________________
૧૮૨
પ્રબુદ્ધ જીવન
સંપૂર્ણ સત્ય કોઈને લાબું નવો અને દરેક કથનમાં સત્યનો અંશ રહ્યો છે. આ સત્યના અંશ સમજવા પ્રયત્ન કરવા અને તે ગ્રહણ કરવા એ આધ્યાત્મિકતાનું મુખ્ય લક્ષણ છે. તેનું દષ્ટાંત આપવામાં આવે છે કે સાત અંધપુરુષો હાથીના સ્પર્શ કરે અને તેનું વર્ણન કરે તે જેણે સૂંઢ પકડી હોય તે એમ જ માને છે કે સૂંઢ એ જ હાથી છે, તેવી જ રીતે તેના કાન, પુચ્છ, શરીરના બીજા અવયવાનું. પણ દેખતા માણસ પૂર્ણ હાથીને જુએ અને આ દરેક તેનું અંગ માત્ર છે તેમ સમજે. તેવી જ રીતે અજ્ઞાની માણસ પેાતાના અપૂર્ણ જ્ઞાનને પૂર્ણ સમજી, તે જ સત્ય છે એવા દુરાગ્રહ સેવે ત્યાં અસહિષ્ણુતા અને ઝનૂન આવે. ધર્મઝનૂન – આવા અજ્ઞાનનું પરિણામ છે એમ આપણે માનતા આવ્યા છીએ અને આપણા જીવનવ્યવહારનું એ સદ્ઘક્ષણ રહ્યું છે.
એમ નથી કે સાંપ્રદાયિક સંઘર્ષો આપણામાં નથી થયા. હિંદુઓમાં શૈવ અને વૈષ્ણવ, જૈનામાં દિગમ્બર અને શ્વેતાંબર, બૌદ્ધોમાં હીનયાન અને મહાયાન – આવા અનેક સંપ્રદાયોમાં તીવ્ર
મતભેદો રહ્યા છે અને સંઘર્ષો થયા છે. પણ આ બધા પ્રમાણમાં મર્યાદિત અને અલ્પ સમયના રહ્યા છે અને ત્યાં પણ પાયાની એકતા જોખમાઈ નથી.
ભારત ઉપર અન્ય ધર્મો – ઈસ્લામ અને ખ્રિસ્તીધર્મનું આક્રમણ થયું ત્યારે પણ પ્રતિઆક્રમણને બદલે ભારતે સ્વરક્ષણના માર્ગ લીધે, મધ્યકાલીન યુગમાં ઈસ્લામ અને ખ્રિસ્તીધર્મોના આક્રમણ સામે હિન્દુધર્મ પોતાનાં દ્રારા બંધ કરી રક્ષણ કર્યું. એ સમયમાં પણ અકબર જેવા ઉદાર રાજવી હતા, જેણે વિશ્વધર્મ— દીનઈલાહીને વિચાર કર્યો. ભારતીય સંસ્કૃતિમાં કોઈ એવું રસાયણ છે જે વિદેશી તત્ત્વાને ગાળી નાંખી પાતાનામાં સમાવી એકરસ કરે છે. મધ્યકાલીન યુગમાં પણ ગુરુ નાનક અને કબીર જેવા સંતોએ સર્વ – ધર્મ – સમભાવ ઉપદેશ્યો અને રામ કહા, રહેમાન કહા, એનાં ભેદ નથી એમ કહ્યું.
મધ્યયુગના અંધકારમાંથી બહાર નીકળી વર્તમાન ભારતના ઉદય થયા છે ત્યારે જે મહાપુરુષોએ તે ઉષાકાળની આગેવાની લીધી તેમનામાં પણ આ ઉદાર ધર્મવૃત્તિ પ્રમુખ હતી. રાજા રામમાહનરાય આ ઉદય કાળના પ્રણેતા લેખાય. વેદાંત, ઈસ્લામ અને ખ્રિસ્તીધર્મ, ત્રણેની તેમના ઉપર ઉંડી અસર હતી. સંસ્કૃત, અરેબીક, ફારસીના તેઓ અભ્યાસી હતા. અન્ય ધર્મોનો અભ્યાસ કર્યો છતાં સ્વધર્મે સ્થિર રહ્યા અને બ્રહ્મોસમાજની સ્થાપના કરી. એક રીતે ભારતની ઊગતી પેઢી અને તે વખતના શિક્ષિત વર્ગના હિન્દુધર્મ પ્રત્યે વિશ્વાસ જાગ્રત રાખી, અન્ય ધર્મની અસરમાંથી બચાવ્યા. પશ્ચિમ હિન્દમાં પ્રાર્થનાસમાજે તે કામ કર્યું. રામકૃષ્ણ પરમહંસે બીજી રીતે, સ્વાનુભવ અને પેાતાની જીવનસાધનાથી, ભારતીય સંસ્કૃતિના પ્રભાવ બતાવ્યો. તેમણે પોતે ઈસ્લામ, તથા ખ્રિસ્તીધર્મના અંગત અનુભવ કરી ભારતીય જીવનસાધનાની શ્રેષ્ઠતા બતાવી અને સર્વ ધર્મસભમાવ કેળવ્યો. તેમણે કહ્યું છે કે મંદિરમાં પ્રવેશવાના અનેક માર્ગો હોય છે. કોઈ મધ્યદ્રારથી આવે, કોઈ બારીવાટે આવે, તા કોઈ પાછળથી આવે. છેવટે ઈશ્વર સમીપે ઊભા રહી પ્રાર્થના કરે. ઈશ્વરને પહોંચવાના અનેક માર્ગો હોય. મારો જ માર્ગ શ્રેષ્ઠ છે અને તે એક જ માર્ગ છે એવું અભિમાન, અજ્ઞાન અને દરાગ્રહ સેવવા એ ધર્મનું લક્ષણ નથી. સ્વામી વિવેકાનંદે આ ઉપદેશને ભારતભરમાં અને દુનિયામાં ફેલાવ્યો.
ભારતીય સંસ્કૃતિની સર્વ ધર્મ સમભાવની આ લાક્ષણિકતા, કાયમ રહી છે. ગાંધીજીએ તેને જદી રીતે જીવી બતાવી. આફ્રિકામાં ખ્રિસ્તી મિશનરીઓનું જીવન જોઈને એમને એક સમયે એમ થયું કે સાચા ધર્મ જ છે. અને ખ્રિસ્તી મિશનરીએ તેમના આત્માની ચિંતા કરવા લાગ્યા ત્યારે પોતાને ધર્મ – હિન્દુ ધર્મ – સમજવા તેમણે પ્રયત્ન કર્યો. તેના પરિણામે તેમણે જોયું કે હિન્દુધર્મમાં અનેક અનિષ્ટો છે; અસ્પૃશ્યતા જેવું કલંક છે; છતાં તેમના આત્માને સંતોષ થાય એવાં પણ બધાં તત્ત્વો હિન્દુધર્મમાં છે અને આધ્યાત્મિક ઉન્નતિ માટે ધર્માન્તરની કોઈ જરૂર નથી. હિંદુધર્મમાં ગીતાના કર્મયોગ છે, ભાગવતના ભકિતયોગ છે, ઉપનિષદોને જ્ઞાનયોગ
તા. ૧-૧-૬૮
છે. તેમને સર્વ ધર્મો પ્રત્યે ઊંડા સમભાવ હતા. તેમના આશ્રમ જીવનમાં સર્વ – ધર્મ – સમભાવને એક વ્રત તરીકે તેમણે સ્વીકાર્યું હતું. સર્વ ધર્મોની પ્રાર્થના થાય, છતાં પોતે સનાતની હિંદુ છે એમ જ કહેતા. સર્વ – ધર્મ – સમભાવ કેળવવા સ્વધર્મ છેડવાની જરૂર નથી, પણ મતાગ્રહ છેડવાની ખાસ જરૂર છે. ગાંધીજીને કોઈએ પૂછ્યું હતું કે હિન્દુધર્મમાં એવી કઈ ખાસ સુંદરતા છે કે જે કારણે હિન્દુ એ ધર્મને જ વળગી રહે? તેના જવાબમાં ગાંધીજીએ કહ્યું છે કે ધર્મના સંબંધ પતિ – પત્નીના સંબંધ જેવા છે. એકબીજાની ઉણપા નથી જાણતા એમ નહિ, પણ પરસ્પરની વફાદારીના મૂળમાં કોઈ અકળ અને અતૂટ આંતરિક આકર્ષણ છે – પેાતાના ધર્મમાં રહેલી એબે પ્રત્યે આંધળા થવાની જરૂર નથી. પણ પેાતાના ધર્મમાં જ જે સુંદરતા છે તે મારા જ ધર્મમાં છે અને બીજા ધર્મમાં નથી એમ માનવું ન જોઈએ. બીજા ધર્મોનું અવલાકન કરીએ ત્યારે, દોષ શેાધનાર ટીકાકાર તરીકે નહિ પણ ભકતની દૃષ્ટિથી, બીજા ધર્મોમાં પણ મારા ધર્મ જેવી જ સુંદરતાએ જોવાની આશાએ અને મારા ધર્મમાં નથી એવી કોઈ સુંદરતા બીજાના ધર્મમાં જડી આવે તો તે મારા ધર્મમાં દાખલ કરવાના હેતુએ જ, હિંદુ – મુસ્લિમ એકતા માટે એમણે પ્રાણ આપ્યો.
આ યુગના એક બીજા આધ્યાત્મ યોગી – જેની જન્મશતાબ્દિ થોડા દિવસ પહેલાં જ ઉજવાઈ – શ્રીમદ્ રાજચંદ્રે આ જ હકીકત આ પ્રમાણે કહી છે :
એક હાય ત્રણ કાળમાં, પરમારથના પંથ પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત : જાતિવેષના ભેદ નહિ, રહ્યો માર્ગ જો હોય સાધે તે મુકિત લહે, એમાં ભેદ ન કોય.
સર્વધર્મ સમભાવના આ સિદ્ધાંતને આપણે બંધારણમાં પણ અગ્રસ્થાન આપ્યું છે. આ રાજ્ય બિનસાંપ્રદાયિક “સેકયુલર છે તેના અર્થ એમ નથી કે અધાર્મિક છે, પણ સર્વ ધર્મ પ્રત્યે સમભાવ રાખે છે, કોઈ ધર્મ રાજ્યધર્મ નથી, ધર્મ કે જાતિને કારણે કોઈ નાગરિક પ્રત્યે ભેદભાવભર્યું વર્તન રાખવામાં નહિ આવે અને સર્વ ધર્મના અનુયાયીઓને રાજ્યમાં સમાન હક તથા તક છે.
સર્વ – ધર્મ – સમભાવ જેવા મહાન સિદ્ધાંતને સ્થાને, દુર્ભાગ્યે વર્તમાનકાળે આપણા જીવનમાં સર્વધર્મ—અભાવ જેવી સ્થિતિ પ્રવર્તે છે. જીવનના નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો પ્રત્યે અશ્રાદ્ધા અને જીવનનૌકા સૂકાનરહિત અથડાય છે. સ્વધર્મ પ્રત્યે શ્રાદ્ધા ન હોય તેને સર્વ—ધર્મ-સમભાવ પણ ન હોય. સાચા ધર્મને પીછાણે તે જ સ્વધર્મને જીવનમાં ઉતારી શકે અને અન્ય ધર્મો પ્રત્યે આદર કેળવી શકે.
ચીમનલાલ ચકુભાઈ શાહ રાજ્યભાષા-official Language
આઝાદીની લડતની આગેવાની ગાંધીજીએ લીધી ત્યારથી રાષ્ટ્રીય શિક્ષણ અને રાષ્ટ્રભાષાના પ્રશ્નો રાષ્ટ્રની સાર્વત્રિક મુકિત અંગ બન્યા. કૉંગ્રેસનું સૂકાન ગાંધીજીએ સંભાળ્યું ત્યાં સુધી, કોંગ્રેસ અંગ્રેજી ભણેલા પુરતી મર્યાદિત હતી અને તેનું કામકાજ અંગ્રેજીમાં જ ચાલતું. મુકિત સંગ્રામ જનતા વ્યાપક બનાવવા હોય તો જનતાની ભાષામાં તેને પહોંચવું જોઈએ. કોઈ વિદેશી ભાષા સ્વતંત્ર દેશનાં શિક્ષણના માધ્યમ અથવા તેની રાજભાષા, તરીકે કાયમ રહી જ ન શકે. તેથી, દેશ સ્વતંત્ર થયો ત્યારે, રાજ્ય ભાષા શું હોવી જોઈએ તે અતિ અગત્યના પ્રશ્ન બન્યો. વિધાન પરિષદમાં સૌથી લાંબી ચર્ચા અને તીવ્ર મતભેદ, લગભગ છેવટ સુધી, આ પ્રશ્ન અંગે રહ્યો. વિધાન પરિષદમાં હું હતા ત્યારે આ પ્રશ્ન ઉપર ભંગાણ પડવાની તૈયારી હતી. છેવટ સમાધાન થયું ત્યારના હર્ષ અને આનંદના દ્રષ્યો હજુ પણ મને યાદ આવે છે. આ સમાધાન બંધારણમાં સ્થાન પામ્યું. બંધારણના ભાગ ૧૭ અને તેની ૩૪૩ થી ૩૫૧ સુધીની ક્લમા રાજ ભાષા અંગે જ છે. ટુંકમાં આ પ્રબંધના સાર આ પ્રમાણે છે:
(૧) કેન્દ્રની રાજ ભાષા દેવનાગરી લિપિમાં હિન્દી રહેશે. પણ ૧૫ વર્ષ સુધી રાજ ભાષા તરીકે અંગ્રેજી ચાલુ રહેશે. છતાં ૧૫ વર્ષ બાદ પણ અંગ્રેજીના ઉપયોગ ચાલુ રહે એવા કાયદા પાર્લામેન્ટ કરી શકશે. આ ૧૫ વર્ષ દરમ્યાન, હિન્દીના વિકાસ માટે