________________
૨૩૮
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૩-૧૮
છે. તેનું સૌથી ઊંચું સ્થળ ચાઇનાપીક છે, જે હવે નૈનિપીક તરીકે ઓળખાય છે. ત્યાં સૂર્યોદય પહેલાં જઇએ તે હિમાલયની સળંગ ગિરિમાળા જોઇ શકાય છે. બ્રિટિશ સમયથી અહીં સારી એવી હાઇસ્કૂલ અને કૅલેજોનું નિર્માણ થયું છે. આજુબાજુથી તેમ જ દૂર- દરથી પણ ઘણાં છોકરા – છોકરીઓ અહીં અભ્યાસાર્થે આવે છે. આવી અત્યંત આહલાદક ભૂમિ વચ્ચે માત્ર ત્રણ જ દિવસ રહીને અમે ૩૦ મીએ સવારે ભવાલી કરવાની તૈયારી કરી. અમદાવાદથી શ્રી કલ્યાણભાઈ ત્રિકમલાલ અને તેઓશ્રીનાં પત્ની, ચિરંજીવી ભાઈ શ્રીકાંત અને તેમના બહેન શ્રી પ્રભાબેન અને આબુથી પરમ પૂજ્ય શ્રી વિમલાબેન તા. ૨૮-૪-૬૭ના નીકળી અમને ૩૦ મીએ ભવાલી મળ્યાં. મારી સાથે મારી દીકરી દક્ષા પણ હતી.
ખરી રીતે તો અમારો હિમાલયના પ્રદેશમાં ભ્રમણ કરવાને પ્રવાસ પણ અમે નૈતિનાલમાં પગ મૂકો ત્યારથી જ શરૂ થઈ ચૂક્યો હતે. છતાં જ્યારે અમે નારાયણ આશ્રમ તરફ પ્રવાસ શરૂ કર્યો ત્યારે જાણે હવે જ સાચે અને હેતુલક્ષી પ્રવાસ આરંભાયો એવી લાગણી હૃદયમાં ઉદ્ભવી. જો કે હિમાલયનાં સાક્ષાત દર્શન તે અમે આભેરાથી કર્યો, પણ તે અંગેને સાચે ભેદ તો છેક નારાયણ આશ્રમ પહોંચ્યા ત્યારે જ ખૂલ્યો. અમારી સાથે આશ્રા સુધી શ્રી કિશનસિંહભાઈ ચાવડા અને તેમનાં ધર્મપત્ની શ્રી સાવિત્રીબેન પણ હતાં. તે દિવસે ૩૦ મીએ રાત્રે આલમેરા ડાક બંગલામાં મુકામે કર્યો. આભેરામાં ઠંડી સામાન્ય હોય છે. અમે જે ડાક બંગલામાં નિવાસ કરેલો ત્યાંથી હિમાલયની હિમાચ્છાદિત ગિરિમાળાઓ બહુ જ સુંદર અને વિસ્તૃત રીતે દેખાઈ આવતી હતી. હિમશિખરોનાં એટલે દૂરથી કરેલા દર્શનથી પણ મને આનંદિત થઈ ઊઠયું, જો કે તે વખતે તે એવી કલ્પના પણ નહોતી કે આ જ ગિરિશ્ચંગે જાણે હાથ લાંબો કરીને અડી શકાય તેટલા બધા નજીકથી અમે જોઈ શકીશું. અહીંથી હિમાલયનાં જે હિમશિખરો અમે જોયાં તે તો જાણે નાનાં બાળકો દૂરથી ડોકિયાં કરતાં હોય એવું જણાતું હતું.
તા. ૧-૫-૬૭ ના રોજ અમે ટેકસીમાં સવારના ભાગમાં આભેરાથી લગભગ ૧૧૦ માઈલ દૂર આવેલા નારાયણનગર જવા નીકળ્યા. અમારી સાથેની રહીft આભેરા સુધી આવેલા હોવાથી ત્યાં સુધીની તેમને માહિતી હતી. પરંતુ તેનાથી આગળનો રસ્તો કાચે છે એવી તેમને ખબર નહોતી. અમે ટેકસી દ્વારા તે પહાડોના કાચા રસ્તા ખૂંદતા ખુંદતા ૧૪ કલાકની સતત મુસાફરી બાદ અમે રાતે ૧૦ વાગે નારાયણનગર પહોંચ્યા.
અભેરાથી નારાયણનગર જતાં પહેલા ૭૫ માઈલના અંતરે વચ્ચે પીથોરાગઢ આવે છે, જ્યાંથી પરવાનગી મેળવ્યા વગર આગળ જવાનું નથી. આમ તો આ બધો વિસ્તાર આપણી સરહદને લગતા છે અને તેથી આ માટેની પરવાનગી અમદાવાદથી અમુક સમય પહેલાં કઢાવવી પડે છે. આજથી ૧૫ વર્ષ પહેલાં તે આ પ્રદેશમાં વસતિ ઘણી ઓછી હતી, પરંતુ આપણા દેશ પર થયેલા ચીની આક્રમણ પછી આ પ્રદેશની વસતિમાં ઘણા મોટા પ્રમાણમાં વધારો થયો છે; કેળવણી પણ વધી છે અને છેલ્લા પાંચ વર્ષથી તે મટશે, બસ વગેરે ચાલી શકે તેવા રસ્તા પણ થઈ ગયા છે. ખાસ કરીને આ પ્રદેશમાં મીલીટરીની વસતિ જ વધુ પ્રમાણમાં નૉ પડે છે. અને મીલીટરી આવતાં આ સ્થળને વિકાસ પણ સારે થયો છે, આટલો બધે વિકાસ છેલ્લા પાંચ સાત વર્ષોમાં જ થયું છે, છતાં પણ આ રસ્તા પરથી પસાર થતાં તરત જ ક૯પના થાય છે કે દેશના જવાનોએ આવા જ પહાડી પ્રદેશોમાં ડા સમય પહેલાં થયેલાં ચીની આકમણ વખતે કેવી પરેશાની જોગવી હશે, અને ન જાણે કેટલા જવાનને અહિની ધરતીએ પોતાની ગોદમાં સમાવી લીધા હશે. એ વિચારતાં જ મારું મસ્તક તેની અદ્ ભુત વીરતા આગળ ઝૂકી પડયું અને સાથે સાથે બીજી જ ક્ષણે તેઓએ પોતાના પ્રાણથી પણ અધિક
પ્રિય એવી ભૂમિ માટે આપેલા નિ:સ્વાર્થ બલિદાનની યશગાથાથી પ્રેરાઈને મારૂં ઝૂકેલું મસ્તક ગૌરવથી ઉન્નત બની ગયું અને મુખમાંથી અનાયાસે કોઈ દેશપ્રેમી કવિએ પોતાના બાંધવા માટે લખેલી પંકિતએ નીકળી પડી કે,
જેનું જીવન કુરબાને વતન થઈ જવાનું, તે તે આ દેશનું સાચું રતને થઈ જવાનું. બાકીનાઓની હસ્તી કે વસતિ નથી જગતમાં, તેઓનું તે ખાલી કફનમાં જતન થઈ જવાનું.
આમ પહાડી અને પથરાળ માર્ગમાં, એક વળાંક પૂરો ન થાય ત્યાં બીજો આવે, એક પહાડ ચડે, તેની ટોંચે પહોંચે અને વળી નીચે ઉતરો અને તેની ચરણરજ લઈને વળી બીજો પહાડ ચડો. એમ બસ ચારે બાજુ જ્યાં નજર નાખે ત્યાં ડુંગરા અને ખીણ અને તેની વચ્ચે વચ્ચે તેની અંદર નિવાસ કરતી પ્રજાના થોડા થોડા ઝુંપડાં દેખાયા કરે અને પહાડોના ઢોળાવો ઉપર સુંદર રીતે ગેવાયેલા તેમનાં ખેતરો નજરે પડે, જાણે પહાડ ઉતરવા માટે પગથીયાં બનાવ્યાં ન હોય એવું લાગે.
ત્રણ દિવસના સતત ડુંગરાળ માર્ગના પ્રવાસ પછી બે ઘડિ એમ જ લાગતું કે શું દુનિયામાં સપાટ જમીન હશે ખરી? રહેવાના કોઈ પણ સ્થળેથી ચાર ડગલાં જવું હોય તે પણ બસ ચડાઈ જ ચડાઈ. અને નાને અનુભવ તો અમને રાત્રે જ્યારે અમે નારાયણ નગર પહોંચ્યા ત્યારે બરાબર થયો. રાત્રે પહોંચેલાં ખૂબ થાકેલાં ' હોવાથી અમે જલદી ત્યાં જઈને નિરાંતે આરામ કરવાની આશામાં
હતાં, પરંતુ જ્યાં ટેકસી મૂકીને ઉપર જવા માટે જે થોડું ચઢવું પડયું ત્યારે જ ખ્યાલ આવ્યો કે ચડાઈ કેટલી કપરી છે. વિશેષત: સપાટ જમીન પર ચાલવાને ટેવાયેલા અમને આટલી નાની ચડાઈ પણ ખૂબ આકરી લાગેલી અને ત્યાંનાં પાંચ પાંચ મણ વજન લઈને હેરફેર કરતા લોકોને જોઈને અમને તેમની ખૂબ દયા આવી. પણ આ પ્રદેશમાં એ જ રોટીનું સાધન હોવાથી અમારી જેવા પ્રવાસીને જોતાં એ લોકોને અત્યંત આનંદ થતો હોય એમ લાગ્યું. ત્યાંની પ્રજા સાથે વાત થતી ત્યારે ત્યાંની પ્રજાનાં મોઢે એક વાત તો જરૂર નીકળતી કે “તમે સૌ નસીબદાર છા, સપાટ પ્રદેશમાં જન્મ્યા. છો, અમારા દેશમાં તો બસ ચઢાઈ જ ચઢાઈ છે.” એ લોકો ઘણા જ ઉદાર, આમારા માટે અત્યંત માયાળુ અને હેતાળ લાગ્યા. ત્યાં આવનાર પ્રવાસીઓને સામાન વગેરે ઊંચકીને તેમના નિવાસસ્થાને પહેચાડવાનું કામ પણ તેઓ ઘણા જ ઉત્સાહથી અને પ્રેમથી કરતા લાગતા.
ત્યાં ખેતીનું પ્રમાણ ઓછું અને પહાડોના ઢોળાવ પર કરવામાં આવે છે. તેથી ખેતી કરનારે, ઢોરોને ચારો લાવનાર સૌને ચઢાઇ તો ચઢવી જ પડે અને એ લોકો એમ આવા ચઢાણની ટેવાયેલા પણ ખરા, તેથી તે પ્રજા માટે એ ઘણું જ સ્વાભાવિક બની જાય તેમાં નવાઇ નથી. તે લોકો પોતાનાં રહેઠાણ એ પહાડોના ઢોળાવ પર બાંધતા હોવાથી દૂર દૂરથી આપણને તે દસ પંદરની સંખ્યામાં હારબંધ ગોઠવાયેલા દેખાય. હાલ ત્યાં સરહદનાં રક્ષણ માટે ઘણી છાવણીઓ નંખાઇ છે. આ છાવણીઓ દૂરથી અત્યંત રમણીય લાગે
છે. દુરથી જોતાં પહાડ પરની થોડી થોડી સપાટ ભૂમિને આપણને , ખ્યાલ ન આવે, તેથી આવાં ઝૂંપડાઓ અને છાવણીઓ તે ઢોળાવવવાળા પ્રદેશ પર શાના આધારે ટકી રહેલ હશે તેનું આશ્ચર્ય લાગે. અમે નારાયણનગર પહોંચ્યાં ત્યારે અમારા ત્યાંના નિવાસસ્થાનેથી આજુબાજુના બધા પર્વતો દૂરથી પણ સારી રીતે જોઈ શકાતા હતા, કયાંક કયાંક તે તેનાં પર છવાયેલો બરફ પણ દેખાતો હતો. પરંતુ જ્યારે ત્યાંના નિવાસી એક ભાઇએ અમને કહ્યું કે આ સામે દેખાતા પહાડોની ગિરિમાળાઓમાં તે કેટલા મોટાં મોટાં સરોવર છે ત્યારે બે ઘડી તો અમે વિસ્મય પામી ગયાં. જ્યાં ઊભા રહી અમે પહાડા જ જોઈ શકતા હતા તેમાં એવાં વિશાળ સરોવર- હોય તે કલ્પી શકાતું નહોતું. ક્રમશ:
સુનંદાબહેન વોરા
માલિક: શ્રી મુંબઈ
ન યુવક સંધ: મુદ્રક પ્રકાશક: શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળ: ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ-૩,
મુદ્રણસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબM