજી કોઇ પણ યોગ્યતાની અપેક્ષા રાખવામાં આવી નથી. જ્યારે રાજ્ય મુખ્ય કર્તવ્ય કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂરતું સીમિત હતું તેવી જૂની ઢબની—અન્ય કોઇ નિયંત્રણા વિનાની સરકારના વહીવટમાં, ઉમેદવારની ગુણવત્તા સૂચક મર્યાદાઓનો અભાવ હોવા છતાં પણ, કોઇ પણ મુશ્કેલી ઊભી થવા પામી ન હોય, પણ આજનું રાજ્ય કે જેણે અનેક ભિન્ન-ભિન્ન પ્રકારની જવાબદારી સ્વીકારી છે તેના સરળ વહીવટમાં આ ઊણપ પાર વિનાની મુશ્કેલીઓ ઊભી કરે છે. એમ શા માટૅ નિયમ કરવામાં ન આવે કે અર્થમંત્રી અર્થશાસ્ત્રી તા હોવા જોઇએ અને આરોગ્ય મંત્રી ડોક્ટર તા હોવા જ જોઇએ અને એ રીતે જે તે ખાતાના મંત્રી તે તે ખાતાન નિષ્ણાત હોવા જ જોઇએ? ધારાકીય પ્રવૃત્તિ માત્ર એવી વ્યકિતએએ જ શા માટે હાથ ન ધરવી જોઇએ કે જે વ્યક્તિએ કાયદાકાનૂનને લગતા તે ત ક્ષેત્રના નિષ્ણાત હોય? આજે જ્યારે નિષ્ણાતાની જ લબાલા છે ત્યારે આપણા લાયકાત વિનાના પ્રધાનો ખરેખર બહુ કંગાળ દેખાવ રજૂ કરતા હોય છે. ઘેાડા સમય પહેલાં એક પ્રૌઢ રાજકારણવેત્તાએ જણાવ્યું હતું તે મુજબ, આપણી એ દયાજનક સ્થિતિ છે કે જે દેશમાં જ્ઞાનના પરંપરાથી આટલા બધા આદર કરવામાં આવ્યું છે તે દેશમાં રાજ્ય નિરક્ષરોનું ચાલે છે. જ્યારે ક્લાર્ક અને પટ્ટાવાળાઓ માટે પણ ગુણવત્તાનું અમુક ધારણ અપેક્ષિત છે ત્યારે ચૂંટણી દ્વારા પ્રાપ્ત થતાં સત્તાસ્થાને માટે યોગ્યતાનું કશું પણ ધારણ સ્વીકારાયલું જ ન હોય. આ કેવળ બેવકૂફી છે. માણસ જાતના ટકાવનો આધાર આજે ચૂંટણી દ્વારા સત્તા સ્થાન ઉપર આરૂઢ થતી વ્યકિતઓના હાથમાં છે. એટલા માટે એવા પ્રબંધ થવાની ખાસ જરૂર છે કે આવાં સત્તાસ્થાનો ઉપર સારામાં સારા માણસા નિયુક્ત થાય.
આજના જમાનાની ચેલેન્જના—અસાધારણ અપેક્ષાના લોકશાહી તો જ જવાબ આપી શકે, જો તેમાં પાયાના ફેરફાર કરવામાં આવે. એ દરમિયાન ચૂંટણીનાં પરિણામોથી નિરાશા અનુભવી એ
નિરર્થક છે.
મૂળ અંગ્રેજી: સૌ. સુજાતાબહેન મનહર