________________
તા.૧૬-૨-૬૮
પ્રભુ જીવન
નારાયણ આશ્રમની યાત્રા
ભારતમાં જન્મેલ ભાગ્યે જ એવા કોઈ માનવી હશે કે જેણે હિમાલયનું નામ સાંભળ્યું નહિ હોય. ભારતમાં ભાગ્યે જ હિન્દુ સંસ્કાર ધરાવતી એવી કોઈ વ્યકિત હશે જેના દિલમાં હિમાલયનાં દર્શન કરવાની ઝંખના જન્મી ન હોય. આમ છતાં તેનાં પ્રત્યક્ષ દર્શન કરવાનું સદ્ભાગ્ય બહુ ઓછા માનવીઓને સાંપડે છે. આ કેટલું માટું સદ્ભાગ્ય છે તેની ખબર તે જેને એ પ્રદેશમાં પરિભ્રમણ કરવાની તક મળી હાય. તેને જ પડે. આવી તક મને મારા જીવન દરમિયાન બે વાર સાંપડી છે. એક વાર કેટલાક સમય પહેલાં કાશ્મીરને પ્રવાસ કરવાનું બન્યું હતું ત્યારે. પણ એ વખતે હિમાલયમાં રહેલા કુદરતી સૌન્દર્યને માણવું, આનંદ કરવા, મજા કરવી એટલા જ હિમાલયના સંદર્ભમાં મારો ખ્યાલ હતા અને આવેા ખ્યાલ દર વર્ષે હિમાલયનાં જાણીતા પર્વતમથકોએ—હીલ સ્ટેશન– એમોટા ભાગે ઉનાળાના મહિનાઓમાં ભારતભરમાંથી હજારોની સંખ્યામાં જતા સહેલાણીઓના હોય છે. આ બધાં મથકો કેવળ મોજમજાનાં અને મળવાહળવાનાં કેન્દ્રો બની ગયાં છે.
બીજો પ્રસંગ હિમાલયમાં જવાના અને પરિભ્રમણ કરવાનામને ગયા મે માસમાં સાંપડયો, આ યાત્રાએ મારા અન્તસ્તત્ત્વને અત્યન્ત પ્રભાવિત કર્યું; જીવન નિહાળવાની મને નવી દષ્ટિ આપી; તેની ભવ્યતાએ મને મંત્રમુગ્ધ કરી; અને મારામાં જાણે કે એક પ્રકારની આધ્યાત્મિક જ્યોત પ્રગટાવી. મારામાં આધ્યાત્મિકતાનું જે આછું સ્ક્રૂ રણ હતું તેને નવા વેગ મળ્યો.
આ બીજો પ્રસંગ હિમાલયના પેટાળમાં – આપણી સરહદની બહુ નજીકના ભાગમાં આવેલ સપાટ પ્રદેશથી લગભગ ૨૦૦ માઈલના અન્તરે અને કૈલાસયાત્રાના માર્ગની બાજુએ આવેલ નારાયણ આશ્રામની યાત્રાને લગતા હતા. ત્યાં જવાના સુયોગ આ રીતે ઊભા થયા.
જેમણે વર્ષો સુધી ભૂદાન આન્દોલનને દેશભરમાં વેગ આપવાનું કાર્ય કર્યું હતું, જે એ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ સ્વીકારી ઘેાડાં વર્ષોથી માઉન્ટ આબુમાં વસે છે અને જેમને વિચારોના આદાન - પ્રદાન નિમિત્તે અવારનવાર યુરોપના પ્રવાસેા કરવાનું પ્રાપ્ત થાય છે તે શ્રી વિમલાબહેન ઠકારના સમાગમમાં આવવાનું સદ્ભાગ્ય કેટલાક સમયથી મને પ્રાપ્ત થયું છે. તેમની સાથે ગયા વર્ષના પ્રારંભમાં આબુ ખાતે થોડા દિવસ રહેવાના યોગ ઊભે થયા. આ તેમના સહવાસ, દરમિયાન તેમણે ઉપર જણાવેલ નારાયણ આશ્રમ વિષે વાત કરી, તે સ્થળની અસાધારણ ભવ્યતાનો ખ્યાલ આપ્યો અને ત્યાં જવાનો કોઈ પ્રબંધ ગાઠવાઈ શકે તે આપણે બધાં સાથે જઈએ એવી ઈચ્છા તેમણે વ્યકત કરી. મેં અને મારા સાથીઓ શ્રી કલ્યાણભાઈ તથા તેમનાં પત્ની સુશીલાબહેને તેમની એ વાતને પકડી લીધી. આ રીતે તેમની સાથે હિમાલયમાં ફરવા તેમ જ રહેવાના સુયોગ ઊભે થાય તેનાથી વધારે બીજી જીવનની ધન્યતા શી હાઈ શકે એવા વિચારપૂર્વક અમે તેમની વાતને વધાવી લીધી અને એને લગતી જરૂરી તૈયારી અમે કરવા માંડી.
નારાયણ આશ્રામ જતાં પહેલાં, તે સરહદ વિસ્તારમાં આવેલું હોવાથી, ત્યાં જવા માટે ભારત સરકાર પાસેથી મંજૂરી મેળવવી પડે છે. સૌ પ્રથમ આલ્મારા સુધી ગયા પછી લગભગ ૧૬૦ માઇલ દૂર આ આશ્રમ આવેલા છે. સામાન્ય રીતે યોગીઓ કે સાધકો સિવાય કોઈ એકલદોકલ પ્રવાસી માટે આ સ્થળે જવું આસાન નથી, પરંતુ મિત્રમંડળ હાય, સત્યમાગમ હોય તે અગવડ પણ સગવડ થઇ જાય અને જાણે કે ભકત કવિની પંકિત સાચી પડતી લાગે કે “ જંગલમાં મંગલ કરી જાણે જંગલ મંગલ જેને ”
આમ અમે શ્રી વિમલાબેનની છાયામાં અને શ્રી કલ્યાણ
π
૨૩૭
ભાઇ તથા સુશીલાભાભી જેમને અમે સંઘવી અને સંઘવણ તરીકે બાધતા તેમની સાથે યાત્રા કરવાનું નક્કી કર્યું.
વડોદરામાં વસતા શ્રી નારાયણ આામના ટ્રસ્ટીઓ પાસેથી ત્યાં કેવી રીતે જઇ શકાય અને કેટલા દિવસ લાગે વિગેરે વિગત મેળવ્યા પછી અમે તે અંગેની તૈયારી કરવા લાગ્યા. અમે કુલ સાત જણા નારાયણ આશ્રમ જવાના હતા, પરંતુ મારું કુટુંબ નૈનિતાલ જવાનું હતું, તેથી મેં એવું નક્કી કર્યુ કે મેં અને મારી દીકરીએ નૈનિતાલ ન જેવું હોવાથી મારા કુટુંબ સાથે અમારે સૌથી પહેલા સીધા નૈનિતાલ જેવું અને ત્યાર પછી ત્યાંથી એપ્રિલ માસની ૩૦ મી તારીખે બપોરે ૧ વાગે નારાયણ આશ્રમ જવા માટે નીકળીને ભવાલીથી અન્ય મિત્રે કે જે ૨૮મીએ અમદાવાદથી નીકળીને આવવાનાં હતાં. તેઓની જોડે જોડાઇ જવું. તેથી મે મારા પરિવાર સહિત એપ્રિલ માસની ૨૫ મી તારીખે અમદાવાદથી પ્રયાણ કર્યું અને અમે ૨૭ મીએ નૈનિતાલ પહોંચ્યાં. માર્ગમાં બાંદીકુઇ અને આગ્રા ગાડી બદલી કાથગોદામ પહોંચ્યા અને ત્યાંથી ટૅકસી કરી અમે ૧૮ માઇલનો ચઢાણવાળા નૈનિતાલનો પહાડ ચઢવા લાગ્યા. પહાડ ચઢતાં જ હિમાલયની અસર વરતાવા માંડી. એકદમ હવામાન બદલાવા લાગ્યું અને ગરમીથી તપ્ત થઇ ગયેલા અને બે દિવસની કંટાળાજનક મુસાફરીને કારણે થાકી ગયેલા એવા અમને હિમાલયની ગિરિમાળા ઉપરથી આવતા શીતલ પવનનો સ્પર્શ થતાં, અમારો થાક ભૂલાઇ ગયો.
નૈનિતાલની રમણીયતા તેનાં નૈની સરોવરને આભારી છે. આખું નૈનિતાલ શહેર આ સરોવરની ચારે બાજુ પથરાયેલું છે અને તેથી તે અત્યંત રમણીય લાગે છે. આ સ્થળના હૃદયંગમ સૌન્દર્યથી આકર્ષાઇને પ્રતિવર્ષ અહીં ઘણી મોટી સંખ્યામાં સહેલાણીઓ આવે છે, અને બે ઘડી જીવનની જટિલ ઘટમાળથી મુકિત પામે છે. આ પ્રદેશ અત્યંત વિકસેલા છે અને તેના રસ્તા વિગેરે પણ સુંદર છે. અહીં દરેક પ્રકારની સુવિધા મળી રહે છે. જૂના વિભાગમાં તળની વસતિ અને નવા વિભાગમાં અદ્યતન હાટેલા, સ્ટોરા અને નિવાસસ્થાનો આવેલાં છે. તેનું બજાર પણ સારું એવું મેટું અને વ્યવસ્થિત છે. આ નૈનિતાલ ૬૦૦ ફુટની ઉંચાઇ પર છે. તેથી અહીં સામાન્ય રીતે ઠંડી સારા પ્રમાણમાં પડે છે. ચારે બાજુ પહાડ અને વચ્ચે તળાવ આવેલું હોવાથી અને અહિં જે પવન આવે છે તે આ તળાવ પર થઇને આવતા હોવાથી વાતાવરણ બારનાં સમયમાં પણ ઠંડુ અને આહલાદક લાગે છે.
રાત્રિની નિરવ શાંતિ પછી પ્રભાત પડતાં આખું શહેર અનેક પ્રકારની પ્રવૃત્તિઓથી ધમધમી ઉઠે છે. આમ તો જો કે અહીં આવનાર સહેલાણીઓ આરામ માટે આવે છે અને દરેક જણ પોતપાતાની રુચિ પ્રમાણે પોતપોતાને દૈનિક કાર્યક્રમ ગાઠવી લે છે. કોઇ સવારે નૈની સરોવરમાં બેટીંગ કરવાનો કાર્યક્રમ બનાવે છે, કોઇ સરોવરની આજુબાજુ ચક્કર મારવા નીકળી પડે છે, તો કોઇ સૂર્યનાં કિરણામાં સ્નાન કરવાનું પસંદ કરતાં પાતાની હોટલનાં આગળનાં ખુલ્લા ભાગમાં ખુરશી ખેંચી લાવી તેમાં આજુબાજુનાં સૌન્દર્યનું પાન કરતાં પડી રહે છે. નાનાં બાળકો બગીચામાં રમવા ઉપડી જાય છે તો કોઇ નજીકનાં કે દૂરનાં જોવાલાયક સ્થળા પર ચાલતાં થા ઠંડીમાં કે બસમાં યા ટેકસીમાં ઉપડી જાય છે. આમ આપ્યા. દિવસ લોકો જાતજાતની પ્રવૃત્તિમાં પસાર કરે છે. આ સ્થળે આ દિવસો દરમ્યાન ઠીક ઠીક પ્રમાણમાં માનવમહે રામણ ઊભરાય છે અને લોકો જુદા જુદા સ્થળેથી આવતા હોવાથી વસતિમાં પણ વૈવિધ્ય નજરે પડે છે.
નૈનિતાલમાં જોવાલાયક બધાં જ સ્થળા ઠીક ઠીક ચઢાણ પર