________________
૧૨૦
આવા સ્થાનમાં અતિસંક્ષિપ્ત ચર્ચા કરવી એ પ્રસ્તુત છે. હું મૂળભૂત મુદ્દાઓની વોકરું છું ત્યારે એ અર્થમાં કે વિદ્યાઓની સાધના એના વિના સંભવી જ શકતી નથી. આવા મુદ્દાઓ આજે પણ જુદી જુદી ભાષામાં અને એક અથવા બીજી રીતે ચર્ચાય તે છે જ, પણ એ જાણવું રસપ્રદ થઈ પડે તેવું છે કે આજથી હજારો વર્ષ પહેલાં આ દેશમાં જે પ્રાચીન પદ્ધતિએ વિદ્યાામે ચાલતા તેમાં પણ આ જ પ્રશ્નો ચર્ચાતા અને તેવા પ્રાચીન સમયના એક ઋષિએ તૈત્તિરીય ઉપનિષદ્માં એની નોંધ પાતાની વિશિષ્ટ શૈલીમાં કરી રાખી છે. એ શૈલીમાં આર્પ દર્શન છે અને ચમત્કારકતા પણ છે. એ મંત્રામાં શબ્દ થોડા છે, પણ અર્થ બહુ ગંભીર છે.
પ્રભુપ્ત જીવન
વિદ્યાની સાધનાના મુખ્ય પાયો છે જિજ્ઞાસા. જિજ્ઞાસા જેટલી તીવ્ર કે મંદ તેટલી જ તીવ્ર કે મંદ સાધના ચાલવાની; અને જિજ્ઞાસાના વ્યાપના પ્રમાણમાં જ વિદ્યાઓના વ્યાપ હોવાનો, વિદ્યાએ નિ:સીમ છે, તેથી ઉત્તરોત્તર એની સીમાએ વિસ્તરવાની. પણ તૈત્તિરીય ઉપનિષદ્ના આ પિએ એ બધી જ પૂર્વઉત્તરકાલીન મુખ્ય વિદ્યાઓ અને તેની શાખાએને સંક્ષેપમાં પાંચ ભાગમાં વર્ણવી છે. તે ભાગ છે અન્ન, પ્રાણ, મન, વિજ્ઞાન અને આનંદ. આ પાંચ ભાગોમાં વહેંચાયેલી તમામ વિદ્યાઓ અને તેની નાની મોટી શાખાઓને વેદોપનિષદપ્રસિદ્ધ એક જ બ્રહ્મશબ્દથી નિર્દેશીને એની જિજ્ઞાસાને બ્રહ્મજિજ્ઞાસા રૂપે નિર્દેશી છે.*
આપણે સામાન્ય રીતે જાણીએ છીએ કે બાદરાયણના સૂત્રેામાં પહેલું સ્થાન બ્રહ્મજિજ્ઞાસાનું + છે. પણ આપણામાંથી બહુ ઓછા એ જાણતા હશે કે બ્રહ્મ શબ્દથી કેટલા વિસ્તૃત અર્થ ઋષિઓને અભિપ્રેત છે. સામાન્ય લોકો તો એટલું જ જાણે છે કે બ્રહ્મની વાત એટલે આત્મા ––૫રમાત્મા કે પરમ ઈશ્વરની વાત. પણ ‘બ્રહ્મ શબ્દ એ કીટ પતંગથી માંડીને મનુષ્યના જીવનને – અને તે પણ ઉત્તમોત્તમ ગણાતા – આધ્યાત્મિક પુરુષના જીવનને – સ્પર્શે છે. અને તેથી જ બ્રહ્મમીમાંસામાં સ્થૂળમાં સ્થૂળ લેખાતાં દૈહિક અને સાંસારિક જીવનથી માંડી પારમાર્થિક જીવનની સૂક્ષ્મમાં સૂક્ષ્મ અંતિમ કક્ષા લગીની મૂળભૂત એવી આવશ્યક બાબતોની ચર્ચા કરવામાં આવી છે. દા૦ ૫૦ અહીં આપણે માત્ર અન્નબ્રહ્મ અને પ્રાણબ્રહ્મ વિષે જ થાડુંક જાણીએ તો એ, સ્થાલીપુલાક ન્યાયથી, ઘણું બધું સમજાવી દેશે. પાંડિત સુખલાલજી
*આ તવસ્તુવા॥ અન્ન યોતિ બનાનાત્ ।।. . સ તવસ્તવા ।। પ્રો ન્નોતિ બગાનાત્ ।. .
સ તવતત્ત્વા ૫ મનો બ્રોતિ યજ્ઞાનાત્ ।... . સ તપસ્તવા ।। વિજ્ઞાન બ્રહ્મતિ અનાનાત્ 1.
. સ તવસ્તા ।। આનો બ્રહ્મતિ અનાનાત્ । તપ કરીને તેણે અન્ન બ્રહ્મ છે એમ જાણ્યું. તપ કરીને તેણે પ્રાણ બ્રહ્મ છે એમ જાણ્યું. તપ કરીને તેણે મન બ્રહ્મ છે એમ જાણ્યું. તપ કરીને તેણે વિજ્ઞાન બ્રહ્મ છે એમ જાણ્યું. તપ કરીને તેણે આનંદ બ્રહ્મ છે એમ જાણ્યું.
+ અથાતો શ્રદ્ઘનિસાસા 1
( વેદ ભણ્યા પછી બ્રહ્મની જિજ્ઞાસા કરવી. (અપૂર્ણ )
ભગવાન ઈશુ
(સપ્ટેમ્બર માસમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી યોજવામાં આવેલી પર્યાપણ વ્યાખ્યાનમાળામાં અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૅલેજના પ્રોફેસર ફાધર વેાલેસ, સંઘના નિમંત્રણને માન આપીને પધાર્યા હતા, તેમણે બે વ્યાખ્યાને આપેલાં, તેમાંનું પહેલું વ્યાખ્યાન ધર્મ અને વિજ્ઞાન’તા. ૧૬-૧૧-૬૭ના અંકમાં પ્રગટ થયું. હતું, બીજું વ્યાખ્યાન તેમણે ‘ભગવાન ઈશુ’ ઉપર આપેલું. તેનું પ્રકાશન આજે શરૂ થતા નવા ખ્રિસ્તી વર્ષના અનુસંધાનમાં સમુચિત લેખાશે એમ સમજીને નીચે પ્રગટ કરવામાં આવે છે. તંત્રી)
જૈનધર્મમાં જીવનશુદ્ધિ ઉપર જેટલા ભાર મૂકાય છે એટલેા ભાર બીજે કયાંય ભાગ્યે જ મૂકાતા હશે. અહિંસાનો સિદ્ધાંત અને વ્યવહાર તરીકે જે સ્વીકાર થયા છે અને તેના ઉપર જે ભાર મૂકાય છે તે વિરલ જ છે. અને જગત માટે એક બહુ મેાટી ભેટ સમાન છે. હિંસા તો હાથ પગની વાત છે, જ્યારે અહિંસા તે એક જ ચીજને જુદાં જુદાં પાસાંથી જોવાની ટેવ છે. આ ઉપરાંત સહિષ્ણુતાના - બીજા માટેના પ્રેમની ભાવનાનો - ગુણ પણ મહાન
તા. ૧-૧-૬૮
છે. હકીકતમાં તે પ્રાણીમાત્ર માટેના પ્રેમની લાગણીથી જ અહિંસાની ભાવના માણસના મનમાં પેદા થાય છે.
ભગવાન ઈશુના સંદેશમાં પણ આ જ ભાવના—માણસ માત્ર માટેના પ્રેમની ભાવનામૂર્તિમંત થાય છે. અલબત્ત આ માટેનું દષ્ટિબિંદ જુદું હોઈ શકે, પણ એ પાછળની ભાવના, પ્રેરણા તે એક જ છે.
ભગવાન ઈશુ જન્મે તે એક નાના ગામના સુથારના દીકરો. કુંવારા રહીને વરસા સુધી પોતે સુથારનું કામ કરીને જીવન— ગુજારો કર્યો. ત્રીસ વરસની ઉંમરે ગૃહત્યાગ કરીને તેઓ વનમાં ગયા અને તપશ્ચર્યા, ઉપવાસ ને ધર્મમંથનમાં ચાળીસ દિવસ સુધી ગરક રહ્યા. પછી પ્રાયશ્ચિત ને જીવનશુદ્ધિના સંદેશ લઈને જનકલ્યાણ અર્થે તેઓ જાહેરમાં આવ્યા અને ધર્મોપદેશ શરૂ કર્યો. ઈશુ કહેતા: માણસ કોણ છે, કઈ જાતના છે એ તરફ ન જ પણ એ શું કહે છે તે પહેલાં સાંભળેા, શું કરે છે તે જુઓ. એમના ઉપદેશના સાર આ શબ્દોમાં સમાઈ જાય છે. “ઈશ્વર છે, અને એ આપણા સૌના પરમ પિતા છે” અર્થાત્ આપણે સૌ એ પરમપિતાનાં બાળકો જ છીએ અને તેથી આપણે સૌએ એના દીકરાને છાજે એ રીતે જીવવું– વર્તવું જોઈએ. અને અન્ય માણસો પ્રત્યે ભાઈને છાજે એ રીતે વર્તવું જોઈએ. અર્થાત ભ્રાતૃભાવની ભાવના કેળવવી અને જાળવવી જોઈએ.
આથી આપણે પ્રાર્થના પણ એવી રીતે જ કરીએ છીએ કે “હું અમારા પરમ પિતા, તારૂં નામ અમર રહે, મંગળ યોજના સિદ્ધ થાય. હે પિતા, સર્વ અનિષ્ટોથી અમારૂં રક્ષણ કર. આજના રોટલા આજે આપ અને સર્વ પ્રકારના લાભ - માહથી અમને દર રાખ.” ભગવાન ઈશુ ધાર્મિક સિદ્ધાંતા ઉપરથી અનુમાના કરતા જતા હતા. એ કાળમાં યહૂદીઓના ધર્મમાં અસંખ્ય આશાઓ હતી. આથી જ એક પંડિતે એક વખત પ્રશ્ન ઉઠાવ્યો કે આમાં સૌથી મોટી આશા કઈ ગણવી? જવાબ હતો,, “પ્રેમ રાખો,” પણ બીજા ઉપર પ્રેમ રાખવાનું સહેલું છે, એક્બીજા આપણા ઉપર પ્રેમ રાખે છે એ માનવું અઘરૂં છે. દુ:ખ અને આપત્તિમાં પણ ભગવાન ઉપર શ્રાદ્ધા રાખવી અને આપણા ઉપર ઈશુના પ્રેમ અમર છે એમ માનવું એ જ આપણા પ્રેમની ખરી કસોટી છે,
આજે આપણે સૌ અનેક પ્રકારની ચિંતાના મહાસાગરમાં ડૂબેલાં છીએ અને તેથી જ શું ખાઈશું? શું પહેરશું વગેરેની ચિંતા - માં જ રચ્યા પચ્યા રહીએ છીએ. અન્ન કરતાં જીવનની અને વસ્ત્ર કરતાં શરીરની કિંમત વધુ નથી શું? પંખીએ જુઓ. એના ખાવા પીવાની ચિંતા કોણ કરે છે? ફ્ લાની સુંદર હારમાળા જોઈ છે? એ કેવી શેશભે છે ! મહારાજા – વૈભવશાળી શહેનશાહ-સાલામન પાસે પણ આવા વૈભવ સજાવવાની શકિત નહોતી! આથી જ આપણે સૌ - અલ્પવિશ્વાસીઓએ ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી જોઈએ. ઈશ્વર તમને રૂડી રીતે સજાવશે જ. એની ચિંતા કરશે! નહિ. નાસ્તિકો જ એવી બધી તુચ્છ વસ્તુઓ પાછળ પડે છે. તમે તે ધર્મચરણની પાછળ જ પડો. આવતી કાલ પોતાનું ફોડી લેશે,
માણસ જો ઈશ્વર ઉપર ભરોસો રાખે તો તે કોઈ સમસ્યા., ચિંતા રહે જ નહિ. આપણે પરીક્ષા વખતે ઘણી ચિંતા કરીએ છીએ પણ આપણને જો એમ ખબર પડે કે આપણા પેપર - મારા બાપૂજીએ જ કાઢયાં છે તે? પરીક્ષા ખંડમાં નિરીક્ષક તરીકે બાપૂજી જ આવવાના છે અને પેપર બાપૂજી જ તપાસવાના છે ? તા તો આપણને લેશમાત્ર ચિંતા ન જ થાય ને?! આપણે જે જીવન— પરીક્ષાની ચિંતા કરીએ છીએ તે અંગે પણ જો આપણે એમ વિચારતા થઈએ કે આ પરીક્ષાનું સમગ્ર સંચાલન આપણા પરમપિતાના હાથમાં જ છે તે? તા કેવી શાંતિ થાય !? આમ ઈશ્વર પિતા છે એમ સ્વીકારીને એમના પ્રત્યે પ્રેમ રાખવા અને આપણને એમને
।