________________
તા. ૧-૪-t<
પ્રભુ જીવન
ઘેાડુંક આત્મકથન
ગયા માર્ચ-એપ્રિલ દરમિયાન કલકત્તામાં ૨૦ દિવસ ગાળવાનું બન્યું. તે દરમિયાન મારા મિત્ર શ્રી ભંવરમલ સિંધી અને ચિ. રસિકલાલ મોતીચંદ કાપડિયાએ હિન્દુસ્તાન કલબમાં મને અનુલક્ષીને એપ્રિલ માસની બીજી તારીખે સાંજના એક મિલન સમારંભ યોજ્યા હતા અને તેમાં કલકત્તા શહેરમાં વસતા મોટા ભાગે જૈન અને થોડાક જૈનેતર આગેવાનોને નિમંત્રવામાં આવ્યા હતા. સમારંભના પ્રારંભમાં શ્રી ભંવરમલ સિંધીએ, શ્રી મેાહનલાલ લલ્લુભાઈ શાહે તથા શ્રી વિજયસિંહ નહારે મારો પરિચય આપ્યા હતા. ત્યારબાદ તે પ્રસંગે મેં જે મૌખિક નિવેદન કર્યું હતું તે થોડુંક વિસ્તારીને તેમ જ વ્યવસ્થિત કરીને નીચે રજૂ કરું છું:મુરબ્બી શ્રી મોહનભાઈ, મિત્રા, ભાઈઓ તથા બહેનો,
આજે આ રીતે યોજાયલા મિલનસમારંભદ્રારા આપ સર્વને મળતાં હું ખૂબ જ આનંદ અનુભવું છું. અહીં મારો પરિચય આપતાં મિત્રએ જે શબ્દોમાં મારો ગુણાનુવાદ કર્યો તે સાંભળતાં મને પ્રશ્ન થયો કે આ બધું ખરેખર માર માટે કહેવામાં આવે છે કે કોઈ કાલ્પનિક વ્યકિત માટે કહેવામાં આવે છે? આ કારણે હું એક પ્રકારની મુંઝવણ અનુભવું છું. આમ છતાં પણ આ બધા પાછળ તેમના મારા પ્રત્યે ઊંડો સદ્ભાવ અને સ્નેહ રહેલા છે એમ વિચારતાં મારી મુંઝવણ સહેજે હળવી બને છે.
કલકત્તા આવવાનું કેમ બન્યું ?
ઈ. સ. ૧૯૫૬ ની સાલમાં જગન્નાથપુરીમાં જ્યારે સર્વોદય સંમેલન ભરાયલું ત્યારે એટલે કે આજથી બારેક વર્ષ પહેલાં હું છેલ્લા કલકત્તા આવેલા. ત્યાર બાદ અહીં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન ભરાયું ત્યારે અહીંઆ આવવાની મારી તીવ્ર ઈચ્છા હતી, પણ એ જ દિવસેામાં મારા મુરબ્બી અને પરમ સ્નેહી પંડિત સુખલાલજીનું મુંબઈ ખાતે પ્રોસ્ટ્રેટ ગ્લેન્ડ' ને લગતું ઑપરેશન નક્કી કરવામાં આવ્યું અને તે કારણે મુંબઈ રોકાઈ જવું પડયું. એ ઘટનાને પણ વર્ષો થયાં અને કલકત્તા આવવાની તીવ્ર ઈચ્છા હોવા છતાં કોઈ ને કોઈ મુશ્કેલીના કારણે આ બાજુ આવવાનું આજ સુધી શકય ન બન્યું. યાગવશાત ્ મારા એક જમાઈને પોતાનાં વ્યવસાયના કારણે બારેક મહિનાથી જમશેદપુરમાં આવીને સ્થિર થવાનું બન્યું અને દીકરી અને જમાઈના ચાલુ આગ્રહના કારણે હું અને મારી પત્ની ગયા માર્ચ માસની ચેાથી તારીખે મુંબઈથી નીકળીને જમશેદપુર ગયાં. ત્યાં ૧૦–૧૧ દિવસ રોકાઈને ૧૭મી માર્ચના રોજ અહીં મારો ભત્રીજો ભાઈ રસિક સહકુટુંબ રહે છે તેને ત્યાં અમે આવ્યા.
કલકત્તા આવ્યા બાદ ચાલી રહેલી મિલનયાત્રા
અહીં આવ્યા બાદ મારા માટે એક પ્રકારની મિલનયાત્રા શરૂ થઈ છે. અનેકને મળવાનું બન્યું છે; નાનાં સંમેલનોના આકારમાં મારા ચાર વાર્તાલાપો આજ સુધીમાં યોજાયાં છે અને તે રીતે પણ અનેક ભાઈબહેનને મળવાના યોગ ઊભા થયા છે. કેટલાક જૂના સંબંધ! આ કારણે તાજા થયા છે; કેટલાક નવા સંબંધ નિર્માણ થયા છે. આવાં મિલનને અને તે દ્વારા થતા વિચાર વિનિમયના આનંદ કેટલા છે તે આપને હું શી રીતે સમજાવું? જ્યાં જાઉં ત્યાં જે કોઈ વિશેષ વ્યકિત વસતી હોય તેનો પ્રત્યક્ષ પરિચય સાધવાનો મારો પ્રયત્ન રહે છે. આ રીતે શ્રી પ્રબોધકુર સન્યા જેમણે હિમાલયમાં ખૂબ જ પ્રવાસ કર્યો છે અને તે અંગે બાધક અને રોચક એવું વિપુલ સાહિત્ય નિર્માણ કર્યું છે તેમની સાથે થોડો પત્રવ્યવહાર થયેલા પણ સાક્ષાત મળવાનું બનેલું નહિ; આ વખતે તેમની સાથે કલાક દોઢ કલાક વાર્તાલાપમાં ગાળવાનું બન્યું અને હિમાલયનાં અનેક સ્મરણે। તાજાં થયાં. રામકૃષ્ણ મિશનમાં જોડાયલાં સંન્યાસિની આત્મ
G
૨૫૧.
પ્રાણાએ (માન્યવર મુનશીનાં પુત્રી લતાબહેન) અમારે ત્યાં જમવાનું નિમંત્રણ સ્વીકાર્યું અને તે રીતે લગભગ બે કલાક તેમની સાથે ગાળ્યા. કોઈ એક મિત્રે પત્રદ્રારા મને જણાવ્યું કે કલકત્તામાં શ્રી છગનલાલ પારેખ એક ખાસ મળવા જેવી વ્યકિત છે. વૃદ્ધ છે; ખૂબ સેવાભાવી છે; સ્વ. પૂજ્ય ઠક્કરબાપાના ભકત છે. તેની તપાસ, કરી અને આજે સવારે જ તેમને મળ્યો, તેમની સાથે દોઢેક કલાક બેઠો અને તેમની આજસુધીની સેવાપ્રચૂર કારકિર્દી જાણીને હું ખૂબ પ્રભાવિત બન્યો. આ ગૃહસ્થને આપ ભાઈએ ‘છગન બાપા ’ના નામથી ઓળખા છે. ભાઈ ભંવરમલ સિંધી મારફત શ્રી સીતારામજી શેકસરીઆન પરિચય પામીને ઊંડી ધન્યતા અનુભવી. રાજપુરુષ વિજયસિંહજી નહાર મારા પુરાણા મિત્ર છે. અહીં આવ્યો ત્યારે તે બહારગામ હતા. ચાર દિવસ પહેલાં તેઓ અહીં આવી ગયા અને તેમની સાથે ભાજન કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું. તીર્થયાત્રા
કલકત્તા હું સૌથી પહેલા આજથી લગભગ ૫૨ વર્ષ પહેલાં મારા મુરબ્બી ભાઈ મોતીચંદ ગીરધરલાલ કાપડિયા અને મુ. નરોત્તમદાસ ભાણજી સાથે આવેલા. તે વખતે સમેત શિખરજી અને પાવાપુરીની યાત્રા કરેલી. મારી પત્નીએ તો એ યાત્રા કરેલી જ નહિ. આ વખતે એ યાત્રા અંગેની અમે બન્નેની મનોકા ના પુરી થઈ. અમે મારા એક ઝવેરી મિત્ર શ્રી બિહારીલાલ શાહ અને તેમનાં પત્ની શારદા બહેન સાથે ૨૬મીની સવારે અહીંથી મેટરમાં નીકળ્યાં; સમેતશિખરજી, ગુણિયાજી, પાવાપુરી, રાજગુહી, નાલંદા તથા બોધગયાની યાત્રા કરીને ૩૧ મી તારીખે રાત્રે અમે પાછા ફર્યા. આમ છ દિવસ આપણાં પવિત્ર તીર્થોના ઉત્તેજક અને પ્રેરક વાતાવરણમાં અમે પસાર કર્યા, અવર્ણનીય આનંદનું અને અદ્ભુત સૃષ્ટિસૌન્દર્યનું પાન કર્યું, અને અંતસ્તલમાં કોઈ નવી ચેતનાનો સંચાર અનુભવ્યો. આ રીતે અહીં લગભગ ૨૦ દિવસ પસાર કરીને, બે દિવસ બાંદ અમે અહિંથી વિદાય લઈ રહ્યા છીએ એવા અવસરઉપર, મારા પુરાણા મિત્ર અને વિચારસાથી ભાઈ ભંવરમલ સિંઘીએ અને મારા ભત્રીજા ચિ. ભાઈ રસિકે અમને કેન્દ્રમાં રાખીને આવું ભવ્ય સંમેલન યોજ્યું અને અમારા માટે આપ સર્વનાં એક સાથે દર્શન કરવાના સુયોગ નિર્માણ કર્યાં. આથી અમે કેટલા આનંદ અને સંતોષ અનુભવતાં હોઈશું એ શબ્દોમાં શી રીતે વર્ણવી શકાય? આવા મધુર મિલનથી અમારો સતત આનંદપ્રચૂર પ્રવાસ સવિશેષ સફળતાને પામ્યા છે.
થોડાંક અંગત સ્મરણા
અહિં જ્યારે મારા વિષે અને મારી આજ સુધીની કેટલીક પ્રવૃત્તિઓ વિષે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે ભૂતકાળનાં કેટલાંક અંગત સ્મરણેા અહિં રજૂ કરૂં તે તે અસ્થાને નહિ લેખાય. મારો અભ્યાસ પૂરો થયો તે અરસામાં ઘણું ખરું તે વખતના કોઈ એક માસિકમાં આ મુજબનું ચાર્લ્સ મેકેનું રચેલું એક કાવ્ય મારા વાંચવામાં આવેલું :
“You have no enemies, you say? Alas, my friend thy boast is poor... He who has mingled with the fray Of duty, that the brave endure, Must have made foes. If you have none, Small is the work that you have done. You've have hit no traitor on the hip, You've dashed no cup from the perjured lip, You've never turned the wrong to right, You've been a coward in the fight.” આ કાવ્યનો અનુવાદ કરીએ તે,
“તું એમ કહે છે કે મારે કોઈ દુશ્મન નથી? મારા મિત્ર, એ તારી શેખી કેવળ પાકળ છે. વીર પુરુષોને જેની તિતીક્ષામાંથી પસાર થવું પડે છે, તે કર્તવ્યના ~ ફરજના –સંઘર્ષમાં જે સામેલ થયા છે, તેણે દુશ્મન બનાવ્યા હોવા જ જોઈએ.
",