________________
તા. ૧-૧-૧૮
પ્રબુદ્ધ જીવન
- ૧૮૩
અને ક્રમશ: અંગ્રેજીનું સ્થાન હિન્દી લે તે માટે, શું પગલાં લેવા, તે માટે કમિશન નિયુકત કરવું. કમીશને પોતાની ભલામણ કરવામાં ભારતની ઔદ્યોગિક, સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક પ્રગતિને, તથા સરકારી નોકરી અંગે બિન-હિન્દી ભાષી પ્રદેશના ન્યાયી હક્કો તથા હિતોને ઘટતો ખ્યાલ રાખવો જોઈએ. આ ભલા- મણે ઉપર રાષ્ટ્રપતિ ઘટતી સૂચનાઓ કરી શકશે.
(૨) રાજા, પિતાના વહીવટ માટે કોઈ પણ પ્રાદેશિક ભાષા અથવા હિન્દી, વિધાનસભામાં કાયદો કરીને, અપનાવી શકશે. કેઈ રાજ્યમાં આવો કાયદો ન થાય ત્યાં સુધી, તે રાજ્યની વહીવટી ભાષા અંગ્રેજી રહેશે. પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે અને રાજ્યની વચ્ચે કેન્દ્રની રાજ ભાષા હોય તે ભાષા માધ્યમ રહેશે. છતાં બે રાજ્યો પરસ્પર સમજુતીથી હિન્દી ભાષા પરસ્પરના વ્યવહાર માટે સ્વીકારી શકશે.
(૩) કેન્દ્ર અને રાજ્યોની વહીવટી ભાષા અંગે, ઉપર મુજબ પ્રબંધ હોવા છતાં, પાર્લામેન્ટ કાયદો ન કરે ત્યાં સુધી, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટને બધે વહીવટ અને પાર્લામેન્ટ અને રાજ્યોની વિધાન– સભાના બધા કાયદાઓ તેમ જ તેના હુકમો, પેટા નિયમે, વિગેરે અંગ્રેજીમાં રહેશે. પણ, રાષ્ટ્રપતિની સંમતિથી, કોઈ પણ રાજ્યના ગર્વનર તે રાજ્યની હાઈ કોર્ટની ભાષા તરીકે હિન્દી અથવા તે રાયે સ્વીકારેલ પ્રાદેશિક વહીવટી ભાષાના ઉપયોગની મંજૂરી આપી શકશે. તો પણ, તે હાઈ કોર્ટના ચૂકાદા અને હુકમ અંગ્રેજીમાં જ હોવા જોઈશે. કોઈ પણ રાજ્ય, અંગ્રેજી સિવાય, બીજી કોઈ પ્રાદેશિક ભાષાને પોતાની વહીવટી ભાષા તરીકે સ્વીકારે તો પણ અંગ્રેજીમાં તેને અનુવાદ ગવર્નરની સહીથી આપવો પડશે અને તે અંગ્રેજી અનુવાદ સત્તાવાર ખરડો ગણાશે. . (૪) બીજી કેટલીક ખાસ જોગવાઈઓ પણ વહીવટી ભાષા અંગે કરવામાં આવી છે. કોઈ પણ વ્યકિત કેન્દ્ર અથવા રાજ્યમાં વપરાતી કોઈ પણ ભાષામાં પિતાની ફરિયાદ કોઈ અધિકારી કે સત્તાને કરી શકશે. દરેક રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ, બનતાં સુધી બાળકની માતૃ ભાષા દ્વારા આપવામાં આવશે. ભાષાકીય લઘુમતિ કોમના બંધારણમાં જણાવેલ હક્કોના રક્ષણ માટે ખાસ અધિકારીની નિયુકિત કરવામાં આવશે. હિન્દીના પ્રચારને વેગ આપવો અને તેને વિકસાવવાની કેન્દ્ર સરકારની ફરજ છે. હિન્દી ભાષાના મૂળ સ્વરૂપમાં દખલ કર્યા વિના, હિન્દુસ્તાની અને ભારતની અન્ય ભાષાઓના સાહિત્યમાંના પ્રકારે, શૈલી અને પ્રગાને હિન્દીમાં અપનાવીને, એને શબ્દ ભંડોળ વિપુલ બનાવ જેથી ભારતીય સંસ્કૃતિના તમામ તત્ત્વોને વ્યકત કરવાના સાધન તરીકે તેને ઉપયોગ થઈ શકે.
ઉપર જણાવેલ બંધારણની જોગવાઈઓમાં પ્રાથમિક શિક્ષણને બાદ કરીએ તે શિક્ષણના માધ્યમ વિશે કોઈ ઉલ્લેખ નથી. આ જોગવાઈઓમાં “પણ” અને “છતાં’ એટલાં બધાં આવે છે કે આ કેટલું નાજુક સમાધાન હતું તે દેખાઈ આવશે. હિન્દી અને બિનહિન્દીભાષી વિભાગનું ઘર્ષણ ત્યારે પણ હતું, પણ સ્વતંત્રતાની એ ઉષા હતી અને દેશપ્રેમ સર્વોપરી હતું. તેથી સમાધાન શકય બન્યું હતું.
આ સમાધાનને પાય એ છે કે, રાષ્ટ્રની એકતા માટે રાજ્યો અને કેન્દ્ર વચ્ચે, તેમજ રાજ્યો વચ્ચેના પરસ્પર વ્યવહાર માટે, એક ભાષા હોવી જોઈએ. તે ભાષા, કોઈ વિદેશી ભાષા, કાયમ માટે હોઈ જ ન શકે. આ દેશની જે ૧૪ મુખ્ય ભાષાઓ છે અને જેને ઉલ્લેખ બંધારણના પરિશિષ્ટ ૮માં કર્યો છે તેમાંની જ કોઈ એક ભાષા હોઈ શકે. આ ચૌદ ભાષાઓમાં અંગ્રેજી નથી, પણ એ બધી આ દેશની પ્રાદેશિક ભાષાઓ છે. આ ચૌદ ભાષાઓમાં હિન્દી ભાષા એક એવી છે કે જે દેશના વધુમાં વધુ સંખ્યાના લોકોની ભાષા છે. તેથી હિન્દી જ દેશની રાજભાષા અથવા વહીવટી ભાષા બની શકે એ નિર્ણય લેવા. ગાંધીજીએ પણ આજ હકીકત વર્ષો પહેલાં
જોઈ હતી અને હિન્દી ભાષાના શિક્ષણ અને પ્રચાર માટે, પ્રયાસે શરૂ કર્યા હતા. પણ આ હિન્દી ભાષા એટલે સંસ્કૃતપ્રચુર જડબાતોડ હિન્દી ભાષા નહિ, પણ ઉપર કહ્યું છે તેમ દેશની બધી પ્રાદેશિક ભાષાએથી સમૃદ્ધ થયેલી હિન્દી. ગાંધીજી તેને હિન્દુસ્તાની કહેતા, જેમાં ઉર્દૂ ની છાયા પણ આવે. તેમની દ્રષ્ટિમાં હિન્દુમુસ્લિમ એકતા પણ હતી. આ સમાધાનમાં, પ્રાદેશિક ભાષાના વિકાસને પૂર્ણ અવકાશ આપ્યો છે. રાજ્ય, વહીવટી ભાષા તરીકે, પ્રાદેશિક ભાષા અપનાવે. પણ દેશમાં ન્યાયતંત્ર એક અને અખંડ રહે તે માટે વરિષ્ઠ અદાલત અને હાઈકોર્ટની ભાષા, પાર્લામેન્ટ બીજો કાયદો ન કરે ત્યાં સુધી, અંગ્રેજી રહે અને હાઈકોર્ટમાં કોઈ પ્રાદેશિક ભાષા સ્વીકારી હોય તે પણ, તેના કાયદાને અધિકૃત અંગ્રેજી અનુવાદ થાય. એ સ્પષ્ટ છે કે દેશના બધા કાયદાઓ એક ભાષામાં ન હોય અને હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટની ભાષા એક ન હોય ત્યાં સુધી ન્યાયતંત્રની એકસૂત્રતા જળવાઈ શકે નહિ. વરિષ્ઠ અદાલતને ૧૪ ભાષાને અખાડો ન બનાવાય. તેમ બનતાં, પ્રાદેશિક ભાષાઓમાં ઘડાયેલ કાયદાના અર્થ કરવામાં ભારે મુસીબતે ઊભી થાય. - આ બંધારણ ૧૯૪૮ - ૪૯ માં થયું અને ૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦ને દિને અમલમાં આવ્યું. ત્યારપછી ગંગા - યમુનાના કાંઈક પાણી વહી ગયાં. ભાષાકીય જોરણે રાજ્યની પુર્નરચના થઈ. પ્રાદેશિક ભાષાએ સર્વ કક્ષાએ શિક્ષણના માધ્યમ તરીકે સ્વીકારવાનું થયું. ભાષાવાદનું જોર જા. દેશની એકતા જાળવવામાં અને સ્થિર . કરવામાં બંધારણે જેટલે ભાગ ભજવ્યો, તે જ કેંગ્રેસ અને
નેહરુના પ્રભાવશાળી વ્યકિતત્વને ફાળો રહ્યો. ૧૯૬૨ માં નેહરુની માંદગી અને ચીની આક્રમણે દેશની હવા બદલાવી. નેહરને અવસાન પછી પરિસ્થિતિ પલટાઈ ગઈ. છેવટ ૧૯૬૭ ની ચેથી સામાન્ય ચૂંટણીએ કેંગ્રેસને છિન્ન - ભિન્ન કરી અને કોઈ પ્રતિભાશાળી નેતા રહ્યો નહિ.
બંધારણની શરૂઆતથી ૧૫ વર્ષ બાદ, હિન્દી કેન્દ્રની રાજભાષા થશે એમ નિર્ણય કર્યો હતે. હિન્દીને વિકસાવવા અને તેના પ્રચાર માટે ૧૫ વર્ષને ગાળો પૂરત માન્યો હતો. પણ આ ૧૫ વર્ષ દરમ્યાન આ માટેના પ્રયત્નો થવા જોઈએ તેવા થયા નહિ. તેથી ૧૯૬૩ માં પાર્લામેન્ટ કાયદો કર્યો - જે સત્તા પાર્લામેન્ટને બંધારણમાં આપવામાં આવી છે કે ૧૫ વર્ષ પુરાં થાય, એટલે ૨૬ મી જાન્યુઆરી ૧૯૬૫ પછી પણ, કેન્દ્રના વહીવટી કામકાજ માટે તેમ જ પાર્લામેન્ટની કાર્યવાહી માટે, હિન્દી ઉપરાંત, અંગ્રેજી પણ ચાલુ રહેશે. - English language may continue to be used in addition to Hindi, આને અર્થ એ થશે કે હિન્દીને ઉપયોગ શરૂ થશે, પણ અંગ્રેજી પણ ચાલુ રહેશે. તે સાથે હિન્દીને ઉપયોગ વધારવા, એવો પ્રબંધ કર્યો કે પાર્લામેન્ટના બધા કાયદાઓને હિન્દી અનુવાદ થશે, તેમ કોઈ રાજ્ય પ્રાદેશિક ભાષામાં કાયદા કરે તે, તેને અંગ્રેજી ઉપરાંત હિન્દી અનુવાદ પણ થશે. હાઈકોર્ટોના ચુકાદા વિગેરે પણ પ્રાદેશિક ભાષામાં હોય તે તેને પણ અંગ્રેજી ઉપરાંત હિન્દી અનુવાદ થશે. ૧૦ વર્ષ પછી હિન્દીને વિકાસ કેટલો થશે છે અને વિશેષ શું કરવું જોઈએ તેને નિર્ણય કરવા, પાર્લામેન્ટના ૩૦ સભ્યોની કમીટી નિમાશે.
આ કાયદાથી બિનહિંદીભાષી વિભાગોને સંતોષ ન હતો. અંગ્રેજી May Continue એમ નહિ પણ Shall Continue એવી ' એમની માંગણી હતી. વળી વહીવટી ભાષા તરીકે હિન્દીની શરૂઆત થાય તે પણ તેમને પસંદ ન હતું. આ કાયદાની ચર્ચા દરમ્યાન નેહરૂએ ખાત્રી આપી હતી કે બિનહિન્દીભાષી વિભાગે સંમત ન થાય ત્યાં સુધી અંગ્રેજીને ઉપયોગ ચાલુ રહેશે જ. પણ ૨૬ જાનેવારી ૧૯૬૫ નજીક આવી તેમ ગરમી