________________
તા. ૧૬-૩-૬૮
પ્રબુદ્ધ જીવન
૨૩૧
સમાજના નીચેના સ્તરની સેવા કરવાને ઉદ્દેશ ધરાવતી હોય છે તે કોઈ સંસ્થા સમાજના મધ્યમ લેખાતા પણ ઉપરના સ્તરના સુસ્થિત વર્ગને એકત્ર અને સુગ્રથિત કરવાના હેતુથી અને પરસ્પર ભાઈચારે વધારવાના હેતુથી શરૂ કરવામાં આવે છે. મુંબઈ ખાતે છેલ્લાં ત્રણ વર્ષથી શરૂ કરવામાં આવેલ જૈન સોશિયલ ગૃપ સારી સ્થિતિનાં જૈન ભાઈ–બહેનો માટેના એક મિલનકેન્દ્રનું રૂપ ધારણ કરી રહેલ છે અને ગયા જાન્યુઆરી માસથી તેણે ચોથા વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહ અને શ્રી ચીમનલાલ ગોસલિયાના અદમ્ય ઉત્સાહ અને અવિરત પ્રયાસના પરિણામે ત્રણ વર્ષના ગાળામાં આ સંસ્થાએ સારી જમાવટ કરી છે. આ સંસ્થાની સભ્યસંખ્યા આજે લગભગ ૧૮૦ સુધી પહોંચી છે. આમાં ભાઈઓ તેમ જ બહેનોને સમાવેશ થાય છે. આ મંડવળમાં જોડાવા ઈચ્છનાર ભાઈએ રૂ. ૧૦૧ પ્રવેશફીના અને રૂ. ૫૧ વાર્ષિક લવાજમના આપવા પડે છે. સભ્યોની પત્નીઓ પ્રવેશફીથી મુકત છે પણ વાર્ષિક લવાજમ રૂ. ૫૧ ભરવું પડે છે.
આ સંસ્થાની મુખ્ય પ્રવૃત્તિ લગભગ દર મહિને એક વાર અને કદી કદી બે વાર મુંબઈના કોઈ પણ રેસ્ટોરાં કે હોટેલમાં મોટે ભાગે સભ્યો પૂરતું સમૂહભોજન ગોઠવવાની રહેલી છે અને આવા ભજન પ્રસંગે કોઈ વ્યકિતવિશેષને નિમંત્રણ આપવામાં આવે છે અને તે રીતે વિવિધ વિષયને લગતા વાર્તાલાપને સમૂહભોજન સાથે સંલગ્ન કરવામાં આવે છે. આ ઉપરાંત આ સંસ્થા તરફથી મનરંજન કાર્યક્રમો પણ યોજવામાં આવે છે અને બિહાર દુષ્કાળ રાહત જેવા કાર્ય અંગે સભ્યોમાંથી ભંડોળ પણ એકઠું કરવામાં આવે છે. જૈન સમાજના બધા ફિરકાનાં ભાઈ - બહેનોને આ મંડળમાં જોડાવાનો અવકાશ હોઈને પરસ્પર એકતાની ભાવનાને આવા મંડળ દ્વારા બળ મળતું રહે છે. જેમ મુંબઈમાં રોટરી કલબ છે, લાયન્સ કલબ છે અને તેની જેવી પ્રવૃત્તિ અને ભાવના છે તેવી જ પ્રવૃત્તિ અને ભાવનાની પ્રેરણા–અલબત્ત જૈન સમાજ પૂરતી સીમિત–આ જૈન સેશિયલ ગૃપની રહેલી છે. આ સંસ્થા માત્ર ખાણીપીણીમાં અટવાઈ ન જતાં પરસ્પર મિલન અને મને રંજન સાથે સમાજસેવાના કાર્ય તરફ વધારે ને વધારે ઢળતી રહે અને એકતાસંવર્ધક બળમાં પરિણમે એમ આપણે ઈચ્છીએ ! અમદાવાદમાં ઊભું કરવામાં આવનાર કલા–ગૃહ: આર્થિક સહાય માટે અનુરોધ
ગુજરાતના સુવિખ્યાત કલા-ગુરુ શ્રી રવિશંકર મહાશંકર રાવળની કલાના ક્ષેત્રે અનેકવિધ સેવાઓની કદર રૂપે અમદાવાદ ખાતે એક ભવ્ય ‘કલા–ગૃહ' નું નિર્માણ કરવાના હેતુથી કેટલાક સમયથી ‘કલા - રવિ ટ્રસ્ટ’ નામનું એક ટ્રસ્ટ ઊભું કરવામાં આવ્યું છે. શ્રી પ્રભુદાસ બા. પટવારી, શ્રી નવનીતલાલ સાકરલાલ શોધન, શ્રી કાન્તિલાલ મણિલાલ, શ્રી બચુભાઈ રાવત, શ્રી અનંતરાય રાવળ, શ્રી કનુ દેસાઈ તથા શ્રી જનાર્દન રાવળ – આ મુજબ ઉપર જણાવેલ કલા - રવિ ટ્રસ્ટના સાત ટ્રસ્ટી છે. આ કલાગૃહ ઉભું કરવા માટે પ્રસ્તુત ટ્રસ્ટને ગુજરાત સરકાર તરફથી અમદાવાદ શહેરના મધ્ય ભાગમાં જરૂરી ક્ષેત્રફળ ધરાવતો પ્લોટ ભેટ મળ્યું છે અને શેઠશ્રી સાકરલાલ બાલાભાઈ તરફથી આ કાર્ય માટે એક લાખ રૂપિયાનું પ્રારંભદાન કરવામાં આવ્યું છે. પ્રસ્તુત લાગૃહને યોગ્ય આકાર આપવા માટે આશરે દશ લાખ રૂપિયાની જરૂર છે. આ સંબંધમાં ગુજરાતના તત્કાલીન રાજ્યપાલ શ્રી પ્ર. ને. ભગવતીએ ગુજરાત તેમ જ ગુજરાત બહાર વસતા ગુજરાતીઓને અને દેશભરના કલાપ્રેમીઓને તા. ૨૩-૧૨-૬૭ ના પત્રમાં નીચેના શબ્દોમાં અનુરોધ કર્યો છે.
“ગુજરાતના પ્રથમ કલાકાર અને ગુજરાતમાં કલાની અરિમતા જાગૃત કરનાર શ્રી રવિશંકર રાવળ, કે જેમણે કલાશિક્ષણના આધા
પ્રણેતા તરીકે પ્રજામાં ‘કલાગુરુ' તરીકેનું આદરણીય સ્થાન પ્રાપ્ત કર્યું છે, તેમની કલા - સેવા કાયમ રહે તથા ગુજરાતમાં ક્લા - પ્રવૃત્તિ ઉત્તરોત્તર વિકસતી રહે તે હેતુથી સ્થાપવામાં આવેલા કલારવિ’ ટ્રસ્ટ, ગુજરાત સરકાર તરફથી અમદાવાદ શહેરની મધ્યમાં ભેટ મળેલી. જમીન પર આર્ટ ગેલેરી, કલાના અભ્યાસવર્ગો, વ્યાખ્યાનખંડ, કલા પુસ્તકાલય તથા સંગ્રહસ્થાન ઈત્યાદિની રચનાવાળુ ' ‘કલાગૃહ' બાંધવાનું કામ હાથ પર ધર્યું છે તે જાણી આનંદ થશે.
આ કલાગૃહ' માટે શેઠશ્રી સાકરલાલ બાલાભાઈએ એક લાખ રૂપિયાની ઉદાર સખાવત કરેલી છે તે પ્રશંસનીય છે. ગુજરાતમાં તથા ગુજરાતની બહાર વસતા સર્વ ગુજરાતી તથા અન્ય કલાપ્રેમીએ પણ પ્રજાની સાંસ્કૃતિક સેવા અંગેના આ ઉમદા કાર્ય માટે શકય તેટલી આર્થિક સહાય આપી આ સંસ્કારધામને કાયમી સ્વરૂપ આપવામાં સહકાર આપે તેવો મારે અનુરોધ છે.”
આ અનુરોધને ધ્યાનમાં લેવા અને આ સાંસ્કૃતિક સેવાના મહાન કાર્યમાં યથાશકિત મદદરૂપ થવા ગુજરાતના સુસ્થિત સજજને તેમ જ સન્નારીઓને પ્રાર્થના છે. આ ટ્રસ્ટને અપાતાં સર્વ દાનને આવકવેરાથી મુકિત મળેલી છે. ' શિવામ્બુ ચિકિત્સાના સંશોધન અંગે કમિશન નીમવા માટે ગુજરાત સરકાર પાસે કરવામાં આવેલી માંગણી.
તા. ૧-૧૧-૬૭ ના ‘પ્રબુદ્ધ જીવન માં શિવામ્બુ ચિકિત્સા અંગે પ્રગટ કરવામાં આવેલી નોંધમાં આ ચિકિત્સાના સફળ પ્રયોગને લગતી કેટલીક માહિતી આપવામાં આવી હતી. આમ છતાં પણ આ ચિકિત્સા અંગે જયાં સુધી રાજ્ય સરકાર તરફથી જરૂરી સંશોધન કરવામાં ન આવે અને તેની ઉપયુકતતા અંગે સરકાર તરફથી નિશ્ચિત આકારની ભલામણ કરવામાં ન આવે ત્યાં સુધી આ ચિકિત્સા લોકમાન્ય બની ન જ શકે. આ હેતુથી પ્રેરાઈને વલસાડમાં કેટલાક સમયથી શરૂ કરવામાં આવેલ શિવામ્બુ ચિકિત્સા પ્રચારક મંડળના મુખ્ય સંચાલક શ્રી જનાર્દન બી. દેસાઈએ અને ર્ડો. પરાગજીભાઈ ડી. દેસાઈએ ગુજરાત સરકારના આરોગ્ય ખાતાના પ્રધાન શ્રી ફત્તેસિંહરાવ ગાયકવાડને થોડા સમય પહેલાં એક મેમેરેન્ડમ વિનંતિપત્ર મેકલેલ છે અને તેમાં આ વિષયને લગતું સંશોધન કરવા માટે યોગ્ય, અધિકૃત અને તટસ્થ એવી વ્યકિતનું એક કમિશન અથવા તે તપાસ સમિતિ નીમવાની તેમણે માગણી કરી છે. જે ઉપચારને આજે કેટલીએક દિશાએથી પ્રચાર થઈ રહ્યો છે અને અધૂરી સમજણપૂર્વક જ જેને આજે જ્યાં ત્યાં પ્રયોગ થઈ રહ્યો છે તેના વૈજ્ઞાનિક સંશોધનની ખૂબ જ જરૂર છે. વૈજ્ઞાનિક સંશોધનની કસેટીમાંથી આ ચિકિત્સાપદ્ધતિ પાર ઉતરે અને તેને વૈદ્યકીય નિષ્ણાતોનું પાકું સમર્થન મળે તો સામાન્ય પ્રજાજનો માટે આ ચિકિત્સા અનેક દષ્ટિએ આશીર્વાદરૂપ નિવડે અને તેથી ઉપર જણાવેલ મેમોરેન્ડમને ધ્યાનમાં લઈને ગુજરાત સરકાર જલદીથી અપેક્ષિત કમિશનની નિમણૂક કરવાને સજ્વર નિર્ણય કરે એવી ગુજરાત સરકારને આપણી પ્રાર્થના હો!
અહિં એ જણાવવાની જરૂર ન હોય કે જેમ “ અસ્પૃશ્ય ” શબ્દનું ગાંધીજીએ “હરિજન” શબ્દથી નવસંસ્કરણ કર્યું છે તેમ આ ચિકિત્સાના મિશનરી ડે. પરાગજીભાઈ દેસાઈએ “માનવ મૂત્ર” શબ્દનું ‘શિવામ્બુ’ શબ્દથી નવસંસ્કરણ કર્યું છે. માનવજાતને નવી આશા આપતા એરોવીલનું ‘શિલારોપણ
ગયા ફેબ્રુઆરી માસની ૨૦મી તારીખે સવારના ૧૦-૩૦ વાગ્યે, દક્ષિણ હિંદના પૂર્વ કિનારે આવેલ પન્ડીચેરીથી નવ માઇલના અન્તરે એક વિસ્તૃત ક્ષેત્રફળ ધરાવતી જમીન ઉપર જેનું નિર્માણ કરવામાં આવનાર છે એવા “એવીલ” નામના એક પ્રાયોગિક નગરને પાયો નાંખવાની ક્રિયા કરવામાં આવી હતી. આ પાયામાં દુનિયા