________________
૨૪૪
પ્રબુદ્ધ જીવન
પોતાના કાશીના નેતાની રાહ જોવા લાગ્યા. પરંતુ સાત જ દિવસમાં પેલા શ્વાનાના નેતા હાંફતો હાંફતા દિલ્હી પહોંચી ગયો. દિલ્હીમાં એના સ્વાગતની તૈયારીઓ કરવાની હતી, પણ ધાર્યા કરતાં એ ઘણા જલ્દી પહોંચી ગયો. આમ કેમ બન્યું? એણે કહ્યું કે કાશીથી નીકળ્યા ત્યારથી ગામેગામનાં શ્વાના મારી પાછળ પડીને મને એક ગામથી બીજે ગામ ધકકેલી ગયાં. ક્યાંય શ્વાસ લેવાનો મને સમય મળ્યો નહિ. કાશીથી નોનસ્ટોપ દિલ્હી આવ્યો છું એમ કહેતાં કહેતાં એના પ્રાણ નીકળી ગયા.
આપણે પણ બાળકોમાં “આગે બઢો, આગે બઢો” ના એક જવર પેદા કરીએ છીએ. બધાને જાણે જલ્દી દિલ્હી પહોંચવું છે. આ તીવ્ર ગતિ મનુષ્યને મુકિતમાં નહીં, મૃત્યુમાં લઇ જાય છે. એ વિદ્યા મુકિતદાતા બને જે મહત્ત્વાકાંક્ષા ન શીખવતી હોય, માત્ર આગળ વધવાનું કોઇ મૂલ્ય નથી. આગળ વધવાના એક બીજો પણ માર્ગ છે –સ્પર્ધા બીજાથી નહીં પણ પોતાની જાતની સાથે જ કરવી તે. ગઈ કાલે હું જ્યાં હતા ત્યાંથી આજે આગળ નીકળી જવાનું મને બતાવે તે વિદ્યા જ્યાં સ્વયંથી અતિક્રમણ કરવાની ચરમ સીમા છે તે જ મુકિત છે. બુદ્ધ, મહાવીર ને ઇશુ ચોક્કસ ત્યાં જ પહોંચ્યા છે, જ્યાંથી આગળ જવાની કોઇ દિશા રહી નથી. આ આખરી મંજીલનું નામ છે મુકિત, એ જ છે પરમાત્મદશા. આજ સુધી કોઇ મનુષ્ય બીજાઓની સ્પર્ધા કરીને મુકિત પામ્યો નથી . કોઇ સિકંદર, કોઇ નહેરુ શું એમ કહી શકશે કે હું સૌથી આગળ - મારાથી આગળ કોઇ જ નહીં?
એક ગાળ થાળીમાં રહેલા કીડાઓ એક પછી એક ગાળ ગાળ ચાલ્યા જ કરે. એમની યાત્રાના કદી અંત જ આવતા નથી. એમ આપણે પણ ચક્કર ચક્કર ફર્યા જ કરીએ છીએ. અંતે થાકી હારીને ફસડાઇ જઇએ છીએ, મરી જઇએ છીએ. પાછળ વાળા આપણને પડી જતાં જુવે છે, અને આગળ નીકળી જાય છે. આ યાત્રાનો કોઇ અંત નથી.
વિદ્યા હું એને કહું છું જેના વડે મનુષ્ય પોતાથી આગળ વધતાં શીખે. બીજા સાથે આપણા કશે! સંબંધ છે જ નહીં. બીજાઆને પાછળ મૂકીને આપણે આગળ વધવું એ પાછળ રહેનારાઓને દુ:ખ આપવા સમાન છે.
હું એક પહાડની ખીણપર ઊભા હતા. મારાં મિત્રે કુતરાના ભસવાના અવાજ કર્યો. એ એકો પાઇન્ટ હતું. સાતગણા ભસવાન અવાજ પાછા અમારા કાન પર અથડાયો. આપણું જીવન એક અદ ્ ભુત એકો - પોઇન્ટ છે. મેં મારા મિત્રને કહ્યું, “મિત્ર, તે જો એક ગીત ગાયું હાત, કોયલના અવાજનો ટહુકો કર્યો હોત, તા વધારે સારૂ થાત.” અપણે ગાળા બાલીશું તો આપણને ગાળા જ પાછી મળશે, કાંટા વેરીશું તો એ કાંટા આપણને જ પાછા મળશે. મેડમ બ્લેવેવ્સ્કી વિશ્વ યાત્રા કરી રહી હતી. એક થેલીમાંથી આખે રસ્તે ઠેર ઠેર ફ ુલેાના બીજ વેરતી હતી. કોઇકે પૂછયું, “મેડમ, તમે આ રસ્તેથી કદી ફરી પસાર થવાના નથી તે પછી
આ શ્રામ શું કામ કરો છે ?' એણે જવાબ આપ્યો, “હું જે બીજ ફેકું છું એમાંથી જે છોડ ઊગશે, જે ફ્લ ખીલશે અને વરસા પછી જ્યારે પણ કોઇ આ રસ્તેથી પસાર થશે એને ફ્લા જોઇને જે આનંદ થશે એનો આનંદ હું આજે અનુભવું છું. આ પ્રકારની કલ્પના માત્ર કરવી પણ મને ગમે છે.”
સાચી વિદ્યા મનુષ્યના આત્માને સત્યની નિકટ લઈ જાય છે. સ્વયંથી આગળ વધવાની આ સ્પર્ધા—આત્મસાધના ોજેરોજ થવી જોઇએ.
અંતમાં હું આપને એક વાત કહેવા માંગું છું. મનુષ્યના જીવનમાં આજે જે દુ:ખ અને હિંસા દેખાઇ રહ્યાં છે તેનું કારણ એ છે કે આપણે અવિદ્યાને વિદ્યા સમજી બેઠા છીએ. જીવનમાં પરિવર્તન આણવું હશે તે સમજી લેવું જરુરી છે કે વિદ્યા કઇ છે અને અવિદ્યા કઇ છે? વિઘા જીવન શીખવે છે, આજીવિકા નહીં. માત્ર રોટીથી જીવન જીવાતું નથી. સાચી રીતે અપણા વિદ્યાલયો નથી, પણ અ—વિદ્યાલયો છે કે, જ્યાં આપણે માત્ર રોટી રોજી કમાવાની વિદ્યા શીખવીએ છીએ. આજે તો મહાવીરનું નામ જોડવાને લાયક એવું કોઇ વિદ્યાલય આપણી પાસે છે નહીં. અત્યારે તે અવિદ્યાલયોને આપણે વિદ્યાલય કહીએ છીએ અને તેને મહાવીરનું પ્યારૂં નામ આપી દઇએ છીએ. પરંતુ એ જરૂર શકય છે કે આપણે જો ઇચ્છીએ તે મહાવીર, બુદ્ધ કે ક્રાઇસ્ટના નામને લાયક હોય એવાં વિદ્યાલયો આપણે સરજી શકીએ. કોઇક દિવસ
તા. ૧-૪-૬૮
એવાં મહાવીર વિદ્યાલયો આપણે ઊભાં કરી શકીએ એવી હું પરમાત્માને અને આપને પ્રાર્થના કરૂં છું.
અંતમાં સહુની અંદર રહેલા પરમાત્માને હું પ્રણામ કરૂ છું. મારા પ્રણામનો સ્વીકાર કરશે!.
સંકલન : સુબોધભાઈ એમ. શાહ માનવીની ચેતનશક્તિ
શ્રી ગગનવિહારી મહેતાનું લખેલ સ્વામી ભાવનાશીલજીનું ‘દુ:સ્વપ્ન' આ અંકમાં અન્યત્ર પ્રકટ કરવામાં આવે છે તે વાંચીને જે વિચારો સૂઝયા તે લખું છું. ભૌતિક દષ્ટિએ વિચારીએ તો
આ વિરાટ બ્રહ્માંડમાં આ પૃથ્વી એક બિન્દુરામાન છે. તેમાં માનવ એક ક્ષુદ્ર જંતુ રામાન લાગે. એવા માનવી સત્તા, ધન અથવા કીર્તિના લોભે કે તૃષ્ણાથી કેટલા ઉત્પાત મચાવે છે, કેટલી યાતનાઓ સહન કરે છે અને પોતાની આસપાસ કેટલું અપાર દુ:ખ પેદા કરે છે—આ એક બાજુ થઇ. બીજી તરફ વિચાર કરીએ તે માનવીની ચેતનશકિત અનંત અને સર્વોપરિ છે. સકળ બ્રહ્માંડ તેનું સર્જન હોય તેમ લાગે. બ્રહ્માંડ વિરાટ છે. પૃથ્વી, અસંખ્ય તારાઓમાંનો એક તારો એવા સૂર્યની આસપાસ ફરતે એક નાનો ગ્રહ છે. આ બધું જ્ઞાન માણસને થાય છે. આ જ્ઞાન તેની ચેતનશકિતનો અથવા આત્માના ગુણ છે. ભૌતિક જગતના રહસ્યો ઉકેલવામાં માનવી મહદ્ અંશે સફળ થયા છે. વિજ્ઞાનની શોધખોળા અદ્ભુત આશ્ચર્યચકિત કરે તેવી છે. પણ તે માનવીની બુદ્ધિનું જ પરિણામ છે. ચંદ્ર, મંગળ કે ગુરુ, પૃથ્વીથી કેટલા દૂર છે તેનું બરાબર માપ તેણે કાઢયું. પૃથ્વી ઉપરથી સંચાલિત રોકેટો અવકાશમાં મોકલ્યા. પળ અને મિનિટની ગણતરી કરી. આવા રોકેટો અથવા ઉપગ્રહોની ગતિ નક્કી કરી. ચંદ્ર ઉપર તેના ઉતરવાનો સમય અથવા પૃથ્વી ઉપર પાછા ફરવાના તેના સમય અને સ્થળ, બધું નક્કી કર્યું–કરી શકયા. વિજ્ઞાનના સંશાધનાને પરિણામે તૈયાર થયેલ સાધનોથી દિશા અને કાળના અંતર ભેદી, આખી દુનિયા ફરી વળ્યા એટલું જ નહીં પણ વિશ્વના બીજા ભાગાને પણ પહોંચવાની શક્યતા થઇ.
પણ આ વિશ્વ માત્ર ભૌતિક તત્ત્વોનો સમૂહજ નથી પણ કોઇ અનંત ચૈતનશકિતના નિયમને આધીન છે એમ પ્રતીત થાય છે. માત્ર ભૌતિક તત્ત્વોનો સમૂહ જ હોય અને તેનું આકસ્મિક વર્તન હોય તો તેના કયારના ય વિનાશ થયો હોત. તારાઓ, નક્ષત્રો, ગ્રહો ઉપગ્રહોનું અંતર, ગતિ, કાળ વિગેરે માણસ નક્કી કરી શકે છે તે સિદ્ધ કરે છે કે તે બધા કોઇ મહાન અટળ, નિયમને વશવર્તી છે. તે નિયમ ચેતનશકિતનું પરિણામ જ હોય, ભૌતિક પદાર્થોનું નહિ. આ વિરાટ ચેતનશકિતને ઇશ્વર કહો, બ્રહ્મ કહો કે આત્મા કહો. બીજી રીતે જોઇએ. માનવી આ બધું જ્ઞાન મેળવી શકે છે કારણ કે, તેનામાં રહેલ ચેતનશકિત અને વિરાટ વિશ્વનું નિયમન કરતી ચેતન શકિત એ જ છે. તેથી જ માણસ આ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે.
માનવીની આ ચેતન શકિત બુદ્ધિથી પણ પર છે. બુદ્ધિ સાધન છે. આ સાધનનો ઉપયોગ કરવાવાળી તે ચેતનશકિત છે. માણસ બુદ્ધિથી ભૌતિક જગતના રહસ્યો પામી શક્યો અને હજુ વિશેષ પામશે. પણ ચેતનશકિતને નહિ પિછાને ત્યાં સુધી એના જીવનની દિશા નક્કી નહિ કરી શકે. આ ચેતનશકિતની અનુભૂતિ થાય ત્યારે વિશ્વની ચેતનશકિત સાથે તાદાત્મ્ય સાધે Spiritual union universethis is mysticism-આ અનુભૂતિ થાય ત્યારે સમસ્ત પ્રાણી સૃષ્ટિ સાથે એકતા સાધે. ત્યાં સ્વાર્થ, લાભ કે કોઇ વાસના કાય રહે નહિ. મૈત્રી, કરૂણા, પ્રેમ જ વહે,. વિરાટ વિશ્વના એક બિન્દુ સમાન પૃથ્વી ઉપરનો હું એક ક્ષુદ્ર જંતુ છું એવી લઘુતાને સ્થાને આ સમસ્ત વિશ્વની વિરાટ ચેતનશકિતનો હું અંશ છું એ દર્શન થાય. ચીમનલાલ ચકુભાઈ શાહ