SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૩-૬૮ >> પ્રકીર્ણ નોંધ તે તેને સાચી દિશા તરફ વાળી શકાય છે તે વાત પણ આપણને સ્પષ્ટ દેખાય જ. અને પછી તે તરફ અગ્રેસર થવામાં કશી તકલીફ નથી રહેતી. ભગવાન મહાવીર જેવું બલિષ્ટ નામ આ વિદ્યાલયને અપાયું છે, તેને સુવર્ણ મહોત્સવ ઉજવાય છે, તેમાં અનેક બાળકે ભણવા આવે છે, કંઈક વિશેષ મેળવવાની આશાથી. તે ભગવાન મહાવીરની ચેતના લઈને જો આ વિદ્યાર્થીઓ ઉપર પ્રયોગ કરવામાં આવે છે, આ વિદ્યાલયમાંથી તેવા સર્જના નિર્માણ થાય. નામની સાથે સાથે તેની ચેતના પણ લેવાય તો ઘણું કામ શકય બને. સાચા મનુષ્ય પકવવા માટેનાં વિદ્યાલય ગુરુકૂળ અને આશમેની આજે દેશમાં નીતાંત જરૂરત છે. આવા ગુરુકૂળ અને આકામે એકકાળમાં આપણે ત્યાં હતા, તેની ચાલના અને વ્યવસ્થા મોટા ઋષિ, મહર્ષિઓ અને દષ્ટાએનાં હાથમાં રહેતી હતી. તેનાં ખર્ચ માટે રાજાએ ધનિકોષ્ટિએ અને જનસમાજ પિતાના ધનભંડારો ખુલ્લા મૂકી દેતા હતા. કારણકે પોતાના બાળકોનાં ઘડતરનું અત્યંત મહત્વનું કાર્ય ત્યાં થતું હતું. જમીન, અન્ન, ગાયો અને બીજી આવશ્યક સગવડો તેઓને મળી રહેતી. તક્ષશીલા અને નાલંદા જેવા વિદ્યાધામમાં આવા શિક્ષણપ્રયોગે મેટા પાયા પર થતી હતી. આ આવા પ્રયોગો અત્યારે પણ થવા શકય છે. નાના નાના અને અધૂરા પ્રયોગે ઘણાં થાય છે, પણ કોઈ નિશ્ચિત પરિણામ દેખાતું નથી. હવે વૈજ્ઞાનિક રીતે મોટા પાયા પર પ્રયોગ થવા જોઈએ. બાળકોને શિક્ષણના મૂળમાં આ વિજ્ઞાન સમજાવવું હશે તે તે માટે મોટી સંખ્યામાં શિક્ષકો તૈયાર કરવા જોઈશે. આ માટે એક મેજર પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યું છે. જેને પ્રારંભ મહારાષ્ટ્ર યા ગુજરાતથી થઈ પછી દરેક રાજ્યોમાં થાય તેવી ગણતરી છે. આજે લગભગ દોઢેક વર્ષથી આ પ્રોજેકટ મહારાષ્ટ્ર સરકારની વિચારણામાં છે. ગુજરાતરાજ્ય પણ આ પ્રોજેકટમાં સારો રસ લઈ રહ્યું છે અને મોટી જમીન પણ આપવાની તેણે તૈયારી બતાવી છે. આવા ક્ષેત્રમાં ખ્રીસ્તી મિશનરીઓનું કાર્ય કેટલું સુવ્યવસ્થિત અને યોજનાબદ્ધ હોય છે તે બાબત રે. ફાધર વાલેસનાં લેખમાંથી આપણને જાણવા મળ્યું છે. પણ તેની યેજનામાં મોટે ભાગે વટાળપ્રવૃત્તિ પાયામાં હોય છે તેથી તેનાં કાર્યથી કોઈને વિશેષ લાભ થતું નથી. માંદાને સારવાર અને ભૂખ્યાને અન્ન આપ્યા પછી તેને સાચે માનવ બનાવવાની પ્રવૃત્તિ હોવી જોઈએ. તે છતાં તેઓનું જે સારું છે તે લઈને આપણાં પ્રયોગને વધારે અદ્યતન અને સવગી બનાવી શકાય. આવા મિશનરી સેંટરો આપણે ત્યાં થવાની જરૂર છે. જેમાંથી ‘ડાઈનેમિક સ્પીરીટ અને મિશનરી ઝીલ” વાળા પોતાનું સર્વસ્વ સમર્પણ કરી શકે તેવા મિશનરી શિક્ષક-શિક્ષિકાએ તૈયાર થાય. આપણે ત્યાં સેવાભાવનાવાળા અને દાન આપનાર ઉદાર લેાકોની ખેટ નથી. પણ તેઓની ભાવનાને સાચી રીતે ઉપયોગ ન થવાથી સેવા કરનારા અને ધન આપનારાઓની શ્રદ્ધા ઊઠી જાય છે અને પ્રયોગ તે થતા જ નથી. આવા ભાવનાશીલ લોકો જો આ વાતને ફરી નવી રીતે વિચારે તે આવા વૈજ્ઞાનિક પ્રયોગ થવા અશકય નથી , એક વાત તે નક્કી છે કે માનવ ચિત્તાતંત્ર પર જ્યાં સુધી સમ્યક કાંતિનું નિર્માણ નહીં થાય ત્યાંસુધી જગતમાં પ્રેમ, શાંતિ આનંદ અને એકતાનું નિર્માણ થવાને સંભવ નથી. અને આવી ક્રાંતિનું વિજ્ઞાન જાણનારા આચાર્યો અને સંતે આપણે ત્યાં છે તે આપણું મોટું સૌભાગ્ય છે. તેને શોધી કાઢીને તેમનાં જ્ઞાન અને અનુભવને ઉચિત લાભ લે તે આપણાં હાથમાં છે. આ થશે તે જ વિશ્વમાં શાંતિ, પ્રેમ, એકતા અને આનંદનું સામ્રાજ્ય ફેલાવી શકાશે, જેની આજે ખૂબ જરૂર છે. કુમશ: પૂણિમા પકવાસા પ્રભુકૃપા-કિરણ': એક અવલોકન શ્રી ગુરુદયાલ મલ્લિકજીને કોણ નથી જાણતું? શિષ્યભાવે તેમના નિકટ પરિચયમાં આવેલા શ્રી મુકુલ કલાર્થી અને તેમનાં પત્ની બહેન નિરંજનાએ લખેલું મલ્લિકજીનું જીવન - આલેખન પ્રજ્ઞા સાહિત્ય પ્રકાશન (સરદાર બાગ, બારડોલી - ૨) તરફથી થોડા સમય પહેલાં પ્રગટ કરવામાં આવ્યું છે. આ પુસ્તકનું નામ ‘પ્રભુ કૃપા કિરણ’ એ મુજબ રાખવામાં આવ્યું છે. આ સંબંધમાં લેખક યુગલ જણાવે છે કે “અમે આ સંસ્મરણોનું નામ જુદી જુદી રીતે વિચાર્યું હતું. પરંતુ પૂજ્ય ચાચાજીએ (મલિકજીને તેઓ “ચાચાજી” શબ્દથી સંબોધે છે) કહ્યું કે મારા જીવનમાં જે કાંઈ બનવા પામ્યું છે એ પરમ કૃપાળુ પ્રભુની કૃપાના કિરણને જ આભારી છે. પૂજ્ય ગુરુદેવ રવીન્દ્રનાથે “ગીતાંજલિ'માં ગાયું છે એમ હું તો કહું છું, "I am only a flute of reed, my master” - તો માત્ર વાંસળી જેવો છું, એમાં સૂર પૂરનાર પ્રભુ જ છે. એટલે તમારે આ સંસ્મરણેને નામ આપવું હોય તે “પ્રભુકૃપા-કિરણ” આપી શકો છો. પછી તમારી મરજી. અમને પણ ચાચાજીની વાત ગમી ગઈ અને આ પુસ્તકનું નામ ‘પ્રભુકૃપા - કિરણ રાખ્યું. આ ચરિત્રલેખન સળંગ કથાનકના રૂપમાં આપવામાં આવ્યું નથી, પણ તેમના જન્મથી માંડીને (ઈ. સ. ૧૮૯૬ ના મે માસમાં તેમને જન્મ) આજ સુધીના જીવન સાથે સંબંધ ધરાવતી જુદી જુદી બાબતો અંગે પ્રશ્નોત્તરના રૂપમાં રજૂ કરવામાં આવ્યું છે. શ્રી ગુરુદયાલ મલ્લિકજી પૂરા અર્થમાં એક સંતપુરુષ છે; તેમનું જીવન સતત અધ્યાત્મપરાયણ રહ્યું છે. તેમનામાં અપાર ' ભાવુકતા ભરેલી છે. તેમની વાણી અને વર્તનમાં બાલચિત સ્વાભાવિકતા, નિર્દોષતા, પવિત્રતાને એકસરખે અનુભવ થતો હોય છે. તેમનામાં સ્ફટિક સમ પારદર્શક નિર્મળતાનું આપણને પુનિત દર્શન થાય છે. આવી એક અદ્ભુત વ્યકિતને આ પુસ્તકદ્વારા આપણને મંગળ પરિચય થાય છે. કાકાસાહેબે આ પુસ્તક ઉપર પ્રસ્તાવના લખી આપીને મલ્લિકજીના જીવન અને વ્યકિતત્વ ઉપર વેધક પ્રકાશ પાડયો છે. આ પુસ્તક બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. પ્રભુકૃપા કિરણમાં મલ્લિકજીનું જીવન – આલેખન છે; “પ્રભુ - પ્રસાદી” માં તેમાં રચેલાં હિન્દી કાવ્યો અને તેને મલ્લિકજીએ પોતે જ કરી આપેલ અંગ્રેજી અનુવાદ આપવામાં આવેલ છે. આખું પુસ્તક હું લગભગ એક બેઠકે વાંચી ગયા અને ઊંડી પ્રસન્નતા અનુભવી એટલું સુંદર અને સરલ આ પુસ્તક છે. આ પુસ્તકની કિંમત રૂા. ૫-૦૦ રાખવામાં આવી છે, જે તેનું કદ જોતાં વધારે પડતી લાગે છે અને પરિણામે જે પુસ્તક બહુજનસુલભ બનવું ઘટે તે અલ્પ અને સુસ્થિત જન સુલભ રહે એવો સંભવ છે. આમ છતાં પણ ગુજરાતી જનતા સમક્ષ મલ્લિકજી જેવા મહાનુભાવનું આવું સુંદર અને સપ્રમાણ ચિત્ર રજૂ કરવા માટે ભાઈ મુકુલ કલાર્થી અને તેમનાં પત્નીને ધન્યવાદ ઘટે છે. “જૈન સેશિયલ ગૃપ કોઈ પણ સમાજમાં તે તે સમાજની જરૂરિયાત મુજબ ભિન્નભિન્ન પ્રકારની સંસ્થાઓ ઊભી થાય છે. કોઈ સંસ્થા પાછળ શિક્ષણપ્રચારને હેતુ હોય છે તે કોઈ પાછળ વૈદ્યકીય રાહત પહોંચાડવાને હેતુ હોય છે. કોઈ સંસ્થા પોતાના સંપ્રદાયને જોર આપવાના હેતુથી ઊભી કરવામાં આવે છે તે કોઈ સંસ્થા જૂનવાણી વિચાર અને આચરણને પડકારવાના હેતુથી કામ કરતી હોય છે. કોઈ સંસ્થા
SR No.525953
Book TitlePrabuddha Jivan 1968 Year 29 Ank 17 to 24 and Year 30 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1968
Total Pages268
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy