________________
પ્રબુદ્ધ અન
૩. સ્વામી ભાવનાશીલજીનું દુઃસ્વપ્ન તંત્રીશ્રી, ‘પ્રબુદ્ધ જીવન',
તા. ૧-૪-૬૮ ના અંકમાં આપે “સ્વામી ભાવનાશીલજીનું દુ:સ્વપ્ન" નામનો શ્રી ગગનવિહારી મહેતાએ તા. ૪-૨-૬૮ ના ‘સમર્પણ’માં લખેલા લેખ ઉતાર્યો છે તે વાંચી આ લખવા પ્રેરાયો છું. પ્રથમ તે આ જ લેખ વાંચીને શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે “માનવીની ચેતનશકિત" વિષે જે લખ્યું છે તેનું સંપૂર્ણ સમર્થન હું પણ કરું છું. હું એટલું ઉમેરૂ કે, “માનવીની આ ચેતનશકિત બુદ્ધિથી પણ પર છે. બુદ્ધિ સાધન છે. આ સાધનનો ઉપયોગ કરવાવાળી તે ચેતન શકિત છે.” તેથી આ ચેતનશકિતને બુદ્ધિ જાણી શકે નહિ. જેમ હાથમાં પકડેલા ચીપિયો બધું પકડી શકે છે, પણ પોતાને ધારણ કરનાર હાથને પકડી શકતા નથી, તેમ. આપણૅ બુદ્ધિવાદીઓ આ વાત વિસરી જઈએ છીએ.
હું એક જુદા જ દ િબિંદુથી શ્રી ગગનભાઈના લેખની ચર્ચા કરવા માગું છું. એમણે પોતે એવું ધાર્યું નહિ જ હોય કે એમને લેખ અન્ય સામયિકમાં કોઈ ઉતારશે અને પાછી એના પર ચર્ચા પણ થશે! એ તો સ્પષ્ટ છે કે એ આખો લેખ—અથવા તેા લેખમાંના મોટો ભાગ એમણે (અંગ્રેજીમાં કહીએ તે) “વીથ હિઝ ટ’ગ ઈન હિઝ ચીક.' લખ્યો છે. આમ છતાં એમને કંઈ કહેવાનું હોય તો તે એમણે સ્વામી ભાવનાશીલજીના વકતવ્યમાં આ રીતે મૂક્યું છે. “મારું આખું જીવન મેં ઈશ્વરની સ્તુતિ કરી છે, એનું અહંનશ રટણ કર્યું છે, એના મહિમા અને લીલાના પ્રચાર કર્યો છે કે જે વડે મૃત્યુ પછી મને એનું ફળ મળે, સ્વર્ગે પહોંચાય, સનાતન સુખ પ્રાપ્ત થાય. પરંતુ આ તે લાગે છે કે મારા અસ્તિત્ત્વ માત્રની અહીં કોઈને જાણ પણ નથી, તો દરકાર તેા શેની જ હોય! આ સૌ તે કહે છે કે અગણિત તારાઓમાંથી એક તારાથી તપતી નાની સરખી ક્ષુદ્ર પૃથ્વી પર હું તુચ્છ પામર, ક્ષણજીવી વસ્તું છું! આવી નિષ્ઠુ પ્રતીતિ મારાથી સહન નથી થતી. મારા ભકતોને હું શું આશા આપી શકીશ? પીડિતાને શું આશ્વાસન આપી શકીશ? સંધ્યા, પાઠ— પૂજા કેમ કરી શકીશ? ઉપદેશ આપવા પશ્ચિમના દેશામાં હું કેવી રીતે ઈ શકીશ ? ”
શ્રી ગગનભાઈએ જે વૈજ્ઞાનિકોનું (વિજ્ઞાનીએ જ ત્યાં વસતા જણાય છે તેથી) સ્વર્ગ કહ્યું છે તે કોઈ રીતે આપણા જેવા મુદ્ર માનવીઓથી ચઢિયાતા નથી. એમનામાં કઈ વિશિષ્ટતા હોય તો કોકને સહસ્ર આંખ હોય તે બીજાને ત્રણ આંખ હોય છે; કોકને દસ માથાં હોય છે ને તે પાછાં ચોરસ હોય છે. દ્રારપાલને કેટલાં માથાં છે કે કેટલી આંખો છે તે લેખકે કહ્યું નથી. એમની બુદ્ધિ આપણા જેટલી જ મર્યાદિત છે, એમનાં સાધનો પણ આપણા જેવાં પુરાણાં છે. દ્રારપાલ સિવાય અન્ય વ્યકિતઓમાં વિવેક પણ નથી. બેવકુફા પાસે કોમ્પ્યુટર પણ નથી. એમને ફાઈલા ને પુસ્તકો જ જોવાં પડે છે. પાંચ હજાર કારકૂનો રાતદિવસ કામ કર્યું છે તો જરૂરી માહિતી મેળવી શકતા નથી. વર્ષો વીતી જાય છે. અમારો પૈારાણિક ચિત્રગુપ્ત દરેક જીવાત્મનો ચોપડો રાખે છે અને બધી માહિતી તાણ જ શોધી શકે છે. વૈજ્ઞાનિક સ્વર્ગ વધારે કાર્યકુશળ કે પૌરાણિક? જે સ્વર્ગમાં વસનારામાં સામાન્ય માનવી જેટલાં પણ બુદ્ધિ કે વિવેક ન હોય તેવા સ્વર્ગમાં પ્રવેશ ન મળે તે સ્વામી ભાવનાશીલજી કે તેમના અનુયાયીઓએ સ્વપ્નમાં પણ અકળાવાની જરૂર મને જણાતી નથી. અમદાવાદ: તા. ૧૦-૪-૬૮,
ડૉ. કાન્તિલાલ શાહ
પ્રાકૃત ભાષા તેમ જ સાહિત્ય પર પરિસંવાદ શિવાજી વિશ્વવિદ્યાલય, કેલ્હાપુરના તત્ત્વાવધનમાં વિશ્વવિદ્યાલય અનુદાન આયોગની સહાયતા વડે ગ્રીષ્માવકાશમાં ૨૨મી મે થી ૨૫ મી મે સુધી પ્રાકૃત ભાષા તેમ જ સાહિત્ય' ઉપર એક પરિ ́વાદ ગોઠવવામાં આવ્યા છે..
તા. ૧-૫-૬૮
હૈયે વસ્યા હિમાલય!
[હિમાલયનાં બે સૌંદર્યધામ-મનાલી અને ડેલહાઉસીના પ્રવાસની ડાયરીમાંથી અહીં કેટલાંક પાનાં છે. એમાં પ્રવાસનોંધના આશય મુખ્યત્વે નથી, પણ આ મહાન હિમગિરિનું સૌંદર્યપાન કરતાં જાગેલાં સંવેદના આલેખવાનો પ્રયારા છે. જો કે કુદરતના આ અલૌકિક આનંદ તે શબ્દાતીત છે, છતાં પણ.......
(તા. ૧૦-૫-’૬૭, મનાલી) કર્યાં આવી પહોંચી છું? અમદાવાદના ધમાલિયા જીવનથી ક્યાંય દૂર દૂર ! આ અંતર માત્ર માઈલેનું નથી, પણ મનની વિધવિધ ભૂમિકાનું છે. જાણે કે બે વચ્ચે સાંધનારો કોઈ તાંતણે જ નથી, સિવાય કે મારું પોતાનું અસ્તિત્વ: અમદાવાદના મિલનાં ભૂંગળાઓ જોનાર પણ હું, અને મનાલીના હિમશૃંગા માણનાર પણ હું જ છું !
ઈશ્વરની રચના અબ છે! હિમાલયના આ પ્રદેશ કુલુવેલી— કાશ્મીર જેટલા પ્રસિદ્ધ નથી, અહીં માનવીનું વર્ચસ પ્રમાણમાં ઓછું છે. પરિણામે કુદરતના સાચા સ્વરુપને વધુ નિકટતાથી માણી
શકાય છે.
મનાલી પર્વતો વચ્ચે આવેલું નાનકડું ગામ છે. એની ઊંચાઈ ૮,૦૦૦ ફીટ છે. ગામથી ઊંચે પર્વતના ઢાળ પર અમારું રહેઠાણ છે. ઘર આસપાસ ચિનાર ને દેવદારનાં હરિયાળાં વૃક્ષ ને નાનામેટા છેડવા તથા કલ્લેાલતાં પંખીએ વાતાવરણને રમણીય કરી રહ્યાં છે— પણ ધ્યાન તો ખેંચે છે—તરત આકર્ષે છે—પેલી હિમશિખરોની હારમાળા! આમ દૂર છતાં પ્રમાણમાં ઘણા નજીક એવા આ હિમશૃ ંગાનું સૌંદર્ય તો ખરેખર અવર્ણનીય લાગે છે. ઊંચા ગગનચૂંબી પર્વત પરના આ રૂપેરી હિમ પર્વતને કોઈ અનોખું વ્યકિતત્વ આપે છે. જીવનના કોઈ પરમ તત્ત્વ પ્રત્યે આ હિમ શિખરો મનને સતત ખેંચ્યા કરે છે. જાણે કે એની હિમઅંગુલિ પેલા ગગનવિહારી પ્રત્યે જ આંગળી ચીંધતી ન હોય!
વર્ષોથી આપણા સાધુસંતાને આ શિખરોએ કોઈ અલૌકિક પ્રેરણા આપી છે, પણ મને એનું આશ્ચર્ય નથી થતું. આત્મા એ પરમાત્માના અંશ છે. એની કોઈ અગમ્ય અનુભૂતિ આવી કુદરત ન કરાવે તે જ નવાઈ છે.
(તા. ૧૧-૫૬૭, મનાલી) કાલે દિવસ-રાત વરસાદ રહ્યો. આમ તે ઝરમર હતી, પણ એ કાળાં વાદળાં, એ શાલવનમાંથી સૂરાવતો પવન, એ ઘેરૂ ધુમ્મસ ને કયારેક ચમકી આખું વાતાવરણ ગજવી જતી વીજળીઓએ હિમાલયના રૌદ્રરમ્ય સ્વરૂપનો સારો પરિચય કરાવ્યો. ટાગેરનું “આજ બારી ઝેર ઝરઝર, ભરા બાદરે “જાણે કે પ્રત્યક્ષ અનુભવ્યું. અમે તો એ ખૂબ મસ્તીથી ગાયું પણ ખરૂ!
ભયથી ધરાવી શકે એવા આ મેઘ હિમાલયના જુદા જ સૌંદર્યના આનંદ આપી ગયા. હિમાલયે આધ્યાત્મિક પ્રેરણા કોઈ કોઈને આપી છે, પણ સૌંદર્યપાન તો એના ખોળે આવનાર સર્વેને કરાવ્યું છે. કાલે ધુમ્મસ ને વાદળના રહસ્યમય (Mystical) આવરણમાં જોયેલાં દશ્યો, રૂપેમઢમાં હિમશિખરો, ખળખળતાં ઝરણાં તો આંખ સામેથી ખસતાં નથી. ઢળતી સાંજના આછા અંધકારમાં હિમશિખરો અદ્ભુત ચળકતાં હતાં. પૃથ્વી પર રહીને સ્વર્ગ જોવા મળતું હોય તો આમ જ કે? એમાં પણ ઊંચાં ઊંચાં વૃક્ષો આડું દેખાતું આ દશ્ય મનમાં ઊંડી શાંતિના સાત્વિક આનંદ આપતું હતું. જીવનમાં આથી વધુ શું જોઈએ?
*
(તા. ૧૨-૫-૬૭ મનાલી)
આજે અમારું રહેઠાણ બદલાયું ‘ટૂરિસ્ટસ કાર્ટેજ’માંથી નીકળીને જરા નીચાણમાં પાલ્ડન નેગી ગેસ્ટ હાઉસમાં આવ્યાં. સામેનું દશ્ય