________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૫-૬૯
પર, ઉદાર અને સહિષણ એવા ભારતીય રાષ્ટ્રવાદના સાચી અને અધિકૃત પ્રતીક છે.
શ્રી પાટિલ સરદાર પટેલના વહીવટી હાથ સમાન હતા; અને સરદારની માફક તે જે કંઈ કાર્ય હાથ ધરે છે તેને કુશળતા સાથે સંગીન એવી સ્થિરતા આપે છે.
શ્રી પાટિલનો અખિલ ભારતીય દરજજો, રાષ્ટ્રીય દષ્ટિબિન્દુ અને અનોખી શકિતને ધ્યાનમાં લેતાં રાજકીય પક્ષાપક્ષીથી પર એવી રીતે તેમને વિચાર કરવો જોઈએ. આથી જ હું અખિલ હિંદ સ્વતંત્ર પક્ષના ઉપ - પ્રમુખેમને એક છું તો પણ, પક્ષની ગણતરી નાથી પર થઈને શ્રી પાટિલે બનાસકાંઠા સંસદીય મતદાર વિભાગમાંથી નોંધાવેલી ઉમેદવારીને મારા હાર્દિક ટેકો આપું છું.
હું ઈચ્છું છું કે રાષ્ટ્રીય હિતના દષ્ટિબિન્દુને સર્વોચ્ચ મહત્ત્વ આપી શ્રી પાટિલની કક્ષાના અને કૌશલના માણસને લોકસભામાં ચૂંટી કાઢવા માટે સ્વતંત્ર પક્ષમાંના મારા સાથીઓને પણ હું સમજાવી શકું.
હું બનાસકાંઠા મતદાર વિભાગના મતદારોને હૃદયપૂર્વક અનુરોધ કરું છું કે તમે સૌ દઢપણે શ્રી પાટિલને જ મત આપજો.
ગુજરાતના લોકો તેમનાં વિશાળ મન અને ઉદાર દષ્ટિ માટે જાણીતા છે અને તેઓ શ્રી પાટિલને ઝળકતી સફળતા અપાવીને મહાત્મા ગાંધી અને સરદાર પટેલે આંકેલી મહાન પરંપરામાં એક ઉજજવળ પ્રકરણ ઉમેરશે એવી મને શ્રદ્ધા છે.”
પોતાના રાજકીય પક્ષથી પર બનીને આવું નિવેદન બહાર પાડવા માટે શ્રી મુનશીને અનેક ધન્યવાદ ઘટે છે. આ રીતે પક્ષની મર્યાદા કયાં સુધી અને કયારે તેથી મુકત બનીને વિચારી અને આચરી શકાય તેને તેમણે આપણને પદાર્થપાઠ શિખવ્યો છે. નહિ કે કોંગ્રેસ પ્રત્યેની કોઈ ખાસ નિષ્ઠા હોવાના કારણે, પણ દેશનું સમગ્ર હિત લક્ષમાં લઈને શ્રી પાટિલની ઉમેદવારીનું આપણે પણ સમર્થન કરીએ, સ્થાનિક મતદારોને પોતાના મત પાટિલને આપવા વિનવીએ અને પાટિલને આપણે સફળતા ઈચ્છીએ! એંઠના સદુપયોગ વિષે વિશેષ ચર્ચા
તા. ૧૬-૪-૬૯ ના પ્રબુદ્ધ જીવનમાં ડે. કાન્તિલાલ શાહનું ઉપરના વિષયને લગતું એક ચર્ચાપત્ર પ્રગટ કરવામાં આવ્યું છે. તેમાં ઊભા કરવામાં આવેલા મુદ્દાઓને એ અંકમાં જગ્યાના અભાવે જવાબ આપવાનું શકય બન્યું નહોતું. અજીઠ વસ્તુઓ સુધા–પીડિતોને આપવાના વિરોધમાં અસહકારના આંદોલન વખતે પરદેશી કાપડની ગાંધીજીની પ્રેરણા અને અનુમોદનથી જે હોળી કરવામાં આવી હતી તે ઘટનાને તેઓ આગળ ધરે છે. આમ કરતી વખતે તત્કાલીન પરિસ્થિતિ અને અઘતન પરિસ્થિતિ વચ્ચેના તફાવતને તે ભૂલી જાય છે. અસહકારના ઉગ્ર આંદોલનને એ એક તબક્કો હતો, જ્યારે અત્યારે અજીઠી વસ્તુના ઉપયોગના પ્રશ્નને એવા કોઈ આંદોલન સાથે સંબંધ જ નથી. એ વખતે પણ પરદેશી કાપડની આવી હોળી સામે કોઈ પ્રતિકૂળ મત નહોતે એમ નથી, આમ છતાં પણ, પરદેશી કાપડ બાળવા પાછળ પરદેશી હકુમત સામેની ઝુંબેશ અને સ્વદેશી ને પ્રજાજીવનમાં પુન: પ્રતિષ્ઠિત કરવાની તીવ્ર ભાવના હતી. અને તે ભાવનાથી પ્રેરાઈને મારી જેવા અનેકે તેવી હોળીનું સમર્થન કર્યું હતું. આજે એંઠાને સદુપયોગ કરવાનો વિચાર પણ ન જ થઈ શકે એવું કોઈ આંદોલન અસ્તિત્વમાં નથી.
અહીં એ સ્પષ્ટ કરવાની જરૂર છે કે એક બાજુએ મોટા જમણવારામાં ગમે તેટલું કહેવાય યા સમજાવવામાં આવે તો પણ, એંઠું પડી રહે છે અને નકામું જાય છે એ હકીકત છે અને બીજી બાજુએ મુંબઈ જેવા શહેરમાં અનેક ભૂખ્યા લોકો ગટરમાં પડેલા અન્નના દાણા વીણી વીણીને ખાય છે, એઠાની બાલદીઓ ઠલવાય છે તેનાં ઉપર આવા લોકો તૂટી પડે છે, અને જે હાથમાં આવ્યું તે મેમાં નાંખે છે અને પેટ ભરે છે, જ્યાં ત્યાં પડેલી કેરીની છાલ અને ગેટલા ચૂસે છે, આમાં પણ આંધળા લુલી અપંગે ફાંફા મારે છે તો પણ તેમને પત્તા ખાતે નથી. આ પણ આજની હકીકત છે. એ હું કોઈને પણ આપવાનો વિચાર આપણને ગમે તેવો નથી એ મને બૂલ છે; પણ બીજી બાજુ ઉપર જણાવ્યું તેવું જ ભૂખે
ટળવળતા લોકો જે તે ખાય તે કરતાં ફેંકાઈ જવા સરજાયેલું એવા એંઠાનો સદુપયોગ થાય તે વધારે આવકારવા યોગ્ય લાગે છે. એક મોટા અનિષ્ટને ટાળવા માટે એક નાના અનિષ્ટને આપદ્ ધર્મ તરીકે સ્વીકારવા બરાબર આ બાબત છે અને એ રીતે મહેતા દંપતીએ મુંબઈમાં થોડા સમયથી શરૂ કરેલી પ્રવૃત્તિ આવકારપાત્ર છે સહકારપાત્ર છે એવો મારો અભિપ્રાય છે.
અલબત્ત, એંઠાને સદુપયોગ કરવાની પ્રવૃત્તિ સાથે એંઠું ન જ મૂકાય તેને લગતે પ્રચાર એથી પણ વધારે આવશ્યક છે અને જેમ ચુસ્ત જૈન ભાણામાં એંઠું તે ન જ મૂકાય એમ માને છે અને તે મુજબ મોટા ભાગે વર્તે છે - તે પાછળ એક પ્રકારની ધાર્મિક ભાવના રહેલી છે, તેવી જ રીતે સામાજિક સભ્યતાના આપણા જે ખ્યાલ છે તેમાં એંઠું ન જ મૂકાય એ ખ્યાલ ઉપર શકય તેટલો વધારે ભાર મૂકાવ ઘટે છે અને એવો ભાર મૂકાતાં અને પીરસનારાને એને લગતી તાલીમ અપાતાં અને જેમનારાઓના મનમાં આ બાબત વધારે દઢીભૂત થતાં, એક દિવસ એ જરૂર આવશે કે જયારે, આપણા જમણવારે એંઠવાડના કલંકથી મુકત થયા હશે, અને પછી તે માત્ર વધેલી રઈને જ ઠેકાણે પાડવાનો પ્રશ્ન ઊભું રહેશે.
ડૅ. કાન્તિલાલ શાહ એંઠું પાંજરાપોળને વેચવાનું સૂચવે છે. પાંજરાપેળવાળા એંઠું ખરીદે અને માનવીને ખાવાગ્યે દાળભાત શાક વગેરે ખોડા ઢેરને ખવરાવે– આ તેમની સૂચના સ્વત: અવ્યવહારૂ અને હાસ્યાસ્પદ લાગે છે. બુફે પદ્ધતિમાં સંભવ છે કે એઠું ઓછું પડી રહે, પણ પ્રસ્તુત મહેતા દંપતીને અનુભવ એવો છે કે આ પદ્ધતિમાં પણ એઠું ઠીક પ્રમાણમાં પડી રહે છે. તદુપરાંત બુફે પદ્ધતિ પરિચિત સંખ્યાના જમણવાર માટે બરોબર છે. મોટી સંખ્યામાં જમનારા હોય ત્યારે તે પદ્ધતિ એટલી યવહારૂ માલૂમ પડતી નથી. તેવા ઠેકાણે મોટા ભાગે પૂરતી વ્યવસ્થા હોતી નથી અને ધસારો બહુ થાય છે અને જમનાર જોઈએ તેથી મોટા ભાગે વધારે લે છે. વળી આ પદ્ધતિના અનુસંધાનમાં કરવામાં આવેલી સૂચના અનુસાર જે પાટલા ઉપર જમનારા બેસે અને પીરસનારા પીરસે તો પછી ‘બુફે’ પદ્ધતિ રહી જ નહિ. - આ ચર્ચાના અનુસંધાનમાં રહેતા દંપતી પોતાનું કાર્ય સરળ થાય તે માટે નીચેની સૂચનાઓને પ્રસિદ્ધિ આપવા વિનંતિ કરે છે:
(૧) લેકો અમને આગળથી ખબર આપવા મહેરબાની કરે, તેમાં સ્થળ, સમય અને જેમનારાની સંખ્યા જણાવે. ' (૨) પુષ્કળ જગ્યાએથી ખબર આવે છે ને આવશે તે બઈ તે પહોંચવું અશક્ય. એટલે અમે ત્યાં જે સવારથી ન પહોંચી શકીએ તે પાછળ વધેલી ચાખી રસોઈ એક બાજુ ખ્યાલ રાખી મુકે અને અમને ખબર આપે તો અમે તે લેવા જવા જરૂર પ્રયત્ન કરીએ.
(૩) તેમ છતાં જેને ત્યાં પ્રસંગ હોય તેને ત્યાં મોટે ભાગે સાધન સગવડ તે હોય જ. તે તેઓ જો નીચેના બે સરનામા પર પહોંચતું કરવા કૃપા કરે તે ઘણું સારૂં.
(૧) શ્રી ચંપકભાઈ એસ. મોદી– શ્રીમતી ઈલાબહેન મોદી, - ૭૩/૭૫, ગીતાંજલિ, ફલેટ નં. ૧૧. વાલકેશ્વર, મુંબઈ-૬.
2. . ૩૫૭૮૫૬
(૨) શ્રી એચ. સી. મહેતા, શ્રીમતી સુહાસ મહેતા, ૧૩, બી, “નાલંદા”, ૬૨, પેડર રેડ, મુંબઈ-૬૨. ટે. નં. ૩૫૯૫૩૨
આ ઉપરાંત તેમણે બાર સંસ્થાઓની લાંબી યાદી બીડી છે, જે સંસ્થાવાળા જમણવારમાં વધેલું જેનું ખાવાનું સ્વીકારવાની ઈચ્છા દર્શાવે છે અને તેમાંથી કોઈ પણ સંસ્થાને મહેતા દંપતી વધેલું ઍખું ખાવાનું પહોંચાડે છે અને મહેતા દંપતી મારફત આને લગતી માહિતી મેળવીને જમાડનાર પોતે પણ પિતાને વધેલું શેખું ખાવાનું પહોંચાડી શકે છે.
પરમાનંદ