________________
92
પ્રભુ
વધી અને દક્ષિણમાં - ખાસ કરીને તાલીમનારમાં – માટા પાયા ઉપર તોફાન થયાં. સરકારે જાહેર કર્યું કે, નેહરૂએ જે ખાત્રી આપી છે તેને કાયદાનું સ્વરૂપ આપવામાં આવશે. આ ખાત્રીનેા અમલ કરવા અને તેને કાયદાનું સ્વરૂપ આપવા, ૧૯૬૩ના કાયદામાં સુધારો કરતો ખરડો આ વખતે પાર્લામેન્ટમાં રજુ થયો, જેના ઉપરની ચર્ચાએ અતિ ઉગ્ર સ્વરૂપ લીધું.
આ સુધારામાં એવી જોગવાઈ છે કે જે રાજ્યે હિન્દીને વહીવટી ભાષા તરીકે સ્વીકારી ન હોય તે રાજ્ય અને કેન્દ્ર વચ્ચેના વ્યવહાર માટે અંગ્રેજીને જ ઉપયોગ થશે. તેમજ બધાય બીન – હિન્દી – ભાષી રાજ્યો અને પાર્લામેન્ટ જ્યાં સુધી અંગ્રેજીના ઉપયોગને બંધ કરવાના ઠરાવ ન કરે ત્યાં સુધી અંગ્રેજીના ઉપયોગ, વહીવટી ભાષા તરીકે ચાલુ રહેશે. કેન્દ્રમાં હિન્દીના ઉપયોગને વધારવા માટે પણ જોગવાઈ કરી છે. અને હિન્દીનાઉપયોગ થાય ત્યાં અંગ્રેજીના અનુવાદ પણ સાથે રહે તેવી વ્યવસ્થા છે. તે સાથે એક જુદા પ્રસ્તાવથી હિન્દી અને પ્રાદેશિક ભાષાએના વિકાસ માટે ત્વરિત પગલા લેવાના દવ કર્યો છે અને ત્રિભાષી યોજનાના અમલનો આગ્રહ રાખ્યો છે. ત્રિભાષી યોજના એટલે, હિન્દીભાષી વિભાગોમાં, હિન્દી તથા અંગ્રેજી ઉપરાંત ભારતની એક બીજી ભાષા, બને તો દક્ષિણની, શીખવવી તેમજ બિનહિન્દી વિસ્તારોમાં માતૃભાષા, હિન્દી અને અંગ્રેજીના અભ્યાસ કરાવવે. આ ઠરાવના સૌથી અગત્યના ભાગ છે. સરકારી નોકરીઓ માટેની પરીક્ષા અંગેને. તેમાં જણાવ્યું છે કે, નોકરી માટે પસંદગી વખતે હિન્દી અથવા અંગ્રેજીનું જ્ઞાન ફરજીયાત રહેશે, તેમજ પરીક્ષા દેશની ચૌદે ભાષાઓ તેમજ અંગ્રેજીમાં લેવાની વ્યવસ્થા થશે.
૧૮૪
જીવન
તા. ૧-૧-૬૮
હાઈ, બિન – હિન્દી ભાષી ઉમેદવારોએ હિન્દી અથવા અંગ્રેજી સારી પેઠે શીખવું પડે. આ કારણે અંગ્રેજીના માહ વધશે. અંગ્રેજી ભણેલાઆમાં એ મોહ તો અત્યારે છે જ, પણ હિન્દીના જેને વિરોધ છે તે પણ અંગ્રેજીને મહત્ત્વ આપતા થશે.
કેન્દ્રની રાજભાષા હિન્દી થઈ, તેથી તેના દરેક ખાતા અને તેના હસ્તકની કંપનીઓ જેવી કે એલ. આઈ. સી. રેલવે, પેસ્ટ, હિન્દુસ્તાન સ્ટીલ વગેરેમાં વહીવટી ભાષા હિન્દી થઈ. પણ હિન્દી અથવા અંગ્રેજીના ઉપયોગ થાય ત્યાં સુધી બધે હિન્દીનું અંગ્રેજી અને અંગ્રેજીનું હિન્દી ભાષાંતર સાથે હોવું જ જોઈએ. તેવી જ રીતે કેન્દ્ર સરકાર તરફથી થતા ઠરાવા, હુકમો, નોટીફીકેશન, અહેવાલા વગેરેમાં પણ. મતલબ કે કેન્દ્ર સરકારના વહીવટ દ્વિભાષી થશે અને કેટલાક રાજ્યોને ત્રિભાષી, પ્રાદેશિક ભાષા, હિન્દી અને અંગ્રેજી અને હિન્દીભાષી રાજ્યોમાં દ્વિભાષી - હિન્દી અને અંગ્રેજી. રાજ્યભાષામાં આ પ્રમાણે સુધારો અથવા ફેરફાર કર્યો તેમાં અતિ ઉગ્ર વિવાદ અને તફાના થયાં. હિન્દીના હિમાયતીઓ અને વિરોધીએ તરફથી – એક પક્ષ, હિન્દીને બને તેટલી આગળ કરવા અને બીજો પક્ષ હિન્દીને બને તેટલી પાછળ રાખવા. આ ફેરફારમાં નેહરૂએ આપેલ ખાત્રીનો પૂરો સમાવેશ થાય છે. બિનહિન્દીભાપી બધાં રાજ્યો અને પછી પાર્લામેન્ટ, અંગ્રેજીના ઉપયોગ બંધ કરવાનો નિર્ણય ન કરે ત્યાં સુધી અંગ્રેજીના ઉપયોગ ચાલુ રહેશે, જેનું પરિણામ કે ઘણાં લાંબા સમય સુધી રાજ્યવહીવટ દ્વિભાષી રહેશે. તે પછી
આ બધું ફાન શેનું છે? ફાનનું કારણ કેટલે દરજ્જો રાજકીય છે, જેને ભાષા સાથે કોઈ સંબંધ નથી, પણ ભાષા એક બ્હાનું છે. બીજું કારણ એ ભય છે કે, હિન્દીભાષી લોકોને આ વ્યવસ્થામાં વધારે લાભ કે ઊંચું સ્થાન મળે છે. એટલું ખરૂ હિન્દી જેની માતૃભાષા છે તેમને કેટલીક અનુકળતા રહે–બિન - હિન્દી લોકોને હિન્દી, માતૃભાષા ઉપરાંત, શીખવું પડે. તેથી હિન્દી ભાષી લોકો જેટલું બને તેટલું જલ્દી હિન્દીને અંગ્રેજીને સ્થાને સ્થાપવા માગે છે. એક વિશેષ કારણ પણ છે. ઉચ્ચ શિક્ષણ પણ પ્રાદેશિક ભાષાઓમાં અપાશે ત્યારે અંગ્રેજીનું જ્ઞાન ઘણું જ નબળુ` રહેશે. તેથી સરકારી નાકરી માટે હિન્દી અથવા અંગ્રેજીનું જ્ઞાન ફરજીયાત
અંગ્રેજીને હિન્દી સાથે રાજભાષા તરીકે સરખું સ્થાન આપવા છતાં, બિન હિન્દી ભાષી લોકોને સંતોષ નથી. કારણ કે, તેમને હિન્દી જોઈતું જ નથી. પણ દેશની એકતા માટે એક રાજભાષા ત
જોઈએ જ તેથી રાજગોપાલાચારી કહે છે કે અંગ્રેજીને જ કાયમની
રાજભાષા બનાવો. બંધારણ બદલી નાખે અને હિન્દીને હઠાવા. કોઈ વિદેશી ભાષા કાયમ માટે એક સ્વતંત્ર દેશની રાજભાષા રહે તે બને જ નહિ. ઘણાં લાંબા વિચાર પછી હિન્દીને આ સ્થાન આપવામાં આવ્યું છે. રાજભાષા એટલે રાષ્ટ્રભાષા નથી બનતી. પ્રાદેશિક ભાષાઆને પૂર્ણ અવકાશ રહે છે. રાજાજી આમ કેમ કહે છે? દુર્ભાગ્યે કહેવું પડે કે, લોકોને ઉશ્કેરવાનું અને દેશની એકતા ભારે જોખમાય એવું કામ રાજાજી કરી રહ્યા છે. અને તે ઈરાદાપૂર્વક કરે છે. જે લોકો અંગ્રેજી શીખી શકે તેને શું હિન્દી શીખવું અઘરૂ છે? હિન્દી ભાષા પ્રચાર માટે દક્ષિણમાં રાજાજીએ પહેલ કરી હતી અને જરાય શંકા નથી કે દક્ષિણવાસીઓ ધારે તે, જેમ અંગ્રેજીમાં તેમ હિન્દીમાં પણ પ્રવીણ થઈ શકે- વધારે સરળતાથી. પણ બાજી હાથી ગઈ હોય તેમ લાગે છે. ભાષાવાદનાં મૂળ ઊંડા ગયાં, રાજકીય સત્તાની સાઠમારી જામી અને દેશપ્રેમ રહ્યો નહિ. લાસભામાં જે ખરડો દાખલ કર્યો હતો તેમાં એક બે નાના ફેરફારો કર્યા - હિન્દી ભાષી સભ્યાના દબાણથી પ્રમાણમાં નજીવા ફેરફાર છે - સરકારી નેાકરી માટે હિન્દીના જ્ઞાનની જરૂર નથી એમ હતું, તેને બદલે હિન્દી અથવા અંગ્રેજીનું જ્ઞાન ફરજીયાત ગણાશે તેમ કર્યું. પણ શ્રી કામરાજ જેવાને પણ આ બહાનું મળ્યું અને આ ખરડો સ્વીકાર્ય નથી એમ જાહેર કર્યુ.
ખરી રીતે ૨૬ જાનેવારી ૧૯૫૦ પછીના ૧૦ વર્ષમાં હિન્દીને વિકસાવવા અને તેના પ્રચાર વધારવા જે પગલાં લેવાં જૉઈતાં હતાં, તે સરકારે લીધા નહિ. એ દસ વર્ષના ગાળા એવા હતા કે, જેમાં એમ લાગે કે નેહરૂએ, બીજું ઘણું કર્યું તેમ, આ પણ કરી શક્યા હોત. જેમ દેશી રાજ્યોનું વિલીનીકરણ સરકારે ઝડપથી કરી નાખ્યું તે થઈ ગયું અને કાશ્મીર રહી ગયું તે રહી જ ગયું, તેમ ભાષાનું પણ, હવે તો કેટલાય સમય સુધી આ સંઘર્ષ રહેશે અને શું પરિણામ આવે તે કહેવું મુશ્કેલ છે. જબરજસ્તીથી હિન્દી લાદી ન શકાય એ જેટલું સત્ય છે તેટલું એ પણ સત્ય છે કે, હિન્દી સિવાય બીજી કોઈ ભાષા આ દેશની રાજભાષા થઈ શકે તેમ નથી. તેમાં જેટલે વિલંબ કરીયે તેટલા ગુંચવાડો વધશે. હિન્દી બરાબર વિકસેલી નથી એ બહાને વિલંબ કરવા યોગ્ય નથી. તેને વિકસવાની તક ન આપીએ અને તેને માટેના પ્રમાણિક પ્રયત્ન ન કરીએ અને છતાં તે કારણ આગળ ધરીએ તે યોગ્ય નથી. આંતરરાષ્ટ્રીય વ્યવહાર માટે અંગ્રેજી જરૂરનું છે તે કારણે હિન્દી રાજભાષા ન થાય તે ખાટી દલીલ છે. બીજા સ્વતંત્ર દેશે કોઈ વિદેશી ભાષાને આવા કારણે પોતાની રાજભાષા રાખતા નથી. બિન–હિન્દી ભાષી લોકોને સંતોષવા બની શકે તેટલું કર્યું છે. પણ અત્યારે તો તેમના વિરોધનો વંટોળ ચાલુ રહે છે. ૧૪ ભાષામાં સરકારી નોકરી માટે પરીક્ષા થાય, ૧૪ ભાષામાં પાર્લામેન્ટની કાર્યવાહી થાય, ૧૪ ભાષામાં ન્યાયતંત્ર ચાલે આ અશકય પરિસ્થિતિ છે. દુર્ભાગ્યે, રાજકીય ક્ષેત્રે જે અરાજકતા અને સંઘર્ષ છે તે ભાષાના ક્ષેત્રે પણ લાંબા સમય રહેશે તેમ જણાય છે. ચીમનલાલ ચકુભાઈ શાહ માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંધઃ મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ : ૪૫–૪૭, ધનજી સ્ટ્રીટ. મુંબઇ ૩. મુદ્રસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુક્ત
૨૯-૧૨-૬૭