SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૪ પ્રભુ હવે આ કોયડાના ઉકેલ શો છે? એનો ઉકેલ બહુ સીધા અને સાદો છે. માત્ર એ ગળે ઊતરવા એટલા જ કઠણ છે. (૧) પ્રજાએ અને સરકારે એ વસ્તુનો સ્વીકાર કરવા જોઇએ કે રોગ કરતાં આરોગ્ય અનેકગણુ' કીમતી છે. એટલા માટે તમામ જાહેર સાધનસામ્રગીના ઉપયોગ રોગ મટાડવા માટે કરવાને બદલે આરોગ્ય સાચવવા પાછળ કરવા જોઇએ. આજે વ્યકિતની સંપત્તિ રોગ મટાડવા પાછળ વેડફાય છે એને બદલે પરિસ્થિતિ એ હોવી જોઇએ કે સમાજની સંપત્તિ આરોગ્યરક્ષણ માટે ખર્ચાય અને મૂર્ખ માણસાની સંપત્તિ રોગ ઊભા કરવા અને મટાડવા પાછળ ખર્ચાય, આજે તે આપણા સમાજની પરિસ્થિતિ એવી છે કે શુદ્ધ હવા, વિપુલ સૂર્યપ્રકાશ અને શુદ્ધ પાણી જેવી જીવનની પ્રાથમિક જરૂરિયાતા માટે માણસને પૈસા ખર્ચવા પડે છે, જ્યારે દવાઓ, રસીઓ અને વાઢકાપ પોતાની ગરીબી ગાઇને મફ્ત મેળવી શકાય છે! (૨) બાળકોને કેળવણીની સંસ્થાઓ મારફતે આરોગ્યના સૌથી મોટો પાઠ એ શીખવવા જોઇએ કે ઊર્ધ્વજીવન અને ગૃહન જીવન વિનાનું દીર્ધ-જીવન પશુજીવન કરતાં ય બદતર જીવન છે. જીવન કેવળ લાંબું હોય. એના કશા જ અર્થ નથી. સાથે સાથે એ ઊંચું અને ઊંડું હોવું જોઇએ, (૩) સરકારે સુખમૃત્યુને કાયદેસર ઠરાવવાં જોઇએ. સુખમૃત્યુ એટલે કોઇ પણ રોગી માટે જો ત્રણથી પાંચ નિષ્ણાત દાકતરોનું કમિશન એમ કહે કે આ વ્યકિતના રોગ અસાધ્ય છે અને એ વ્યકિત પોતે જો પોતાની યાતનામાંથી છૂટવા ઇચ્છતી હાય તો તેમાં સમાજે વચમાં ન આવવું અને એકાદ સ્ટ્રીકનીન કે સેામલનું ઇન્જેકશન લઇ લેવા દેવું. એના શેષ જીવનને ઇસ્પિતાલાના ગૂંથવાડામાંથી બચાવવું. મહાત્માજીએ જેમ કેવળ કરુણાને વશ થઇને વાછડાને સ્વર્ગે મોકલ્યો હતો તેમ માણસે સ્વેચ્છાથી સ્વર્ગે જવું. આ વિચાર પહેલી નજરે ચોંકાવનારો લાગશે, પણ આમા એવું કશું જ નથી. સેનિટેશન, સંતતિનિયમન અને સુખમૃત્યુ એ ત્રણે જોડીઆ ભાઇઓ છે. સેનિટેશનથી રોગચાળા અને ઉગ્ર રોગો ઉપર માણસના કાબૂ આવે છે. સંતતિનિયમનથી જન્મ ઉપર માણસા કાબૂ આવે છે અને સુખમૃત્યુથી માણસના મરણ ઉપર કાબૂ આવે છે અને આ રીતે જો આપણે સંસ્કૃતિની કટોકટી નહિ ઉકેલીએ તો આપણા વતી એટમબામ્બ એ કટોકટી ઉકેલી લેશે. અને ક્ષણભર વિચાર તો કરો. માથે ટાલ પડી હોય, આંખે અંધાપો આવ્યા હોય, કાન બહેરા થયા હોય, દાંત પડી ગયા હોય, બગડેલા કે બગડવાને સંભવ હોય તેવા કાકડા, નાકના મસા, એપેન્ડીકસ, પિત્તાશય, ગુર્દા, હોજરી, નાનાં મોટાં આંતરડાં, બરોળ, અને પ્રોસ્ટેટ જેવા જીવનાવશ્યક એકથી વિશેષ અવયવા સર્જ્યનના શીશા શાભાવવા ચાલ્યા ગયા હોય, અને બીજા અવયવા આછે વત્તે અંશે બગડી ગયા હોય, ભારત જેવા સંયુકત કુટુંબવાળા દેશમાં વહુએ ગાળો દેતી હોય અને ‘ઘડપણ કોણે મોકલ્યું?' એ ભજન ગાવું પડતું હોય અને અમેરિકા જેવા વિભકત કુટુંબવાળા દેશમાં અનાથાશ્રમમાં રહી પાસપાસ આંસુ પાડીને રડવું પડતું હાય, જે જીવન સ્વાર્થ કે પરમાર્થ માટે તદૃન નિરૂપયોગી થઇ ગયું હોય, તે જીવન ટકાવી રાખવાના મેાહશે ? થોડા વખત ઉપર જાહેર કામ કરવા એક વૃદ્ધ સ્વજનને મે' વણમાગી સલાહ આપી કે : “આપ હવે આ ઉંમરે વિશેષ આરામ લો. આપનું દર્શાય નબળું પડવાની શરૂઆત થઇ ચૂકી છે. એમણે મને તુર્ત જ રોકડું પરખાવ્યું, ‘મારી હવે કોઇ વાસના અતૃપ્ત રહી નથી. સમાજની સેવા કરતાં કરતાં શરીર પડે અને તેય અચાનક હૃદય બંધ પડવાથી, એનાથી વિશેષ રૂડું મૃત્યું કર્યું હોઈ શકે? માણસ અચાનક હાર્ટફેઇલથી મરી જાય, પથારીમાં સહેજે જીવન ૫૫ સડે નહિ, સગાંવહાલાંને જરાય ત્રાસ ન આપે, એવું મૃત્યુ તે અનેક જન્મનાં પુણ્ય ભેગાં થયાં હોય તેવા માણસને જ મળે, ’ મેં મનમાં ને મનમાં જ એમના કિટિબંદુની યથાર્થતા સ્વીકારી. હમણાં જ મે ‘માનવ ’માનસિક બીજા અંકમાં શ્રી ભાગીલાલ ગાંધીએ લખેલ પ્રસંગ વાંચ્યો. એ આખા ય લેખ સૌએ વાંચી જવા જેવા છે. પણ જે ન વાંચી શકે તેમને માટે એ આદર્શ, આર્ય મૃત્યુના ટુંકસાર એ છે કે સાબરકાંઠાના એક જાહેર કાર્યકર શ્રી મધુસદાસ ગાંધીએ પોતાના પાંચ વર્ષના અસાધ્ય રોગથી કંટાળીને સ્વૈચ્છામૃત્યુના માર્ગ સ્વીકાર્યો. એને માટે અગાઉથી શ્રાવણ સુદ અગીયારસના પવિત્ર દિવસ અન્નજળ ત્યાગી, પ્રભુભજનની ધૂન મચાવી, અત્યંત શારીરિક કષ્ટ વેઠી પોતાના દેહ ૮૦ વર્ષની ઉંમરે ત્યાગ્યો. એ ધન્ય મૃત્યુનું વર્ણન વાંચીને મને એમ થઇ ગયું કે દરેક હિંદુએ કઇ રીતે મરવું જોઇએ એનું એમણે આખા સમાજ આગળ ઉત્તમ દૃષ્ટાંત મૂકયું છે. એવા અગાઉથી નક્કી કરેલા દિવસે મેળવેલા સ્વેચ્છા મૃત્યુના હું બીજા પણ દાખલા જાણું છું. મૃત્યુ કેવું ના હોવું જોઇએ એ ભગવાન વેદવ્યાસે પાંડુરાજાનાં મૃત્યુદ્રારા દર્શાવ્યું છે અને આદર્શ મરણના દાખલા તરીકે ભીષ્મપિતામહ અને ભગવાન શ્રીકૃષ્ણના દાખલા રજૂ કર્યા છે. યોગેશ્વર શ્રીકૃષ્ણ ૧૨૫ વર્ષનું નિરોગી જીવન જીવ્યા પછી કેવળ અકસ્માતથી અવસાન પામ્યા ! નાસ્તિકો આ બધું જાણીને હસશે, પણ ક્ષણભર વિચાર કરો, એકથી વિશેપ અસાધ્ય રોગોથી અત્યંત રીબાતા દાકતરોની અખતરાખોરીના ભાગ બનીને વ્યકિત અને સમાજ માટે તદ્દન બાતલ થઇ ગયેલું, સડેલું શરીર ટકાવવાની પામર લેાલ્પતા માટે અસંખ્ય પ્રાણીઓને કલ્પનાતીત યાતનાઓ આપીને મેળવેલી દવાઓ અને રસીઓ વડે વર્ષો સુધી જીવ્યા કરવું એ સારૂ કે વાસાંસિ જીનિ ના ભગવદ્ વચન ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખી ઉપવાસથી શરીર મન શુદ્ધ કરી સગાંવહાલાંની પ્રેમપૂર્વક વિદાય લઇ પોતાની જીવનયાત્રા પૂરી કરી નવી પેઢીને માર્ગ મોકળા કરવા એ સારૂં ? મારી બુદ્ધિ અને સાદી સમજ બીજો માર્ગ, સુખમૃત્યુના સારો છે એમ બતાવે છે. રમણલાલ એન્જિનિયર વિશ્વપ્રેમ સંસારમાં એવું સૌન્દર્ય છે જે કદી આપણી મુકિતની અવહેલના કરતું નથી, પોતાની શ્રેષ્ઠતાને આપણી પાસે સ્વીકારાવવા નાની સરખી આંગળી ઉઠાવતું નથી. એના સાદ આહ્વાનના છે, આજ્ઞાના નહિ. આપણામાં પ્રેમને જાગૃત કરવા તે પ્રયાસ કરે છે, ને પ્રેમ કદી પરાણે આવી શકતા નથી. માણસના હૃદયને સ્પર્શ કરનારી વસ્તુ આજ્ઞા નથી, આનંદ છે; અને આનંદ તા સર્વસ્થળે છે, પૃથ્વી પરના ઘાસના કુંજાર જેવા આચ્છાદનમાં, નીલ ગગનની ઘેરી શાંતિમાં, ભૂખરા હેમંતની કઠોર તપસ્યામાં, માનવીના ઉન્નત અંતરમાં, જીવનમાં, આપણી શકિતઓના અભિસરણમાં, જ્ઞાનની પ્રાપ્તિમાં, આપણે જેને લાભ કદી મેળવી શકવાના નથી એવા ધ્યેય પાછળની ફનાગીરીમાં. આ બધું એટલા માટે છે કે, એમાંથી એક જ ધ્વનિ ઊઠે છે કે: “નિયમનાં બંધના કેવળ પ્રેમ દ્વારા જ સમજાવી શકાય છે.” રવીન્દ્રનાથ ટાગોર વિષયસૂચિ શાન્તિના નિડર સેનાની માર્ટીન લ્યુથર કિંગ થોડુંક આત્મકથન દીર્ઘ જી :ન વિરુદ્ધ ઉર્ધ્વ જીવન પ્રકીર્ણ નોંધ : ગાંધીજી અને રાષ્ટ્રીય પ્રવૃત્તિ', એક વિસ્મયજનક સુખદ ઘટના નારાયણ આશ્રમની યાત્રા—૩ શ્રી ગગનવિહારી મહેતા પરમાનંદ રમણલાલ એન્જિનિયર પરમાનંદ સુનંદાબહેન વહારા પૃષ્ઠ ૨૪૯ ૨૫૧ ૨૫૪ ૨૫૬ ૨૫૭
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy