SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ : પર પ્રભુ જીવન જો તારે એવા કોઈ દુશ્મનો નથી, તે તે જીવનમાં બહુ જ અલ્પ કાર્ય કર્યું છે. તે કોઈ દેશદ્રોહીને પીઠ પર ફટકાર્યા નથી; તે બેઈમાનીથી થતા લાભને બેઈમાનના હાથમાંથી કદિ ઝૂંટવ્યા નથી; તે અસત્યના પ્રતિકાર કરીને સત્યની કદિ પ્રતિષ્ઠા કરી નથી, તું જીવન સંગ્રામમાં કેવળ ભીરૂ—બાયલાપુરવાર થયા છે.” આ કાન પાછળ રહેલી વિચારસરણી મારા સમગ્ર જીવન માટે પ્રેરણારૂપ બની રહેલ છે, અને તેમાં સૂચવાયેલા અન્યાયના, અધર્મના, અસત્યના, દંભના પ્રતિકાને મેં જીવનધર્મ માન્યો છે.' અહિં એવા પ્રશ્ન સહેજે સંભવે છે કે આ કાવ્ય તે શત્રુત્વની હિમાયત કરે છે, જયારે આપણા ધર્મના પાયાના મંત્ર मित्ति मे ૧ મહેસુલ સૉ-સર્વ ભૂતમાત્ર વિષે મેત્રીના છે. આના જવાબમાં જણાવવાનું કે આ કાવ્યમાં જે શત્રુત્વની પ્રરૂપણા કરવામાં આવી છે તે કોઈ એક વ્યકિત સામેના શત્રુત્વની નથી, પણ તેના અધર્મમય કાર્ય પ્રત્યેના શત્રુત્વની છે. ભગવાન મહાવીરના દિલમાં કોઈ પણ વ્યકિત વિષે શત્રુતા હતી નહિ. એમ છતાં એમણે સમગ્ર બાહ્મણધર્મને અને હિંસાકેન્દ્રિત યજ્ઞયાગાનો પ્રચંડ વિરોધ કર્યો હતો અને તે કારણે તેમણે ઘણા વિરોધીઓ પેદા કર્યા હતા. માનવીજીવન જ એવું છે કે સચ્ચાઈના રાહ ઉપર ચાલવા ઈચ્છતા માનવીને હાલતાં ચાલતાં સમાજની અથડામણમાં આવવું જ પડે છે. અસત્ય અને અધર્મના પ્રતિકારમાં જ તેના જીવનની ખરી સફળતા રહેલી છે. જીવનના ઉત્કર્ષ ચાહનારે પ્રતિકારથી દૂર રહેવાનું નથી, પણ તેના પડકારને પહોંચી વળવાનું છે. પ્રતિકારશૂન્ય સાધુતા કેવળ નિર્માલ્યતાની નિશાની છે. આના અનુસંધાનમાં હું એલ. એલ. બી. ના અભ્યાસ કરતા હતા તે સમયને લગતી એક બાબત યાદ આવે છે. એ દિવસો દરમિયાન હું મારા મુરબ્બી બંધુ મોતીચંદભાઈને ત્યાં રહેતા હતા અને અમે મિત્રો અવારનવાર ચર્ચાસભાઓ યોજતા હતા. એક વાર અમે યદ્યપિ શુદ્ધ સ્રોવિરુદ્ધ, નામ રળીય, સાપરીય। એ જાણીતા સૂત્ર ઉપર ચર્ચા યોજી હતી. આ ચર્ચામાં મોતીચંદભાઈ, હીરાલાલ અમૃતલાલ શાહ, મોહનલાલ દલીચંદ દેસાઈ વગેરેએ ભાગ લીધે હતો. હું ન ભૂલતા હોઉં તો સ્વ. શિવલાલ પાનાચંદ શાહ આઈ. સી. એસ. આ ચર્ચાસભાના પ્રમુખસ્થાને હતા. અમારામાંની એક વ્યકિતએ ઉપરના સૂત્રનું સમર્થન કર્યું હતું. મેં એ સૂત્રના વિરોધ કર્યો હતો. એ આખી ચર્ચા વાડીલાલ મોતીલાલ શાહના તંત્રીપણા નીચે પ્રગટ થતા “ જૈન હિતેચ્છુ’માં પ્રગટ કરવામાં આવી હતી. આ તો કેવળ શાબ્દિક ચર્ચા હતી અને એમાં ભાગ લેનાર પક્ષકાર અને પ્રતિપક્ષીનું અંગત વલણ પણ એ જ પ્રકારનું હોવું જોઈએ એમ માની લેવાને કશું પણ કારણ નથી. આમ છતાં મારા મનનું વલણ લાવિરોધનો સામનો કરીને પણ શુદ્ધને વળગી રહેવાનું ત્યારથી આજ સુધી એકસરખું કાયમ રહ્યું છે. મૂળ સૂત્રમાં સુરક્ષાના—securityનાભાવ રહેલા છે; તેની સામે આજના ચિન્તકો Live Dangerously એવું સૂત્ર આપણી સામે રજૂ કરે છે. જીવનપુરુષાર્થના વિકાસ માટે આ બીજું સૂત્ર મને સવિશેષ આદરરણીય—અનુકરણીય—લાગે છે. “આધુનિક જૈનોનું કળાવિહીન ધાર્મિક જીવન 3, આવા ધારણ ઉપર ચિન્તવવામાં આવેલું મારું જીવનકાર્ય, હું જન્મે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન હોવાના કારણે, એ પરંપરાની જૂનવાણી અને આજના સમય સાથે બંધબેસતી ન હોય એવી રીતરસમ સામેનાં–લખાણા અને કદિ કદિ ભાષણા દ્વારા–પ્રતિકારથી શરૂ થયું. આજથી ૫૮ વર્ષ પહેલાં “આધુનિક જૈનોનું કલાવિહીન ધાર્મિક જીવન” એ મથાળા નીચે મારા પિતાશ્રીના તંત્રીપણા નીચે પ્રગટ તા. ૧૬-૪-૧૮ થતા ‘જૈન ધર્મ પ્રકાશ' નામના માસિકમાં ૧૮ હપ્તાની એક લાંબી લેખમાળા મેં પ્રગટ કરેલી અને તેમાં મારી સુરુચિ અને બુદ્ધિને ખૂંચતી એવી અનેક ધાર્મિક પ્રક્રિયાઓની મે આલેાચના કરેલી. આ લેખમાળાના કારણે જે વિજ્યરામચંદ્રસૂરિ અહિં કેટલાક વર્ષ પહેલાં ઠીક સમય રહી ગયેલા છે અને જેમને આપમાંના ઘણા ખરા જાણા છે, તેમની સાથે હું અથડામણમાં આવ્યો અને તેના જવાબ રૂપે તેમણે એ દિવસેામાં સંખ્યાબંધ લેખો લખેલા અને પાર વિનાની ટીકાટીપ્પણ કરેલી. મુંબઈ જૈન યુવક સંઘની સ્થાપના ૧૯૩૦ - ૩૨ ની સત્યાગ્રહની લડત દરમિયાન બે વાર જેલવાસનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું એ પહેલાં ૧૯૨૮ ની સાલમાં એ સમયની જૂનવાણી વિચારણા સામે અને એ વખતે ખૂબ જોર પકડી રહેલ બાલદીક્ષા સામેના આંદાલનને વેગ આપવા માટે મુંબઈ ખાતે શ્રી મુંબઈ જૈન યુવક સંઘની મે અને મારા સાથીઓએ સ્થાપના કરી. આ યુવક સંઘે એ સમયની સ્થિતિચુસ્તતા, જૈન સમાજની રાષ્ટ્રવિષયક ઉદાસીનતા, માત્ર બાલદીક્ષા જ નહિ પણ સર્વ પ્રકારની અયોગ્ય દીક્ષા, તેમ જ એ સમયના સાધુઓની શિથિલતા, દંભ અને પાખંડની સામે બળવાખાર આંદોલન ચલાવ્યું. દેવદવ્યના માત્ર મૂર્તિ અને મંદિર પાછળ જ ઉપયોગ થઈ શકે એવી રૂઢ વિચારણાનો પ્રતિકાર કરીને મૂર્તિ અને મંદિરની જરૂરિયાતને પહોંચી વળવા બાદ સીલક રહેતા દ્રવ્યના સામાજિક કાર્યો પાછળ ઉપયોગ કરવા જોઈએ—થવા જોઈએ એ વિચારની આ યુવક સંઘે બળવાન હિમાયત કરી. સામાજિક ક્ષેત્રે સ્ત્રી - પુરુષની સમાનતા, ફરજિયાત વૈધવ્યપાલનનો વિરોધ, અસ્પૃશ્યતાનો વિરોધ વગેરે બાબતાનું પણ પોતાના સામયિક દ્વારા આ યુવક સંઘે સમર્થન કર્યું. સમય જતાં ૧૯૩૬ની સાલમાં અમદાવાદ ખાતે જૈન યુવક પરિષદનું સંમેલન ભરવામાં આવેલું. તેના પ્રમુખસ્થાનેથી અપાયલા મારા ભાષણે તે મેં રહેલાં જૈન પરંપરાવિરોધી અનેક વિધાનોના કારણે જૈન શ્વે. મૂ. સમાજમાં મોટો ખળભળાટ પેદા કર્યો અને અમદાવાદના જૈન શ્વે. મૂ. સંધે મારો બહિષ્કાર જાહેર કર્યો, આમ નાની મેાટી સામાજિક અથડામણામાંથી મારું જીવન પસાર થતું રહ્યું. પ્રબુદ્ધ જૈન – પ્રબુદ્ધ જીવન જે મુંબઈ જૈન યુવક સંઘના મેં ઉલ્લેખ કર્યો તે સંઘ પહેલાં જૈન શ્વે. મૂ. સમાજ પૂરતા સીમિત હતે. ૧૯૩૮માં તેના બંધારણમાં કેટલાક ફેરફાર કર્યો. જેને પ્રગતિશીલ વિચારસરણી કહી. શકીએ એવી ચાક્કસ વિચારસરણી સ્વીકારનાર કોઈ પણ ફ્રિકાના જૈન માટે આ સંઘનું દ્વાર ખોલવામાં આવ્યું. * ૧૯૩૯માં આ સંઘ તરફથી ‘પ્રબુદ્ધ જૈન’ નામનું પાક્ષિક પત્ર શરૂ કરવામાં આવ્યું, આજથી ૧૧ વર્ષ પહેલાં તેનું નામ બદલીને ‘પ્રબુદ્ધ જીવન' રાખવામાં આવ્યું છે. આ પાક્ષિક પત્રનું સંપાદન છેલ્લાં ૨૯ વર્ષથી મારે હસ્તક રહ્યું છે. અને પ્રમાણિક પત્રકાર માટે જ્યાં અધર્મ, અસત્ય, અપ્રમાણિકતા દેખાય ત્યાં તેનો લખાણ દ્વારા, ટીકા ટીપ્પણ દ્વારા પ્રતિકાર કરવા એ અનિવાર્ય ધર્મ થઈ પડે છે. એ મુજબ મારૂ આજ સુધીનું જીવન એક પ્રકારની પ્રતિકારયાત્રા જેવું બની રહ્યું છે. પર્યુષણ વ્યાખ્યાનમાળા અમારા સંઘની બીજી એક વિશિ ટ પ્રવૃત્તિ લગભગ છેલ્લાં ૩૫ વર્ષથી સંઘદ્રારા યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળા છે, અને આ વ્યાખ્યાનમાળાનું આયોજન લગભગ પ્રારંભથી મારા હસ્તક થતું રહ્યું છે. આ પ્રવૃત્તિ પણ જૈનપરંપરાને પડકારરૂપ રહી છે. પર્યુષણ દરમિયાન સાધારણ રીતે જૈન મુનિના ઉપદેશશ્રવણઅર્થે ઉપાાયે જતા હોય છે. અમે ત્યાં નહિ જતાં અમારી વ્યાખ્યાનમાળામાં આવવા તેમને નિમંત્રીએ છીએ. આ વ્યાખ્યાનમાળા દિન પ્રતિ દિન વધારે ને વધારે લોકપ્રિય બનતી રહી તેની ગુણવત્તામાં સતત વિકાસ થયો રહ્યો છે અને તેમાં જૈનેતરો પણ ઘણી મેટી સંખ્યામાં ઉપસ્થિત થાય છે. છે, અમારા સંઘની આ બન્ને મુખ્ય પ્રવૃત્તિઓ - પ્રબુદ્ધ જીવન અને પર્યુષણ વ્યાખ્યાનમાળા–કોઈ પણ પ્રકારના સંપ્રદાય કે * સમય જતાં જૈન વિચારસરણી પ્રત્યે આદર ધરાવતા જૈનેતર ભાઈ-બહેનોને પણ આ સંઘમાં પ્રવેશ આપવાનો પ્રબંધ કરવામાં આવ્યા છે... 4
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy