SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ પશુ જીવન તા. ૧૫-૬૮ તો એ જ છે પરંતુ જોવાના ખુણા (angle)અને ઊંચાઈ બદલાયેલ છે. પણ, અહાહા, જુદે જુદે ખુણેથી જોતાં એજ પહાડો કંઈ જુદું જ સૌંદર્ય ધારણ કરે છે! જ્યારે જોઈએ ત્યારે એ એના પ્રેક્ષકો સામે નવા જ લેબાશમાં હાજર થાય છે. કેવું અદ્ભુત છે! (૧૪-૫-’૬૭) ગઈ કાલે સાંજે કઇંક લખવું હતું, પણ થાક અને સમયને અભાવ હોવાથી ન લખાયું. બાકી કાલના દિવસ સરસ ગયો. સવારે આઠ વાગે જીપ આવી ને અમે સહુ ગરમ વસ્રોમાં ગેટપેટ થઈને એમાં ગોઠવાઈ ગયાં. પ્રવાસનાં બધાં ગરમ વસ્ત્રો આજે અમારી સાથે હતાં, કારણ કે એમને આજે ખાસ ફરજ પર હાજર રહેવાનું હતું! મનાલીથી બાર માઈલ દૂર રાહલા સુધી અમને જીપ લઈ ગઈ. ત્યાર બાદ ઊંચા પર્વતો ચઢીને રોહટાંગ પાસ' પહોંચાતું હતું. લગભગ ચાર પાંચ માઈલનું ચઢાણ ને બારતેર હજાર ફીટની ઊંચાઈ પર! અહાહાહા, કેમ ચઢાશે? પણ ચઢવા તો માંડીએ ! છેક પહોંચાય એ તો શકય નથી. પાછલા રસ્તો બરફ ઉપર થઈને જ પસાર. કરવાના છે. છતાં જેટલે જવાય એટલી મજા છે!આમ અમે ચઢાણ શરૂ કર્યું. અમને સૌને હિમનું બરફનુંઘણું કૌતુક હતું. તે ઉપર જઈને એને ખૂંદવા હતો. એટલે હિમ સુધી તો જવું જ – આમ અમારું આરોહણ શરૂ થયું ! અને પછી તે। પગલે પગલે પ્રકૃતિસૌંદર્યની જે લીલા જોઈ છે! હજી તો ખીણમાંજ હઈશું ત્યાં ઉપર ઊંચી ભેખડ પરથી ફર ફર કરતા ધોધ પડતા જોય જાણે કે કોઈ આછું-પાતળુ” (નાયલાનનું!) વસ્ત્ર હવામાં ઊડી ન રહ્યું હોય! એનું અડધું જલ તો સીકર બનીને હવામાં જ ઊડી જતું હતું. ને તોય એની લંબાઈ ઊંચેથી છે...ક નીચે સુધીની અને ધોધ તરીકે સચેષ્ટપણે પુરવાર કરતી હતી. “અરે, આ પર્વત પરથી માત્ર ધોધ જોઈએ તે પણ તેનાં કેટકેટલાં સ્વરુપ દેખાય છે! પેલી બાજુ નાયલાનની સાડી જેવા લાગ્યા તે આ બાજુ સ્વપ્નપરીના સોનેરી વાળ જેમ ઝૂલ્ફાભ ખૂલી રહ્યો છે અને વળી આ તો મેોટી ફેણવાળા નાગ જેમ કુંફાડા મારતા આગળ વધે છે, ત્યારે પેલી તરફ તો જાણે પર્વતે વણેલી પૂણીઓ જ લંબાઈને પડી છે! અરે, અહીં તો ધોધ કહેવા કે નહીં? બધું પાણી ઉપરથી થીજી જ ગયું છે ને નીચે એનો પ્રવાહ છૂપો પો ચાલે છે, જે વળી તક મળતાં હિમાવરણમાંથી ડોકિયું કરી લે છે. કયારેક વળી સત્તાપલટો થતાં હિમ વિદાય લે છેને ધોધ જલસ્વરૂપે થનગનાટ કરવા માંડે છે, ભલભલી ભેખડોમાંથી માર્ગ કાઢતાં આ જળ પાસેથી માણસ કેટલી બધી પ્રેરણા પામી શકે! આમ તો ધોધ પર જ આખો લેખ લખાઈ જાય. પરંતુ અહીંના બીજાં અનેક દશ્યો પણ મનને રણઝણાવી જતાં હતાં. ચાલે ને એની સાથે જ !~ અરે, આ એકમેકને ખભે હાથ મૂકીને ડોકાતાં શિખરો, આ રંગબેરંગી ભેામકા, અને પેલી ભૂખરી ભેખડોને પણ રમણીય કરતી લીલેાતરી, પેલા શંખાકારી લીલાં વૃક્ષે—શું જોવું ને શું ભૂલવું! આમ તા જુઓ, પર્વતા વચ્ચેના વિશાળ અવકાશમાં ટહેલવાં નીકળેલાં વાદળાંઓ કેવાં મસ્ત લાગે છે! અને એમની આડે, સંતાકૂકડી રમતાં તંજછાયા, તેમ જ એ તેજછાયો નિતનવીન રીતે ઝળકતો હિમ – બાંકેટલું અદ્ભુત ચિત્ર સર્જી રહે છે! જેઈ જોઈને પણ જ જેમ જેમ ઊંચે ચઢીએ તેમ તેમ જાણે કે કોઈ અગમ્ય ભૂમિનાં રહસ્યારો ખૂલતાં લાગે, આગળ વધતાં જઈએ એમ ઉત્સાહ પણ એર વધે. પગના યાક અને મનના ભય તો જાણે ખીણમાં મૂકીને જ ન આવ્યાં હોઈએ! વળી નવાઈ તો એ છે કે ઉપર જઈએ એમ ઠંડી ઓછી લાગે છે! હાથનાં મૅજાં ખીસ્સામાં ગયાં. માથાનું મફ્લર વળીને આળીમાં ને ગરમ કોટ પણ ભારરૂપ લાગવા મંડયો. આમ કેમ ? ચાલવાની અને ઉત્સાહની ગરમીથી જ કે અહાહા, હવે તો હિમ હાથવેંતમાં છે! આ ઘડિયે પહોંચ્યાં ! પરંતુ એમ તો કેટલી વાર લાગે ને આગળ જઈએ એટલે પાછું ચઢાણ દેખાય. પણ વાંધો નહી, ચઢયે જાઓ! અને ખરે હવે તે રસ્તા વચ્ચે બરફના નાના નાના ઢગલા આવવા માંડયા, હિમના પ્રથમ સ્પર્શે અમે બધાંય બાળક બની ગયાં! હિમ ખાતરી ખાતરીને હાથમાં લઈને ગાળા કર્યા, દડા ને લગેાઠીઓ પણ કરી. એકબીજાં પર ઉછાળ્ય, ઉડાડયા અને ધીમેક લઈને માંમાં પણ મૂકી દીધા! કેવી મજા ! બરફ સાથે બાળસહજ ગેલ કરવામાં લપસવાનું કેમ બાકી રહે? આમ એની દોસ્તી તો માણી-પણ એટલાથી કંઈ વળે? આપણે તે હિમશિખર પર જવું છે ને ? ચાલો આગળ! અને એય વધતાં વધતાં પહોંચ્યાં લગભગ બાર સાડાબાર હજાર ફીટની ઊંચાઈએ ! અને આવ્યો વિશાળ બરપટ ! ચેામેર બરફ અને વચ્ચે અમે—લગભગ ટોચ ઉપર હઈશું. એ ક્ષણાએ કોઈ અદ્ભુત રોમાંચ સાથે અમારું ને આ હિમમય પ્રકૃતિનું સહઅસ્તિત્વ અનુભવાયું. બે વ્યકિત વચ્ચેનું તાદાત્મ્ય હોઈ શકે, પણ જડ-ચેતન વચ્ચેનું એ એકત્વ તે શબ્દાતીત બની ગયું! એમાં વળી સર્વત્ર વાદળાંને ધુમ્મસછાયા અંચળા પથરાઈ ગયો. ઘડીભર એકબીજાને પણ ન જોવાય, સામેનાં શિખરો, નીચેની ઊંડી વિશાળ ખીણ—બધું જ અલાપ! જાણે કે આપણે પોતે પણ છીએ જ નહીં, અને છતાં આવા આત્મ" વિલાપન સાથે પણ પેાતાના અસ્તિત્વને આનંદ રણક્યાં કરે છે! આ ક્ષણો કંઈ કાળ સુધી મનમાં કોતરાઈ રહેવાની જ તે! અરે વળી પાછા વાદળપડદા તે હઠવા માંડયા ! એની એ જ સૃષ્ટિ ફરીથી સદ્યસ્નાતા કન્યા જેમ તાજગીભરી ખીલી ઊઠી. તડકાની કુમાશ સાથે એનું હાસ્ય ચામેર ફેલાવા માંડયું અને અમે સૌ પાછાં— એના એ જ, છતાં કોઈ અલૌકિક અનુભવે મ્હેકતાં એકબીજાને જોવાં માંડયાં! જીવનના આ અનુભવ ચિરસ્મરણીય બન્યો. હવે વધું શું લખવું? વાચા મૂક બને છે, આ હિમસૌંદર્યને વાગાળતાં વાગેાળતાં અમે પર્વત ઉતરીએ છીએ. ખીણમાં પહોંચીએ છીએ, પણ મન તો છે પેલા શિખર પર જ! અપૂર્ણ ગીતા પરીખ ગ્રામદાન આંદોલન ગુજરાત સર્વોદય મંડળના મંત્રી શ્રી અમૃત મેદી તરફથી તા. ૧૧-૪-૬૮ના પરિપત્ર મળેલ છે, જે નીચે આપવામાં આવે છે: તંત્રીશ્રી, ગાંધી શતાબ્દી નિમિત્તે દેશ અને પરદેશમાં વિવિધ કાર્યક્રમો ઘડાઈ રહ્યા છે. ગાંધીજીએ રોવેલા વિચારોમાં “ગ્રામ સ્વરાજ” કાર્યક્રમ અગ્રસ્થાને છે. ગ્રામસ્વરાજને સાકાર કરવા વિનેબાજીએ ગ્રામદાન, શાંતિસેના અને ગ્રામાભિમુખ ખાદીનો કાર્યક્રમ અપનાવ્યો છે. આ ત્રિવિધ કાર્યક્રમમાં બાપુના બીજરૂપ વિચારો પડેલા છે. દેશભરમાં એ અંગે શાંત છતાં સ્વસ્થ ગતિથી ગ્રામસ્વરાજનું આંદોલન વિનોબા અને સર્વ સેવા સંઘના માર્ગદર્શનમાં ચાલી રહ્યું છે. છેલ્લાં દોઢ - બે વર્ષમાં બિહાર, ઓરિસ્સા, તામીલનાડ, પંજાબ વગેરે પ્રાંતામાં ગ્રામદાન ઝડપભેર થઈ રહ્યાં છે. અને અત્યારે ૫૪ હજાર સુધી ગ્રામદાનની સંખ્યા પહોંચી છે. બિહારના દરભંગા, તામીલનાડના તિરૂનેલવેલી, આંધ્રનો કડપ્પાએ ત્રણ જિલ્લામાં ૭૫ ટકાથી વધુ ગામેાએ ગ્રામદાન કરવાથી જિલ્લાદાન પણ થયું છે. દેશમાં ૨૮૫ પ્રખંડદાન પણ થયાં છે. તા. નકસલવાડી કે જયાં જમીનના પ્રશ્ન પર હિરાક ઉપદ્રવ થયો હતો, ત્યાં પણ ગ્રામ" દાનનો આરંભ થયો છે અને કંતુગાકર ગામનું હમણાં ગ્રામદાન થયું છે. આના પડઘા ગુજરાતમાં પણ પડી રહ્યા છે. ગુજરાતમાં પણ ૭૫૮ ગ્રામદાન થયાં છે. અને એ દિશામાં નીવ્રતાપૂર્વક પ્રયત્નો શરૂ થયા છે. આગામી મેં માસમાં તા. ૧ થી ૬ સુધી સુરત જિલ્લાનાં એકાએક ગામમાં - ૧૩૦૦ ગામમાં ૨૦૦ ટૂકડીએ દ્વારા ગ્રામદાન પદયાત્રા થવાની છે, જેનું આયોજન વ્યવસ્થિત રીતે થઈ રહ્યું છે. ૐ 14 ! = ! »
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy