SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧-૬૮ પ્રેમ મળે છે એવા વિશ્વાસ રાખવા એ આપણે પહેલા પાઠ શીખવાના છે. પ્રબુદ્ધ જીવન આપણે જો ઈશ્વરને પરમપિતા તરીકે સ્વીકારીએ તો દીકરાએ આ પિતાની આજ્ઞા પણ પાળવી જોઈએ ને ? આવી આજ્ઞા આપણે બાહ્ય રીતે જગતને બતાવવા માટે નહિ—ખરા દીલથી અંતરથી પાળવી જોઈએ. આ આજ્ઞા તે નીતિ - ધર્મના નિયમે જ, ભગવાન કહે છે કે “હું તને ચેતવું છું કે તું જે ધર્માચરણ કરે તે દ'ભવૃતિથી અને લોકોની નજરે ચડવા માટે કરીશ નહિ, દાંભિકોની જેમ તારો કર્મના ઢોલ પીટીશ નહિ. પણ સાદાઈથી અને વિનમ્ર રીતે જો તું ધર્માચરણ કરીશ તે તને પરમકૃપાળુ પિતા બદલા જરૂર આપશે. આ જ રીતે પ્રાર્થના પણ એકાંતમાં કરજે અને ઉપવાસ કરે ત્યારે માથામાં તેલ નાખજે, માં જે અને દંભનું કોઈ ચિહ્ન દાખવતા નહિ. લોકો ભલે ન જાણે કે તે ઉપવાસ કર્યા છે, પિતા તે જરૂર જાણશે.” આ ઉપદેશના આશય એક જ છે અને તે એ કે ધર્માચરણ દંભથી નહિ, દીલથી થવું જોઈએ. ઈશ્વર આપણા પિતા છે. આપણે એની આજ્ઞા પાળવી જોઈએ પણ એમાં જે ઉણપ રહી ગઈ હોય તે બદલ જો દીલથી માફી માગીએ તો જરૂર મળે. માણસ માત્રથી અપરાધ તો થાય જ, આ વાત સમજાવવા ઈશુએ ખૂદ નીચલા સ્તરના લોકોના વિસ્તારોમાં જઈને, ત્યાં વસીને ઉપદેશ આપવાની શરૂઆત કરી. ઈશુ કહેતા: “સાજા—સારા માણસના સંપર્કમાં રહેવું તે સૌને ગમે, પણ દુ:ખી લોકોના સહવાસ સાધીને એમને સુધારવા એ જ આપણી ફરજ છે.” આ તબકકે એક દષ્ટાંત યાદ આવે છે. એક ધનવાન માણસને બે પુત્રો હતા. એક દિવસ એક પુત્ર પેાતાની બધી જ મિલકત લઈને વિદેશ ચાલ્યો ગયો પણ ત્યાં પોતાની સમસ્ત મિલકત ઉડાવી દીધા બાદ એના ઉપર તે દુ:ખના ડુંગર ઉતરી પડયા અને ભૂંડને જે ખારાક મળે તે પણ એના માટે દુર્લભ બન્યા. આખરે એને ઘર યાદ આવ્યું અને પિતા પાસે પાછા ફર્યા. દૂરથી એને જોતાં જ વૃદ્ધ પિતા એને દોડીને ભેટી પડયા. નોકરોને નવાં—નવાં કપડાં લાવવાના આદેશ આપ્યો અને આ રીતે પોતાના પુત્રને પુન: અપનાવી લીધા. આવા જ આનંદ ઈશ્વરને પોતાના પુત્રને મેળવતાં થાય છે. છેલ્લા મુદ્દો એ છે કે આપણા દરેકને ન્યાય એ પરમકૃપાળુ ઈશ્વર જ કરશે. બાઈબલની વાત મુજબ જ્યારે રાજાએ જમણાં હાથે ઘેટાંને અને ડાબા હાથે બકરાંને અલગ અલગ તારવ્યાં અને પછી અર્થ સમજાવ્યો કે જ્યારે જ્યારે મને ભૂખ-તરસ લાગી ત્યારે ત્યારે તમે લોકોએ મારી કાળજી લીધી છે, મને આશ્રાય આપ્યો છે. લોકોએ જ્યારે પૂછ્યું કે અમે આવું બધું કયારે કર્યું છે? ત્યારે રાજાનો જવાબ હતો, મારા ભાઈએમાંથી અંદનામાં અદના પ્રાણી માટે જે તમેા કર્યું એ, મારા માટે કર્યું છે.” આમ એ સમન્વય તત્ત્વના ભાવ આપણે પણ સમજવાના છે. ટાગોરે પણ કહ્યું છે: માણસ - માણસ વચ્ચેનું અંતર અનંત હાય છે. તો આ બંને વચ્ચે સંબંધ કેવી રીતે બંધાય? પણ આ બંને વચ્ચે અનંત - પરમેશ્વર સેતુ રૂપે આવે તે જ આ સંબંધ બંધાય એ વાત આપણે સમજીને સ્વીકારવાની છે. ઝાડની એક જ ડાળ પર જે બે કેરીએ લટકતી હોય એને એક જ ડાળીમાંથી પોષણ મળે છે અને તેથી બંને વચ્ચે અગાઢ પ્રેમ છે—સંબંધ છે. પણ બંને કરીએ તેડીને ટોપલીમાં મૂકયા પછી એ સંબંધ - એ જીવા દારી રહેતી નથી, ભલે બંને વચ્ચે હવે શારીરિક અંતર ન હોય. એ જીવાદોરી વિના સંબંધ નથી, એવું જ માણસનું છે. માણસમાણસ વચ્ચેના સંબંધ આ અનંત સેતુથી જ બંધાય. અર્વાચીન ઉદાહરણ લઈએ તો પૃથ્વીના એક વિસ્તારમાંથી ટેલિવિઝનના સંદેશા-કિરણા અન્ય વિસ્તારોમાં સીધેસીધાં પહોંચાડી શકાતાં નથી અને તેથી જ અર્લી બર્ડ નામના કૃત્રિમ ઉપગ્રહ અવકાશમાં રાખવામાં આવ્યો છે જે અમેરિકાથી પ્રસારિત થતાં ટેલિવિઝન કિરણાને પરાર્વિતત કરીને યુરોપ મોકલે છે. આવું જ આપણુ’–માણસાનું છે. વક્ર સ્વભાવને કારણે આપણે અન્યોન્યને સીધી રીતે સ્પર્શી શકતાં નથી અને તેથી જ ઈશ્વરની માધ્યમની અને પેલા અનંત સેતુની જરૂર છે. છેલ્લે ખ્રિસ્તી ધર્મમાં કહ્યું છે કે જો તું ધર્મની વેદી પર બલી ચઢાવતા હો અને તને યાદ આવે કે તારે ભાઈ સાથે વિવાદ છે તે પહેલાં એ પતાવી આવજે, પછી જ નૈવેધ ધરાવવા આવજે.” આમાં ભ્રાતૃભાવની ધર્મની સાચી ભાવના વ્યકત થાય છે. ફાધર વાલેસ ૧૮૧ સર્વ ધર્મ —સમભાવ (ભારત સરકાર સંચાલિત આકાશવાણી મુંબઈ કેન્દ્ર તરફથી તા. ૧૭મી ડિસેમ્બરની રાત્રિના પ્રસારિત વાર્તાલાપ) સર્વ—ધર્મ—સમભાવ, ભારતીય વિચારપ્રણાલીનું એક પ્રધાન લક્ષણ છે. આ કોઈ અકસ્માત નથી, પણ ભારતના તત્ત્વચિંતકો અને ધાર્મિક પુરુષોએ વિચારપૂર્વક અપનાવેલી જીવનદિષ્ટ છે. ભારતીય દર્શન – વેદાંત, જૈન અને બૌદ્ધ - દરેકે સ્વીકારેલ સમન્વયકારી દષ્ટિનું આ પરિણામ છે, તેથી આ ઉદાર વલણ જનસમાજમાં જીવનવ્યાપી બન્યું છે. ભારતવર્ષ વિવિધ ધર્મોનું પ્રયોગ ક્ષેત્ર રહ્યું છે. હિન્દુધર્મ એક મહાસાગર છે. જેમાં સંખ્યાબંધ મતમતાન્તરોને અવકાશ છે. છતાં તેમાં એક પ્રકારની આંતરિક એકતા અને પ્રવાહિતા રહી છે. ધર્મનાં બે સ્વરૂપ છે. એક તાત્ત્વિક ભૂમિકા અને બીજી તેના વિધિનિષેધા અને આચારપ્રણાલિકાઓ, ધર્મનું સાચું સ્વરૂપ તેની તાત્ત્વિક ભૂમિકા છે, પણ જનસમાજમાં તેનું બાહ્ય સ્વરૂપ વધારે આકર્ષક રહે છે. ભારતવર્ષના બધા ધર્મો માક્ષમાર્ગી છે. કેટલીક પાયાની માન્યતાઓ સર્વસામાન્ય છે. આત્મા છે તે નિત્ય છે, મેાક્ષ છે અને મોક્ષ એ જ જીવનનું અંતિમ લક્ષ્ય છેઅને જીવનની સાધના આ ધ્યેયની પ્રાપ્તિ માટે જ છે. આ સિદ્ધાંતો સર્વ ભારતીય દર્શનને સ્વીકૃત છે. જીવનસાધનાના આચારધર્મમાં પણ સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ વેદાંત, જૈન અને બૌદ્ધ દર્શનાને સર્વમાન્ય છે. જીવ, જગત અને ઈશ્વરના સ્વરૂપ અને પરસ્પર સંબંધ વિષે મતભેદ રહ્યા છે અને ભિન્નભિન્ન વિચારસણીએ અનેક સ્વરૂપે વિકસી છે, પણ બૌદ્ધિક તત્ત્વચર્ચામાં પૂર્ણ સ્વતંત્રતા હોવા છતાં પાયાની માન્યતાઓ અને આચારધર્મની એકતા અખંડ રહી છે. સર્વ – ધર્મ – સમભાવનું આ મુખ્ય કારણ છે. જબરદસ્તીથી ધર્માન્તર કરાવવાની કોઈ જરૂરિયાત અથવા પ્રલાભન આવી ભૂમિકાને કારણે રહ્યાં નથી. મારો ધર્મ જ સાચા છે અને તે જ માર્ગે ઉત્કર્ષ થાય કે મુકિત મળે એવા મતાગ્રહ કે દુરાગ્રહ હોય ત્યાં જ ધર્મ - અસહિષ્ણુતા રહેલી છે. દુનિયાના બીજા મુખ્ય ધર્મોમાં ખ્રિસ્તીધર્મ અને ઈસ્લામમાં - આ તત્ત્વા છે અને તેથી આ બન્ને ધર્મમાં ધર્માંતર કરાવવાની પ્રવૃત્તિ મેાટા પાયા ઉપર રહી છે અને પોતાના ધર્મપ્રચાર માટે અધાર્મિક સાધનાનો ઉપયોગ રહ્યો છે. ઈસ્લામ અને ખિસ્તીધર્મના ભારતમાં પ્રવેશ થયા પછી તે બંને ધર્મના પ્રચારકો સાથે ભારતને સંઘર્ષ થયે! છે અને આ સંઘર્ષને પરિણામે, મોટા પ્રમાણમાં આ દેશમાં ધર્માન્તર થયા હોવા છતાં ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી દષ્ટિ અને તેને પરિણામે સર્વ – ધર્મ – સમભાવનું વણલ ભારત ગુમાવ્યું નથી. આર્યસમાજને બાદ કરીએ તો, ભારતવર્ષના કોઈ ધર્મ આક્રમક રહ્યો નથી. બૌદ્ધધર્મ સમસ્ત એશિયામાં વ્યાપ્યા. તે કોઈ રાજસત્તા કે બળજબરીના પરિણામે નહીં, પણ તેમાં રહેલી માનવતા અને હૃદયસ્પર્શી ઊંડી કરૂણાના આધારે. અન્ય ધર્મના અનુયાયીઓએ ધર્મના નામે અકથ્ય અત્યાચારો કર્યા છે અને તેમના ધર્મગુરુઓએ તેને પ્રોત્સાહન આપ્યું છે. ભારતવર્ષમાં ધાર્મિક સહિષ્ણુતા અને પરસ્પર આદર રહ્યા છે, તેનું એક કારણ એ પણ છે કે ભારતના દરેક દર્શનના એ પાયા છે કે આત્મવત્ સર્વ ભૂતેષુ, ય: વત્તિ સહુ પતિ – સર્વ જીવ પ્રત્યે આદર, સમાનભાવ અને કરૂણા. તે માત્ર માનવ માનવ વચ્ચેના સંબંધ પૂરતું જ નહિ, પણ સમસ્ત જીવસૃષ્ટિ, કીડી અને કીટકથી માંડીને મનુષ્ય સુધી – આવી દષ્ટિ હોય ત્યાં અસહિષ્ણુતા અને મતાગ્રહને બહુ અવકાશ રહેતો નથી. આ ઉદારદષ્ટિનું એક જવલંત ઉદાહરણ જૈન ધર્મની સ્યાદ્વાદ ષ્ટિ છે. સ્યાદ્વાદ અથવા એકાન્તવાદના પાયે એ છે કે
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy