SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. M II 117. વાર્ષિક લવાજમ રૂા. ૭ પ્રબુદ્ધ જૈનનું નવસંસ્કરણ વર્ષ ૩૯ : અંક ૨ શિવ ના ! જ છે , મુંબઈ, મે ૧૬, ૧૯૬૮, ગુરૂવાર પરદેશ માટે શિલિંગ ૧૨ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા બે શરમજનકે સામાજિક દુર્ઘટનાઓ - છેલ્લા બે અઢી માસ દરમિયાન આપણા દેશમાં બે શરમજનક સામાજિક દુર્ઘટનાઓ બની ગઈ જેનો ઉલ્લેખ આજ સુધીના પ્રબદ્ધ જીવનમાં કરવે રહી ગમે છે. એક ઘટના છે આજથી આશરે નવ અઠવાડિયા પહેલાં આંધના કાંચીચેલાં ગામમાં ૧૯ વર્ષના એક હરજિન યુવાનને બાળી નાંખવામાં આવ્યું તેને લગતી. બીજી ઘટના મુંબઈ બાજુએ માટુંગામાં આવેલી એક હાઈસ્કૂલના આચાર્યનું પદ ધરાવતા શ્રી રણજીત દેસાઈએ કરેલા તેની પત્નીના ખૂનને લગતી. પહેલી દુર્ઘટનાની પ્રમાણભૂત વિગત તા. ૬-૪-૬૮ના ભૂમિપુત્રમાંથી ઉધૂત કરવામાં આવી છે. બીજી દુર્ઘટના અંગે તા. ૨-૫-૬૮ના ‘મુંબઈ–સમાચાર'ના અગ્રલેખમાંથી જરૂરી વિભાગ ઉધૃત કરવામાં આવ્યો છે. તંત્રી. માનું મનાય ના ! પાંચેક અઠવાડિયા પહેલાં આંધના આ કાંચીકચેલાં ગામમાં ૧૯ વર્ષના એક હરિજન યુવાનને બાળી મૂકવામાં આવેલો. તે વાત લોકસભામાં ચર્ચાયેલી તેના કરતાં ઘણી વધારે આઘાતજનક અને અમાનુષી છે. ત્યાંના ધૂળિયા રસ્તા પર રખડ્યા બાદ અને અનેક ગ્રામજનો સાથે વાત કર્યા બાદ એક જ વાત મારા મનમાં ઘુમરાતી રહી છે-આ ગામ સાવ હૈયાસૂનું છે. હા, એની વસ્તી છે દસ હજારની. વિજયવાડાની સંસ્કૃતિથી તે વીસ જ માઈલ દૂર છે. એના માર્ગ પર ઊભાં છે મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને એન૦ જી રંગાનાં બાવલાં. એની હાઈસ્કુલ કહે છે કે એ હોવું જોઈએ શિક્ષિત. અમારે ત્યાં ત્રણ એમ.એ. થયા છે અને એક એમ. એસસી., તેને એને ગર્વ છે. એક સિનેમાં થિયેટર ને ઘણા ટ્રાઝિસ્ટર પણ ગામમાં છે અને પાંચ મંદિરોમાં દાંટારવ પણ નિરંતર થતાં રહે છે પરંતુ એના સુધરેલા ગણાતા નાગરિકોને આજે ય એ ઘટનાને પસ્તાવો નથી થતો. આજે ય એમનું હૈયું એવું જ લાગણીશૂન્ય છે, જેવું ૨૪ ફેબ્રુઆરીએ હતું. કઈ ઘટના બની એ દિવસે? - ૧૯ વરસના એ છોકરાના બે હાથ પાછળ બાંધેલા છે, શરીર જાડા દોરડાથી જકડાયેલું છે, એક થાંભલા સાથે. માં - માથું જોયા વગર આડેધડ લાકડી પડી રહી છે એના શરીર પર. એના મોઢાની એક એક રેખા ભરી દે છે વેદના ને વ્યથાથી. પણ દોઢ કલાક સુધી ચાલેલા એ અમાનુષી ઢોરમારને જોનાર માનવીઓને મન તે આ એક તમાશો જ થઈ રહ્યો છે! એમને તો આખા ગામમાં થયેલી બધી જ ચેારીને એની પાસે એકરાર કરાવવા હતા. - એ યુવાન પોતે નિર્દોષ છે એવી બૂમો પાડતો રહ્યો, ત્યાં તે એક જણે એના ખમીસને દિવાસળી ચાંપી. ખમીસ બરાબર સળગતું નથી એમ જોઈ બીજાએ કયાંકથી ઘાસલેટ લાવીને રેડયું અને આગની જવાળાઓ યુવાનને ઘેરી વળી. એ ચિત્કાર કરી ઊઠયો, છતાં કોઈની ચેતના સળવળી નહીં. પણ બળી ગયેલા દોરડાએ ભઠ્ઠીમાં શકરિયાની જેમ શેકાઈ ગયેલા એના દેહને મુકત કર્યો. ટોળું વધતું જતું હતું, હા, માણસનું - પણ હૈયાસૂના! છોકરો દોડો, સો વાર દૂર આવેલા ધોરી રસ્તા પર, અને ત્યાંથી એકાદ ફર્લાગે આવેલ ખાનગી દવાખાને. કહે છે કે ડૉકટરે તેને પોલીસ ચોકીએ કે સરકારી હોસ્પીટલે જવા કહ્યું. એ ડોકટરે જ મારી પાસે કબૂલ કર્યું કે છોકરો મોઢે, પગે ને છાતીએ ભયંકર રીતે દાઝી ગયો હતે. રસ્તેથી પસાર થઈ રહેલ રીક્ષાવાળાને દયા આવી અને એ તેને લઈ ગયે નજીકના એક પોલીસ સ્ટેશને. પોલીસને કેસ કાગળિયાં તૈયાર કરવાની પહેલાં પડી હતી. એ બધી વિધિ પતાવો એમણે છોકરાને બાર માઈલ દૂર આવેલ સરકારી હોસ્પિટલમાં મોકલ્યું. આગની જ્વાળાઓએ જેના જીવનજળને બાળી નાખ્યું હતું એવા એ શરીરની નસે માગતી હતી સાકર - મીઠાવાળું પાણી (લુકોઝ - સેલાઈન). પણ ૧૮ કલાક સુધી એ સારવારવિહોણો જ પડશે રહ્યો. એકલા વેસેલિનની શાતા આપતી આંગળીઓ પણ એના શરીર પર ફરી નહીં. ત્યાંથી તેને મોકલવામાં આવ્ય વિજયવાડાની હોસ્પિટલમાં. પણ હવે થઈ ગયું હતું બહુ મોડું. બીજે જ દિવસે એ યુવાન ચાલી નીકળ્યો અનંતની યાત્રાએ. - શું હતો એનો વાંક - ગો? થોડા દિવસ પહેલાં ચોરેલા ચંપલની સજારૂપે જે તમાકુની ખળીમાં એને રાખેલ, ત્યાંથી એ નાસી ગયો હતે. અને બીજું એણે શું કર્યું હતું? બે-ત્રણ વાસણ ચોરીને વેચી દીધાં હતાં. એ વેચીને એને ખાસ્સી દોઢ રૂપિયાની માતબર રકમ મળેલી ! એ વાસણ હતાં ૪૦ એકર તમાકુની જમીન ધરાવતી એક પ્રૌઢ બાઈનાં. અહીં દર એકરે . દસ હજારની તમાકુ પકવાય છે. ૨૪ મી ફેબ્રુઆરીએ આ બાઈએ જ આ કાળા કૃત્યની શરૂઆત કરી. કેટલાક માણસની મદદથી એણે જ એને બાંધ્યો અને માર્યો. જે હોટેલમાં એ વાસણ વેચી આવે ત્યાં લઈ જઈ કબૂલાત કરાવી અને વાસણ પાછાં મેળવ્યાં. પણ એટલાથી સંતોષ ન થયો. એટલે ફરી એને થાંભલા સાથે બાંધી ખૂબ માર માર્યો. કહે છે કે આગ ચાંપવાની વાત પણ બોઈએ જ કો'કનો કાનમાં રેડી હતી. (સ્ટેટસમેન” પરથી: અનુ. નવનીત) વી. ચોસ. મણિયમ - સમાજ ગંભીરતાથી વિચાર! રણજીત દેસાઈ નામના એક શિક્ષિત જ નહિ પણ મુંબઈના ઉપનગરની એક હાઈસ્કૂલના આચાર્યનું પદ ધરાવતા શિક્ષણકારને તેમની પત્ની કુસુમબહેનનું ખૂન કરવાના આરોપસર મુંબઈના વધારાના સેશન્સ જજ શ્રી. એ. આર. શીંપીએ ફાંસીની સજા કરી છે. આ ઘટના, આપણા સામાજિક જીવનમાં હજી પણ કેટલા બધા પ્રમાણમાં કલુષિતતા વ્યાપી રહેલ છે કે જેને પરિણામે આવી દુર્ધટનાઓ અવારનવાર બનતી જ રહે છે તેના તરફ, સ્વાભાવિક રીતે જ ધ્યાન ખેંચી રહે છે. રણજીતને થયેલી આ સજા વડી અદાલતની મંજરીને આધીન છે અને કદાચ એને અંગે આગળ ઉપર અપીલ વગેરે થશે. કુસુમના મૃત્યુથી તેનાં બાળકે માતા તો ગુમાવી દીધી છે અને આ સાને અમલ થતાં એ બાળક પિતા પણ ગુમાવી દેશે. આમ આ બાળક માબાપવિહેણું બની રહેશે. આરોપીના ધારાશાસ્ત્રી શ્રી ગાદીવાલાએ અરજ ગુજારી હતી કે, “આ એક કૌટુંબિક ઝઘડો છે અને આરોપીએ આવેશમાં આવી કંઈ ને ફરવાનું કર્યું હોય તે તે પ્રત્યે ક્ષમાદષ્ટિએ જોઈ દયા બતાવવી જોઈએ.” વધુમાં “સા કરતાં આપ નામદાર માનવતાની દષ્ટિએ વિચાર કરશો એવી આશા” પણ તેમણે બતાવી હતી. - માનવતાની, દયાની અને બાળક માબાપ વિનાનું થઈ જશે એવી દલીલ કરીને પોતાના અસીલને શક્ય તેટલી હળવી સજા થાય એ જોવાને ધારાશાસ્ત્રીને ધર્મ છે. પણ એવી દલીલ કરતી
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy