________________
:
૨૫૦
પણ ગાંધી વિષે સાંભળ્યું હતું, પણ તેમના વિષેના ઊંડા અભ્યાસ મેં કદી કર્યો ન હતો. પણ હું જેમ જેમ વાંચતા ગયા તેમ તેમ અહિંસક પ્રતિકારની તેમની લડતો વિષે મારો આદર વધતા ગયા. ખાસ કરીને તેમની નિમક સત્યાગ્રહ માટેની દાંડીકૂચ અને તેમના ઉપવાસાની મારા પર ખૂબ અસર થઈ હતી. સત્યાગ્રહ વિષેની આખી કલ્પના મને સવિશેષ સાર્થક લાગી. અને જેમ જેમ હું ગાંધીના તત્ત્વજ્ઞાનમાં ઊંડા ઉતરતો ગયા તેમ તેમ પ્રેમની સત્તા વિષેની મારી શ્રાદ્ધા સુસ્થિર થતી ગઈ અને સામાજિક સુધારણાના ક્ષેત્રમાં એ સત્તાનું સામર્થ્ય મને પહેલી જ વાર સમજાયું.
આ પહેલાં કિંગ એમ માનતા હતાં કે ઈશુનું નીતિશાસ્ત્ર માત્ર વ્યકિત વ્યકિત વચ્ચેના સંબંધામાં જ લાગુ પડી શકે છે અને જારે જાતિઓ અને રાષ્ટ્રો વચ્ચેના સંઘર્ષના સવાલ ઉભા થાય ત્યારે વધારે વાસ્તવવાદી વલણ અપનાવવું રહે. પરંતુ ગાંધીને વાંચ્યા સમજ્યા પછી તેમણે જીવનમાં નવા જ તત્ત્વજ્ઞાનનું દર્શન કર્યું.
તેમણે લખ્યું કે “ગાંધી કદાચ ઈતિહાસમાં પહેલી જ વ્યકિત હતી કે જેણે ઈશુના પ્રેમના તત્ત્વજ્ઞાનના વ્યકિતના બદલે મેટા પાયા પર સામાજિક પરિબળ તરીકેના સફળ અને જોશીલા પ્રયાગ કર્યો. ગાંધીને માટે પ્રેમ એ સામાજિક અને સામૂહિક પરિવર્તન માટેનું સમર્થ શસ્ત્ર હતું. ગાંધીના આ ......પ્રેમ અને અહિંસા વિષેના આગ્રહમાંથી જ મને સામાજિક સુધારણાની ગુરુચાવી સાંપડી કે જેને હું મહિનાઓથી શોધતા હતા. ગાંધીના અહિંસક પ્રતિકારની ફીત્સુફીમાંથી મને જે નૈતિક અને બૌદ્ધિક તૃપ્તિનો અનુભવ થયો છે, તે મને નથી મળ્યો બેન્થામ અને મીલના ઉપયોગિતાવાદમાંથી, માકર્સ અને લેનિનની ક્રાન્તિવાદી પદ્ધતિઓમાંથી, હેાબ્યના સામાજિક કરારવાદી સિદ્ધાંતામાંથી, રૂસાના ‘Back to Natnre ' ‘ કુદરત તરફ પાછા ફરો 'ના આશાવાદમાંથી કે નિત્શેના અધિમાનવવાદી તત્ત્વજ્ઞાનમાંથી. મને એમ ચોક્ક્સપણે સમજાવા લાગ્યું કે જુલમના ભાગ બનેલા લોકોની સ્વાતંત્ર્યની લડતને માટેના આ જ એકમાત્ર નૈતિક અને વાસ્તવિક રીતે સબળ ઉપાય છે.
પ્રભુ જીવન
આ રીતે, માર્ટીન લ્યુથર કીંગ એક સાચા સત્યાહી બન્યા કે જેણે સત્યના આગ્રહમાં સમાયેલા નૈતિક તત્ત્વોને પચાવ્યા, એટલું જ માત્ર નહીં પણ, રોજિંદા જીવનવ્યવહારમાં દરેક રીતે આચરી બતાવ્યા. તેમના જીવનમાં કદી ‘આધ્યાત્મિક ખાલીપણું 'Spritual Vacuum – પેદા થયું -1 હતું. એક અથાક પરિામ અને જેને જલ્દી અન્ત ન આવે એવી લડાઇની એ કથા છે. પોતાના સાથીઓને પણ એમણે કદી જંપીને બેસવા દીધા નથી. સતત અને પોતાની તમામ શકિતઓના યોગપૂર્વક તેઓ હબસીઓ માટે સામાજિક ન્યાય અને સમાનતાના ધ્યેય માટે લડતા રહ્યા. તેમના માટે આ લડત એક નૈતિક પ્રશ્ન, એક જીવનમરણના પ્રશ્ન હતા. જાહેર શાળાઓમાં કાળા લેાકોને સમાવી લેવાના અમેરિકાની સુપ્રિમ કોર્ટના નિર્ણય અમલી બન્યા પછી તેમને લાગ્યું કે ‘નવા નિગ્રો’એ સ્વમાન અને ગૌરવનું એક નવું શિખર સર કર્યું છે અને એમને આશા હતી કે થાડૉ Shock period – આંચકાઓ આપતા ગાળા—પસાર થયા પછી ગેરા અને કાળા લોકો કોઈ પણ જાતની કટુતા વિના સાથે મળીને કામ કરી શકશે.
તા. ૧૬-૪-૬ ૮
વિના અને પરસ્પર ધૃણા અને તિરસ્કારના જબ્બર આંચકાઓથી વિચલિત થયા વિના, પેાતાની લડત ચાલુ જ રાખી હતી. તેમણે પેાતાના નેતૃત્વ નીચે મારચાએ! કાઢવા ચાલુ રાખ્યા અને હતાશાજનક તેમ જ અશુભ સંજોગાની સામે થઈને પણ તેમણે ન્યાય અને સુલેહસંપની પોતાની વાત જાહેર કરવી ચાલુ જ રાખી. વારંવાર તેઓ જેલમાં ગયા, તેમના નિવાસસ્થાન પર બામ્બ ફેંકવામાં આવ્યા, તેમની પોતાની જાત પર હુમલા થયા, છરી ભોંકવાના ને તેમને મારી નાંખવાના પ્રયત્નો થયા તે પણ તેમણે કદી શરણાગતી સ્વીકારી નહીં તેમ જ કદી પણ બદલો લેવાની વૃત્તિ બતાવી નહીં.
કમનસીબે, એમ થવાનું નિમિત ન હતું. દક્ષિણ અમેરિકામાં ગોરાઓએ બળવા પાકાર્યો અને વોશિંગ્ટનની મધ્યસ્થ સરકાર સાથે તેમના સતત સંઘર્ષ ચાલતા રહ્યો. કેનેડી અને હૅન્સનના શાસનકાળ દરમ્યાન આ સરકાર હબસી લોકોને નાગરિક અધિકારો આપીને જાતિ જાતિ વચ્ચે સુમેળ પેદા કરવા આતુર હતી, પણ જેમ શારીરિક ક્ષેત્રમાં તેમ જ સામાજિક ક્ષેત્રમાં પણ આઘાત અને પ્રત્યાઘાત બરોબરીયાં અને વિરોધી — Equal and opposite—હોય જ છે. છેલ્લા કેટલાંક વરસામાં બળવાખાર હબસીઓ, જાતિભેદનાં રમખાણા, અને શહેરોમાં ચાલતાં હિંસક તોફાનોને લઈને અમેરિકાનું રાષ્ટ્રીય જીવન ચુંથાઈ ગયું છે. તેમાં પણ ગયા ઉનાળામાં તો ગાંડપણની હદ આવી ગઈ હતી. તો પણ માર્ટીન લ્યુથર કીંગે ધમકીઓની પરવા કર્યા
પાંત્રીસ વર્ષની ઉંમરે શાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ જીતનારા તેઓ સૌથી યુવાન માણસ હતા. આપણે અહીં જ્યારે ગાંધીજીના સામાજિક ન્યાય, કોમી એખલાસ અને સહિષ્ણુતાના સંદેશ ભૂલી રહ્યા છીએ ત્યારે દૂર દૂર અમેરિકામાં એક ડા. માર્ટીન લ્યુથર કીંગે એ મશાલ જલતી રાખી છે. ગાંધીજીએ એક વાર કહ્યું, “કદાચ અહિંસાના—ભેળસેળ વિનાના-શુદ્ધ સંદેશ દુનિયાને સાદર કરવાનું કાર્ય કાળાં લાકોને ફાળે આવ્યું હોય.” અને જે મહા પુરુષની પાસેથી એમણે પ્રેરણા મેળવી હતી તેની જેમ ડા. કીંગ પણ જોખભમરેલું જીવન જીવ્યાં. ખાસ કરીને છેલ્લાં કેટલાંક વરસામાં ગેારા લોકોની સર્વોપરી સત્તા સામે તેમણે વારંવાર અને વીરતાપૂર્વક ચેલે’જ ફેંકી. આમ કરવામાં તેમણે મૃત્યુના પણ સામના કર્યો. થોડાંક જ દિવસે પૂર્વે શ્રીમતી કિંગે એક દિલ હલી ઊઠે એવી અખબારી મુલાકાતમાં જણાવ્યું હતું કે “કદાચ ઈશ્વરની એવી જ ઈચ્છા હશે કે મારા પતિ મૃત્યુ પામે. જે કાંઈ થવાનું હશે તેને માટે હું મારી જાતને તૈયાર કરી રહી છું.” આગળ ચાલતાં તેમણે એમ પણ કહ્યું કે જીવનની સાર્થકતા તમે શું માંગેા છે તેમાં નહીં પણ તમે શું આપે છે તેમાં રહલી છે. તમે કેટલું દીર્ઘજીવન જીવા છે એ અગત્યનું નથી, પણ તમે કેવું સુંદર જીવન જીવા છે એ અગત્યનું છે.'
"
આવી સ્ત્રીના પતિ માટે મૃત્યુ અને કબર જરીકે ભયાનક ન જ હાઈ શકે!
વાશિંગ્ટનમાં લિંકનના મેમેરિયલ તરફ જ્યારે હજારો નિગ્રોએ કૂચ કરી હતી ત્યારે અસ્ખલિત અને દર્દસભર વાણીમાં પ્રવચન કરતા ડા. માર્ટીન લ્યુથર કિંગે વારંવાર કહ્યું હતું, “મારું એક સ્વપ્ન છે અને એ સ્વપ્નમાંથી જ મને પ્રેરણા, ઉત્સાહ અને માર્ગદર્શન મળ્યાં છે. ” તેમના પુરતું પ્રકાશ અને અંધકારના પરિબળા વચ્ચે કોઈ જાતનું સમાધાન શકય ન હતું. એક વાર દિશા ચોક્કસપણે અંકિત થઈ ગઈ, એટલે પછી લડત અનિવાર્ય, અફર અને આખરી બની રહે છે. એટલા જ માટે એમનું પેાતાનું મૃત્યુ એક કરૂણ ઘટના બનવાને બદલે પાતે જે સ્વપ્નને સાકાર કરવા માટે જીવ્યા અને જીવનભર ઝૂઝયા તે સ્વપ્નની સાર્થકતા—પરિપૂર્તિ-જેવું બની રહે છે. તેમનું આ સ્વપ્ન સિદ્ધ થાય તે પહેલાં જ એક ખૂનીના ગાઝારા હાથેાએ તેમને આપણી પાસેથી ઝુંટવી લીધા.
લિંકન અને ગાંધીજી, કેનેડી અને કીંગ જેવા મહામાનવાને આ રીતે જ મરવું પડે એ તેમની પોતાની બહાદુરીને અંજલિ રૂપ છે, જ્યારે આપણી કહેવાની સંસ્કૃતિને માટે લાંછનરૂપ છે.
ઝનૂન અને તિરસ્કાર માણસને પશુમાં ફેરવી નાખે છે અને આવી ક્ષણામાં માનવીની અંદર રહેલા દૈવી અને આસુરી તત્ત્વો વચ્ચે માત્ર એક જ પગલાના ફરક રહ્યો હોય છે.
માર્ટીન લ્યુથર કિંગને, જ્યારે શાંતિ માટેનું નોબેલ ઈનામ આપવામાં આવ્યું ત્યારે તેમને “શાંતિના નિડર યોદ્ધા ” તરીકે બિરદાવવામાં આવ્યા હતા. તેઓ આજના જમાનાના એક ખરેખરા આગેવાન મહાપુરુષ જ માત્ર નહીં, આર્ષદષ્ટિ અને ભાવનાવાળા અદ્રિતીય નેતા જ માત્ર નહીં, પરંતુ અન્યાય અને પશુતા, જુલમ અને અસહિષ્ણુતા સામેની ઐતિહાસિક અને સામૂહિક લડતના પ્રતીકરૂપ હતા. આથમતા સૂર્યની જેમ, આજે જ્યારે સારી દુનિયા એમના કરૂણ મૃત્યુ વિષે શેકાગ્રસ્ત છે, ત્યારે એમની પ્રતિભાનું આજસ ચાટૅ બાજુ છવાઈ ગયું છે.
અનુવાદક: શ્રી સુબોધભાઈ એમ. શાહ
મૂળ અંગ્રેજી:
શ્રી ગગનવિહારી મહેતા