________________
તા. ૧-૫-૬૮
પ્રબુદ્ધ જીવન
નથી અને સાચું શું છે તે વિશે એણે હજી ઘણું જાણવાનું બાકી છે. સક્રેટીસ કહેતાં કે- એ જ વ્યકિત સૌથી વધુ જાણે છે જે એમ સમજે છે કે પોતે કશું જાણતી નથી. આ રીતે એ સમયની કોઇ પણ સંસ્થા, માન્યતા કે વિચારપ્રણાલી એવી ન હતી કે જે સિક્રેટીસના પ્રહારોથી બચી હોય.
ગંભીર આરોપ આ બધાનું પરિણામ એ આવ્યું કે જે ઈતિહાસમાં સદા બનતું આવ્યું છે. એક જની કહેવત છે કે થયો રિ: 1 અર્થાત જે કોઈ વ્યકિત મૂર્ખ લોકોને સમજાવવાની કે સન્માર્ગે લાઈ જવાની કોશિશ કરે છે તેને જ પેલા લોકો પિતાને શત્રુ માનવા. લાગી જાય છે. દરેક સમાજમાં રૂઢીવાદી વર્ગની જબરી તાકાત હોય છે. જ્યારે પણ કોઈ વ્યકિત ક્રાન્તિકારી વિચારો મૂકે છે અથવા પ્રચલિત રૂઢિઓને પડકારે છે ત્યારે આ વર્ગ એને સહી શકતું નથી. છેવટે, જ્યારે રૂઢીવાદી વર્ગે જોયું કે સૉક્રેટીસ કોઈ પણ રીતે ચૂપ રહેવાને નથી અથવા એમની સાથે કોઈપણ જાતની બાંધછોડ કરવા પણ તે તૈયાર નથી ત્યારે, એથેન્સના ન્યાયાલયમાં સૉક્રેટીસ પર કાયદેસર આરોપ મૂકવામાં આવ્યું, જેનો સાર એ હતો કે સોટીસ એથેન્સના દેવ-દેવીઓને માનતો નથી અને પિતાના ઉપદેશે દ્વારા યુવાનને ધર્મભ્રષ્ટ કરે છે.
ન્યાયાલયમાં જ્યારે આ મુકર્દમે ચાલ્યો ત્યારે સેક્રેટીસે જે ઊંચી નૈતિક ભૂમિકા પર પિતાને બચાવ કર્યો અને પછી કારાવાસમાં જે સહજભાવે એમણે વિષપાન કર્યું એ ઈતિહાસની એક એવી માર્મિક ઘટના છે કે જેમાંથી આજે પણ માનવમાત્રને પ્રેરણા મળે છે.
તે સમયનું એથેન્સનું ન્યાયાલય એક વિચિત્ર પ્રકારનું હતું. એમાં સામાન્ય નાગરિકોમાંથી પસંદ કરેલા ૫૦૧ સભ્યો બેસતા જેમાં એક પણ અધ્યક્ષ કે ન્યાયાધીશ નહતા. આ બધા સભ્યો મળીને સૌ પ્રથમ ફરિયાદના સંબંધમાં ફરિયાદ પક્ષના ભાષણ સાંભળતા. ત્યાર પછી આરોપીને પોતાને બચાવ કરવાની તક આપવામાં આવતી. અને પછી મતદાન દ્વારા નિર્ણય કરવામાં આવતે કે આરોપી દોષિત છે યા નહીં. દોષિત જાહેર કરવામાં આવે તે ફરીયાદ પક્ષ વ્યાજબી દંડની માંગ કરો અને છેલ્લે આરોપીને જે સજા કરવામાં , આવી હોય તેના વિકલ્પ બીજી સભા માટે પ્રાર્થના કરવાની છટ રહેતી.
પોતાની વિરૂદ્ધ કરવામાં આવેલા આરોપ - અભિગ - ની અરાત્યતા સિદ્ધ કરવામાં સોક્રેટીસને વધુ સમય લાગ્યો નહિ. એના જેવી સદાચારી અને ધાર્મિક વ્યકિત દેશદ્રોહી અને નાસ્તિક હોઈ જ કેમ શકે? સવાલ રહ્યો યુવકોને ધર્મભ્રષ્ટ કરવા વિને, જેના સંબંધમાં સેક્રેટીસે માત્ર એક જ પ્રશ્ન પૂછયું કે જે એ વાત સાચી હોય તો જે યુવાને ભ્રષ્ટ થયા છે તેમના માબાપે અને ચાહકો અહીં આવીને આ ફરિયાદનું સમર્થન કેમ કરતા નથી ? જયારે મતદાન થયું ત્યારે અદાલતના ૨૮૧ સભ્યોએ રોંક્રેટીસને દોષિત ગ, જ્યારે ૨૨૦ સભ્યોએ એને નિર્દોષ ઠરાવ્યા. ફરિયાદ પક્ષ તરફથી મિલીટસે આરોપી માટે મૃત્યુદંડની માંગ કરી. જ્યારે સોક્રેટીસને વૈકલ્પિક સજાની પ્રાર્થના કરવાનું કહેવામાં આવ્યું ત્યારે એણે વિદમાં કહ્યું કે જે સમાજ પર મેં ઉપકાર કર્યો છે એને લક્ષમાં રાખીએ તો રાજયે જીવનભર મારા ભરણપોષણની વ્યવસ્થા કરવી જોઈએ. પરંતુ વિકલ્પને પ્રશ્ન જ શા માટે ઊભા કરવો જોઈએ? કોણ જાણે છે મૃત્યુ સારી ચીજ છે કે બુરી? છેલ્લે સેંકેટીસે અદાલતની વિદાય લેતાં માત્ર એટલું જ કહ્યું કે- “હવે પ્રસ્થાન કરવાને સમય આવી ગયો છે: મારે માટે મૃત્યુ તરફ અને આપ લકોને માટે જીવન તરફ. પણ જીવન શ્રેષ્ઠ છે કે મૃત્યુ એ તે માત્ર ઈશ્વર જ જાણે છે !”
મિત્રની સલાહ એ દિવસેમાં દરેક વર્ષે એપેલે નામના દેવતાના સન્માનઅર્થે એથેન્સથી ડેલસ સુધી એક જહાજ મોકલવામાં આવતું અને
જ્યાં સુધી એ જહાજના યાત્રિકો પાછા ન ફરે ત્યાં સુધી કોઈ પણ વ્યકિતની હત્યા કરવામાં આવતી નહીં. આ નિયમના કારણે
છેટીસને ૩૦ દિવસ કારાવાસમાં ગુજારવા પડયા. આ દિવસે દરમ્યાન પણ અનેક મિત્રો નિયમિત એમને મળવા જતાં અને કેટલાયે નૈતિક પ્રશ્નોની તત્ત્વચર્ચા ચાલ્યા કરતી. એક દિવસ એમને મિત્ર ક્રિટ રાવારના પહોરમાં કારાગારમાં પહોંચ્યો અને એણે દુ:ખની સાથે જણાવ્યું કે યાત્રિઓનું જહાજ આજે જ ડેલસથી આવી પહોંચવાનું છે અને હવે જલ્દથી જ આપને વિષપાન કરવું પડશે. સૉફ્રેટીસે ખૂબ જ પ્રસન્નતાપૂર્વક આ વાત સાંભળી પણ ક્રિટોની ધીરજ એકદમ ખૂટી ગઈ હતી. એણે અત્યંત આગ્રહપૂર્વક સૉક્રેટીસને જેલમાંથી ભાગી છૂટવાની સલાહ આપી, અને જણાવ્યું કે “ભાગી જવા અંગેની બધી જ વ્યવસ્થા બરોબર કરવામાં આવી છે અને ખર્ચને પણ બંદોબસ્ત થઈ ગયા છે. હવે જે આપ મારી આ વાત નહીં માને ના પરિણામે શત્રુઓના જ મારા પૂર્ણ થશે. શત્રુઓ તે એમ જ ઈચ્છે છે કે તમે આ જગતમાં ન રહે. પણ જો આપ જેલમાંથી નાસી જઈને જીવતા રહી શકો છો તે પછી શા માટે મૃત્યુને ભેટવા આટલા આતુર થયા છે ? કાંઈ નહીં તે આપના બાળકોને તે ખ્યાલ કરે. એમની દેખભાળ કોણ કરશે? અને અમારે વિષે, તમારા મિત્રોને વિશે, લોકો શું કહેશે?— એ જ ને, કે સૉક્રેટીસ જેવી મહાન વ્યકિતને જાન બચાવી ન શકે એવા એના મિત્રો કાયર હતાં ? હવે વિચાર કરવાનો સમય નથી રહ્યો. આપણે એકદમ અહીંથી ભાગી નીકળવું જોઈએ.”
A પરંતુ ક્રિટેની બધી દલીલ પર સૉક્રેટીસના જવાબથી પાણી ફરી વળ્યું. સોક્રેટીસે જે કહાં એને સાર એમ હતું કે “લોક શું કહેશે એને વિચાર કરવાને બદલે આપણે એ જ જોવું જોઈએ કે સત્ય શું કહેશે, ન્યાય શું કહેશે. બુરાઈનો બદલો બુરાઈથી લઈ શકાતું નથી. મારા ભાગી જવાથી એથેન્સની સમગ્ર ન્યાયુવ્યવસ્થાને વિશ્વાસઘાત થશે. એમ પણ બને કે કોઈ વ્યકિતને અન્યાયથી દંડ કરવામાં આવે પણ એ જ કારણે જો તે વ્યકિત ન્યાયાલયના નિર્ણયને અસ્વીકાર કરે તે એ સંજોગોમાં કોઈ રાજ્યથવસ્થા લાંબો સમય ટકી શકે નહીં. મને જે એથેન્સની શાસન વ્યવસ્થા પસંદ ન હતી, તો હું એથેન્સ છોડીને બીજા કોઈ સ્થળે જઈ શકયો હોત. પરંતુ મેં તો મારી સારી જિંદગી અહીં જ વિતાવી છે અને મારા જન્મ, પાલનપોષણ, શિક્ષણ ઈત્યાદિ દરેકને માટે હું એથેન્સનો જ ઋણી છું. આજે જો હું એથેન્સ છોડીને બીજે કયાંય ચાલી જઉં તો પછી કયાં મેં હૈ ધર્મ અને નીતિની ચર્ચા કરી શકું? અને જે મને એથેન્સ છોડડ મંજર હોત તે ન્યાયાલયે પણ દેહાંતદંડના બદલામાં મારો એ પ્રસ્તાવ સ્વીકાર્યો હોત. પરંતુ ત્યાં તો એવી વાતને મેં મારી આબરૂ માટે કલંકરૂપ ગણી છે તે હવે હું ચેરની જેમ ભાગી જવાને પ્રયત્ન કરું તો શું એ મારે માટે શોભા
સ્પદ ગણાય ખરું? બાકી રહી બાળકોની વાત. હું જો એમને મારી સાથે લઈને ભાગી જાઉં તો મારી જાતે જ એમને મા- ભેામથી વંચિત કરી દઉં છું અને જે અહીં એમને મૂકીને એશ્લે ભાગી છ હું તો પછી એમની દેખભાળ કેમ કરી શકે? મારા મિત્ર, મારા સાચા મિત્રો તે મારાં બાળકોની દેખભાળ કરશે જ, ચાહે હું વિદેશ ગયો હોઉં કે ચાહે તો હું પરલોક સિધાવી ગયો હોઉં. ”
અંતે, ક્રિટને ચૂપ થઈ જવું પડયું. એણે એટલું જ માત્ર પૂછયું, “ હવે અમારે માટે આપની અંતિમ આજ્ઞા શી છે?” સે કેટીસે કહ્યું, “ ખાસ કોઈ આજ્ઞા નથી. હું તો માત્ર એટલું જ ઈચ્છે છે કે તમે લોકો તમને પોતાને જ બરોબર સમજે. એ જ મારી, માર: બાળકોની તેમ જ તમારી પોતાની પણ સૌથી મોટી સેવા કરી ગણાશે.”
આખરે સોક્રેટીસને વિષપાન કરવાની ક્ષણ આવી પહોંચી. એણે કહ્યું કે હું સ્નાન કરી લઉં કે જેથી સ્ત્રીઓએ મૃતદેહને સ્નાન કરાવવાનું કષ્ટ કરવું ન પડે. ત્યાર પછી જેલર ઝેરને પ્યાલો લઈ આવ્યા. પિતાના મિત્રોના સમૂહની વચ્ચે બેઠા બેઠા જેમ કોઈ માણસ તરસ લાગી હોય અને પાણી પીવે, એવી જ આસાનીથી વિપને ખ્યાલ પિતાના હાથમાં લઈને સૉક્રેટીસ ગટગટાવી ગયા.
આ રીતે એક મહાન સત્યા રહીએ આ જગતમાંથી ચિર વિદાય લીધી. પ્લેટોએ સાચું જ લખ્યું છે કે સેંકેટીસ વૅ સજજન, બુદ્ધિમાન અને ન્યાયપ્રિય માણસ બીજો કયારે જગતને સાંપડશે ? મૂળ હિન્દી :
: અનુવાદક: તિલક
સુબોધભાઈ એમ. શાહ