SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૫-૬૮ પ્રબુદ્ધ જીવન છે. આજે ઉશ્કેરાટ જલ્દીથી પેદા થઈ શકે છે, પણ શાતિ અને સમાધાનની વાત કોઈને ગમતી નથી. મેં મારી ૭૦ વર્ષની જિંદગી મુંબઈમાં કાઢી; ઘણાં વ્યાખ્યાને સાંભળ્યાં; વાંચન પણ થંડું કર્યું. જ્યાં વાંચું છું યા સાંભળું છું ત્યાં ડગલે ને પગલે પાપને ભય દેખાડવામાં આવ્યું છે. બેલવામાં પાપ, આંખ ખોલવામાં અને બંધ કરવામાં પણ પાપ. એ જ કારણે અને વેરઝેરના કારણે જૈન ધર્મ નિસ્તેજ બનતું જાય છે. ગચ્છા ગચ્છામાં પણ વાંધા; જ્ઞાતિ જ્ઞાતિમાં પણ વાંધા. એક ગચ્છને સાધુ, રસ્તામાં બીજા ગરજીને રસાધુ દેરાસર જતાં સામે મળે તે મોટું ફેરવી નાંખે. આ બધું કેમ અને શા માટે? તીર્થોના ઝધડાનું સમાધાન સેંકડો વર્ષે પણ થશે નહિ, રિવાય કોઈ અવતારી પુરુષ જન્મ લે તે બીજી વાત છે. આ બન્ને પક્ષો કોઈ દિવસ વેરભાવ ભૂલશે નહિ. મારી કે આપને અવાજ કોઈ સાંભળે તેમ નથી. કેવળ પાયમાલી દેખાય છે. હવે તો આવા ઝગડાની વાતે વાંચવી કે સાંભળવી ગમતી નથી. બીજે મને નવાઈ તે એ લાગે છે કે, “તીર્થરક્ષા' માટે, મહારાજે (સાધુ) કહે છે કે “બલિદાન આપે. એમાં હિંસા નથી.” આ ઝઘડાને તીર્થરક્ષાના નામથી ઓળખાવ એ બરોબર નથી. એ તો કોઈ વિધર્મી આપણા કોઈ તીર્થને નાશ કરવા આવી ચઢે અને તેનો પ્રતિકાર કરવામાં આવે તેને તીર્થરક્ષાના નામથી ઓળખાવી શકાય અને તે માટે હિંસા કરવી પડે છે તે દોષરૂપ નહિ લેખાતી હોય, પણ અહીં તો એક સ્વામીભાઈ અન્ય સ્વામીભાઈ સાથે લડે છે. આ કારણે લોહી રેડાય તે હિંસા દેખરૂપ નથી, અહિંસા છે એમ કહેવું તે કોઈ રીતે ગળે ઉતરે તેવું નથી. ખેર, બનાવ બન્યા કરશે. આપણું કાંઈ ચાલે તેમ નથી. - આપને ચાહનાર જેઠાભાઈ હીરજી મેપાણી ૨. શ્રી વિમળાબહેન ઠકારને પત્ર શ્રી વિમળાબહેન ઠકાર યુરોપના જુદા જુદા દેશમાં વસતા તેમના મિત્ર અને પ્રશંસકોના નિમંત્રણથી ગયા માર્ચ માસની ૨૩ મી તારીખે યુરોપ ગયા છે. તેઓ સૌ પ્રથમ હોલાન્ડમાં આવેલ હીલ્વરરામ રેકાયાં હતાં. હોલાન્ડ તેમ જ ફ્રાન્સ, ઈંગ્લાંડ, નોર્વે તથા સ્વીટ્ઝર્લેન્ડમાં ઑગસ્ટ માસ સુધીના ગોઠવાયેલા કાર્યક્રમ મુજબ તેઓ ભિન્ન ભિન્ન સ્થળોએ નાનાં નાનાં જુથ રામક્ષ વાર્તાલાપ આપી રહ્યા છે. તેમના તરફથી એપ્રિલ માસની ૧૨મી તારીખને મિત્રોને દેશીને લખાયેલો અંગ્રેજી પરિપત્ર ડા દિવસ પહેલાં મને મળ્યા છે. તેમાંના મહત્ત્વના ભાગને અનુવાદ નીચે મુજબ છે: માર્ટિન લ્યુથર કીંગના ખૂનથી આખા યુરોપને ઘણા સખ આઘાત લાગે છે. યુનાઈટેડ સ્ટેટ્સમાં હબસીઓ હવે પિતાનું સ્વતંત્ર રાજ્ય (જેમ ભારતમાંથી પાકિસ્તાન પેદા થયું તેમ) માંગી રહ્યા છે. વિયેટનામ અને હબસીઓના તેફાનેના કારણે આખી અમેરિકન પ્રજાનું જીવન ચૂંથાઈ રહ્યાં છે. “સિવીલ રાઈટ્ર બીલ'. પસાર કરવા માત્રથી હવે હબસીઓ કોઈ રીતે સંપાય તેમ નથી. શબરીમાં આફ્રિકાને ફાંસીના લાકડે લટકાવ્યા. તેથી તેમનામાં પાર વિનાની કડવાશ પેદા થઈ ચૂકી છે. હબસીઓ અને આફ્રિકનેએ ગારા માનવીમાંથી ‘કાહા' ગુમાવી દીધી છે. વર્ગ - સભાનતા, વર્ગ - ધિક્કાર, વર્ગ - હિંસા અને તે સાથે જાતિગત - રાભાનતા ( Race Consciousness ) જાતિગત-ધિક્કાર અને જાતિગત - હિંસા આખી દુનિયાને આવરી રહેલ છે. ઈંગ્લાંડ સાવધાન છે, પણ યુરોપના દેશે ખૂબ અસ્વસ્થ છે. પિલાન્ડમાં શું ચાલી રહ્યું છે તે તમે જાણો છો. ઈઝરાયલ, ૉડર્ન, ઈજીપ્ત, સાઉદી અરેબિયા અને સીરીયા, તેમજ ઈજીપ્ત પરસ્પર અવિશ્વાસ, તિરસ્કાર અને કટુતા સેવી રહ્યા છે એ પણ તમે જાણો છો, ઈન્ડોનેશિયા, વિયેટનામ અને કોરીયા તિરસ્કાર અને અવિશ્વાસની આંધીમાં અટવાઈ ગયા છે. ભારત વિષે લખવાની કોઈ જરૂર નથી. આપણે આજે કેવી દુનિયામાં જીવી રહ્યા છીએ? આમ છતાં પણ એવી આજે અનેક વ્યકિતઓ છે જે એકમેકને સાચા દિલથી ચાહે છે, જેઓ એકમેક વિષે ઊંડો વિશ્વાસ ધરાવે છે. આ માનવીઓ આપણી દુનિયાનું ખરું સત્વ છે. આ ઉદાત્ત માનવીઓની દુનિયાના ઈતિહાસમાં નોંધ નહિ લેવાય, એમ છતાં પણ, આ વિનમ્ર માનવીએ દુનિયાને સુગ્રથિત રાખે છે. આવા માનવી દુનિયાભરમાં ચોતરફ પથરાયેલા પડયા છે. તેમના લીધે જ દુનિયામાં જીવવા જેવું અને યત્રતત્ર વિચરવા જેવું લાગે છે. હલાન્ડમાં આવ્યા બાદ મેં પુસ્તકો સારી સંખ્યામાં વાંચ્યા છે. આ ચેપડીઓમાં “Damodar and the pioneers of the theosophical movement.” “-દાદર અને થીએસેફીલ આન્દોલનના અરરો–” એ પુસ્તકમાં મને સૌથી વધારે રસ પડયો હતો. આ પુસ્તક અત્યારના થીઑફિકલ પબ્લીશીંગ હાઉસ તરફથી ૧૯૬૫માં બહાર પાઠવામાં આવેલ છે. મેડમ બ્લેવાકી કે જેમના વિશે મને ખૂબ આદર રહ્યો છે તેમના જીવન અને ચારિત્રય વિષે આ પુસ્તકમાંથી મને ઘણુ નવું જાણવાનું મળ્યું. અમદાવાદના દાદર માવળંકર કે જેમણે મેડમ બ્લેવસ્કી ભારતમાં આવ્યા અને ચેતરફ ફર્યા તે દરમિયાન તેમની સાથે ઘણું કામ કરેલું તેમના વિશે મને કશો જ ખ્યાલ કે માહિતી નહોતી. હેન્રી કૈંટ કે જેમના નામથી હું પરિચિત હતી તેમના વ્યકિતત્વ વિશે પણ આ પુસ્તકમાંથી મને ઘણા પ્રકાશ પ્રાપ્ત થયો છે. જે મિત્રો પાસેથી આ પુસ્તક કેવળ “અણધારી રીતે મળ્યું તેમની જ તરફથી હેબ્રી lešta u Old Leaues of a Dairy" diam વિભાગ પણ મને મળી ગયા અને તે ત્રણ વિભાગ હું ચીવટપૂર્વક વાંચી ગઈ. બીજા એક મિત્રની ભલામણથી મેરીસ વેસ્ટ લખેલ બે નવલકથાઓ “Ambassaddor” અને “The Daughter of Silence' પણ ' હું વાંચી ગઈ. વિશિષ્ઠ શૈલી, સુભગ રચના અને મધ્યવર્તી વિશિષ્ટ વિષયના કારણે આ બન્ને નવલકથાએ મને ગમી. આ નવલકથાઓને લેખક 'ઝેન બુદ્ધિઝમથી સુપરિચિત હોય એમ લાગે છે. અહીં આવ્યા બાદ અનેક મુલાકાતે - ઈન્ટર યુઝ - આપવાનું બન્યું છે. ગુજરાતના સંસ્કાર તીર્થમાં મેં જે વાર્તાલાપ આપ્યા હતા તેને અંગ્રેજી અનુવાદ પ્રગટ કરવામાં આવ્યો છે. આ રીતે અહિ આવ્યા બાદ બે અઠવાડિયાં સારી રીતે પસાર થયા છે. તમે જાણીને આનંદ પામશે કે હું હંમેશા ફરવા જાઉં છું. અહિ ઠંડી તે પડે, છે પણ તે સૂકી છે અને સુમધુર લાંગે છે. હીલ્વરસમ આસપાસનાં શાનિતભર્યો જંગ ખરેખર એક મહાન આશીર્વાદ રૂપ છે. તમે થોડાં ડગલાં ચાલે અને દેવદાર વૃક્ષના ભવ્ય જંગલના એકાન્તમાં તમે એકાએક પ્રવેશ પામે છે. તમે પક્ષીઓને મળે છે, જે તમારો મધુર કલરવ વડે આદર કરે છે. તમે શીતળ પવનલહરીને મધુર સ્પર્શ અનુભવે છે, જે તમારું સ્વાગત કરે છે. જંગલમાં એકલે ફરી રહેલે એ કોઈ કુદરતને આશક તમને ભેટી જાય છે. તમે પરસ્પર રિમતને વિનિમય કરે છે. અને તે તેને રસ્તે જાય છે અને તમે તમારે રસ્તે આગળ ચાલો છે, અને એમ છતાં એ મધુર મિત તમને કેટલે સુધી અનુસરતું હોય એમ લાગે છે. મારી તબિયત અંગે હાલ કશું ચિન્તાનું કારણ નથી. યુરોપના પરિભ્રમણને કાર્યક્રમ પૂરો કરવામાં મુશ્કેલી નહિ પડે એમ હું ધારું છું. શ્રી અને શ્રીમતી એલ. ઈ. ફાંકેનાએ મારા માટે જાણે કે બધી રાગવડવાળું નવું ઘર જ ઊભું કર્યું છે. મને અહિ બધું સગવડભર્યું અને પોતાના ઘર જેવું લાગે એ માટે તેઓ બન્ને પરસ્પર હરીફાઈ કરી રહ્યા છે. હિંદી ઉસ્તાદી સંગીતની બે રેક મારા અહિ આવવા પહેલાં તેમણે ખરીદી રાખી હતી. તો મિત્રો, હું બધી રીતે ખુશ મિજાજમાં છું. પ્રેમ વિમલ
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy