________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૫૬૮
=
=
એ અંગે તા. ૨૦-૪-૬૮ ના રોજ નવસારીમાં જિલ્લા ખેડુત સંમેલન, તા. ૨૧ થી ૨૩ એપ્રિલના રોજ પદયાત્રિકોની તાલીમ માટે શિબિર અને ૨૬ થી ૩૦ એપ્રિલ સુધી તાલુકા સંમેલન થવાનાં છે. તે પછી ૧ થી ૬ મે સુધી પદયાત્રા થશે. જેમાં હજાર જેટલા પદયાત્રિકો ભાગ લેશે.
એ જ રીતે સૌરાષ્ટ્રના પાંચે જિલ્લાનાં થઈને ત્રીજા ભાગનાં ગામમાં ૧૨ થી ૨૦ મે સુધી પદયાત્રા થશે. રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર જુનાગઢ જિલ્લાનાં ૧૫૦ જેટલાં ગામમાં ૧૦૦ ટુકડીઓ દ્વારા ગ્રામસ્વરાજ્યને સંદેશો પહોંચાડાશે. આ અંગે પણ પદયાત્રિકોની તાલીમ શિબિર, ખેડુત સંમેલન, તાલુકા સંમેલનનો કાર્યક્રમ નક્કી થયેલ છે.
એ ઉપરાંત તા. ૧૮-૪-૬૮ ના રોજ બપોરે ૩- ૩૦ થી ૭-૩૦ સુધી હ. કા આર્ટસ કૅલેજ, અમદાવાદ ખાતે ગુજરાત ગ્રામદાન સંમેલન જાયું છે જેમાં ગુજરાતના રાજયપાલ શ્રી. શ્રીમન્નારાયણ ઉપરાંત વિવિધ ક્ષેત્રોના કાર્યકર અને અગ્રણીઓ આવશે.
આ સાથે ગ્રામદાન ઉપર શ્રી જયપ્રકાશ નારાયણને એક લેખ મોકલું છું, જે આપના સામયિકમાં પ્રગટ કરવા મારી આપને વિનંતિ છે.
શ્રી જયપ્રકાશ નારાયણને લેખ જ્યાં સુધી ગામમાં કોઈ માનસિક પરિવર્તન નથી થતું, કોઈ સામાજિક પરિવર્તન નથી થતું, કાંઈ નવું નથી થતું, કોઈ દષ્ટિ નથી આવતી, પરસ્પરના સંબંધમાં કોઈ ફરક નથી પડતો, ત્યાં સુધી કોઈ ઉન્નતિ નહીં થાય. ગામમાં આજે જે પ્રકારની શકિતઓ કામ કરી રહી છે, પરંપરાગત જાતિઓ છે, જાતિભેદ છે, વર્ગભેદ છે, આ બધો જે ત્યાંને નકશો છે, તેમાં પંચાયતરાજ લાવે, સામૂહિક વિકાસ લાવે, બધી જનાઓ લાવે, તે છે તેમાંથી શું નીપજશે; તમે જોશે કે તેમાંથી ને ગામનું નિર્માણ થયું, ન ગરીબોનું ભલું થયું. આ આખો ને આખે નકશે જેમને તેમ રહે અને તેમાં પંચાથતજના નામે અધિકાર આપી દે, તે બેઉ મળીને વળી બીજાએ અને ત્યાં ફેલાતા જશે. આ પરિસ્થિતિ શી રીતે સુધરે ?
ગ્રામદાનમાં એવી કોઈ ચીજ છે જેના કારણે કાંઈક માનસિક પરિવર્તન થશે, કાંઈક સામાજિક પરિવર્તન થશે, એક બીજાના સંબંધ મીઠાં થશે, પરંપરાગત બુરાઈઓમાં કાંઈક ફરક પડશે. જે પ્રકારનું પરિવર્તન ગ્રામદાન દ્વારા થઈ શકે છે, એવું પરિવર્તન ન પક્ષના પ્રેગ્રામથી થશે, ન કોઈ રારકારી કાર્યક્રમથી થશે, ન પંચાયતરાજથી થશે, ન વિકાસ જનાઓથી થશે.
ગ્રામદાન દ્વારા સૌ પ્રથમ તો આપણે લોકોના માનસમાં એવું પરિવર્તન લાવવા માગીએ છીએ કે ભૂમિને માલિક ભગવાને છે માટે જમીનની વ્યકિતગત માલિકી ન રહેવી જોઈએ. ગામની બધી જમીનની માલિકી ગ્રામસભાની થઈ જાય. હવે, આ કાયદાથી તો કઈ કરી નથી શકયું. કાયદો કરવા માટે એની પાછળ લોકસંમતિનું પીઠબળ જોઈએ. અને આજે જમીનને કારણે કેટલા બધા ઝઘડા થઈ રહ્યા છે! ભૂદાનની જમીન છે, બાબાનું પ્રમાણપત્ર છે, દાતાનું દીધેલું દાનપત્ર છે, ભૂદાન સમિતિનું પ્રમાણપત્ર છે, તેમ છતાં સરકારી કર્મચારી ખાતા પર નામ બીજાનું ચઢાવી દે છે. અવારનવાર આવું બનતું રહે છે. જમીનને કારણે કેટલી કોરટ- બીજી ચાલે છે, પરસ્પર પ ચાલે છે.
હવે, ગ્રામદાન થઈ જાય છે તે જમીન બધી ગ્રામસભાના નામે થઈ જાય છે. જુદાં જુદાં ખાતાં ગૂંસાઈને આખા ગામનું એક ખાનું થઈ જાય છે. આને લીધે લોકોના માનસમાં તે પરિવર્તન થાય જ છે પણ સાથેસાથ રેવન્યુ વિભાગનું કામ પણ કેટલું સહેલું થઈ જાય છે.
આજે સમાજવાદની બહુ વાત થાય છે, બિરલાજીએ પણ કહ્યું કે, કોંગ્રેસ સમાજવાદ સ્થાપવા માગે છે, તે તે સ્થાપવો જોઈએ. કોઈ સમાજવાદી નથી? કદાચ રાજાજી સિવાય બધા સમાજ-
વાદી છે. જનસંઘ પણ ભારતીય સમાજવાદની વાત કરે છે. પણ રસમાજવાદ ગામડાંઓમાં કેમ કરીને આવશે? એ વિશે કયારેય આ લોકોએ વિચાર કર્યો છે? મારે કહેવું છે કે આને માટે પણ ગ્રામદાન એક ભૂમિકા તૈયાર કરી આપે છે. એક તે એ કે માલિકીના વિચારને લીધે જેટલું પાપ છે, ઝઘડા છે, સંકીર્ણતા છે, રાગ છે,
પ છે, કોરટબાજી છે, એ માલિકીના વિચારને ગ્રામદાન થવાથી જાકારો મળે છે અને જમીનની બધી માલિકી ગ્રામરાભાની થાય છે. આ એક બહુ મોટું માનસિક, આર્થિક અને સામાજિક પરિવર્તન છે.
બીજી વાત એ કે જેની પાસે જમીન છે તે પોતાની જમીનને વીસમે ભાગ કાઢીને ગ્રામસભાને આપે છે. તે જમીન ભૂમિહીને વહેંચી આપવામાં આવે છે. આનાથી શું થાય છે? આજે દરેક જણ ગામમાં ગમે તેમ કરીને વધુ ને વધુ જમીન હડપ કરી લેવાના તમાં હોય છે. આની આંચકી લે, પેલાની આંચકી લે, આ પચાવી પાડે, પેલી પચાવી પાડે, સ્કૂલની જમીનમાંથી, સ્મશાનમાંથી, ગામની પડતર જમીનમમાંથી કાંઈક હડપ કરી લે. આની સામે આ એક નવું જ પગલું થશે, કંઈક આપવાનું. ગરીબને પણ થશે કે આ લોકોએ અમારા માટે કાંઈક કર્યું. આને લીધે પરસ્પર સંબંધ પણ કંઈક સુધરશે.
ત્રીજી વાત એ કે દરેક જણ પોતપોતાની જમીનમાં જે કાંઈ પેદા કરશે, અથવા રેકડ કમાણી કરશે, તેમાંથી ગ્રામમાં ચાલીસ ભાગ આપશે. તેનાથી એક ગામને ભંડાર બનશે. રોકડ કમાણી કરનાર દર મહિને આપશે. ખેડૂત દરેક ફસલ પછી આપશે. આને લીધે ગામને ભંડાર વધતે જશે. તેમાંથી ગામના ગરીબની સેવા થશે. ઉદ્યોગધંધાના વિકાસને માટે ગામની મૂડી ઊભી થશે. ગામલોકો ધીરે ધીરે મહાજનોના કરજમાંથી યે છુટકારો મેળવશે. અને ગામની એક ગ્રામસભા બનશે જે આખા ગામનું હિત નજર સામે રાખીને સર્વાનુમતિએ કામ કરશે. આ ચારે ય વાત ગામસ્વરાજના ચાર પાયા જેવી છે.
માટે બહુ વિચારને અંતે હું એવા નતીજા પર પહોંચ્યો છું કે ગ્રામદાનના કાર્યક્રમમાં અપૂર્વ શકિત છે. રાજ્ય પાસે જે શકિત છે તેને હું ઘટાડવા નથી માગતે, તેની ઉપેક્ષા કે અવહેલના કરવા નથી માગતો. પરંતુ જનતા પાસે જે ચીજ છે તેનાથી તે રાજ્યને ય હલાવી શકે છે, તેને ય બદલી શકે છે, રાજ્યના માર્ગને પલટી શકે છે. આ ગ્રામદાન અને ત્રિવિધ કાર્યક્રમથી જ થઈ શકે છે.
જ્યારે હું રાજકીય પક્ષમાં હતા ત્યારે બે વાર મેટા મેચ લઈને ગયેલું. હજારો લોકો આવ્યા, સચીવાલય તરફ કૂચ કરી ગયા, પણ આ બધામાંથી છેવટે નીપજે છે શું, આમાંથી જનતાની કોઈ શકિત પાંગરે છે ખરી? અને પછી જ્યારે ગોળીબાર થાય છે ત્યારે લોકો પરાસ્ત થઈ જાય છે. જનતાની શકિત તે ગ્રામદાન જેવા રચનાત્મક કાર્યક્રમથી જ નિર્માણ થઈ શકે. જનતામાં જેવી શકિત આવવી જોઈએ કે રાજ્ય પર તેને પ્રભાવ પડી શકે, જનતા પોતાની શકિતથી પિતાની સમસ્યાઓ ઉકેલી શકે અને રાજપને ય મદદ કરી શકે.
ગ્રામદાન થાય છે તો તેમાં એક સંગઠન ઊભું થાય છે. આપસમાં મેળ થાય છે, સામૂહિકતાને વિચાર આવે છે, કાંઈક ચેતના પ્રગટે છે, આ રીતે ગામની શકિત પાંગરે છે. તો મારી તમને વિનંતિ છે કે આના ઉપર તમે વિચાર કરો, તમારી જાતને પૂછે કે દેશની આજની પરિસ્થિતિમાં ગ્રામદાનથી ચઢિયાત બીજો કોઈ કાર્યક્રમ આજે છે ખશે? મારું તો એવું દ્રઢ માનવું છે કે જે. સમાજવાદનું કે નવા સમાજનું તમે સ્વપ્ન જુઓ છે તે ગ્રામદાનના આધાર પર જ ખડું થઈ શકશે. મારી અપીલ છે કે તમે સહુ આનાં વિવિધ પાસાંઓને સમજશે અને રાજીખુશીથી ગ્રામદાનના કાર્યક્રમને . અપનાવશે.
જયપ્રકાશ નારાયણ '
કે નવા સમાજ, શિ. મારી પીકથી ગ્રામદાનને