________________
૨૪
પ્રખ્ખુ જીવન
નક્કર પરિણામ
ગ્રામદાનનુ
(પ્રબુદ્ધ જીવનના ગતાંકમાં ગ્રામદાન આન્દોલનને લગતા પત્રના અનુસંધાનમાં મળેલો શ્રી કાન્તિલાલ વેારાને બીજો પત્ર નીચે આપવામાં આવે છે. તંત્રી)
રાજગૃહીમાં અમે વિનોબાજી સાથે આઠ દિવસ રહ્યાં એમના સાન્નિધ્યમાં સભાઓ ગાઠીઓ, વ્યકિતગત મિલન વગેરે જે કાંઇ થયું તેની અમારા મન ઉપર જે છાપ પડી તે અંગે આપને અગાઉના અહેવાલમાં જણાવેલું.
ત્યારબાદ અમારી ઇચ્છા અગાઉ થયેલા ગ્રામદાની ગામે જોવાની હતી, કે ત્યાં શું પરિવર્તન આવ્યું છે?ઉત્પાદનમાં કેવી વૃદ્ધિ થઇ છે? સહકાર કેટલા વધ્યા છે? વગેરે આ દષ્ટિએ અમે ગયા જિલ્લાનાં બૌધગયા ગામે ગયા, જ્યાં ભગવાન બુદ્ધને જ્ઞાનપ્રાપ્તિ થઇ હતી. આજે આ સ્થળે જાપાન, સિલાન, તિબેટ, નેપાળ, કબાડીયા વગેરે દેશના બૌદ્ધધર્મી યાત્રાળુઓ આવતાં હોય છે. અહીં વિનાબાજીએ એક સમન્વય આશ્રામની સ્થાપના કરી છે, જ્યાં હાલમાં ‘દ્રારકા સુંદરાની' કરીને એક દષ્ટિસંપન્ન સેવાભાવી આકામની વ્યવસ્થા સંભાળે છે.
આ વિસ્તારમાં દુષ્કાળ રાહતનું કામ ખૂબ સરસ રીતે થયેલું. અહીંના કામની વિશિષ્ટતા એ રહી કે “કામ સામે રાહત” (ફ ડ ફોર વર્ક) એવી નાની મોટી શ્રમયોજનાઓ ચલાવવામાં આવી જેમાં હજારો માણસોએ પેાતાની શકિત મુજબ કામ દ્વારા ઉત્પાદન કરીને રોજીરોટી મેળવી. વિશેષ કરીને ખેતીના ઉત્પાદનમાં કાયમને માટે ઉપયોગી થાય એ દષ્ટિએ કૂવાઓ બનાવવાનું અને નાના નાના બંધો બાંધી પાણીના સંગ્રહ થાય એવાં તળાવેા બાંધવાનું વગેરે કામ ખૂબ સરસ રીતે કરવામાં આવ્યું. ગયે વર્ષે અગાઉ ભૂદાનમાં મળેલી ૧૦૦૦ એકર જમીન ભૂમિહીનાને વહેંચી આપવામાં આવી અને એમના જ કામથી જમીનને ખેતીલાયક બનાવી તેમાં ૨૫૦ ઉપરાંત કૂવાઓ કરવામાં આવ્યાં. આ વર્ષે પણ એ પ્રમાણે બીજી ૧૦૦૦ એકર જમીન ભૂમિહીનાને વહેંચી આપવામાં આવી જે તેમણે જ કામથી તૈયાર કરી. તેમાં કૂવાઓ બનાવવાનું કામ ચાલુ છે.
આ કાર્યની ઉપયોગીતાથી તથા એમાં રહેલા માનવીય ગૌરવની દૃષ્ટિના કારણે, અનેક સંસ્થાઓએ અને વ્યકિતઓએ સમન્વય આશ્રમ દ્વારા ચાલતા આ કામમાં મદદ આપી છે. વિદેશી ૩ – ૪ સંસ્થાઓએ આ કાર્ય પાછળ રહેલી દષ્ટિથી આકર્ષાઈને હજી પણ પોતાના સહકાર આપવાનું (ખાસ કરીને કૂવાઓ વગે૨ે સિંચાઈના કામમાં) ચાલુ જ રાખ્યું છે. આ વિદેશી સંસ્થાઓની નાણાંની મદદ ઉપરાંત તે સંસ્થાના સભ્યો પણ પ્રત્યક્ષ કામ કરવા માટે આવેલા છે.
દ્વારકોજીએ અમને બૌધગયાની આસપાસના ૨૫ માઈલના વિસ્તારમાં ગયા વરસે શ્રમસંગઠન દ્વારા થયેલા તથા અત્યારે પણ ચાલી રહેલાં કામેા બતાવ્યાં, જેની અમારા મન ઉપર ઘણી સારી અસર પડી. નિર્માણ અને વિકાસની દૃષ્ટિએ તે આ કાર્યનું મૂલ્ય છે જ. પણ તેથી વધારે લોકોમાં પોતાના સંગઠિત કામના આવતા પરિણામથી જે આત્મનિભરતાની ભાવના પેદા થાય છે તેનું મૂલ્ય સવિશેષ છે.
આ જ વિસ્તારમાં થયેલા બે ગ્રામદાની ગામે જોવાની પણ અમને તક મળી એક “મન” બીજું “ ઘમણા ” મનફર પહાડ અને જંગલની વચ્ચે આવેલું ૪૦ પરિવારનું ૨૦૦ માણસાની વસ્તીનું એક નાનકડું ગામ છે. ત્યાંના લોકોએ પોતાની જમીનની વહેચણી સમાન ધેારણે કરી લીધી છે. ખેતી ઉત્પાદનમાં સારી પ્રગતિ કરી છે. પહેલાં અહિંના લોકોનું ખતી તરફ લક્ષ્ય નાતું. પોતાને ગુજારો મજૂરી તથા શિકાર કરીને ચલાવતા. આજે ખેતી ઉપર ધ્યાન આપે છે, અને નવા નવા કૂવાઓ તૈયાર કરતા જાય છે.
તા. ૧-૪-૬૮
પોતાને જોઈતું અનાજ તથા શાકભાજી પેદા કરી લે છે, હવે તેમને બીજાની મજૂરી કરવા જવું નથી પડતું.
સરકારે કે કોઈએ અત્યાર સુધી આ લોકોના જીવન તરફ ધ્યાન જ નથી આપ્યું. ખેતીલાયક સુંદર ધરતીના ખાળે રહેતા આ માનવીઓના નસીબે, બીજાના માટે મજૂરી કરવાનું અને મજૂરી ન મળે ત્યારે શિકાર કરીને જીવવાનું રહેતું. એ હાલત હવે આજે પલટાઈ ગઈ છે.
ગામની ભાગાળે એક શાળા પણ શરૂ કરવામાં આવી છે, જેમાં હાલ મનફર અને આજુબાજુના મળીને ૮૫ વિદ્યાર્થીઓ ભણે છે. આને “ નવી તાલીમની શાળા” બનાવવાની દષ્ટિએ, શાળાને અડીને ૨૨ એકર જમીન રાખેલી છે, જેમાં ખેતી સાથે શિક્ષણને અનુબંધ જળવાય એ રીતે એના વિકાસ કરવાની દ્નારકોજીની ઈચ્છા છે. એના આધાર આર્થિક વ્યવસ્થા ગોઠવાવા ઉપર છે. પાંચ વરસ સુધી શાળા સ્વાવલંબી ન બને ત્યાં સુધી આર્થિક મદદ બરાબર મળી રહે તા કાર્ય સરળ થાય.
ઘમણા ૨૦૦ પરિવારનું ગામ છે અને હજારેક માણસની વસ્તી છે, ત્યાં પણ ખેતીની ઉપજ સારી રીતે વધી છે, અને નવા કૂવાએ બનતા જાય છે. હવે ફકત વરસાદ ઉપર આધારિત નહીં રહેતા ખેતી માટે સિંચાઈનું મહત્ત્વ સમજાવા લાગ્યું છે. ગયા વરસના ભાંકર દુકાળે પણ આ ભાન સારી રીતે કરાવી દીધું છે. કૂવા કરવા એટલે સામૂહિક ગ્રામની જરૂર પડે જ, જેથી સામૂહિકતાની ભાવના પણ આપોઆપ આવતી જાય. આમ ગ્રામદાનમાં જે પારિવારીક ભાવનાની મૂળ વાત છે, તેનો પણ વિકાસ થતો જવાની સંભાવના
રહે છે.
વરસાથી લૂંટાતા, શેષાતા, પારકાની મજૂરી કરીને પેટ ભરવાનું હોય, એ જાતના અજ્ઞાનમાં સબડતાં અને ગરીબી લખાવીને લાવ્યા હાય એ રીતે જીવવાની જેની આદત અને પરંપરા બની ગઈ હોય, એના જીવનમાં પેાતાના રોટલા પોતાના જ હાથમાં છે, બીજાને આધિન નથી એવી સ્થિતિ પેદા થવા અને એનું સુખ અને સંતોષ અનુભવવા એ એમના જીવનમાં નવા સૂર્યોદય થવા સમાન છે.
લોકો ભલા, ભાળા અને નિખાલસ ખરા, પણ આળસ અને દીનતાને કારણે એમની આ સાત્ત્વિકતા પણ અમુક અંશે ચીમળાઈ ગઈ છે. છતાં આ જ ગુણાને કારણે આ લાકો ગ્રામદાનના વિચારને, એના સત્ત્વને પકડી શકે છે.
અમને એવા વિચાર આવતા કે આવા સુંદર અને સત્ત્વશીલ વિચારને, આપણું શાણુ ગુજરાત કેમ નહીં ઝીલી શકતું હોય ? એના જવાબ અહીં બિહારમાં મળી જાય છે. પરિસ્થિતિની દષ્ટિએ વિષમતા અને ગરીબી આ પ્રદેશમાં વધારે ખરી, પરંતુ આ વિચારને ઝીલવા જે સરળતા અને શ્રાદ્ધા જોઈએ તે અહિંના લોકોમાં વિશેષ હોવાને કારણે આ વિચાર વધારે પ્રમાણમાં અહીં ઝીલાયો. ભૂદાનમાં પણ એમ જ થયેલું. આખા દેશમાં સૌથી વધુ ભૂમિદાન આ પ્રદેશમાં જ થયેલું.
અમને લાગે છે કે મહાવીર અને બુદ્ધની આ વિહારભૂમિ, બિહાર – ગ્રામદાન દ્વારા ગ્રામ સ્વરાજ્યના માર્ગે, આગળ વધી, આખા દેશને રાહ બતાવશે.
કાન્તિલાલ વેારા સંયોજક, મુંબઈ સર્વોદય મંડળ
સભ્યો તથા ગ્રાહકોને—
સંઘના સભ્યો તથા પ્રબુદ્ધ જીવનના ગ્રાહકોને આથી વિનંતિ કરવામાં આવે છે કે આપના ઉપર જે અંગે મેકલવામાં આવે છે તેના સરનામાની સ્લીપે નવી છપાવવાની હોઈ, આપના સરનામામાં જે કાંઈ ફેરફાર કરવાનો હોય તે કાર્યાલયનાં સરનામે સત્વર લખી જણાવવા લે. વ્યવસ્થાપક કૃપા કરશે.
8