________________
તા. ૧-૪-૬૮
પ્રમુખ જીવન
નવી દુનિયામાં–૩
✩
સ્ટીમથી યંત્રચાલનની શોધ થઇ ત્યારે એ શકિત વિકેન્દ્રિત હતી. પણ વીજળીની શોધ થવાથી એ શકિત કેન્દ્રિત થઈ. એક જ સ્થળેથી વીજળી પેદા કરીને અનેક સ્થળે યંત્રનું ચાલન થઇ શકે છે. આમ માણસે માત્ર પોતાના હાથથી કાર્ય કરવાનું શરૂ કર્યું ત્યારથી અત્યાર સુધીના વિકાસમાં ત્રણ પગથિયા જણાય છે. કેવળ હાથથી મંત્રચાલન, – એ સ્થિતિમાં યંત્રચાલન વ્યકિતગત હતું. ત્યાર પછી સ્ટીમની શોધે માણસના હાથની શકિતમાં વધારો કર્યો એટલું જ નહિ પણ તેના ઉપયોગ યંત્ર ચાલનમાં નહીંવત કરી દીધા. છતાં પણ મંત્રામાં એ શકિત વ્યકિતગત કરી .દીધી. એટલે કે મનુષ્યના હાથમાંથી શકિત લઇ લઇને તે તે મંત્રામાં તે આપી. અને સ્ટીમ એ રીતે વિકેન્દ્રિત શકિત બની પણ વીજળી આવી ત્યારે યંત્રાની વિકેન્દ્રિત શકિત કેન્દ્રિત બની ગઇ. એક જ કેન્દ્રમાંથી શકિતના પુરવઠા અનેક સ્થળે રહેલા યંત્રાને મળવા લાગ્યો. આ બધા વિકાસમાં યંત્ર મુખ્ય કે માણસની બુદ્ધિ – એના જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે માણસની બુદ્ધિએ જ શેાધા કરી છે. તેની બુદ્ધિના વિકાસમાં એ યંત્રે સહાયક નથી. પણ બુદ્ધિએ તે યંત્ર કહા કે તે શકિત તે સૌનો વિકાસ કર્યો છે. એટલે માનવબુદ્ધિએ વિકાસના કેન્દ્રો સર કર્યા છે. મુખ્ય માનવબુદ્ધિ હતી તે આ બધા વિકાસ થયો છે અને આ રીતે માનવશકિતને આરામ મળ્યા છે, બુદ્ધિને નહીં, પણ હવે ઇલેકટ્રોનિકસનો જમાનો આવ્યો છે. તેમાં બુદ્ધિને પણ આરામ આપવાની શકયતાઓ ઊભી થવા લાગી છે. અહીં કોમ્પ્યુટરની મદદથી તમારે કેવા પતિ પસંદ કરવા અને કેવા નહિ તેની સલાહ આપવાના કેન્દ્રો શરૂ થયા છે. મેટર માટેની નવી નવી ડિઝાઇનાં પણ કોમ્પ્યુટરની સલાહથી તૈયાર થઇ શકે છે, અને હવે ટોરોન્ટો યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર ચિત્ર કરી પણ કરે છે. કોમ્પ્યુટરે તૈયાર કરેલાં ચિત્રો જોઇ વિચાર આવે કે તે પછી બુદ્ધિના શે ઉપયોગ રહેશે ? આમ છતાં પણ બુદ્ધિના તો ઉપયાગ રહેવાના જ. કોમ્પ્યુટરો તે વિચારનાં અમુક પગથિયાં કૂદી જઇને તે બુદ્ધિ કેમ શીદાગામી બને તેવી સરળતા કહી શકશે. ચિત્રકામમાં ચિત્રકારને ચિત્ર વિશે કયા વિષય લેવા અને લીધા પછી તેને કેમ પાર પાડવા - કાં કેવા રંગ પૂરવા એવા અનેક સાપાનને વિચાર કરવા પડે છે. તેમાં જે વખત જાય છે તે બચાવીને તેની સામે તેના વિચારને આધારે તે ચિત્ર કેવું હશે તે કોમ્પ્યુટર દોરી આપશે. અત્યારે ચિત્રકાર વિચાર પ્રમાણે કરવા જાય છે અને પૂરૂ કરવા આવે છે ત્યારે તેના વળી વિચાર બદલાય છે કે, અમુક ઠેકાણે અમુક રંગને બદલે અમુક મૂક્યો હોય તો ? આ વિચારને જો કારગત કરવા હોય તે ફરી રંગ પૂરવા પડે અને આખી પ્રક્રિયામાં જે સમય ગયો તે નકામા તો નહીં પણ સમય ગયો તે ખરો જ. પણ હવે કોમ્પ્યુટર તેને તેની કલ્પનાનું ચિત્ર દોરી આપશે એટલે તે તેના વિચાર પ્રમાણે થયેલ તે ચિત્ર કેવું લાગશે તે જોઇ શકશે અને પછી તે વિષેના બીજા વિચારો તે કરી શકશે. આગળના વિચાર માટે જાતે ચિત્ર દારવાની જરૂર નહીં રહે. આમ વિચારની પ્રક્રિયાને પણ સરળ કરવા માટેના યાંત્રિક વિવિધ પ્રયત્નો શરૂ થયા છે. જોઇએ કે યંત્રબુદ્ધિ આગળ વધે છે કે માનવબુદ્ધિ ? સામાન્ય જનની બુદ્ધિ કરતાં તા યાંત્રિક બુદ્ધિ આગળ વધે જ એમાં શક નથી પણ છેવટે તે યંત્ર નિર્માણ કે યંત્રમાં વિકાસ કે યંત્રબુદ્ધિમાં વિકાસ - એ માનવબુદ્ધિ દ્વારા જ થવાના છે એ નિશ્ચિત છે. એટલે વ્યકિતસ્વાતંત્ર્ય અને તેને વિકાસ તેના જ હાથમાં રહેવાના છે. જો કે ઘણી બાબતમાં તેનું સ્વાતંત્ર્ય, આજના અર્થમાં, તેની પાસે નહીં. હોય તે યંત્ર પાસે હશે. છતાં પણ માનવ તો શ્રેષ્ઠ જ છે. અને સનાતન સત્ય દ્િ મનુષ્યાત શ્રીફ્તર નિવૃિત ’ - સનાતન તો છે જ પણ ઉત્તરોત્તર તેની પ્રતીતિ વધુ ને વધુ થતી જશે.
પણ આ બધા સાધનોનો ઉપયોગ મોટા પ્રમાણમાં થવા લાગે ત્યારે જ તે વિકસે. અહીંની એકે એક દુકાનમાં સરવાળા કરનાર
૨૪૫
મશીન હોય છે. સે। વસ્તુનું બીલ ઝપાટામાં તેની મદદથી વિક્રતા કરી શકે છે અને મશીન ઉપર માટે ભાગે મહિલાઓ જ હોય છે. ટાઇપરાઇટરમાં જે ઝડપથી કામ થાય છે એવી જ ઝડપથી આમાં સરવાળા થાય છે. એક બાજુ વસ્તુની ગણતરી થઇ ત્યાં બીજી બાજુ તેની કીંમતનો સરવાળા પણ થઇ જ ગયા હોય—પૈસા ચૂકવીને આગળ વધા.
જે માળામાં હું રહું છું તેમાં જે પ્રકારની વ્યવસ્થા છે તેવી અથવા તો તેથી વધારે સારી બીજે પણ છે એ સમજવા જેવી છે. આખા માળાના વરંડામાં માત્ર તેમાં રહેનાર દરેકના પાસ્ટ બાન્ન હોય છે. ટપાલી તે તે પેટીમાં સૌની ટપાલ નાખી જાય. પેટીની એક ચાવી ટપાલી પાસે અને બીજી રહેનાર પાસે હોય છે. વરડામાં અંદર જવા માટે પણ મુખ્ય દરવાજાની ચાવી - જેને માસ્ટર કી કહે છે તે દરેક રહેનાર પાસે હોય છે. એટલે માળામાં રહેનાર સિવાય કોઇ પણ અજાણ્યો શખ્સ માળામાં દાખલ થઇ શકતો નથી. નીચે વરન્ડામાં જ રહેનારના નામની તખ્તી સાથે તેના એપાર્ટમેન્ટના નંબર અને એક બટન હોય છે. મળવા આવનાર જેને મળવું હોય તેના નામ પાસેનું બટન દાબે એટલે રહેનારના ઘરમાં ઘંટડી વાગે. એટલે નીચેથી આવનાર વ્યકિત પોતાનું નામઠામ ટેલીફોનથી કહે તે સાંભળી તેને જો અંદર આવવા દેવી હોય તે ઘરમાં રહ્યા રહ્યા જ બટન દબાવાય એટલે નીચે વરાનું તાળું ખૂલી જાય અને આગન્તુક અંદર દાખલ થઇ શકે. લીફ્ટ બધી સ્વયંચાલિત હોય છે. તેનાં બારણાં આપોઆપ ખુલે અને બંધ થાય અને માળના નંબર પ્રમાણે બટન દાબીએ એટલે જે માળે જવું હાય ત્યાં જઈ શકાય ગેરેજના બારણા પણ મેટર પાસે આવે એટલે સ્વયં ઉઘડી જાય અને અંદર પેસે એટલે બંધ થઇ જાય.
એરોડ્રામમાં અને અન્યત્ર પણ આ જ પ્રમાણે સ્વયં સંચાલિત બારણા જોવા મળે છે. આપણે બારણા પાસે પહોંચીએ એટલે બારણા ઉઘડી જાય. અંદર દાખલ થઇએ એટલે સ્વયં બંધ થઇ જાય. સ્વયં ચાલતા રસ્તા અને સ્વયંચાલિત સીડી - તેમાં ઊભા રહે એટલે યથેષ્ટ સ્થળે પહોંચાડી કે ચડાવી દે. એવી જ સ્વયંચાલિત સીડી અહીં મકાનેામાં પણ જોવા મળે છે.
આખા માળાની નીચે ગેરેંજ હોય છે. ઘણી વાર સ્નાનાગર પણ હોય છે. વળી કપડા ધોવાના સ્વયંચાલિત મશીને પણ માળામાં નીચેના ભાગમાં ભેાંયરામાં હોય છે. તેમાં ૨૫ સેન્ટ નાખે એટલે કપડાં ધાઇ આપે. કેટલીક દુકાનામાં પીણાં પણ સ્વયંચાલિત મશીન વેચે છે.
આખા માળામાં એક સુપ્રીન્ટેન્ડન્ટ હોય છે. તેના માથે ઘણી જ જવાબદારી હોય છે. કોરીડોર - એટલે કે માળામાં સામસામા એપાર્ટમેન્ટ વચ્ચેનો રસ્તો તેની સફાઇ, તે કરે છે. મુખ્ય રસ્તા ઉપરના મકાનને જોડતો જે રસ્તા હોય તેના ઉપરથી બરફ હઠાવવાનું કામ, કોઇના પણ એપાર્ટમેન્ટમાં વીજળી કે કોઇ પણ જાતની ખરાબી હોય તો તેની સામાન્ય દુરસ્તી, ભાડુઆતને દાખલ કરવા, ભાડું ઉધરાવવું કોઇ ખાલી કરી જાય ત્યારે આખા એપાર્ટમેન્ટની પૂરી સફાઇ, બાથરૂમ, રસેાડું અને ઓરડા - એ બધાની સફાઇ, આખા માળમાં હીટરની વ્યવસ્થા હોય છે. તેમાં કોઇ ખરાબી હોય તો તેની પણ દુરસ્તી—આવા નાના મોટા હોંશીયાર કારીગરના અને સામાન્ય મજુરના કામ તેને માથે હોય છે. સફાઇ તો વેક્યુમ મંત્રાથી કરે છે. પણ તે તેના નિયમ પ્રમાણે આખા માળાની સફાઇ કરે છે. અને આખા માળામાં કર્યાંય પણ કોરિડોરમાં જરા પણ કચરો દેખા નથી. માળામાં એક ચીમની હોય છે. એપાર્ટમેન્ટવાળા બધા જ એ ચીમનીમાં પોતાના કચરો નાખે. એ બળી જાય - તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. બાળવાનો ન હોય તેવા સામાન કોથળા ભરીને એકત્ર કરવાનો હોય છે તે મ્યુનિસિપાલિટીવાળા લઇ જાય છે. ટોરોન્ટો, - તા. ૨૯-૨-૬૮ દલસુખ માલવણીયા.