________________
Regd. No. M H 117 વાર્ષિક લવાજમ રૂા. ૭
“પ્રબુદ્ધ જૈન’તુ નવસંસ્કરણુ વર્ષો ૩૦ : અંક ૧૭
प्रजुद्ध भवन
શ્રી મુંબઇ જૈન યુવક સંઘનુ પાક્ષિક મુખપત્ર છૂટś નકલ ૪૦ પૈસા
૧૯૬૯ |
મુંબઈ, જાન્યુઆરી ૧, ૧૯૬૯, મગળવાર પરદેશ માટે શલિંગ ૧૫
તંત્રી : પરમાનંદ કુંવરજી કાપડિયા
પૂજ્ય છગનબાપા: એક પરિચયનોંધ
પૂ. ઠક્કરબાપાના એક વખતના સાથી અને સર્વન્ટ્સ આફ ઈન્ડિયા સાસાયટીના માનદ સહાયક સભ્ય શ્રી છગનલાલ કરમશી પારેખના કલકત્તા ખાતે ગઈ તા. ૧૪મી ડિસેમ્બરે થયેલા અવસાનથી સમસ્ત સમાજે એક નીતિ-ધર્મપરાયણ સાચા લેકસેવક ગુમાવ્યો છે.
વિચાર અને આચાર વચ્ચેનું અંતર વધતું જાય છે અને જીવન માટેના માનવીનો સંઘર્ષ દિવસાંદિવસ ઉગ્ર બનતો જાય છે એવા આજના સંઘર્ષાકાળમાં કીતિની જરાય લાલસા વગર સમાજકલ્યાણઅર્થે સેવામય જીવન જીવી જનાર છગનબાપાના નામે જાણીતા થયેલા સ્વ. છગનલાલ પારેખ, વાસ્તવમાં ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે તેમ, યોગયુક્તો વિશુદ્ધારમા હતા. કર્મ કરવા છતાં કર્મથી નિર્લેપ રહીને તેમણે મૃત્યુપર્યંત પચીસ વર્ષ સુધી મુકતપણે અખંડ સેવાધર્મ બજાવી વર્ણાશ્રામ ધર્મની સુષુપ્ત સંસ્કૃતિને પુન: ચેતનવંતી કરી જે યુગલક્ષી વળાંક આપ્યો છે એનું સાચું મૂલ્યાંકન તો કદાચ કોઈ ભાવિ ઈતિહાસકાર જ કરશે.
ને ૨૧ જેટલી કંપનીઓના ડિરેકટર હતા, પરંતુ જેમ સર્પ કાંચળી ઊતારી નાખે એમ આ બધા કાર્યભારની વહેવારુ જોગવાઈ કરીને તેઓ નિવૃત્ત થયા. આ દરમિયાન ૧૯૪૭માં તેઓ સરકાર તરફથી કોલિયરી ઉદ્યોગના પ્રતિનિધિ તરીકે જીનીવા પરિષદમાં હાજરી આપવા ગયા ત્યારે તેમણે યુરોપના પ્રવાસ કરી ત્યાંના જીવનનો અને પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યા હતા, આ પ્રવાસે જતાં માર્ગમાં કરાંચી ખાતે તેમના સન્માનમાં એક સમારંભ યોજાયા ત્યારે એ વિરકત પુરુષે કહી દીધું કે ‘હું માન લેવામાં નહિં, આપવામાં માનું છું.' આ શબ્દસિદ્ધાંતને તેઓ મૃત્યુપર્યંત વળગી રહ્યા. અનેક સંસ્થાઓ તેમણે સ્થાપી, અનેક સંસ્થાઓને પગભર કરી ને અનેક સંસ્થાઓ માટે તે સર્વસ્વ પ્રાણસમાન બન્યા. આમ છતાં તેમણે ન તો કોઈ સંસ્થાનું પ્રમુખપદ લીધું કે ન તો કોઈનું યે
ભાગીદારી ધંધાના અનુભવ પછી ૧૯૨૯૩૦માં તેમણે સ્વતંત્રપણે કમિશન એજન્ટના કાંધો શરૂ કર્યો ને આ જ અરસામાં તક મળતાં તેમણે કોલિયરીના ધંધામાં ઝંપલાવ્યું ને પુરુષાર્થ સાથે પ્રારબ્ધના યોગ આવી મળતાં તેમણે ઉત્તરોત્તર ધંધામાં ઝડપી પ્રગતિ સાધી. આમ ૧૯૪૮માં પૂર્વસંકલ્પ અનુસાર તેઓ સમાજસેવા ધંધામાંથી નિવૃત્ત થયા ત્યારે તેઓ સાત ખાણાના ભાગીદાર હતા
પૂ. ઠક્કર બાપાની પેઠે પોતાના કર્મ—ધર્મયુકત અનેકવિધ સેવાકાર્યોથી સમસ્ત લેાહાણા સમાજમાં પૂ. બાપા’નું લાડીલું નામાભિધાન પામેલા છગનબાપાનો જન્મ રાજકોટમાં ઈ. સ. ૧૮૯૩ના જૂનની ૨૦મીએ થયા હતા. જ્યારે અગિયાર વર્ષની નાની વયે તેમની હરોળના બાળકો-વિદ્યાર્થીઓ શેરીઓમાં રખડતા હતા ત્યારે આ કિશાર નકલંગ મહાદેવના મંદિરમાં જઈને બેસતો ને નરસી મહેતાનું જાણીતું ભજન ‘મારી હૂંડી સ્વીકારો મહારાજ રે...' ગાઈને જીવનનો આનંદ મેળવતા. રાજકોટમાં મેટ્રીક સુધીના અભ્યાસ પૂરો કરીને સત્તર * પૂજ્ય છગનબાપા વર્ષની વયે તેઓ કલકત્તા ગયા ને બેએક વર્ષ એક પારસી ગૃહસ્થને ત્યાં નોકરી કર્યા પછી થોડા વરસ ભાગીદારીમાં ધંધા કર્યો. પણ અંતે તેમાં ખોટ જતાં એ ધંધા બંધ કર્યો. આમ છતાં આ ભાગીદારીનું દેવું પાછળથી પાઈએ પાઈનું ચૂકવી તેમણે પોતાની નીતિપરાયણતાનો સૌને ખ્યાલ આપ્યો.
માનપત્ર સ્વીકાર્યું, એટલું જ નહિ, જીવનમાં આવા બે પ્રસંગાએ તે આ માનપત્રની વાતથી તેઓ રડી ઉઠયા હતા.
વર્ણાશ્રમધર્મના નિયમાનુસાર સુખી ગૃહસ્થાશ્રામ પછી વનપ્રવેશની મધ્યમાં તેમણે વાનપ્રસ્થાશ્રમ અપનાવ્યો. પરંતુ એ માટે તેઓ ન તો વનમાં ગયા કે ન તો પેાતાના હંમેશનાં વેપારી પેાધાકમાં દેખાવ ખાતર જરાયે પરિવર્તન કર્યું. સાત્ત્વિક ઢબે જીવનશુદ્ધિ માટે બેએક માસ એકાંત ગુફામાં ગાળીને તેઓ પૂ. ઠક્કરબાપાના હરિજન આશ્રમમાં જઈને તેમની સાથે આદિવાસી-દલિત—કોમના સેવાકાર્યમાં જોડાયા,
ત્યાર બાદ ઠક્કર બાપાની સૂચનાથી તેઓ હિમાચલના પછાત પ્રદેશમાં ગયા ને ત્યાં જઈને પછાત જનતાની સેવા કરી. તેમના ઉદ્ધારને માટે સેવાસંઘો, કન્યાશાળાઓને હરિજન શાળાઓ સ્થાપવામાં તેઓ છેક પંજાબની સરહદે પહોંચ્યા, ત્યારે ત્યાંની કથળેલી અને પરિસ્થિતિ અને અનેક લોકોની ઝાડના પાંદડાંમૂળિયાં ખાઈને દેહ ટકાવવાની મરણાન્ત સ્થિતિ જોઈને તેમનું હૈયું દ્રવી ઊઠયું. તેમણે તરતજ આ માટે એ વખતના ક્લેકટરને તાર કરી સમગ્ર પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો ને આ તારની નક્લા ડૉ. રાજેન્દ્રપ્રસાદ અને સરદાર વલ્લભભાઈ પટેલ પર મેલી તત્કાળ અન્ન માટે વ્યવસ્થા કરાવી અનેકોના પ્રાણ બચાવ્યા.
આ અરસામાં આસામમાં ભૂકંપે સર્જેલી તારાજીના સમાચાર મળતાં છગનબાપા ત્યાં પહોંચી ગયા ને ત્યાંની રાહતકાર્યની જવાબદારી સંભાળી. લગભગ દસ મહિના ત્યાં રહીને એ જવાબદારી પૂર્ણ કરી.
L